Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૧

અને શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમનાં દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહિ તથા શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્થાનક તેમને વિષે પણ પારકું અન્ન ખાવું નહિ, કેમ જે, તે પારકું અન્ન તો પોતાનાં પુણ્યને હરી લે એવું છે માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું. ।।૧૫૧।। read more
0 Views : 110

શિક્ષાપત્રી શ્લોક – ૧પર

અને પોતાનાં કામકાજ કરવા તેડ્યા જે મજુર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું અને પોતા પાસે કોઇ કરજ માગતો હોય અને તે કરજ દઇ ચુકયા હોઇએ તે વાતને છાની ન રાખવી તથા પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. ।।૧૫૨।। read more
0 Views : 95

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૩

અને જે ઠેકાણે પોતે રહેતા હોઇએ તે ઠેકાણે કોઇક કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વે પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય. ।।૧૫૩।। read more
0 Views : 92

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૪

અને તે જો પોતાના મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો અને જયાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઇને સુખેથી રહેવું. ।।૧૫૪।। read more
0 Views : 100

શિક્ષાપત્રી શ્લોક – ૧પપ

અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુસંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિષે તથા દ્વાદશી આદિક પર્વને વિષે બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા. ।।૧૫૫।। read more
0 Views : 106

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૬

અને તે ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાનાં પ્રકારનાં દાન દેવા. ।।૧૫૬।। read more
0 Views : 107

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૭

અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિષે ધર્મનું સ્થાપન કરવું. ।।૧૫૭।। read more
0 Views : 100

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૮

અને તે રાજા તેમણે રાજયનાં જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં અને તીર્થ જે ચાર મોકલ્યાનાં સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય જેમાણસ તથા દંડવા યોગ્ય નહિ એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. ।।૧૫૮।। read more
0 Views : 131
Powered By Indic IME