Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ર૮

વરતાલમાં સત્સંગિજીવન લખવાનો આરંભ કર્યો તેમાંઉપાસનાનો પ્રસંગ નિકળ્યો. તેમાં સંતને સાત-આઠ દિવસ સુધીવાદવિવાદ થયો. પછી તેમાં કેટલાક સંત કહે જે,‘શ્રીકૃષ્ણ જેવામહારાજને કહો.’ ત્યારે નિત્યાનંદસ્વામીએ કહ્યું જે,”બીજાઅવતાર જેવા મહારાજને કેમ કહેવાય ? ને બીજા અવતારે કયારેપોતાને વિષે ચોવીસ અવતાર લીન કર્યા છે ? ને મહારાજે તોચોવીસ અવતાર તથા ભૂમાપુરુષાદિક અનંતને પોતાને વિષેલીન કરી દેખાડ્યા તથા સર્વેને પોતાની પૂજા કરતા દેખાડ્યાને શ્રીજીએ તો પોતાના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય કરાવવાસારુ વ્યાપકાનંદસ્વામી દેખતાં પોતાને વિષે ચોવીસ અવતારલીન કરાવી દીધા. તથા પર્વતભાઇને સાંતી હાંકતાં પોતાનીમૂર્તિને વિષે ચોવીસ અવતાર લીન થાતા દેખાડ્યા.વળી શ્રીજીમહારાજ માંગરોળ આદિક જે જે ગામ પધાર્યાત્યારે જે જે અવતારના ઉપાસક હતા, તે શ્રીજીમહારાજને દર્શનેઆવતા; ને તે સર્વેને ધ્યાનમાં બેસારીને પોતપોતાનાંઇષ્ટદેવનાં દર્શન કરાવતા હતા. અને તે તે પોતાના ઇષ્ટદેવતે પોતપોતાના ભકતને કહેતા હતા જે,‘આ સહજાનંદસ્વામીતો સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ છે ને અમે તોએમના દાસ છઈએ.’ એવી રીતે અનંત ઐશ્વર્ય જણાવ્યાં. એઆદિક અનંત આશ્ચર્યકારી ચમત્કાર દેખાડ્યા, એવા જેઅક્ષરાતીત શ્રીસહજાનંદસ્વામી તે તો રામકૃષ્ણાદિક સર્વેઅવતારના અવતારી છે. તેમને બીજા અવતાર જેવા કેમકહેવાય ? ને બીજા અવતાર જેવા મહારાજને કહીએ તો અનંતમહા અદ્ભુત શ્રીજીમહારાજનાં ઐશ્વર્ય ખોટાં પડે.”ત્યારપછી શ્રીજીમહારાજ બોલ્યા જે,‘એ ઠીક કહે છે નેઠીક સમજે છે ને જે ઉપાસક હોય, તે તો આવા જ હોય નેતમે સર્વે અમ ભેગા ફરી ગયા , પણ અમે તો કેમ કહેતા હશુંને […] read more
0 Views : 202

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ર૯

શ્રીજીમહારાજે સંતદાસજીને દલુજી પાસે મોકલ્યા. પછીદલુજીએ શ્રીજીમહારાજના પ્રતાપના સમાચાર પૂછ્યા, ને વળીએમ બોલ્યા જે,‘શ્રીજીમહારાજનો અવતાર કેવો જાણવો ? નેત્યાં જીવોનાં કલ્યાણ કેવા કરે છે ?’ ત્યારે સંતદાસજીએ કહ્યુંજે,”આ અવતાર નહીં, આ તો રામકૃષ્ણાદિક સર્વ અવતારનાઅવતારી ને સર્વ કારણના કારણ પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમ છે.તે અક્ષરધામ થકી જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે દયાકરીને પધાર્યા છે. ને આ તો સર્વોપરી મૂર્તિ છે, તે માટે જીવોનાંસર્વોપરી કલ્યાણ કરે છે. ને શ્રીજીમહારાજ તો કોઇ દિવસ આબ્રહ્માંડમાં પધાર્યા નથી ને પધારશે પણ નહિ; ને એવા તો એએક જ છે. ને હું પણ વૈકુંઠ તથા બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપાદિકધામ પ્રત્યે જાઉં છું, ત્યારે તે સર્વ ધામના પતિ એમ કહે છેજે, ‘સહજાનંદસ્વામી પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ તો અક્ષરધામનાપતિ ને સર્વ અવતારના અવતારી છે, તે જ આ દયા કરીનેજીવોનાં કલ્યાણ કરવાને અર્થે પૃથ્વી ઉપર પધાર્યા છે, તે માટેજીવોનાં સર્વોપરી કલ્યાણ કરે છે.’ એમ એ સર્વે ધામના વાસીકહે છે.”ત્યારપછી સંતદાસજીએ દલુજીને કહ્યું જે,‘તમે શ્રીજી-મહારાજનો અવતાર કેવો જાણો છો ?’ ત્યારે દલુજી બોલ્યાજે,‘શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામ,કાળ, માયા, પુરુષ ને, વાસુદેવાદિક ચતુર્વ્યૂહ તથા કેશવાદિકચોવીસ મૂર્તિઓ એ સર્વેના કારણ પુરુષોત્તમ છે, હું પણશ્રીજીમહારાજની કૃપા થકી જાણું છું.’ એવી રીતે શ્રીજી-મહારાજનો મહિમા એ બેઉ જણાએ પરસ્પર ઘણોક કહ્યો. ।।૨૯।। read more
0 Views : 160

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૦

શ્રીજીમહારાજે સંતને પોતાનો રહસ્ય અભિપ્રાય કહ્યો જે,‘કોટિ સૂર્યના તેજથી કોટિગણું તેજ વૈકુંઠના મુકતમાં છે, ને તેથીકોટિગણું તેજ તે ગોલોકના મુકતમાં છે, ને તેથી અનંતકોટિગણુંતેજ તે અક્ષરધામના મુકતના રોમને વિષે છે, ને તેથી અનંતકોટિગણું તેજ તે અક્ષરધામની જે ભૂમિ, તેમાં એક સોપારી રહેએટલા દેશમાં લીન થાય છે; ને અનંત અપાર જે અક્ષરધામનોપ્રકાશ તે સર્વેને ભેળો કરીએ તો સર્વ અવતારના અવતારી જેશ્રીહરિકૃષ્ણ પૂર્ણપુરુષોત્તમ તેના એક રોમના કોટિમાં ભાગનીબરોબર નથી આવતો; એવી દિવ્ય મૂર્તિ તેનું તેજ, ઐશ્વર્ય,પ્રતાપ, બળ, કીર્તિ એવા અનેક દિવ્ય ગુણે યુકત સ્વરાટ નેસત્યસંકલ્પ છે.ને દિવ્ય કર્તાશકિત, જ્ઞાનશકિત, ક્રિયાશકિત, લયશકિત,ધારકશકિત, પ્રેરકશકિત, નિત્યઅલુપ્તશકિત, મહામનોહરશકિત,અચિંત્યશકિત, નિરંકુશશકિત, નિર્વિશેષશકિત, નિર્દોષશકિત,અજિતશકિત, શોભાશકિત, નિયંતાશકિત, સુંદરશકિતએ આદિક અનંત દિવ્યશકિતઓ ને અનેક મહા-આશ્ચર્યકારી ગુણેયુકત દિવ્યમાં દિવ્ય મૂર્તિ પોતાના અક્ષરધામને વિષે સદાવિરાજમાન એવા હરિકૃષ્ણ પુરુષોત્તમ શ્રીસહજાનંદ સ્વામી છે.તે જન્મ ધરતા થકા સદાય અજન્મા, અચ્યુત, અખંડમૂર્તિછે, ને દિવ્યાકૃતિ થકા મનુષ્યાકૃતિ છે ને મનુષ્યાકૃતિ થકા દિવ્યમૂર્તિ છે, ને અક્ષરધામમાં છે તોપણ આંહીં છે,ને આંહીં છે તોપણઅક્ષરધામમાં જ છે. ને એ જયાં છે ત્યાં જ અક્ષરધામનું મધ્યછે. ને ઔદાર્ય, ગાંભીર્ય, માધુર્ય, વાત્સલ્ય, સૌશીલ્ય, જ્ઞાન,બળ, તેજ, રસ, ગંધ એ આદિક મહાઆશ્ચર્યકારી દિવ્ય ગુણેયુકત સર્વોત્તમ શ્રીસહજાનંદસ્વામી પુરુષોત્તમ છે.તે પોતાના અક્ષરધામને વિષે અનેક મુકત ને અનેકશકિતઓ તેમણે સેવ્યા થકા સદાય વિરાજમાન છે. ને પોતેપોતાના સુખે કરીને સુખિયા છે, ને અક્ષરાદિક સર્વે ઉપર દયાકરીને એમની સેવાને અંગીકાર […] read more
0 Views : 142

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૧

અને એવા જે અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ સહજાનંદજીમહારાજ તે સર્વે ઉપાસકને ઉપાસ્ય મૂર્તિ છે, સર્વને આનંદરૂપછે, સર્વ સારના સારરૂપ છે, સર્વ તત્ત્વના તત્ત્વરૂપ છે, સર્વદૈવતમાં દૈવતકારી છે, સર્વ મંગળમાં મંગળકારી છે, સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છે, સર્વ આધારના આધાર છે, સર્વ પાવનમાં પાવનકારીછે, સર્વ ગુહ્યમાં ગુહ્યરૂપ છે, સર્વ ગુણીના ગુણી છે, સર્વ ધામનાધામી છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારીછે, ને સર્વ નામના નામી છે. ।।૩૧।। read more
0 Views : 153

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩ર

અને એવા જે પ્રત્યક્ષ શ્રીસહજાનંદસ્વામી પરબ્રહ્મ પરમકારુણિક તેમની મૂર્તિના બે ચરણારવિંદથી લઇને મસ્તક સુધીસર્વ અંગને પૃથક્ પૃથક્ ધારીને એકાંત સ્થળને વિષે બેસીનેઇન્દ્રિયો, મન, પ્રાણ તેનો પ્રત્યાહાર કરીને પૂર્વાપર રાત્રિને વિષે, અતિ દઢ મતિએ કરીને, અતિ દઢ ચિત્તે કરીને, અતિશેસ્થિર થઇને, યોગી તેણે શ્રીહરિનું ધ્યાન કરવું. કામાર્ત , તસ્કર ,નટ, વ્યસની ને દ્વેષી એ સર્વે પોતપોતાના વિષયને વિષે જેમતત્પર થઇને મંડ્યા છે, તેમ મુનિ જે તે શ્રીહરિની મૂર્તિ ધારવાનેવિષે અતિ હર્ષેયુકત છે મન જેનું એવો થકો તત્પર થઇને મંડેને સાધ્વી , ચકોર, શલભ , મચ્છ, ચકવા, ચકવી ને બપૈયા એ જેમ પોતપોતાના વિષયમાં નિમગ્ન છે, તેમ યોગી જે તેશ્રીહરિની મૂર્તિમાં અતિશે આનંદે થકો નિમગ્ન રહે. નેસમુદ્રમંથન કરવાને સમે જેમ દેવ-દાનવ મનમાં વિશ્વાસ રાખીનેમંડ્યાં હતા, તેમ યોગીએ મનમાં દઢ વિશ્વાસ રાખીનેભગવાનની મૂર્તિ ધારવાનો નિત્ય નવો અભ્યાસ રાખવો. નેરસાસ્વાદ, નિદ્રા, હિંસા ને વિક્ષેપ એ ધ્યાનમાં વિરોધી છે,તેનો ત્યાગ કરે ત્યારે ધ્યાન થાય, નહીં તો ન થાય. ।।૩૨।। read more
0 Views : 127

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૩

અને પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન તેને જીતીને, વશ કરીને,પિંડ, બ્રહ્માંડ અને પંચવિષય તેમને જડ, દુઃખરૂપ, તુચ્છ,નાશવંત ને વિષ્ટારૂપ જાણીને ત્યાગ કરીને; સત્-ચિદ્-આનંદ,સૂક્ષ્મ ને નિર્ગુણ એવું જે પોતાના જીવાત્માનું સ્વરૂપ તેને જાણીને,ને તે જીવાત્મારૂપ થઇને મુનિ થકા શ્રીહરિનું ધ્યાન કરવું. નેજાતિ, વર્ણ, આશ્રમ ને ગુણ તેનું જે માન તેનો ત્યાગ કરીનેસમગ્ર સાધુ, સત્સંગી તેના દાસના દાસ થઇને રહે છે, તેને જશ્રીહરિનું ધ્યાન થાય છે. ને શ્રીહરિનું સમગ્રપણે માહાત્મ્ય જાણ્યાવિના બીજા કોટિ સાધન કરે, પણ સર્વ ક્રિયાને વિષે અખંડનામ-રટન ને મૂર્તિની અખંડ સ્મૃતિ રહે નહિ. ને અનંતકોટિબ્રહ્માડં નાં વિષય સુખ ભેળાં કરીએ તોપણ શ્રીહરિની મૂર્તિના એકરોમના સુખ ની કોટિમાં ભાગની બરોબર આવે નહિ. ને જેમહાપાતકી હોય ને તે જો શ્રીહરિનું ભજન કરે તો તેનાં સમગ્રપાપ બળીને ભસ્મ થઇ જાય, એવો અતિ અલૌકિક મહિમા છે.સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર છે એમનું તત્ત્વ તો એકશ્રીહરિની મૂર્તિ છે. એવી જેની અચળ મતિ હોય એવાવિચક્ષણને શ્રીહરિનું ધ્યાન થાય છે. ને સંપૂર્ણ ગુણ, સુખ નેસામર્થ્ય તો એક ભગવાનની મૂર્તિમાં જ છે ને બીજે ઠેકાણે તોકિંચિત્ છે; ને અનંતકોટિ બ્રહ્માંડનાં જે વિષય સુખ છે તે ભેળાંકરીએ તો શ્રીહરિનું નિમેષમાત્રનું ધ્યાન કે દર્શન કર્યું હોય તેનાકોટિમાં ભાગની બરોબર આવે નહિ; ને સાધુ, સત્સંગી નેઅક્ષરાદિક એ સર્વેનું તત્ત્વ તો શ્રીહરિની મૂર્તિ છે; એવી આસ્તિકમતિએ સહિત જેની સમજણ છે, તેને […] read more
0 Views : 163

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૪

અનંત અપાર ધામરૂપ જે અક્ષરબ્રહ્મ તેનું સમગ્ર સુખભેળું કરીએ તોપણ શ્રીહરિના એક રોમના સુખની બરોબર નઆવે, એવો દઢ જ્ઞાની છે તેને શ્રીહરિનું ધ્યાન થાય છે.આ લોક-પરલોકને વિષે દુર્લભ તે શું છે ? તો શ્રીહરિનાસ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશરો, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિએ અચળ થાય એ જ દુર્લભ ને સારમાં સાર છે. નેમુક્તાનદં સ્વામી, ગોપાળાનદં સ્વામી, નિત્યાનદં સ્વામી, બ્રહ્માનદં સ્વામીએ આદિક સાધુ ને સત્સંગી અનેક, શ્રીહરિની ઉપાસનાએ કરીનેપરમપદને પામી ગયા. પ્રથમ ઉત્પત્તિકાળ સમે અનંતકોટિબ્રહ્માંડના જે બ્રહ્માઓ તે જે તે મહા ઉગ્ર એવું જે તપ તેણે કરીનેભગવાનને રાજી કરીને પોતાનો મનોરથ સિદ્ધ કરે છે. તેમશ્રીહરિનો જે મનુષ્યભાવ, દિવ્યભાવ, નિગર્ણુ -સગુણપણું, સાકાર-નિરાકારપણું, કર્તા- અકર્તાપણું, અન્વય-વ્યતિરેકપણું, સ્વભાવ, ગુણને નામ તે જેમ છે તેમ નિર્દોષપણે જાણીને તથા એમનું જેસ્વરૂપ તે પણ શ્રવણ, મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કાર વડે જેમછે તેમ યથાર્થ જાણીને દઢ આશરો કરવો, તે રૂપી જે તપ તેણેકરીને ભગવાનને રાજી કરવા. ।।૩૪।। read more
0 Views : 165

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩પ

સત્શાસ્ત્રનો જેના ઉપર અધિકાર હોય તેને મનુષ્ય કહીએ;એવાં હજારો મનુષ્ય ભેળાં કરીએ ત્યારે તેમાં એક ધર્મવાન જડે ;તેવા ધર્મવાન હજારો ભેળા કરીએ ત્યારે તેમાં એક સિદ્ધિને અર્થે યત્નને કરતો હોય એવો જડે; સિદ્ધિવાળા હજારો ભેગાકરીએ તો તે મધ્યે એક ભગવાનને અર્થે યત્નને કરતો હોય એવોમળે; તેવા હજાર મધ્યે એક ભગવાનને જાણીને યત્નને કરતોહોય એવો મળે; ભગવાનને જાણીને યત્નને કરતા હોય એવાહજારો ભેગા કરીએ તો તે મધ્યે કોઇક જ્ઞાની ભગવાનનું સ્વરૂપ,સ્વભાવ, ઐશ્વર્ય તે અંતે રહિત છે તેને તત્ત્વે કરીને યથાર્થ પોતાનાજ્ઞાનની વિશાળતાને અનુસારે કોઈક જાણે છે, પણ તે જેમ છેતમે તો અતં ને નથી પામતો. ને ભગવાન પોતે પોતાના સ્વરૂપ,સ્વભાવ, ગણુ ને ઐશ્વર્યતેના મહિમાના અતં ને નથી પામતા,તો બીજો તો પામે જ કેમ ? એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમતેમણે અનકે કોટિ બ્રહ્માંડનાં ને બહ્મ્રપુરાદિક ધામનાં સમગ્ર ઐશ્વર્ય જે પોતાની મૂર્તિને આધીન છે; તે સમાધિએ કરીને દેખાડ્યાં તથાસહુના ઇષ્ટદવે રૂપે પોતે પોતાનું દશર્ન દઇને અનતં જીવનેપોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો.એવી રીતનું બીજું પણ જે અપરિમિત , સર્વોપરી, દિવ્યઐશ્વર્ય તેને દેખાડીને પોતાના સર્વોપરી ઐશ્વર્યને વિષે અક્ષરાદિકસર્વેનાં ઐશ્વર્ય લીન કરીને પોતે સર્વોત્કૃષ્ટપણે જયકારી પ્રવર્તેછે. એવા જે બ્રહ્મધામના અધિપતિ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમનેધર્મદેવ ને મરિચ્યાદિક ઋષિ તે વૃંદાવનને વિષે જ્ઞાનયજ્ઞે કરીનેરાજી કરી ને મનવાંછિત વર પામ્યા, તેમ યોગીએ હરિકૃષ્ણનીમૂર્તિના જ્ઞાન, ધ્યાનને વિષે તત્પર થઇને મંડવું. ।।૩૫।। read more
0 Views : 187
Powered By Indic IME