ભાદરામાં શ્રીજીમહારાજ પાસે એક પંડિત આવીને શ્લોકબોલ્યો. પછી રતના ભકતને તથા ડોસા ભકતને સમાધિ થઇ.પછી મહારાજે પંડિતને કહ્યું જે,‘તમે શ્લોક બોલ્યા તેમાંભગવાનનો મહિમા બહુ છે, તે માટે સમાધિ થઇ.’ પછી પંડિતબોલ્યો જે,‘હે મહારાજ ! હું તો કથા કરી કરીને મરી ગયો,પણ કોઇને સમાધિ થાતી નથી.’પછી તે સમે ભૂજનો એક જમાદાર બેઠો હતો, તેને પણસમાધિ થઇ. પછી શ્રીજીમહારાજે તેની વાત કરી જે,‘આજમાદાર એક લાખ ને એંશી હજાર પેગંબરે સ્તુતિને કર્યા એવાત્રણે અવસ્થામાં અમને દેખે છે.’ પછી તે શ્રીજીમહારાજ તેસમાધિવાળાને પોતાની દષ્ટિમાત્રે કરીને જગાડતા હવા. પછીતે સમાધિવાળાને પંડિતે પૂછ્યું જે,”બીજા ભગવાનના અવતારેઆવી સમાધિ કરાવી નહોતી, આ તો કાંઇક જાદુ છે કે મંત્રતંત્ર છે ?”ત્યારે તે જમાદારે પંડિતને કહ્યું જે,”આ તો અવતાર નહિ,આ તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે, તેજ આજે કૃપા કરીને જીવનાં કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છે.ને બીજા ભગવાનના અવતાર પૂર્વે થઇ ગયા, તે તો આભગવાનની સર્વે સ્તુતિ ને પ્રાર્થના કરે છે, એમ હું સમાધિને વિષેદેખું છું.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાનો પ્રતાપ સહેજે જણાવ્યો.પછી સુતાર વશરામ એવી રીતે શ્રીજીમહારાજનો પ્રતાપજોઇને અતિશે આનંદ પામીને ખેતરમાં ગયા. ત્યાં લાખો કીડીઓપૃથ્વીમાંથી નીકળી તેને જોઇને દયા આવી જે, ‘આ જીવને કયારેભગવાનનો સંબંધ થાશે.’ એમ અંતરમાં વિચાર થયો. પછીપોતાને સંકલ્પે કરીને તે લાખો કીડીઓને ચતુર્ભુજ રૂપ ધરાવીનેવિમાનમાં બેસારીને ધામમાં મોકલી. એવી રીતે શ્રીજીમહારાજેભકત દ્વારે […]
read more