Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૮ર

સ્ત્રી વાળો મહિનો; બે મહિના; ને જેને ન હોય તેને તો ઘરમાં રહેવાય જ નહિ; કાં જે ? એમાંથી તો જરૂર કફાત થાય. માટે ગાંઠના રોટલા ખાઇને, નીકર મંદિરના રોટલા ખાઇને પણ આ વાતો સાંભળવી. ને અજ્ઞાન ટાળવું ને મંદિરનાં રોટલા ખાય તેમાં શું ? ઘેર કરતો હોય તે આંહીં સેવા કરે. અરે ! એમ તો સેવા પણ જે પૈસા લઇને કરતો હશે તેની પાસે કરાવીશું, પણ જો કોઇ ભગવાન ભજતા હોય તો મંદિરના રોટલા આપીએ. ને કોઇ હજાર રૂપિયા ખર્ચે તેણે કાઇં અજ્ઞાન જાય ? તેને પાછા એકથી સો ગણા આપે. તે એક જણે પાંચસે રૂપિયા નરનારાયણ આગળ મૂકયાં, તેને સો લાખ આપશું. પણ કાંઇ વાતું સાંભળ્યાં વિના અજ્ઞાન ગયું ? ।।૨૮૨।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૮૩

સ્વામીએ વાત કરી જે, ‘જેને માથે મોટાં શત્રુ હોય તેણે ઊંઘવું નહિ ને જેણે આતતાઇ કર્મ કર્યુ હોય તેને પણ ઊંઘ આવે નહિ. ને તેમ કામ, ક્રોધ ને લોભાદિક શત્રુ માથે છે ત્યાં સુધી ઊંઘવું નહિ. ને જે જે વચન કહ્યાં છે તેને વિસારી દેવાં નહિ. તે જો એકાંતે બેસીને વિચારે તો સાંભર્યા કરે.’ ।।૨૮૩।। read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૮પ

અને સ્વામીએ શ્રાવણ વદી બારસે વાત કરી જે, ‘મહારાજે મંડળ બાંધ્યાં ત્યારે સારા મોટા સાધુ ભેળા કોઇ સાધુ બેઠા નહિ, ને બીજા ભેળા વીસ-પચીસ થયા !’ તે મહારાજ કહે, ‘ઓલ્યા હિંદુસ્તાનમાં લઇ જાશે તેના ભેળા થઇ ગયા, ને આ સત્સંગમાં રાખે તેવા ભેળા કોઇ નથી.’ પછી સ્વામી કહે, ‘એમ એકાંતિકનું ને સાધારણ સાધુનું નોખું છે, તે ઓળખ્યા જોઇએ.’ ।।૨૮૫।। read more
0 Views : 163

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૮૬

કાલ ઓલ્યામાં આવ્યું જે, ‘વૈરાટના હાથ પગ તો દેખ્યામાં નથી આવતા ને પેટમાં આ બ્રહ્માંડ છે.’ તે વિચારીએ તો વૈરાટની કેવડી મોટ્યપ થઇ ! ત્યારે આ અક્ષરને તો રુંવાડે રુંવાડે કોટિ-કોટિ બ્રહ્માંડ ઊડતાં ફરે છે. એ તો જો નવું પહેલું વહેલું સાંભળ્યું હોય તો તો જાણીએ જે આ તે વાત કે શું ? પણ કેવડી મોટપ થઇ ! આ તો બહુ વાર સાંભળ્યું એટલે મહિમા નથી. ।।૨૮૬।। read more
0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૮૭

ત્યાગીને તો બાર ઉપર એક વાગે જમવાનું કહ્યું છે. ને આ તો બબ્બે, ત્રણ-ત્રણ વાર ઝૂડે છે તે ઉપવાસ પડે એટલે ધારણાં-પારણાં પણ કરે, એમ ભેળું લીધે જાય ને ઓલ્યુંયે થાય. ને જો એક વાગે ખાય તો અન્નનો જે રસ તે બળી જાય, ને ઓલ્યુ તો અજીરણ થાય ને તેનું પાછું વીર્ય થાય તે પછી ઉપવાસ પડે ।।૨૮૭।। read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૮૮

ગોંડલમાં વાણિયે હવેલી કરી તે નળિયાં ચડાવ્યાં, ત્યાં ચાળીસ હજાર કોરી થઇ ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી હવેલી ઘરેણે મૂકી તે હજી છૂટી નથી; ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે,તે આ દેહ ઘરેણે મૂકયો છે તે પ્રભુ ભજતા નથી. ।।૨૮૮।। read more
0 Views : 118

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૮૯

સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રિલોકી, લઘુ શંકા ચૂંથે છે,તે મોટા સાધુ તો જાણે જે, આ તે શું કરે છે ? કોઇ પ્રભુ ભજતા નથી. ને માણસને વસમું લાગે એટલે કહેતા નથી. ને સત્સંગ થયો છે પણ બાળકની પેઠે લઘુ ચૂંથે છે. ને ત્રિલોકીમાંથી એવો એક તો ખોળીને મારી આગળ લાવો જે મૂતર ન ચૂંથતો હોય ? ।।૨૮૯।। read more
0 Views : 135

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૯૦

જેટલું આ જગત પ્રધાન છે, જેટલી સ્ત્રી પ્રધાન છે ને જેટલો છોકરો પ્રધાન છે, તેટલો સાધુ સમાગમ નથી; ને સમાગમની કસર રહે છે એટલે એ પ્રધાનપણે રહે છે. ।।૨૯૦।। read more
0 Views : 109
Powered By Indic IME