Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦ર

આપણે કાંઇએ કરવું નથી, કાં જે સત્સંગમાં માલ છે તેણે કરીને ઉઘાડી આંખ છે. તે જોશું ત્યાં તો આ સાધુ ને ભગવાનનાં દર્શન થાય છે, ને વિંચાશે ત્યારે પણ આ સાધુ ને ભગવાન દેખાશે. માટે ‘જીવતે લાખના ને મૂએ સવા લાખના .’ હવે કોઇ વાતે ફિકર નથી. ને ‘દાસના દુશ્મન હરિ કદી હોય નહિ, એજેમ કરશે તેમ ઠીક જ કરશે.’ ।।૨૦૨।। read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૩

અને આ સાધુ પાસે ભગવાન છે તે જે એનો સંગ કરે તેને દિયે છે. માટે આ સાધુના સમાગમમાં માલ છે; માટે એની આગળ દીન આધીન થાવું, એને નમવું અને એનો અભિપ્રાય જાણવો જે, શું એનો સિદ્ધાંત છે ? એમ જાણીને તે પ્રમાણે વર્તવું. ।।૨૦૩।। read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૪

આણીકોર દ્વારકાનાથ ને ઓણીકોર વડનગર ને વિસનગરને આણીકોર સાબરમતી ને નર્મદા એ બધેય ભગવાન ફર્યા છે, કાંઇ બાકી રહ્યું નથી. ને આ સાધુ પણ બધે ફર્યા છે માટે એ સંભારવું. ।।૨૦૪।। read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦પ

આ જીવ આમ સંકલ્પ કરે છે. જેમ ઓલ્યા સૂતરનો તાણો કરીને લૂગડું કરે છે, એમ એકરસ આકાશની ઘોડ્યે (પેઠે) કર્યા કરે છે, પણ આંહીં રહેવું નથી એ ખબર નથી, એવો જીવનો સ્વભાવ છે. ।।૨૦૫।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૬

અને પંકિતમાં બેસીને મેળાવીને લાડુ જમે તે નિઃસ્વાદી કહેવાય ને એકલો નોખો જો કાચો બાજરો ચાવે, તોય પણ તે સ્વાદિયો કહેવાય. તે માટે જુદું પડ્યે જ બગડે છે અને નિઃસ્વાદી કેને કહીએ ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, પંકિતમાં જે મળે તે મેળાવીને ખાઇ લે ને બીજું કાંઇએ ઉપાર્જન ન કરેને ચાળા ચૂંથતો ન ફરે એ નિઃસ્વાદી કહેવાય. ને ત્યારે જભગવાન એની ઉપર રાજી થાય છે. તે રાજી કરવાનો ઉપાય, સાધુનો સમાગમ ને નિયમ એ બે છે. ‘ગર્ભવાસમાં શું કહીને તું આવ્યો રે’ એ કીર્તન બોલાવીને કહે જે, તરવાર તો ખરીપણ ક્ષત્રિયના હાથમાં હોય ને વાણિયાના હાથમાં હોય;  એમ આવા વચન પણ બ્રહ્મવેત્તાનાં લાગે , પણ બીજાનાં લાગે નહિ.।।૨૦૬।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૭

ચોવીસ વર્ષ થયાં આવરદા નથી ને આ દેહ વાતો સારુ જ રહ્યો છે, પણ ત્રીસ વર્ષ થયાં ક્રિયા ઉપરા ઉપર આવી છે, તે પૂરી વાતો થાતી નથી. આમ જો આગ્રહ રાખીએ તો ધ્યાન થઇ જાય ને સમાધિ થઇ જાય પણ પૂરી સોદરી વળે એવી વાતો કરાતી નથી; મનમાં હામ રહી જાય છે. ।।૨૦૭।। read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૯

અને સાધુ થયા ને ભેખ ન સુધર્યો, ત્યારે શું થયું ? જે કરવા આવ્યા તે તો ન થયું. માટે ધીરે ધીરે સાધુનાં લક્ષણ કહ્યાં છે તેમ વર્તતા જાવું, તે વિના છૂટકો નથી. ।।૨૦૮।। read more
0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૯

વૈશાખ વદિ એકાદશીએ શંકરપ્રસાદ આ ગામમાં આવતા માર્ગમાં અધર ટૂટિયું આવ્યું તે મરી ગયો, એ વાત એક હરિજન પાસે કહેવરાવીને કહ્યું જે, “મુમુક્ષુને તો સદાય કકડાટી જ દેખાય જે, આ તો હમણાં ચાલ્યું જવાશે ને મહારાજે પણ કહ્યું છે જે,‘અમને તો એમ જ વર્તે છે જે આ પળમાં ને આ ક્ષણમાં દેહ પડી જાશે.’ માટે ભગવાન ભજી લેવાં.” ।।૨૦૯।। read more
0 Views : 98
Powered By Indic IME