Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સારસિદ્ધિ પદ:- ૧૧

(રાગ:-ધોળ) ‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ. સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટી આ વાર; નિવાસી કયાર્ં બ્રહ્મમો’લના, અગણિત નર નાર. . .સુખી ।।  ।। જે સુખ અગમ અજ ઈશને, સુર સુરેશને સોય; તે સુખ દીધું છે દાસને, જે સુખ ન પામે કોય. .સુખી ।। ર ।। ધામી વિના રે એહ ધામનું કોણ સુખ દેનાર; માટે આપે આવી આપિયું અખંડસુખ અપાર. . સુખી ।। ૩ ।। એહ સુખથી જે સુખી થયા, રહ્યા દુઃખ તેથી દૂર; નિષ્કુળાનંદ નિર્ભય થઈ; રહ્યા હરિને હજૂર. . સુખી ।। ૪ ।। read more
0 Views : 140

સારસિદ્ધિ કડવું:- ૪પ

હરિ હજૂર જે પામ્યા દાસ વાસજી, તેને કોઈ રહ્યો નહિ તન મને ત્રાસજી પરિપૂરણ પામ્યા સુખ વિલાસજી, જે સુખનો ન થાય કોઈ દિન નાશજી નાશ ન થાયે કોઈ દિને, એવું અવિનાશી એહ સુખ છે ।। તેહ વિના તપાસી જોયું, જયાં જયાં જાય છે ત્યાં દુઃખ છે ।। ર ।। અટળ સુખના આપનારા, નથી કોઈ સહજાનંદજી સમાન ।। બીજે છે વાતોના વાયદા, એમ સમજવું બુદ્ધિમાન ।। ૩ ।। સત્ય શાસ્ત્ર સંત સુધર્મને, શોધીને ગ્રે’વું સાર ।। જેવા તેવાથી જડતું નથી, અખંડ સુખ અપાર ।। ૪ ।। માયિક સુખ પણ મોંઘાં ઘણાં, ત્યારે અમાયિકનો કોણ આપનાર ।। માટે સહજાનંદ સેવવા, ઉર કરી વળી વિચાર ।। પ ।। જેહ સુખ જેહને ઘરે, તે તો તેનું દીધું દેવાય ।। તેહ વિના તોળી તપાસિયું, લેશ પણ આપણે ન લેવાય ।। ૬ ।। એહ સુખને આપવા, આવ્યા અવનિએ અલબેલ ।। મહા મોંઘું હતું એને મળવું, પણ સહુને થયું છે એ સે’લ ।। ૭ ।। પરમ પરમારથી પ્રગટ્યા, શ્રી સહજાનંદ સુખધામ ।। આવી મળ્યા જન જેહને, તેહ થયા તે પૂરણકામ ।। ૮ ।। ભાંગી ભૂખ ભૂખ્યાતણી, ઘણી ઘનશ્યામે કરી મે’ર ।। એવો કોણ અભાગિયો, જે દુઃખી રે’શે આ વેર ।। ૯ ।। આજ મો’રે આવી વારતા, કો’યે પર અવર પામ્યા નથી ।। નિષ્કુળાનંદ જેણે નથી દીઠા, તે […] read more
0 Views : 144

સારસિદ્ધિ કડવું:- ૪૬

કથી નથી કે’વાતી વણ જાણે વાતજી, કે’શે કોઈ સંત જે જાણે છે સાક્ષાતજી બીજા બહુને છે એ વાત અખ્યાતજી, દીઠા ભેટ્યા વિના ભાખશે કોણ ભાતજી કોણ ભાતે નર ભાખશે, જેને સ્વપ્ને પણ સંબંધ નથી ।। અટકળ અનુમાન કરી, મોટા મોટા મરે છે મથી ।। ર ।। કોઈ કહે હજાર હાથ હરિને, કોઈ કહે આઠ ચાર કર છે ।। કાનનું સુણ્યું સહુ કહે, પણ ખરી કાંઈ ખબર છે ? ।। ૩ ।। કોઈ કહે હરિ અરૂપ છે, કોઈ કહે તેજોમય તન ।। કોઈ કહે વિશ્વમાંહિ વ્યાપી રહ્યા, કોઈ કહે આ બોલે વચન ।। ૪ ।। કોઈ કહે પ્રભુને પરછાયો નહિ, કોઈ કહે ન ધરા ધરે પાવ ।। દીઠા વિના આપ ડા’પણે, અમથા કરે છે ઉઠાવ ।। પ ।। પણ જાણો હરિને બે હાથ છે, બે પાવલિયા છે પુનિત ।। શ્રવણ નયન નાસિકા, મુખે બોલે છે રૂડી રીત ।। ૬ ।। જમે રમે નિજજન ભેળા, લિયે દિયે પૂજા જે દાસ ।। હસે વસે સેવક સંગે, અલબેલો આપે અવિનાશ ।। ૭ ।। સાકાર સુંદર મૂરતિ, સુખદાયી સહજાનંદ ।। તેને જાણ્યા વિના જડમતિ, નિરાકાર કહે નર મંદ ।। ૮ ।। સવળું અવળું સમજી, પાડી આંટી ઘાટી ઉરમાંય ।। ઘૂંચાણા ઘણી ઘૂંચવણીમાં, પડ્યું નહિ પાધરું કાંય ।। ૯ ।। પૂઠ્ય દઈ પૃથ્વીનાથને, ચોડ્યું ચિત્રામણમાંય ચિત્ત […] read more
0 Views : 173

સારસિદ્ધિ કડવું:- ૪૭

આળ પંપાળમાં આવરદા ન ખોવીજી, એ પણ વાત વિચારીને જોવીજી હીરો હાથ આવ્યે ધુડ્યને ન ધોવીજી, દિનમાં સૂઈ રહી રાત ન ડોવીજી દિનમાંહી હીંડે મારગ મળે, રાતમાંય ઘણું રડવડિયે ।। તેમ પ્રગટ મૂકીને પરોક્ષ ભજતાં, કહો પાર એમાં કાંઈ પડિયે ।। ર ।। જેમ કોઈ ફૂલવાડીનાં ફૂલ મેલી, આકાશ ફૂલની આશા કરે ।। પાર વિના પરિશ્રમ પડે, સાર થોડું જ મળે સરે ।। ૩ ।। તેમ પ્રગટ પ્રભુને પરહરી, પરોક્ષમાં કરે પ્રતીત ।। તે તો પીયુષનો ચરુ પરહરી, કરી છાશ પીવા ચાહે ચિત્ત ।। ૪ ।। ટાણે ટેવ રાખી નહિ, કરે કટાંણે કોઈ ઉદ્યમ ।। તેમાં ન પડે પાંસરું, પડે તેમાં તે પૂરણ શ્રમ ।। પ ।। માટે સમો સાચવવો, પ્રગટશું કરવી પ્રીત ।। તો પૂરણ તક પાકે ખરી, વળી થાય જગતમાંહી જીત ।। ૬ ।। એટલું કર્યું તો સર્વે કર્યું, કેડે કરવું ન રહ્યું કાંઈ ।। મનુષ્ય દેહનો લાભ મળ્યો, આવી આ ભવમાંઈ ।। ૭ ।। સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત એહ જ, રે’વું પ્રગટ પ્રભુ પરાયણ ।। મન વચન કર્મે કરી, ભજવા સ્વામિનારાયણ ।। ૮ ।। એહ ઠીક ઠેરાવી વાત અંતરે, પછી રે’વું નિર્ભય નચિંત ।। એટલું સમજે સર્વે સમજયા, સમજાણી સનાતન રીત ।। ૯ ।। મળ્યો મારગ મહાસુખનો, જેમાં દુઃખ નહિ લવલેશ નિષ્કુળાનંદ ।। નકી એ વારતા, માનવો મોટાનો […] read more
0 Views : 167

સારસિદ્ધિ કડવું:- ૪૮

સારસિદ્ધિ સુંદર ગ્રંથ છે સારોજી, સહુ શાણા મનમાં વિચારોજી પ્રગટ ઉપાસીને લાગશે પ્યારોજી, દુઃખ ટળી સુખનો આવશે વારોજી વારો આવશે સુખનો, સાંભળતામાં સાર શિરોમણિ ।। પ્રીત થાશે પ્રભુ પ્રગટમાં, ઘનશ્યામ માંઈ ઘણી ઘણી ।। ર ।। અન્ય સુખથી મન ઉતારી, પ્રગટમાં સુખ પેખશે ।। લોકાલોકની લાલચ્ય મેલી, સુખ ધર્મસુતમાં લેખશે ।। ૩ ।। જગસુખ અભાવની જુગતી, અતિ કહિ છે જો કથીકથી ।। સમજયા સરખી સુલભ છે, વાત અતિ રતી ઊંડી નથી ।। ૪ ।। વૈરાગ્ય ભકત ધર્મની, વાત સારી પેઠ્યે સૂચવી ।। જ્ઞાનની પણ થોડી ઘણી, ચોકસપણે ચોખી ચવી ।। પ ।। અસંત સંતની વારતા, તેહ પણ કાંઈક કહી છે ।। સાંગોપાંગ સમજવા, ઘણી ઘણી ગ્રંથોમાં રહી છે ।। ૬ ।। સાર સાર શોધી કહ્યું, જે જે જાણ્યામાં મારે આવિયું ।। તેહ તેહ તપાસી તને મને, કાંઈક કાંઈક કા’વિયું ।। ૭ ।। મુમુક્ષુને મગન કરવા, આમાં વાત છે વિધવિધની ।। નથી છાની છે વાત છતી, પ્રભુ પ્રગટ પ્રસિદ્વની ।। ૮ ।। ખરા ખપવાળાને ખોળતાં, માનો વાત આવી તે મળે નહિ ।। ત્યાર તરછટ તાંદુલા, કરી દીધા છે સુંદર લહિ ।। ૯ ।। આ ગ્રંથ ગાશે સુણશે, રે’શે એમાં કહ્યું એવી રીત ।। નિષ્કુળાનંદ એ નરનાં, ઊઘડશે ભાગ્ય અમિત ।। ૧૦ ।। read more
0 Views : 196

સારસિદ્ધિ પદ:- ૧ર

(રાગ:-ધોળ) ‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ. ભાગ્ય જાગ્યાં આજ જાણવાં, કોટિ થયાં કલ્યાણ; ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ.. ભાગ્ય ।।  ।। અનાથપણાનું મે’ણું ઊતર્યું, સદા થયા સનાથ; ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિયે હાથ.. ભાગ્ય ।। ર ।। કંગાલપણું કે’વા ન રહ્યું, સદા મનાણું સુખ; મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણાં દુઃખ.. ભાગ્ય ।। ૩ ।। અણસમજણ અળગી થઈ, સમી સમજાણી વાત; પાંપળાં સર્વે પરાં પળ્યાં, મળ્યા શ્રીહરિ સાક્ષાત.. ભાગ્ય ।। ૪ ।। કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ; ખોટ્ય મટીને ખાટ્ય થઈ, રહી ગયો છે રંગ.. ભાગ્ય ।। પ ।। ભૂધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર; સુખતણી સીમા શી કહું, મને મોદ અપાર.. ભાગ્ય ।। ૬ ।। આજ આનંદ વધામણાં, હૈયે હરખ ન માય; અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય.. ભાગ્ય ।। ૭ ।। આજ અમૃતની એલી થઈ, રહી નહિ કાંઈ ખોટ; એક કલ્યાણનું કયાં રહ્યું, થયાં કલ્યાણ કોટ.. ભાગ્ય ।। ૮ ।। રાંકપણું તો રહ્યું નહિ, કોઈ મ કે’શો કંગાલ; નિરધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ… ભાગ્ય ।। ૯ ।। કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ; ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ.. ભાગ્ય ।। ૧૦ ।। ધન્ય ધન્ય […] read more
0 Views : 1312

વચનવિધિ કડવું:- ૧

રાગ:- ધન્યાશ્રી સમરો સુખદ શ્રીહરિદેવજી, જેથી પામીએ આનંદ અભેવજી જેહ આનંદનો નાવે કેદી છેવજી, તેહ સુખ આપે હરિ તતખેવજી ઢાળ:- હરિ હરખી સુખ આપે, જો વર્તીએ વચનમાંય ।। મેલી ગમતું મનતણું, રહીએ શ્યામ ગમતે સદાય ।। ર ।। પૂરણ સુખને પામવા, રહીએ હરિઆજ્ઞા અનુસાર ।। તે વિના મોટપ્ય નવ મળે, જન જોવું કરી વિચાર ।। ૩ ।। ભવ બ્રહ્મા આ બ્રહ્માંડમાં, મહા મોટા કહે સહુ કોય ।। તે મોટપ્ય શ્રીમહારાજથી, એહ સમજવું જન સોય ।। ૪ ।। શશી સૂર્ય સમર્થ સહી, કરે સર્વે લોકે પ્રકાશ ।। તે પ્રસન્ન કરી પરબ્રહ્મને, અંગે પામ્યા એવો ઉજાસ ।। પ ।। શેષ સુરેશ ને શારદા, ગણપતિ ગુણના ભંડાર ।। રામ રાજિયે હનુમાન હુવા, અતિ મોટા પરમ ઉદાર ।। ૬ ।। ભૂત ભવિષ્ય વર્તમાનમાં, હરિ રાજીપામાં જે રહ્યા ।। દેવ દાનવ માનવ મુનિ, તે સર્વે મોટા થયા ।। ૭ ।। મોટું થાવાનું હોય મનમાં, તો હરિવચનમાં હમેશ રૈ’યે ।। નિષ્કુળાનંદ કહે ન લોપિયે, વાલમનું વચન કૈયે ।। ૮ ।। read more
0 Views : 1550

વચનવિધિ કડવું:- ર

વચને કરી છે વર્ણાશ્રમજી, વચને કરી છે ત્યાગી-ગૃહી ધર્મજી વચને કરી છે કર્મ અકર્મજી, એહ જાણવો જન મને મર્મજી મર્મ એમ જન જાણીને, રહેવું વચન માંહે વળગી ।। વચન લોપી જાણે સુખ લેશું, એવી અવિદ્યા કરવી અળગી ।। ર ।। વચને ઇન્દુ અર્ક ફરે, હરે તમ કરે પ્રકાશ ।। વચને ઇન્દ્ર વૃષ્ટ કરે, માની વચનનો મને ત્રાસ ।। ૩ ।। શેષજી શિરે ધરી રહ્યા, ચૌદ લોક ભૂમિનો ભાર ।। વચને કાળ શકત કરે, ઉત્પત્તિ સ્થતિ સંહાર ।। ૪ ।। વચને બાંધ્યો સિંધુ રહે, પાળ વિનાનું પાણી વળી ।। તેણે કરી શું તુચ્છ થયા, એહ આદ્યે સરવે મળી ।। પ ।। વચન માંહી વર્તતાં, વણતોળી મોટપ્ય મળે ।। વચન વિરોધી વિમુખ નર, તાપત્રયમાં  તેહ બળે ।। ૬ ।। વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ, વચને બદ્ધ મુકત કહિયે ।। તે વચન શ્રીહરિ મુખનાં, સુખદાયક સરવે લહિયે ।। ૭ ।। એમ સમજી સંત શાણા, વર્તે છે વચન પ્રમાણ ।। નિષ્કુળાનંદ તે ઉપરે, સદા રાજી રહે શ્યામ સુજાણ ।। ૮ ।। read more
0 Views : 1529
Powered By Indic IME