Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૬

અને ચાર ઘાંટીઓ છે તેને ઉલ્લંઘવી એ કરવાનું છે; તેમાં એક તો ભગવાનની ઉપાસના સમજવી, બીજું સાધુ ઓળખવા, ત્રીજું દેહ આત્મા જુદા સમજવા ને ચોથું ઉત્તમ ભોગમાથીં રાગ ટાળવો; તે કરવું. તેમાં સર્વેનું કારણ સાધુ છે.।।૯૬।। read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૭

અને મહારાજને ગમતી રુચિ કર્યા વિના જો ભગવાનનું  સુખ મળશે તોપણ ભોગવાશે નહિ, જેમ માંદાને સારું મળે તોપણ ભોગવાય નહિ, તેમ પુરુષોત્તમનું જ્ઞાન થયું છે ને તેને વાસનાએ કરીને વિષય મળશે તો તેમાંથી બહુ દુઃખ થાશે, પણ તેનું સુખ નહિ આવે ને આવરદા લાંબી તે મરાય નહિ. ।।૯૭।। read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૮

અને આ લોકનો આ જીવને ફેર ચડી ગયો છે. તે વાત સાંભળે ત્યારે જેમ પાણી ઉપર શેવાળમાં  લાકડી મારે તે નોખું  થઇને પાછું ભેળું થઇ જાય છે, તેમ આ લોકમાં પાછું ભળી જવાય છે, એવો આ જીવનો ઢાળો છે. ।।૯૮।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૯

અને આજ્ઞા પળે એટલી વાસના બળે. તે આજ્ઞા કઇ જે, શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ, ધર્મામૃત તે પાળીને વાસના ટાળવી. ને મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે વર્તવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે. ।।૯૯।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૦

અને કોઇક મરે ત્યારે કાંઇક થડકો થાય ને પછી આ લોકમાં પદાર્થ, મનુષ્ય, રૂપિયા એ આદિકને દેખે તે પાછું ભૂલી જાય ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે; ને આજ્ઞા પાળવી પણ લોપવી નહિ. તે આજ્ઞા મુખ્યપણે તો ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામશુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે વર્તવું ને મોટાનો સમાગમ કરવો ને સેવા કરવાનું કહે છે તે સર્વમાં મુખ્ય સેવા તે શું ? જે, મોટા એકાંતિકની અનુવૃત્તિ મન, કર્મ, વચને રાખવી, એવી બીજી કોઇ સેવા નથી. ।।૧૦૦।। read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૧

અને જયાંથી અચાનક ઉચાળા  ભરવા તે ઠેકાણે  ઉદ્યમ કરે છે, ને જયાંથી કોટિ કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે  ઉદ્યમ નહિ ! એ જ અજ્ઞાન છે. ।।૧૦૧।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦ર

અને વ્યવહાર માર્ગ તો કાંઇ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું, એ જ કઠણ છે ને કરવાનું પણ એ જ છે. ।।૧૦૨।। read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૩

અને કપાળમાં ચાંદલો કરીને દર્પણમાં જુએ ત્યારે સામો પણ દેખાય, તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂકયાં પછી કામમાં આવશે. ।।૧૦૩।। read more
0 Views : 106
Powered By Indic IME