Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭ર

અને સ્ત્રીજાતિમાત્રનો વિશ્વાસ ન કરવો, તે જાતિમાં મહારાજે બેને વખાણી, ને તેમાં પણ દોષ કહ્યાં છે; તે સીતા તેણે લક્ષ્મણજીને વચન માર્યા ને દ્રૌપદી તેને વચને ભારત  થયું. ।।૭૨।। read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭૩

એકલી ભકિતએ કરીને દેહ દમાય નહિ ને બળ પણ ઘટે નહિ, એ તો જ્ઞાન ને વિચાર બેય જોઇએ, ને દાખડો તો ખેડુ ઘણાં કરે છે તે બળિયા થાતાં જાય છે. ।।૭૩।। read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭૪

શ્રીજીમહારાજ કહેતા જે, “કાળા ભૂત જેવા ને કોટમાં ૩ ઊતરિયું ને રૂડાં રૂપાળાં હોય ને પહેરવા લૂગડું ન મળે, ને વળી શૂરવીરનાં શીંગડાં  ને તરવારને મ્યાન ન મળે, ને ફોશીના રાજા  હોય ને સો રૂપિયાનો મહિનો !” તે તો સર્વે પ્રારબ્ધ છે. ।।૭૪।। read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭પ

અને બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે ને સાધુના હૈયામાં ભગવાન છે તે જીવના હૈયામાં ઘાલે છે. ।।૭૫।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭૬

અને મહારાજે વચનામૃતમાં પોતાનું રહસ્ય, અભિપ્રાય, રુચિ, સિદ્ધાંત આદિક ઘણા શબ્દ કહ્યાં છે, તે ઉપર સૂરત રાખીને ચાલવું, એ જ કરવાનું છે. ।।૭૬।। read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭૭

અને વડોદરાનો ચાંદલો કોઇકને આવે ત્યારે સર્વે તેનાં મોટા ભાગ્ય માને, તેમ આપણે તો પુરુષોત્તમનારાયણનો ચાંદલો આવ્યો છે. માટે આપણે તેનો કેફ રાખવો. ।।૭૭।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭૮

આ જીવ વિશ્વાભિમાની, તૈજસાભિમાનીને પા્ર જ્ઞાભિમાની એમ ત્રણ દેહમાં ત્રણ ગુણમય વર્તે છે, પણ તેથી પર ગુણાતીત વર્તવું, અને બહ્મ્રરૂપ થાવા માંડે તેને સુખ થાતું જાય છે.જેમ તડકામાથીં બળતો આવે ને ઝાડને છાંયે બેસે ને શાતિં થાવા માંડે, ને વળી જમે ટાઢ વાતી હોય તે અગ્નિએ તાપે ને સખુ થાય, ને વળી જમે ભૂખ્યો હોય ને તે ખાવા-પીવા માંડે તમે ભખૂ – તરસ જાય ને સખુ થાય, તમે બહ્મ્ર રૂપ થાવામાં સખુ રહ્યું છે.।।૭૮।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭૯

આ જીવને ભગવાન સન્મુખ ચાલવામાં અંતરાયરૂપ આડા ગઢ છે. તેની વિકિત જે, આ લોકમાં નાતીલા, કુટુંબી, માબાપ, સ્ત્રી, દ્રવ્ય, ઇન્દ્રિયું ને અંતઃકરણ એ ગઢ છે. ।।૭૯।। read more
0 Views : 84
Powered By Indic IME