કોઇ કૂવે પડવા જાતો હોય તેને આડાં હજારો માણસ ફરે તો પડવા દે નહિ, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષયમાર્ગથી રક્ષા કરે. અને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડ્યું જોઇઅ; તેને નમી દઇએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ એ તો કઠણ નથી; જો આપણે એના થઇ જાઇએ તો તે આપણા થઇ જાય. ।।૫૫।।
read more