Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૪

સર્વ ક્રિયા કરવામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ન થાય; ને સત્પુરુષનો રાજીપો જેવો સત્સંગે કરીને થાય છે એવો પદાર્થે કરીને થાતો નથી. ને જે એક ચેલામાં બંધાય તે પાંચ-દશમાં કેમ ન બંધાય ? ને જે ઘણા માણસમાં પણ ન બંધાય એ તો અતિ સમર્થની વાત છે. ।।૨૪।। read more
0 Views : 145

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- રપ

એક જણ એક મંદિરમાં પાંચસે રૂપિયા મૂકીને ચાલ્યો ગયો પણ એટલા રૂપિયા બેઠાં બેઠાં ખાઇને સાધુનો સમાગમ કર્યો હોત તો બહુ સમાસ થાત. ।।૨૫।। read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૬

અને મોટાની આજ્ઞાએ કરીને કરવું, તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી  એવું છે. ને મનનુ ગમતું કરવું તે તો કાર્તિકસ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે. માટે આજ્ઞાએ જો થોડું કરે તોપણ ઘણું થાય છે. ને મનગમતું ઝાઝું કરે તોપણ થોડું થાય છે ને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું. ।।૨૬।। read more
0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૭

અને શિવજી, પાર્વતી ને પોઠિયાના દષ્ટાંતે  કરીને જગતનું કહ્યું જે, ‘એમાં કાંઇ પાધરું ન મળે, એ તો ગમે એમ કરે તેમાં પણ ખોટ કાઢે, માટે એ વાત સમજી રાખવી.’ ।।૨૭।। read more
0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૮

અને બહુ ખપવાળો હોય તેનું સમું  રહે; નીકર બહુ પ્રકારના શબ્દ આવે તે મૂળગો ઘટી જાય. ।।૨૮।। read more
0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૯

ભગવાનને સંભારીને જે જે ક્રિયા કરે છે તોપણ તે નથી કરતો ને તે અકર્તા છે, ને તે વિના તો બેઠો છે તોપણ તે કર્તા છે. ને ભગવાનને સંભારીને ખાય છે, બોલે છે, જુએ છે, સૂવે છે, ચાલે છે, ઇત્યાદિક જે જે ક્રિયા કરે છે તોપણ તે કાંઇ કરતો નથી ને તે તો અકર્તા છે. ।।૨૯।। read more
0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૦

અને અંતરમાં ભજન કરતા શીખવું, તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે. ।।૩૦।। read more
0 Views : 138

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૧

અને પ્રસાદીનું માહાત્મ્ય સમજતા હોઇએ તો મોટાના ચરણની રજ લઇને માથે ચડાવવી, પણ રસેયુકત જે પ્રસાદી તે તો તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે. ।।૩૧।। read more
0 Views : 148
Powered By Indic IME