Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૮

આવી રીતે શ્રીપુરુષોત્તમ ભગવાન તેમણે અગણિત જીવોનુંકલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય, પ્રતાપ તે સર્વેજીવને સહેજમાં દેખાડતા હતા, તે ઐશ્વર્ય પ્રતાપ સદ્ગુરુ શ્રીગુણાતીતાનંદ સ્વામીએ પોતે દીઠેલું તેમાંથી આ તો સંક્ષેપમાત્ર લખાવેલ છે. ।।૩૮।। ઈતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય ગુણાતીતાનંદસ્વામીએકરેલી વાતોમાં પુરુષોત્તમ ભગવાનનું ઐશ્વર્ય તથા પ્રતાપબતાવ્યાં તે નામે ચોથું પ્રકરણ સમાપ્ત. read more
0 Views : 181

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧

એક દિવસ સ્વામીએ વાત કરી જે, સર્વ સાધન કરતાં સંગ બળવાન છે. કેમ જે સંગ થકી જ સર્વ વાત થાય છે; પણ સંગ વિના તો કોઇ કામ થાતું નથી; માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે. ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય છે ને વ્યવહારમાર્ગ પણ સંગ થકી જ સમજાય છે અને આવડે છે. માટે સંગની બરોબર કોઇ સાધન નથી. ને દેશકાળાદિક આઠ કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહે છે તથા નવ પ્રકારની ભકિતમાં પણ શ્રવણ ભકિતને મુખ્ય કહી છે, તે પણ સંગ થકી આવે છે. ને શિક્ષાપત્રીમાં પણ ‘નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો’ એમ કહ્યું છે. વચનામૃતમાં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે. માટે સર્વ શાસ્ત્ર તે સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે; ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો તે થકી સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એકદેશી સગં થકી સર્વ પ્રકારનું જ્ઞાન પમાય નહિ. કમે જે, ધમર્, જ્ઞાન, વૈરાગ્ય, ભકિત, મહિમા આદિકમાથીં જેને જે અંગ મુખ્ય હોય તેના સગં થકી તે વાત સમજાય અને સર્વે અંગે સંપૂર્ણ હોય તેના સગં થી સર્વે વાત સમજાય છે. માટે સર્વદેશી સંગ મળવો બહુ દલુર્ ભ છ.ે ને સગં કરવો તેમાં ગુરુની શુદ્ધિ ત્રણ પ્રકારની […] read more
0 Views : 315

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર

સર્વ કરતા ઉપાસના સમજવી એ મોટું સાધન છે ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા, એક તો એમ જ સમજવાનું છે ને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું. તે ‘સ્વરૂપનિર્ણય’માં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું. તે એ બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. ને એ બે વાત મુખ્ય રાખવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે, ને મહિમા વતે સર્વ સાધન થાય છે, ને મહિમા સર્વ કરતા બળવાન છે. તે શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી, એ કરવાનું છે. ને ઉપાસનાની વિકિત જે, જેવા મહારાજને સમજે તેવો પોતે થાય. મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદરિકાશ્રમને પામે તે જેવા જાણે તેવો થાય, ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે. ને શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે, “જેવા ભગવાનને સમજે તેવો પોતે થાય છે ને ભગવાન તો અપાર ને અપાર રહે છે.” ।।૨।। read more
0 Views : 294

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩

આ જીવને પાંચ વાના અવશ્ય જોઇએ પણ તે વિના ન ચાલે ને બાકી તો સર્વ વિના ચાલે, તેની વિકિત જે, અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું ને તે વિના બીજું તો સર્વે ફેલ છે. ।।૩।। read more
0 Views : 281

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪

અને જેમ ગાય છે તે વાછરું સારુ પારસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહિ. ।।૪।। read more
0 Views : 276

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ

મોટાઇઓ તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જુદો છે. ને એકથી લાખ રૂપિયા ખરચે તોપણ સમાગમ વિના અજ્ઞાન તો ટળે જ નહિ. ને જે વાવરે તેનું તો ફળ થાય ને ઐશ્વર્યને પામે. ।।૫।। read more
0 Views : 269

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬

અને ચાર વાતમાં સુખ છે. તેમાં એક સુખ તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ ને ત્રીજું સદ્વિચાર એ ત્રણ વાતમાં જ છે. ને ચોથું જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે; ને સુખ તો ત્રણ વાતમાં જ છે, ને વિષયમાં સુખ છે એવી તો કોઇ મોટાએ કલમ મૂકી જ નથી; ને આત્મારૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે.તેમાં કામાદિક દોષ જ નથી, જમે ગુજરાત દેશ માં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ . ।।૬।। read more
0 Views : 241

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭

મોટા મોટાના શબ્દોની હારો કરીને તપાસ કરવો જે એમનો શું મત છે ને એ શું કરવાનું કહે છે, ને એ કેમ વર્તે છે ? એમ તપાસીને પછી તે માર્ગે ચાલવું. ।।૭।। read more
0 Views : 269
Powered By Indic IME