Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્નેહગીતા કડવું:- ૩૧

ઊદ્ધવજી તમે એશું બોલીયુંજી, અમને એ કહ્યું તમે અણતોળિયુંજી । ભાઈ અમને ભામિનીને શીદ પાડોછો ભૂલીયુંજી, છતે કંથે છાર કો’ને કેણે ચોળીયુંજી ।।૧।। ઢાળ – છાર ન ચોળ્યું છતે ધણીએ, એતો વિધવા કેરો વેપાર છે । કંથ વિયોગી અંતર રોગી, તેને ભુંસવી ભલી છાર છે ।।૨।। વળી નર કોઈ નિરભાગી, સુત વિત્તદારાનોદુઃખિયો । તેહ જોગ લઈને જાય જંગલે, થાવાનો કોઈ સ્થળે સુખિયો ।।૩।। વળી ભવવૈભવ જેને હોય વા’લા, તેતો એક બ્રહ્મ કહી ઊચ્ચરે । ભાત્ય ઊભયભ્રષ્ટ થઈને, પછી મનમાન્યા વિષય કરે ।।૪।। વળી ધણી વિના જે ધ્યાન ધરે, તેતો કોઈકનું ઘર ઘાલવા ।  જેમ આંખ્ય મિંચી બેસે બલાઈ, તેતો ઝડપી ઉંદરને ઝાલવા ।।૫।। ડગમગ દિલ ચળ ચિત્તવાળા, જેને પ્રતીતિ નહિ પ્રગટતણી । તેતો વણ કહ્યે વેપાર એહવો, ભાઈ ધાઈને કરશે તેનો ધણી ।।૬।। ઊદ્ધવજી તમે કહ્યું જે અમને, તેમાં સાર નદીઠો કાંઈ શોધતાં ।  અમને કહ્યું એવું જે જ્ઞાન, તમને કેટલું થયું પરમોદતાં ।।૭।। બહુ સાધને સાધ્યું હશે, ઊદ્ધવજી એવું જ્ઞાન ।  આટલા દિવસ આવા વેષનું, કેમ અળગું ન કર્યું અજ્ઞાન ।।૮।। બીજાને તો જોગ ધરાવો, ભાઈ તમે તે ભોગી કેમ રહ્યા ।  અમે કંગાલની ઊપરે, છેક ન થઈએ નિર્દયા ।।૯।। એવા સંદેશા સાટે ઊદ્ધવ, કેમ ના’ણ્યો કૂપ વિષનો ભરી। નિષ્કુલાનંદના નાથનું મોકલ્યું, ખાત અમે ખાંતે કરી ।।૧૦।। કડવું ।।૩૧।। read more
0 Views : 160

સ્નેહગીતા કડવું:- ૩ર

ઊદ્ધવજી અમે જોગ કેમ કરીએજી, અમે કૃષ્ણકામિની કાષાયાંબર કેમ ધરીએજી । તેથકી વીરા મર વિષ ખાઈને મરીએજી, ગજથી ઊતરી કેમ ચડીએ ખરીએજી ।।૧।। ઢાળ – ખરીએ ન બેસાયે કરી તજી, કણ મુકી કુકસ કોણ ગ્રહે । કંચન મુકીને કાદવ કોઈ, લોભાવે પણ નવ લહે ।।૨।। મણિરત્નની માળા મુકી, શંખલાનો શણગાર કોણ કરે ।બાવના ચંદન તજી તનમાં, ભસ્મ કોણ ભુંશી ફરે ।।૩।। અંબર અંગે ઓઢવાં મેલી, વળી કોણ ધરે મૃગચર્મને । ઊત્તમ ક્રિયા મુકી અંગની, કોણ કરે મલિન વળી કર્મને ।।૪।। ખીર ખાંડ ઘૃત ખાવું તજીને, ખાયે કોણ આક ધંતુરા પાન ।   સેજ પલંગને પરહરીને, કોણ સુવે જઈ સ્મશાન ।।૫।। જેહ મુખે અમે પાન ચાવ્યાં, તેહ મુખે આવળ કેમ ચાવશું ।કૃષ્ણ વિના ઊદ્ધવ અમે, બીજું અંતરે કેમ ઠેરાવશું ।।૬।। પ્રીતે પતંગ અંગ પાવકે આપે, મૃગ મરે નિઃશંક થઈ નાદમાં ।  ઊદ્ધવજી સુખ એટલું, શું નહિ જાણિયે શ્યામના સ્વાદમાં ।।૭।। આતો તન મન આપ્યું છે એહને, એક રતિ અમે રાખ્યું નથી ।  શ્રીકૃષ્ણ કૃષ્ણ કે’તાં મરશું, પણ બીજું નહિ થાય અમથી ।।૮।। આ જીહ્વા તો અન્ય ન ઊચ્ચરે, પણ મુવા પછી પારખું કોઈ લેશે ।  નળી ભુંગળી વળી વાંસળી કરે કોય, તોએ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે ।।૯।। અમો અબળાનું અંતર એવું, જેણે ઢાળે ઢળ્યું તેણે ઢળિયું ।  નિષ્કુલાનંદના નાથ સાથે, મન મળિયું […] read more
0 Views : 178

સ્નેહગીતા પદ:- ૦૮

રાગ ગોડી – શ્રી નાથ સાથે મન માનિયું, ઊદ્ધવ એ વિના અમે ન રહેવાયેહો ।  વાલાને વિયોગે વીતે પળ વળી, તેતો જુગ તુલ્ય જાયેહો; શ્રીનાથ૦ ।।૧।। સુતાં બેઠાં સાંભરેછે સલુણો, સુખકારી શ્યામ સદાયેહો । ખાતાં પીતાં ખટકે હૃદયે, અલબેલો અંતરમાંયેહો; શ્રીનાથ૦ ।।૨।। દર્શન વિના જેદલડુંદાઝેછે, તેતો કેને ન કહેવાયેહો ।  રૂવર કોયે ઓષડ ઊસતાદે, શરીર સુખ નવ થાયેહો; શ્રીનાથ૦ ।।૩।। પ્રેમના પાશમાં પાડી ઊદ્ધવ અમને, ઘેરીને માર્યું છે ઘાયેહો ।  નિષ્કુલાનંદના નાથે નથી રાખ્યો, ઊગરવાનો ઊપાયેહો; શ્રીનાથ૦ ।।૪।। પદ ।।૮।। read more
0 Views : 176

સ્નેહગીતા કડવું:- ૩૩

ઊદ્ધવ અમે અંતરે થઈછું જાજરીજી, તેતો શ્યામ સલુણાને સ્નેહે કરીજી । ધીર અંગે અબળા નથી શકતી ધરીજી, અધુરૂં પુરુ કરવા આવિયા તમે ફરીજી ।।૧।। ઢાળ – અધુરૂં પુરુ કરવા કાજે, એ સંદેશો કૃષ્ણે કહાવિયો । કાળજું તો કાપીને ગયા’તા, વળી મારીને પ્રાણ મંગાવિયો ।।૨।। પ્રાણ અમારા લઈને ઊદ્ધવ, અલબેલોજી શું કરશે । અમો અબળાનો અંત આણે, એનું કારજ તે શું સરશે ।।૩।। માશી મલ્લ મામાને માર્યો, એમ આવી મારે મર અમને । પણદૂર રહીને દગા રચેછે, તેતો ઘટતું નથી ત્રિકમને ।।૪।। સ્વારથ વિના શાને માટે, અમ ઊપર એણે આદર્યું ।  અમે અબળાએ ઊદ્ધવ એનું, ભૂંડું તે ભાઈ કહો શું કર્યું ।।૫।। અનેક અપરાધ હોય અબળાના, તોયે નર નથી કોઈ મારતા । ભણી આવ્યા છે ભાઈ બહુ, કેમ એટલું નથી વિચારતા ।।૬।। પારાધી બાંધી મારે પશુને, તેતો માંસ ચર્મને માટ જો ।  એતો અમારૂં અર્થ નહિ આવે, શું મારીને કરશે ખાટ જો ।।૭।। નો’તુંદીઠું નો’તું સાંભળ્યું, જે પ્રીત કરીને પ્રાણ હરવા । ઊદ્ધવજી એવું અલબેલાને, કોણે શીખવ્યું જો કરવા ।।૮।। કેને કહીએ કોણ સાંભળે, જયારે અલબેલે એવું આદર્યું ।  ઊગરવાની અમે આશા મેલી, મરવાનું મન નિશ્ચે કર્યું ।।૯।। અધુરે સુખે મરશું અમે, રે’શે આશા અમારી એહશું ।  નિષ્કુલાનંદના નાથ સાથે, નથી પડવું નોખું સ્નેહશું ।।૧૦।। કડવું ।।૩૩।। read more
0 Views : 173

સ્નેહગીતા કડવું:- ૩૪

ઊદ્ધવજી એહની વાત કહું કથીજી, કોઈ રીતે કૃષ્ણમાંહિ જો કાચું નથીજી । અમે તો વિચાર્યું અમારા મનથીજી, અર્થ સારી ગયા એહ આપ સ્વારથીજી ।।૧।। ઢાળ – અર્થ સારી અલબેલડો, અળગા જાઈને એહ રહ્યા । વિયોગે અમે વિલખી વિલખી, શરીરના સુખથી ગયા ।।૨।। જેમ પુષ્પની વાસ લઈ વેગળો, અલિ ઊડીને આઘો ફરે । જમ ફળ ખાઈ ખગ તજે તરુ, તેમ કૃષ્ણજી પણ એમ કરે ।।૩।। દાહક વનને જેમ મૃગ મેલે, વિન તેજ રાજન રૈયત તજે । જેમ નિર્ધન પુરૂષ પરહરે પુંશ્ચલી, એમ અમને તજયાં બાંધી ધ્વજે ।।૪।। જેમ સૂકા સરને પરહરીને, મેલીને જાય છે મરાલ ।  જેમ ભીક્ષા લઈને તજે ભવન ભીક્ષુ, એવો નેહ કરે નંદલાલ ।।૫।। વિદ્યાર્થી જેમ વિદ્યા ભણીને, વળી તજેછે વિદ્યાવાનજી । જેમ દક્ષિણા લઈ યજમાન તજે, તેમ કરે છે એહ કાનજી ।।૬।। એમ અમને પરહર્યા ં, અલબેલે ઊદ્ધવ આજરે ।  અમારૂં સુખ રાખ્યું અધુરૂં, એણે સાર્યું એનું કાજરે ।।૭।। હવે છેટે રહી છેદેછે છાતી,દૂર રહીને દિયેછેદુઃખજી ।  પ્રીત કરી પ્રાણ હરિ મેલ્યા, પછી સાનું રહે હવે સુખજી ।।૮।। સુતાં બેઠાં સ્નેહ સાલે, પળેપળે પડ ઘણું પરજળે ।  ઊદ્ધવજી અંતરની વાતો, તે બા’રે બીજું કોણ કળે ।।૯।। ભરી કસી બાણ ભીંતરે, માર્યા ં છે એણે મર્મનાં । નિષ્કુલાનંદના નાથે અમને, ટાળ્યાં લોક કુળ ધર્મનાં ।।૧૦।। કડવું ।।૩૪।। read more
0 Views : 170

સ્નેહગીતા કડવું:- ૩પ

ઊદ્ધવજી એવું હતું એને મનજી, જે કલપાવી કલપાવી તજાવશું તનજી । તો ઠોરઠોર નહોતી કરવી જતનજી, જયારે એને આપવોતો અમને આવો દિનજી ।।૧।। ઢાળ – દિનદેવોતો જોદુઃખનો, વળી વણ મોતે હતાં મારવાં । તો અનેક વિઘ્નમાંહિથી અમને, આગે નોતાં ઊગારવાં ।।૨।। ભયાનક વ્યોમાસુર ભયથી, વળી રાખિયાં રૂડી રીતશું । શકટાસુર તૃણાવર્ત તેથી, પહેલાં ઊગારિયાં એને પ્રિતશું ।।૩।। કેશી વૃષભ અઘાસુરથી, અમને અલબેલે ઊગારિયાં । વત્સાસુર બગાસુર બીજાથી, વળી વ્રજનાં વિઘ્ન નિવારિયાં ।।૪।। વિષ નિરવિષ ઘર વરુણથી, કરી વ્રજવાસીની એણે સાર ।  અમારે કારણે ઊદ્ધવ એણે,દાવાનળ પીધો દોય વાર ।।૫।। વળી ઈન્દ્ર કોપ્યો વ્રજવાસી ઊપરે, મહાપ્રલયનો મેઘ મેલિયો । વીજ ઝભકે નીર ખળકે, વળી અંધકાર અતિશે થયો ।।૬।। ઘોર ગર્જના સુણી થયાં ઘાંઘાં, જાણ્યું આજ કલ્પાંત આવિયો ।  ત્યારે ધરી ગોવર્ધન કર ઊપરે, વ્રજસાથ એણે બચાવિયો ।।૭।। ઊદ્ધવ એણે અમને, અનેક વિઘ્નથી ઊગારિયાં ।  આવું હતું જો મનમાં એને, તો મોર્યે કેમ ન મારિયાં ।।૮।। નથી ખમાતું ઊદ્ધવ અમે, પીડી પીડી જે લેશે પ્રાણ ।  અંતરની શું કહીએ ઊદ્ધવ, તમે નથી અમારા અજાણ ।।૯।। કૃષ્ણે કર્યું એવું કોઈ ન કરે, ઊદ્ધવજી કહું અમને ।  નિષ્કુલાનંદના નાથના સખા, છો ત્યારે કહ્યું તમને ।।૧૦।। કડવું ।।૩૫।। read more
0 Views : 169

સ્નેહગીતા કડવું:- ૩૬

વીરા નથી વિસરતી ઊદ્ધવ એહ વારતાજી, દિલડુંદાઝેછે એ સુખ સંભારતાંજી । વિસરતું નથી વળી અમને વિસારતાંજી, ચાલોને દેખાડીએ જયાં હરિ ગાયો ચારતાજી ।।૧।। ઢાળ – ગાયો ચારતા ગોવિંદ જિયાં, તિયાં ઊદ્ધવને તેડી ગયાં । વનિતા વળી ટોળે મળી, સર્વે સ્થળ વનનાંદેખાડિયાં ।।૨।। ઈયાં એણે અઘાસુર માર્યો, ઈયાં બ્રહ્માજીએ વત્સ હરિયાં । ઈયાં બેસી અન્ન જમિયા, ઈયાં વત્સ બાળક બીજાં કરિયાં ।।૩।। આ સ્થળે એણે ગાયો ચારી, આ સ્થળે પાયા એને નીર । આ સ્થળે એ સ્નાન કરતા, સુંદર શ્યામ સુધીર ।।૪।। આ ઠામે એણે અમને રોકયાં, આ ઠામે મહી લઈ લુટિયાં ।  આ ઠામે એણે અંબર તાણ્યું, તેણે કરી માંટ મારાં ફુટિયાં ।।૫।। ઈયાં એણે વેણ વગાડી, ઈયાં રમાડ્યાં એણે રાસ જો । ઈયાં તજી ભાગી ગયા ભૂધર, ત્યારે અમે થયાં ઊદાસજો ।।૬।। પછી ઈયાં જોયાં એનાં પગલાં, તિયાં લાધી અમને એની ભાળ ।  જુવતી સહિત જાતા જાણ્યા, વળી વળગાડી તેને ડાળ ।।૭।। ઈયાં વશ કીધા અમે, ઈયાં આવ્યા હતા અલબેલ ।  ઈયાં રાસ ફરી રચિયો, પછી રમાડિયાં રંગરેલ ।।૮।। ઊદ્ધવને સર્વે સ્થળદેખાડતાં, અતિ આંખડિયે આંસુ ઝરે ।  ઊદ્ધવ અમે કેમ કરીએ, એમ કહી કહીને રુદન કરે ।।૯।। એવાં સુખ નથીદીધાં એણે, જે વિસાર્યાં પણ વિસરે ।  નિષ્કુલાનંદના નાથ વિયોગે, પાપી પ્રાણ પણ નવ નિસરે ।।૧૦।। કડવું ।।૩૬।। read more
0 Views : 177

સ્નેહગીતા પદ:- ૦૯

રાગ મેવાડી – વાલીડો વિજોગી ગયારે, હો ઊદ્ધવજી અમને। વિસામો વિજોગી ગયારે; હો ઊદ્ધવજી૦ ટેક – અમને કરી અનાથ, નેક નાખી ગયા નાથ । હવે કેમ આવે હાથ, કુબજયાના નાથ થયારે; હો ઊદ્ધવજી૦ ।।૧।। પિયુ સંગે પળેપળ, કોયે નવ પડિ કળ ।  અંતરે આવે છે વળ,દેખોદૂર રહ્યારે; હો ઊદ્ધવજી૦ ।।૨।। કો’ને અમે કરૂં કેમ, અલબેલે કર્યું એમ ।  અંતર જળેછે જેમ, ડુંગરદાઝિયારે; હો ઊદ્ધવજી૦ ।।૩।। નિષ્કુલાનંદનો નાથ, અમારી એ મિરાંથ હાથ ।  વિસારી વ્રજનો સાથ, દિલમાં નાણીદયારે; હો ઊદ્ધવજી૦ ।।૪।। પદ ।।૯।। read more
0 Views : 1276
Powered By Indic IME