Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્નેહગીતા કડવું:- ૪૪

સ્નેહગીતા જે જન ગાશેજી, સુણતાં સદ્ય આનંદ ઊપજાવશેજી । પ્રીતમની પ્રીતની રીત જો જણાવશેજી, સ્નેહી જનને સુધાસમ ભાવશેજી ।।૧।। ઢાળ – જણાવશે રીત પ્રીત કરી, હશે કાસલ તે કલાવશે । પછી સ્નેહીજન સજજ થઈને, ચિત્ત હરિ ચરણ લાવશે ।।૨।। વળીદેહ ઈંદ્રિય મન પ્રાણની, કોઈ રુંધવાની રીત કરે । તો સર્વે સાધન મેલી મનનાં, પ્રીતે ચિત્ત હરિચરણે ધરે ।।૩।। અંતઃકરણ ને ઈંદ્રિની વૃત્તિ, લોલુપ કિયાં નથી લોભતી । પ્રગટ મૂર્તિ વિના વળી, અન્ય સ્થળે પળ નથી થોભતી ।।૪।। સર્વે વાસના ત્યારે ગળે, જયારે મળે મનોહર મૂરતિ ।  સાધન સર્વે થાય પુરાં, એમ ગાય સત્ય નિત્ય સુરતિ ।।૫।। પ્રભુપદની પ્રીત વિના, વિકાર તે નવ વિસમે । વ્રેહ વિના વાસના ન બળે, અન્ય ઊપાયે શીદદેહદમે ।।૬।। સ્નેહ સાચો સ્નેહી જનનો, શ્રીકૃષ્ણ સાથે કરજો ।  પ્રીત રીતે જો પંડ પડે, તોયે દિલમાંહિ માં ડરજો ।।૭।। સ્નેહગીતા ગ્રંથ ગાવા, ઈચ્છા કરી અવિનાશ ।  નિષ્કુલાનંદને નિમિત્તદેઈ, કર્યો ગ્રંથ એહ પ્રકાશ ।।૮।। એકાદશ પદને ચુંવાળીસ કડવે, કહી સ્નેહની કથા કથી ।  પંચદોયે કમ જે પાંચસે, છે ચરણ પુરાં ઓછાં નથી ।।૯।। સર્વે ચરણે સ્નેહકથા, વરણવી વિવિધે કરી,  હરિને મને હેતે સાંભળી, કરજો પ્રીત હરિ સાથે ખરી ।।૧૦।। સંવત અઢાર બોતેરના, વૈશાખ શુદ ચતુરથી ।  હરિજનના હેત અર્થે, સ્નેહગીતા કહી કથી ।।૧૧।। કડવું ।।૪૪।। read more
0 Views : 1297

સ્નેહગીતા પદ:- ૧૧

રાગ: ધોળ– ધન્ય ધન્ય સ્નેહ શિરોમણી, ના’વે સાધન કોઈ સમતોલ । સાંભળજો સ્નેહ સમાન તે શું કહું, જપ તપ તીર્થ વ્રત જોગ જે । કોઈ કરે જો જજ્ઞ અતોલ; સાંભળજો૦ ।।૧।। અપવાસી ઊદાસી વાસી વન, કોઈ તનમાં ન ધરે પટત; સાંભળજો૦ । કોઈ ફળ ફુલ પયપાનશું, કરી આહાર આણે તન અંત; સાંભળજો૦ ।।૨।। પુણ્યદાન પાળે કોઈ ધર્મને, રહે નિ’મધારી નરનાર; સાંભળજો૦ । સર્વે સુનું એક સ્નેહ વિના, એતો પ્રપંચનો પરિવાર; સાંભળજો૦ ।।૩।। જોગી થાકયા જોગીપણું પાળતાં, તપી થાકયા સહી શિત તાપ; સાંભળજો૦ । ધ્યાની થાકયા ધરતા ધ્યાનને, જપી થાકયા જપતાં જાપ; સાંભળજો૦ ।।૪।। જતિ થાકયા જતને જાળવતાં, મુનિ થાકયા રે’તા વળી મુન્ય; સાંભળજો૦ । બીજાં અવર સાધન અનેક જે, એક સ્નેહ વિના સર્વે શૂન્ય; સાંભળજો૦ ।।૫।। કોટિ કાયા કલેશને કરતાં, હરિ કેને ન આવ્યા હાથ; સાંભળજો૦ । પ્રેમવશ થઈ પિયુ પાતળો, સદા રમિયા વ્રજજન સાથ; સાંભળજો૦ ।।૬।। હેત પ્રીતે સ્નેહીની સંગે, અલબેલો આપેછે આનંદ; સાંભળજો૦ । વા’લો નિષ્કુલાનંદનો નાથજી, સ્નેહવશ શ્રીસહજાનંદ; સાંભળજો૦ ।।૭।। પદ ।।૧૧।। ઈતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદ મુનિ વિરચિતા સ્નેહગીતા સંપૂર્ણા read more
0 Views : 1400

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૦૧

દોહા – ભકિત ધર્મ સુત શ્રીહરિ, સહજાનંદ સુખરુપ । વિનય સહિત વંદન કરૂં, પાવન પરમ અનૂપ ।।૧।। ‍ચિંતવિ ચરણનખચંદ છટા, લખી ઊર અમિત પ્રતાપ । વંદુ વિઘ્ન વિનાશકર, હરણ વિપત અણમાપ ।।૨।। સ્વામિનારાયણ સુખદ, પ્રગટ વિદિત જગસૂર । ત્રિવિધ તાપ અજ્ઞાન તમ, કળિમળ મત કર ચૂર ।।૩।। આપો વાણી રસ ભરી, વિમળ મતિ અવિનાશ । ચરણ વંદી આદર કરૂં, પુરૂષોત્તમપ્રકાશ ।।૪।। ચોપાઈ – રચુ ગ્રંથ પ્રગટ ગુણ જુક્તરે, કૃપા કરો હરિજન મુકતરે । આ ગ્રંથ પ્રગટ પર જાણીરે, લેજયો પ્રગટ મહિમા ઊર આણીરે ।।૫।। નામ પુરૂષોત્તમ પ્રકાશ રે, પુરૂષોત્તમ મહિમા નિવાસ રે । પુરૂષોત્તમ પરમ દયાળ રે, તેજ ભકિત ધર્મના બાળ રે ।।૬।। એ છે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વાર ન પાર રે । નવ પો’ચે મન વાણી વિચાર રે, એવા અગમ શ્રી ધર્મકુમાર રે ।।૭।। જેને નિગમ નેતિ નેતિ કહે રે, અલ્પબુદ્ધિ પાર કેમ લહે રે । એના ચરણ કમળ પરતાપ રે, કરૂં કંઈક અમાપનો માપ રે ।।૮।। લખું દિશમાત્ર તે વિચારી રે, કૃપા કરજયો સંત સુખકારી રે । જયાં રે’છે સદા સુખકારી રે, વરણવું ધામ તે મૂર્તિ સંભારી રે ।।૯।। શ્રીગોલોક ધામ મોઝાર રે, અક્ષરધામ છે હરિનું સાર રે । કોટિ રવિ શશિ તડિત અનળ રે, તેમના તેજથી અતિ નિર્મળ રે ૧૦ એ છે પરમ દિવ્ય […] read more
0 Views : 1725

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૦ર

દોહા – સુંદર મૂર્તિ શ્રીહરિ, લાવણ્યતાનું ધામ । દયાસુધા પૂરિત નયન, નટવર છબી ઘનશ્યામ ।।૧।। શોભા કીરતિ ઊદારતા, અનંત ભુવનની આય । ઊમંગ ભરિ ઊદે થઈ, નવ નીરદ તનમાંય ।।૨।। નવ રસ નવ મૂર્તિ ધરિ, આણિ અનુપમ હેત । સજલ જલદ શ્યામ તનુ, મન કર્મ કર્યું નિકેત ।।૩।। વસ્યા વાસ જુકતે કરિ, નવરસ નવે પ્રકાર । ભ્રકુટિ નેત્ર મુખહાસ ગતિ, ઊર તન બાહુ ઊદાર ।।૪।। ચોપાઈ – નવ રસને જાણિ નિજ દાસરે, આપ્યો નિજ તનમાંહિ નિવાસરે । રૂદ્ર વીર ભયાનક તિનરે, વસે ભ્રકુટિમાંહિ પ્રવિન રે ।।૫।। રસ શૃંગાર વસે તનમાંઈ રે, કરૂણા શાંતિ નેણે સુખદાઈ રે । રસ હાસ્યને અદ્ભુત કા’વે રે, હરે ચિત્ત હરિ હેતે બોલાવે રે ।।૬।। રસવિષે અસુર રહ્યા મોઈ રે, હરિનાં દિવ્ય ચરિત્રને જોઈ રે । એમ રસને અમિત અલંકાર રે, ધર્યા નિજ ઈચ્છાએ અપાર રે ।।૭।। રસ અલંકાર તે વિનાય રે, હરિનું રમણીય રૂપ સદાય રે । દિવ્ય અમાયિક અભિરામ રે, હરિનું રૂપ સદા છબિધામ રે ।।૮।। કરે ગ્રણ જયારે કિરતાર રે, શોભા પામે રસ ને અલંકાર રે । વસ્ત્ર ભૂષણ વાહન જેહ રે, કરે ગ્રહણ શોભે ત્યારે તેહ રે ।।૯।। સદા પુરણકામ મોરાર રે, કરે ભકતભાવે અંગીકાર રે । ઊપમા અલંકાર દેવાની રીત રે, ભકતભાવ જણાયે પ્રીત રે ।।૧૦।। કોટિ કામતણી છબિ છાજે રે, […] read more
0 Views : 1676

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૦૩

દોહા – શોભા સાગર સુખ સદન, રમા રમણ ઘનશ્યામ । કંદર્પ દર્પ વિમોચન, પરમપુરુષ અભિરામ ।।૧।। રાજત મસ્તક દિવ્ય અતિ, કિરીટ મુગટ કમનીય । અતિ ચતુરાઈએ જુકત છે, શોભા સરસ બનીય ।।૨ ।। નાના રત્ન વૈદૂર્ય મણિ, કૌસ્તુભ સ્ફટિક પીત । ઈંદ્રનીલ મર્કતમણી, મણિગણ કણ અગણિત ।।૩।। ગજમોતી ઘણા છીપસુત, પન્ના પીરોજા લાલ । વર પોખર માણિક મધ્યે, કંચન જડીત પ્રવાલ ।।૪।। ચોપાઈ – એવી શોભા મુગટની જોઈ રે, રહ્યાં મુકત તણા મન મોઈ રે । એવો મુગટ ધર્યો છે માથ રે, રૂડા શોભે છે મુકતોના નાથ રે ।।૫।। કર્યું કેસર તિલક ભાલ રે, વચ્ચે કુંકુમ ચંદ્રક લાલ રે । શોભે અધર અરુણ પ્રવાલ રે, મૃગમદની ટીબકડી છે ગાલ રે ।।૬।। શરદઋતુ તણું જે કમળ રે, પરમ પુનિત અરુણ અમળ રે । તેની પાંખડી સરખાં શોભિત રે, અણીયાળાં લોચન ચોરે ચિત્ત રે ।।૭।। નેણે વરષે અમૃત અવિનાશ રે, કરે પાન નિત્યે નિજ દાસ રે । નિરખી નેણાં તૃપ્ત ન થાય રે, તેમને કલ્પ પલક સમ જાય રે ।।૮।। શોભે ગલુબંધ કૌસ્તુભ મણિ રે, શોભા સરસ જોયા જેવી બણિ રે । રૂડું સરસ સુગંધીમાન રે, એવું શિતળ ચંદન ગુણવાન રે ।।૯।। તેણે ચરચ્યાં છે સર્વે અંગ રે, નિરખિ લાજે કોટિ અનંગ રે । એવી શોભાને ધરતા શ્યામ રે, પુરૂષોત્તમ પૂરણકામ રે […] read more
0 Views : 1523

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૦૪

દોહા – ચક્ર સુદરશન આદિ જે, આયુધ મૂર્તિમાન । દિવ્ય દેહે સેવે સદા, પ્રભુપદ પરમ સુજાન ।।૧।। નંદ સુનંદ શ્રીદામવર, શક્રભાનુ શશિભાન । એ આદિક અસંખ્ય ગણ, રૂપ ગુણ શીલવાન ।।૨।। સેવત પ્રભુપદ પ્રીત કરી, પાર્ષદ પરમ પ્રવિર । રાજત સદા સમીપમાં, મહા સુભટ રણધીર ।।૩।। કોટિ ચંદ્ર રવિ સમ દ્યુતિ, નવ નીરદ તનમાંય । નિરખિ નાથ શોભાનિધિ, આનંદ ઊર ન સમાય ।।૪।। ચોપાઈ – અનંતકોટિ કલ્યાણકારી ગુણરે, તેણે યુકત છે મૂરતિ તરૂણરે ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય આદિ રે, નવ નિધિ સિદ્ધિ અણિમાદિ રે ।।૫।। એ આદિક ઐશ્વર્ય અપાર રે, સેવે પ્રભુપદ કરી પ્યાર રે । મૂર્તિમાન વેદ ચારે ગાય રે, હરિનાં ચરિત્ર ર્કીિત મહિમાય રે ।।૬।। વાસુદેવાદિ વ્યૂહ અનુપ રે, કેશવાદિક ચોવીશ રૂપ રે । વારાહાદિક બહુ અવતાર રે, એ સર્વના હરિ ધરનાર રે ।।૭।। એવા શ્રીહરિકૃષ્ણ ભગવાન રે, પુરૂષોત્તમ કૃપાનિધાન રે । આજે ઐશ્વર્ય સર્વે કે’વાય રે, તેણે યુકત થકા હરિરાય રે ।।૮।। ભુવિપર એકાંતિક ધર્મ રે, તેને પ્રવર્તાવવો એ છે મર્મ રે । બદ્રિકાશ્રમને માંઈ રે, થયો શાપ અતિ દુઃખદાઈ રે ।।૯।।ઐશ્વર્ય ઋષિ દુર્વાસાને શાપે કરી રે, ભુવિ પ્રગટ્યા મનુષ્ય તનુ ધરી રે । નિજ એકાંતિક ભકત જાણી રે, ભકિત ધર્મ ઊપર હેત આણિ રે ।।૧૦।। વળિ મરિચ્યાદિક ઋષિરાજ રે, હરિના એકાંતિક ભકત સમાજ રે । અસુરગુરુ […] read more
0 Views : 1500

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૦પ

દોહા – ભકિત ધર્મને ભુવને, થયા પ્રગટ પૂરણ બ્રહ્મ । આપ ઈચ્છાએ આવિયા, જેને નેતિ કહે નિગમ ।।૧।। સુંદર દેશ સરવારમાં, છપૈયા છબીનું ધામ । તિયાં પ્રભુજી પ્રગટયા, પુરૂષોત્તમ પૂરણકામ ।।૨।। સંવત અઢાર સાડત્રિશના, ચૈત્રશુદિ નવમીને દિન । તે દિન જીવન જનમ્યા, ભકત ભયહારિ ભગવન ।।૩।। વસંત ઋતુ વિરોધિ સંવત્સર, ઊત્તરાયણ અર્ક અનૂપ । શુકલ પક્ષ પુષ્ય નક્ષત્રે, સોમવાર તે સુખરુપ ।।૪।। ચોપાઈ- વૃશ્ચિક લગ્ન ને કૌલવ કરણરે, યોગ શુક્રમાં દુઃખ હરણરે । દશ ઘડી રૂડી રાત્ય જાતાં રે, સુખ સેજમાં સુતાં’તાં માતા રે ।।૫।। તે સમે પ્રગટ્યા મહારાજ રે, કરવા અનેક જીવનાં કાજ રે । વ્યોમે વિબુધ વાજાં વજાવિ રે, કરે દર્શન વિમાન લાવિ રે ।।૬।। સુરવનિતા ગાય વધાઈ રે, અતિ મોદ ભરી મનમાંઈ રે । મંદ સુગંધ શીતળ વાય રે, વાયુ સુંદર જન સુખદાય રે ।।૭।। સ્વર્ગ શોભી રહ્યું છે અપાર રે, થાય જયજય શબ્દ ઊચ્ચાર રે । કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર રે, વર્ષે સુગંધિ સુમન સુંદર રે ।।૮।। તાંડવ નૃત્યે ત્રોડે શિવ તાન રે, ગાયે ગાંધર્વ અપ્સરા ગાન રે । થયા નિર્ધૂમ યજ્ઞ હુતાશન રે, હવાં નિર્મળ જનનાં મન રે ।।૯।। એમ અમર પામ્યા આનંદ રે, તેમ ભૂમિ મગન જનવૃંદ રે । ગાય ઘરઘર મંગળ વધાઇ રે, હરષ ભરી માનિની મનમાંઈ રે ।।૧૦।। રહ્યો ચૌદિશે આનંદ છાઈ […] read more
0 Views : 1464

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૦૬

દોહા – જનમિ જનક જનની ઘરે, રહ્યા દયા કરી કાંઈક દિન । રમ્યા જમ્યા રૂડિ રીત્યશું, ભકિત ધર્મને ભવન ।।૧।। ત્યાં બાળચરિત્ર બહુ કર્યાં, પછી આઠમે વર્ષે આપ । પિતાથકી તે પામિયા, ઊપવીત અતિ નિષ્પાપ ।।૨।। ત્રણ વર્ષ તપાસિને રહ્યા, તાતભવન શ્રીઅવિનાશ । પછી પ્રભુજી પધારિયા, જઈ કર્યો વનમાંહિ વાસ ।।૩।। સાત વરષ વન વેઠિયું, વળતો વાલમે કર્યો વિચાર । જે અર્થે આ અવતાર છે, તે કરૂં હવે નિરધાર ।।૪।। ચોપાઈ- પછી જોગી ગોપાળને મળીરે, કરી એની ઈચ્છા પૂરી વળી રે । મળ્યા પ્રભુજી પૂરણ કામ રે, તજી તન ગયા અક્ષરધામ રે ।।૫।। પછી નવલખે પર્વત પધાર્યા રે, બહુ જોગીને મુદ વધાર્યા રે । જોગી નવલાખ જોઈ જીવન રે, થયા નાથ નિરખિને મગન રે ।।૬।। તેપણ તન તજી નિરધાર રે, અવધે ગયા અક્ષર મોઝાર રે । એમ જીવ ઊદ્ધારવા કાજ રે, ફરે હદ્ય બેહદ્યે મહારાજ રે ।।૭।। જેજે જીવ આવે છે નજરે રે, તેને ધામના નિવાસી કરે રે । દરશે સ્પરશે કોઈ દેહધારી રે, થાય અક્ષરના અધિકારી રે ।।૮।। નર અમર ને જે અસુર રે, પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે । એમ જીવ જકતના જેહરે, પામે અક્ષરધામને તેહરે ।।૯।। તીર્થ શહેર પુર નગ્ર ગ્રામ રે, ફર્યા જેજે ધરણિપર ધામ રે । ત્યાં ત્યાં જેણે નિરખ્યા ઘનશ્યામરે, તેતે પામિયા અક્ષરધામરે।।૧૦।। ગિરિ […] read more
0 Views : 1480
Powered By Indic IME