Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્નેહગીતા કડવું:- ૧ર

અહો કષ્ટ અચાનક આવિયોજી, જયારે હરિવરને કંસે બોલાવિયોજી । મથુરાંની નારીનોદાવો બાઈ ફાવિયોજી, આપણે તો લેખ એવો જો લખાવિયોજી ।।૧।। ઢાળ – લેખ લખતાં ભૂલ્યો તું બ્રહ્મા, અને અકલ ગઈ તારી ઊચળી । જોડ્ય જોડિ નાખેછે ત્રોડી, તારી અસત મત્ય એવી વળી ।।૨।। વિવેક હોય જો વિધિ તુંમાં, તો એવું ન કરે કોઈ દિને । જોગ મેળીદેછે ઊબેલિ, તેની મે’ર નથી તારે મને ।।૩।। મન ગમતું સુખ મેળવીને, વળી વિછોહ પાડછ વળતો । માટે મૂરખ મોહોટો ભાઈ, નથી કોઈ તુંજ ટળતો ।।૪।। જેમ કલ્પાંકરે કાંઈ કરિયાં, ઘણાંઘણાં રચે ઘર ઘોલિયાં ।  રમતાં રમતાં રોષ ઊપનો, તારે ભાંગતાં તે કાંયે ભુલિયાં ।।૫।। તેહ માટે તુંને બ્રહ્મા ભાઈ, ઊપમા તે એહની આપિયે । હરિવર ત આપ્યો અમને, તો અસન પેઠે ન ઊથાપિયે ।।૬।। હાસ અમારી હૈયાં કેરી, નથી પુરી કરી નાથને । વાલાથી કેમ કરેછે વેગળાં, એવો વેરી થયો શું વ્રજસાથને ।।૭।। નયણે નિરખતાં નાથને, જેહ મટકે કરી પાંપણ મળે ।  તેહજ બ્રહ્મા ભૂલ્ય તારી, કાંરે ભાઈ તું નવ કળે ।।૮।। એટલી ખોટ તે ખરખરે, તો વેગળે મન કેમ વાળીયે ।  તેહ માટે ભાઈ કહ્યું તુંજને,દયાદલથી નવ ટાળીયે ।।૯।। કૃષ્ણ વિના કેમ કરીને, વળી વિકટ ઘડી વામશે ।  નિષ્કુલાનંદનો નાથ ચાલતાં, પ્રાણ પ્રીતેદુઃખ પામશે ।।૧૦।। કડવું ।।૧૨।। read more
0 Views : 174

સ્નેહગીતા પદ:- ૦૩

રાગ: મેવાડો – મથુરાં મ જાશો રે પ્રિતમ પાતળારે, નાખિ અમને નોધારાં મારા નાથ ।  જરૂરને જાવું રે હોય તિયાં તમનેરે, તો લેજો શ્યામળા અમનેરે સાથ; મથુરાં૦ ।।૧।। પ્રીત કરીને રે પિયુજી મા પરહરોરે, રાખો પ્રિતમ અમનેરે પાસ । અળગાંને રે’તાંરે અધીર અતિ અમનેરે, વણ દિઠે રહે અંતર ઊદાસ; મથુરાં૦ ।।૨।। જેમ મણિ વિના ફણિરે અણ દિઠે આંધળોરે, વળી કોઈ લિયે લોભિનું ધન ।  વણ મૃત્યુએ મૃત્યુ તેને માનવુંરે, જેનુ કાંઈ જાતું રહ્યું છે જીવન; મથુરાં૦ ।।૩।। જળવાસી જીવરે જવાળામાં જીવે નહિરે, અમારે છે તમ વિના હરિ તેમ ।  નિષ્કુલાનંદનારે સ્વામીજી સુજાણ છોરે, અજાણ જે હોય તેને કે’વું એમ; મથુરાં૦ ।।૪।। પદ ।।૩।। read more
0 Views : 204

સ્નેહગીતા કડવું:- ૧૩

પિયુ પરિયાણિયા મથુરાં જાવા માવજી, રથે બેઠા રસિયો અંતરે છે ઊછાવજી । આપણ ઊપરથી ઊતરિયો ભાવજી, પિયુ વિના પ્રમદા લેશું કેશું લાવજી ।।૧।। ઢાળ – લાવો લેતાં લાડિલાશું, ઘણું આનંદે ઘડી નિગમતાં । દિન જાતા વદન જોતાં, વળી રજની જાતી એશું રમતાં ।।૨।। એહ સુખ બાઈ કયાંથી સાંપડે, અક્રુર મૂલે આવિયો । પ્રાણ લેવા પાપિયો, આ રથ જોને લાવિયો ।।૩।। જાદવકુળના વૃદ્ધ વે’લા, આને મોર્યે બહુ મરી ગયા । આપણે ભાગ્યે અક્રુર જેવા, વેરી કેમ વાંસે રહ્યા ।।૪।। બાઈ ઘણા દિવસનો જે હોય ઘરડો, તેને મે’ર ન હોય મનમાં ।  નિર્દય હોયદગ્ધ દિલનો, બાઈ ત્રાસ ન હોય તેના તનમાં ।।૫।। હમણાં રથને હાંકશે, બાઈ ધાઈને આડાં ફરજો । આ જો લુંટી જાયે અમને, એમ પ્રગટ પોકારજો ।।૬।। માત તાત સુત સંબંધીની, વળી લોકની લાજ મ લાવજો ।  મરજાદા મુકી રથને રોકી, વળી વા’લાને વાળી લાવજો ।।૭।। જેહ લાજમાં બાઈ કાજ બગડે, તે લાજને શું કીજીયે ।  પ્રિતમ રે’તાં જો પત્ય જાયે, તો જોકશું જાવાદીજીયે ।।૮।। પ્રેમને બાઈ નેમ ન હોય, જેના પ્રાણ પ્રીતમશું મળ્યા ।  લોકલાજ વેદવિધિ કર્મ, તેતો તેને કરવાં ટળ્યાં ।।૯।। એટલા માટે આપણે, રાખો રસિયાનો રથ રોકીને ।  નિષ્કુલાનંદનો નાથ સજની, કેમ જાશે વિલખતાં મુકીને ।।૧૦।। કડવું ।।૧૩।। read more
0 Views : 182

સ્નેહગીતા કડવું:- ૧૪

આ વૃદ્ધ સઘળાની મત વામી ગઈજી, નંદ યશોદાની અકલ કાંઈ ન રહીજી । શું એને આપણે સમઝાવિએ કહીજી, એણે કોઈ વિચાર અંતર કર્યો નહીજી ।।૧।। ઢાળ – વિચાર ન કર્યો વ્રજવાસીએ, તેમ વિઘ્ન પણ કોઈ નવ પડ્યું । કેમ કરી રહે કૃષ્ણ બાઈ, અપરાધ આપણું આવી નડ્યું ।।૨।। આ સમે કોઈ મરે અચાનક, તો કૃષ્ણ રહે તેહ કારણે । મોડાં વે’લા મરશે ખરા પણ, આજ મરે તો જાઉં વારણે ।।૩।। અન્ય ઊપાયે અલબેલડો, વળી નથી રે’વા કોઈ રીતડી । અહો બાઈ અભાગ્ય આપણાં, પિયુ ત્રોડી ચાલ્યા પ્રીતડી ।।૪।। આ જો રથે બેઠા રસિયો, વળી ખેડાવિયો પણ તે ખરો ।  ધ્રોડો બાઇ જાઈએ ધાઇ, વનિતા વિલંબ જો મા કરો ।।૫।। બાઈ રોકી રાખીએ રથને, વળી વા’લાને પાછા વાળીયે । સાન કરીને કહીયે હરિને, પિયૂ પ્રિત તો નવ ટાળિયે ।।૬।। એમ ટોળે મળો વટી વળો, મેલી માનિની મરજાદને ।  જીવન જાતાં નથી ખમાતું, મર લોક કરે અપવાદને ।।૭।। મર જણાયે આ જગતમાંહે, હવે શીદને શાન્તિ રાખશું ।  છાનું છે તે મર થાય છતું, આજ નેક ઊઘાડું નાખશું ।।૮।। નદક જન મર નદા કરે, વળી દુરિજન મરદાઝતાં ।  કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કે’શું મુખે ઘણું ગાજતાં ।।૯।। લોક મળી વળી ચળી કે’શે, તેતો સાંભળી રે’શું શ્રવણે ।  પણ નિષ્કુલાનંદના નાથની, બાઈ […] read more
0 Views : 184

સ્નેહગીતા કડવું:- ૧પ

અબળાનો આશય અલબેલે ઓળખીજી, વિયોગે વનિતાદીઠી અતિશયદુઃખીજી । પ્રમદાના પ્રાણ નહિ રહે મુજ પખીજી, કહું એને કાંઈક ધીરજ ધારે સખીજી ।।૧।। ઢાળ – ધીરજ ધારો કૃષ્ણ કહે, સહુ દેખતાં મ કરો શોર । હેત રાખો હૈયામાંહે, બા’રે મ કરો બકોર ।।૨।। મારે તમારે પ્રીત છે તે, છાનિ છપાડિને રાખિયે । લાજ જાય ને હાંસી થાયે, એવું ભેદ વિના કેમ ભાખીએ ।।૩।। લોક મુજને એમ લેખે, છે બ્રહ્મચારી ભગવાન । આજ લાજ તે ખોઇ ખરી, મારૂં માડિયું તમે માન ।।૪।। તમ સાથે મ સ્નેહ કીધો, તેતો હળવું થાવા હેસખી ।  પણ સ્ત્રી હોય આપ સ્વારથી, એમ સર્વે શાસ્ત્રમાં લખી ।।૫।। પ્રીતનું આજ ફળ પ્રગટ્યું, મને છાના ને છતો કર્યો । સ્નેહ કરતાં તમ સાથે, અંતે અર્થ એ નિસર્યો ।।૬।। હજી કહુંછું જે કેણ માનો, અને જાઓ વળી ઘેર જુવતી ।  એકવાર આપણ મળશું, હૃદે રાખજો સ્નેહ સતી ।।૭।। એમ ધીરજ દિધી વાત કીધી, તમે પ્યારી છો મને પ્રાણથી ।  તમ વિના ત્રિલોકમાંહિ, વા’લું તે મને કોઈ નથી ।।૮।। હુંતો વશ છઉં હેતને, સાચું કહુંછું સુંદરી ।  હું છઉં જેને તે છે મારે, એતો વાત અંતે છે ખરી ।।૯।। પ્રેમનીદોરિયે પ્રમદા, હુંતો બંધાણો બેઊ હાથજી ।  એમ કહિને ચાલિયા, નિષ્કુલાનંદનો નાથજી ।।૧૦।। કડવું ।।૧૫।। read more
0 Views : 187

સ્નેહગીતા કડવું:- ૧૬

હરિવર હાલિયા મથુરાં મારગેજી, જુવે રુવે જુવતી ઊભી રહી એક પગેજી । નયણે ન મળે પળેપળે જળ વહેદોય દ્રગેજી, રથ જાતાં રસિયાનો દીઠોછે દૂર લગેજી ।।૧।। ઢાળ – દૂર લગી તો રથ દીઠો, પછી ખેહ તેહ રહી જોઈ । જયારે નયણે ગરદ નદીઠી, ત્યારે પડી પૃથવીએ રોઈ ।।૨।। જેમ પ્રાણ જાતાં પંડને, અતિશય પીડા ઊપજે । એવી ગત્યને પામી ગોપીકા, જાણે તન તજયું કે તજે ।।૩।। શુદ્ધ ન રહી શરીરની, મૂર્છા ખાઈ પડી માનિની । ઊઠી ન શકે અવનિ થકી, વળી ભૂલીદશાદેહભાનની ।।૪।। હંસ ગયો હરિની સાથે, રહ્યુંદેહ તેહ પડી પૃથવી ।  જેમદોરી તુટીદારુકની, ચાલ્ય રહિત પુતળી હવી ।।૫।। એવી અવસ્થા પામી અબળા, વળી શ્યામળીયો સધાવતાં । વણ દરદેદરદ વ્યાપ્યું, લાલશું લેહ લગાવતાં ।।૬।। એટલા પછિ અંગ સંભાળી, અને ઊઠી સર્વે અબળા ।  માંહોમાંહિ મળી વળી કહે જે, નાથજી પાછા નવ વળ્યા ।।૭।। અહો આ શું થયું બાઈ, હવે ભૂધરને કૈયે ભાળશું ।  સદનમાંહી સખી આપણે, શું જોઈને મન વાળશું ।।૮।। ઘેર જાતાં ચરણ ન ચાલે, આઘી ચાલીને પાછી વળે ।  પછી પગલાં જોઈને પિયુજીનાં, વારંવાર તિયાં ટળવળે ।।૯।। રજ લઈ લઈ મસ્તક મુકે, વળી વળી કરે બહુ વંદના ।  વે’લા વળજો વા’લા મારા, નાથ નિષ્કુલાનંદના ।।૧૦।। કડવું ।।૧૬।। read more
0 Views : 178

સ્નેહગીતા પદ:- ૦૪

રાગ: મલાર – બાઈ પ્રીત કરતાં પ્રીતમશું, જયારે પીડાયે પંડ ।  ઓષડ એનું એકોઈ ન મળેરે, જો ભમિયે બ્રહ્માંડ; પ્રીત૦ ।।૧।। બાઈ મીન જળે જયારે જળમાં, ત્યારે ઠરે કોણ ઠામે । ચકોરદુઃખી થયો ચંદ્રથીરે, ત્યારે કયાં સુખ પામે; પ્રીત૦ ।।૨।। બાઈ ચકવોદુઃખ પામ્યો દિનેશથી, પિયૂષથી માનવી ।  કોણ ઊપાય હવે કીજિયેરે, ગજ જળિયો જાહ્નવી; પ્રીત૦ ।।૩।। એમ નિષ્કુલાનંદના નાથથી, પીડા આપણે પામી ।  શું કરીયે હવે સજનીરે, આશા ઊગર્યાની વામી; પ્રીત૦ ।।૪।। પદ ।।૪।। read more
0 Views : 188

સ્નેહગીતા કડવું:- ૧૭

એમ વળી વનિતા વિલખી પાછી વળીજી, ચરણ ન ચાલે ધરણિયે પડે ઢળીજી । અંબર આભૂષણ સંભાળવા શુદ્ધ ટળીજી, વાયદો વાલાનો કોઈ ન શકી કળીજી ।।૧।। ઢાળ – કળી ન શકી જે કૃષ્ણે કહ્યું, તેને વિચારવા વનિતા મળી । શું કહ્યું બાઈ શ્યામળે, કયારે આવશે વ્રજમાં વળી ।।૨।। અચેત હતી સહુ આપણે, પ્રિછ પડી નહિ તેહ પળમાં ।કાંઈક કુડું સાચું સજની, કહ્યું છબિલે છળમાં ।।૩।। એણે કહ્યું એકવાર મળશું, એમાં કપટ કાંઈક છે સહિ । એકવાર તે કોણ જાણે કૈયે, એનો કાંઈ નિરધાર નહિ ।।૪।। બાઈ જાતાં જાતાં જુઠું બોલ્યા, અને કોલ બોલ કુડા કર્યા ।  નખશિખ લગી નાથ બાઈ, ઘણું છબિલોજી છળમાં ભર્યા ।।૫।। હાથ ન આવે હવે હરિ, ખોઈ બેઠાં ખરી મીરાંથજી । મણિ ચોરાણી મળે નહિ બાઈ, પિયુ ગયા પરને હાથજી ।।૬।। શુકન જુવો સહુ મળીને, અલબેલોજી કૈયે આવશે ।  પોતે પધારશે પ્રેમશું કે, આપણને ત્યાં તેડાવશે ।।૭।। એમ માંહોમાંહિ મળી વળી, મનસુબો કરે મનમાં ।  એમ વિલખી વિલખી વનિતા, પછી ભામિની ગઈ ભવનમાં ।।૮।। તિયાં મહી માખણદુધદેખી, ઘણો શોક કરી રૂવે સુંદરી ।  હવે ગિરિધર વિના ઘરમાં, આ પિશે કોણ પ્રેમે કરી ।।૯।। અંતર પ્રીતને ઊપર કે’તાં, લાજ લોકની વળી લાવતાં ।  નિષ્કુલાનંદના નાથને બાઈ, કાંઈ મષ લઈને બોલાવતાં ।।૧૦।। કડવું ।।૧૭।। read more
0 Views : 183
Powered By Indic IME