Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

સારસિદ્ધિ કડવું:- ૬

રાગ :- ધન્યાશ્રી વૈરાગ્ય વિના વિધિ લોકથી વિધિજી, સુતા સ્પર્શની ઈચ્છા ઉર કિધીજી । વૈરાગ્ય વિના પિનાકી પરસિદ્ધિજી, મોહિનીને મીટ જોવા લક લીધીજી ।।૧।। રાગ :- ઢાળ લક લીધી તક નવ તપાસી, વૈરાગ્ય વોણું વગોણું થયું । હતા અખંડ આત્મદરશી, પણ એ સમે એવું નવ રહ્યું ।।ર।। વળી પુરંદર વૈરાગ્ય પખી, માગ્યાં અસ્થિ ગયો ઋષિ ઘરમાં । વૈરાગ્ય વિના વિબુધ વિલખે, સદા રહિ સુખના ભરમાં ।।૩।। વૈરાગ્ય વિના વિધુ વ્યાકુલ થઈ, જઈ હરી ગુરુની પતની । વૈરાગ્ય વિના જુવો વિચારી, સારી વાત તે શું બની ।।૪।। વૈરાગ્ય વિના અંગે અંધારું, રહિ ગયું અર્કને અપાર । પરણ્યા વિના પતની કરી, તેનો ઉર ન આવ્યો વિચાર ।।પ।। નારદ પારાશર સૌભરી, ભૂલી ગયા વૈરાગ્ય વિના વાત । એકલશૃંગી અરણ્યમાં, થઈ વણ વૈરાગ્યે ઘાત ।।૬।। પાંડવ ભકત પ્રમાણિયે, પણ વણ વૈરાગ્યે વસાવ્યું વેર । કૌરવ કુળ નિર્મૂળ કર્યું, તેની મને આવી નહિ મે’ર ।।૭।। વૈરાગ્ય વિના ચિત્રકેતુ, પરણ્યો પત્નિયો કોટ । આગ્નિધ્ર યયાતિ જેવે, વણ વૈરાગ્યે ભોગવી ખોટ ।।૮।। બ્રહ્મા આદિ કીટ પર્યંત, વણ વૈરાગ્યે વિકળ થયા ।  ત્યારે બીજાનું નવ બોલવું, જે પશુવત પામર રહ્યા ।।૯।। વૈરાગ્ય વિના વિષય સુખનો, અંતરે ન થાય અભાવ ।  નિષ્કુલાનંદ નિરવેદ વિના, રુઝે નહિ વિષયના ઘાવ ।।૧૦।। કડવું ।।૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 280

સારસિદ્ધિ કડવું:- ૭

રાગ :- ધન્યાશ્રી જો શુદ્ધ્ વૈરાગ્ય ઉપજે અંગજી, તેને ન ગમે વિષય સુખનો સંગજી । અંતરે ઉદાસી રહે અભંગજી, તેને ચિત્તે ચઢે હરિનો રંગજી ।।૧।। રાગ :- ઢાળ ચિત્તે રંગ જાયે ચડી, તે ઉતાર્યો ઉતરે નહિ । એવા વૈરાગ્યવાનને, પીંડ બ્રહ્માંડની ગણતી સહિ ।।ર।। એવા શુદ્ધ્ વૈરાગ્ય વાળા શુકજી, જડ ભરતને પણ જાણિએ । કદરજમાં પણ કાચું નહિ, ખરા વૈરાગ્યવાન વખાણિએ ।।૩।। દેવ ઋષિ નરદેવની, કહી ખોટ મોટી ખોળીને । તેથી મનુષ્યની મોટપ કે’તાં, તન મને જોવું તોળીને ।।૪।। પણ પ્રહ્લાદે પરબ્રહ્મથી, માયિક સુખ નવ માગિયું । કુંતા ભકત કૈયે ખરાં, વિદુરે નિજ રાજય ત્યાગિયું ।।પ।। ગોપીચંદ બાજીંદ શેખ ભર્તુહરિ, સબસ્ત બરેજ મનસુર મલેચ । અતિ વૈરાગ્યના વેગ વડયે, પડયા નહિ માયાને પેચ ।।૬।। શુદ્ધ વૈરાગ્ય શરીરમાં, અચાનક જેને ઉપજે । તેને બ્રહ્માથકી આ ભૂમિના, સુખ નર અમરનાં નવ રજે ।।૭।। સાચો વૈરાગ્ય છે સુખનિધિ, જો આવી જાયે અચાનકે । તો કસર કોઈ નવ રહે, ઠિકોઠિક પો’ચાાડે સ્થાનકે ।।૮।। મોટે ભાગ્યે મનુષ્યને, મળે નિરવેદરુપણી નિધિ । રે’વા ન દીયે રંકપણું, વિષયસુખનું કોયે વિધિ ।।૯।। વણ વૈરાગ્યે એ છે વસમું, વૈરાગ્યવાનને વસમું નથી । તન કરી રાખ્યું છે તૃણ તોલે, કહે નિષ્કુલાનંદ શું કહું કથી ।।૧૦।। કડવું ।।૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 314

સારસિદ્ધિ કડવું:- ૮

રાગ :- ધન્યાશ્રી વૈરાગ્યવાનને વાત નથી કઠણ કઈજી, જે કોઈ મુકતાં મુકાય નઈજી । એવી વસ્તુ આ બ્રહ્માંડે સહીજી, જે વિના વિતરાગી ન શકે રહીજી ।।૧।। રાગ :- ઢાળ રહી ન શકે એવું જે રુડું, ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહિ । મહાસુખ મુકી મહારાજનું, બીજે સુખે મન વાળે નહિ ।।ર।। સર્વે લોકની સંપત્તિ, પાપરુપ જાણી પેખે નહિ । ર્મૂતિ મુકી મહારાજની, બીજું દુઃખ જાણી દેખે નહિ ।।૩।। મોટા નાના માયિક સુખમાં, પડયા પરાધીન પરવશ છે । સ્વર્ગ મૃત્યુ પાતાળ પર્યંત, તેમાં કોણ કમ કોણ સરસ છે ।।૪।। જેમ અગ્નિ જવાળથી ઉંચા નીચા, લોહકઢામાં કણ ઉછળે। એમ પંચ વિષયમાં પડયા પ્રાણી, નાના મોટા સહુ બળે ।।પ।। વૈરાગ્યવાન જન એવું વિલોકી, મુકી વિષય સુખની વાટ । તને મને તપાશિને, ઘણી વાત બેસારી છે ઘાટ ।।૬।। ખરૂં કર્યું એમ ખોળીને, વણ વૈરાગ્યે વણસાડ । રૂડું જાણીને ન રોપીયે, ઘર આંગણે ગરલનું ઝાડ ।।૭।। એમ એક પ્રભુને પરહરિ, જન જે જે કરે છે ઉપાય । તેમાં સર્વે રીતે સંકટ છે, માની લેજો જન મનમાંય ।।૮।। પણ વણ વૈરાગ્યે વરતાય નહિ, અને વર્તે  તે વૈરાગ્યવાન । માટે અસત્ય સુખથી મન ઉતારી, ભજે છે જે ભગવાન ।।૯।। શુદ્ધ વૈરાગ્યવાન સાચા, ભકત પ્રભુના ભણિયે । નિષ્કુલાનંદ કહે તે વિના, બીજા સર્વે સ્વાર્થી ગણિયે ।।૧૦।। કડવું ।।૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 297

સારસિદ્ધિ પદ:- ર

રાગ :- રામગરી શુદ્ધ્ વૈરાગ્યે કરી સેવિયે, પ્રેમે પ્રભુના પાય । માયિક સુખ ન માગીયે, મોહે કરી મનમાંય; શુદ્ધ ।।૧।। નિષ્કામી જનની નાથને, સારી લાગે છે સેવ । જે મોક્ષ આદિ નથી માગતા, નથી તજતા તે ટેવ; શુદ્ધ ।।ર।। સકામ ભકતની શ્રીહરિ, પૂજા પરહરે દૂર । જાણે માયિક સુખ માગશે, જડબુદ્ધિ જરૂર; શુદ્ધ ।।૩।। શુદ્ધ વૈરાગ્ય વિના સમઝો, નર નો’યે નિરાશ । નિષ્કુલાનંદ નિષ્કામથી, રિઝે શ્રીઅવિનાશ; શુદ્ધ ।।૪।। પદ ।।ર।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 274

સારસિદ્ધિ કડવું:- ૯

રાગ :- ધન્યાશ્રી વૈરાગ્યવાનનું વર્તવું વખાણુંજી, જેને માયિક સુખ સૌ સરખું જણાણુંજી લોકાલોકે જેનું મન ન લોભાણુંજી, એક હરિચરણે ઠીક મન ઠેરાણુંજી ।।૧।। રાગ :- ઢાળ ઠેરાણું ચિત્ત હરિચરણે, તેણે કરી તન સુખ ત્યાગ છે । સારૂં નરસું સરખું થયું । જેને ઉર અતિ વૈરાગ્ય છે ।।ર।। ખાતાં ન થાય ખરખરો, જેવું અન્ન જડે તેવું જમે । સુકું લુખું સ્વાદુ નિરસ્વાદુ, ખાઈને દિન નિગર્મે ।।૩।। જળ દળ ફળ ફૂલ જમી, સદાયે મને રહે સુખી । વૈરાગ્ય જેને ઉર ઉપજે, તે સહુ વાતે રહે સુખી ।।૪।। ફાટયાં તુટયાં વિણિ વિથીથી, ઘણા ચીરાની કંથા કરે ।  શીત ઉષ્ણ નિવારવા સારૂં, એવી અંગે ઓઢી ફરે ।।પ।। સુવા ન શોધે સાથરો, સુંદર સુંવાળી જાગ્ય ।  સમ વિષમ સમ સમઝે, જેને તન સુખનો છે ત્યાગ ।।૬।। રાત દિવસ હૃદયા વિષે, દઢ રે’છે હરિનું ધ્યાન ।  તેણે કરી નથી આવતું, અણુભાર અંગે અભિમાન ।।૭।। કોઈક નંદે કોઈક વંદે, કોઈ ના’પે આપે ખાવા અન્ન । કોઈ ગૃદ પથર ગોબર નાખે, તોય સદા રાજી રહે મન ।।૮।। એવી વૈરાગ્ય વિનાની વિપત્તિ, કહો કોણ સહિ શકે શરીર । વેષ લિધે વૈરાગ્યને જાણો, કેમ ધરાયે ધીર ।।૯।। વારિવારિ જાઉં એ વૈરાગ્યને, જેણે જગસુખ દુઃખ જાણ્યું સહી ।  નિષ્કુલાનંદ નિરવેદ જેવું, બીજું હોય તો દેખાડો કહી ।૧૦।  કડવું ।।૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 217

સારસિદ્ધિ કડવું:- ૧૦

રાગ :- ધન્યાશ્રી વળી વૈરાગ્યવંતને જાઉ ં વારણેજી, તનસુખ ત્યાગ્યાં હરિ રાજી કર્યા કારણેજી । દેહપર્યંત રહ્યા એક ધારણેજી, અહંતા મમતા કાઢી જેણે બારણેજી ।।૧।। રાગ :- ઢાળ બારણે કાઢી જેણે દેહબુદ્ધિ, સુધિ વાતને સમઝ્યા સહી । આપે મનાણું આતમા, કહ્યું કલેવર હું કેદિ નહિ ।।૨।। જડ ચૈતન્ય જાણ્યાં જુજવાં, ચૈતન્ય આપે ચોકસ કર્યું । તેહ વિના ત્રિગુણે રચિત, તેપરથી મન ઉતર્યું ।।૩।। તેહ દેશે પ્રદેશે પરવરે, કરે ઘર પરનું કામ । ભૂલ્યે પણ ભાખે નહિ, જે હું નહિ આતમારામ ।।૪।। જેમ પોતપોતાની જાત્યને, જન જાણે છે મનમાંય । તે સુતાં બેઠાં જાગતાં, ભૂલ્યેપણ બીજું ન મનાય ।।૫।। નારી નર નપુંસકપણું, વળી વિસરે નહિ કોઇ વિધ । તેમ આતમા રૂપ જાણ્યું આપણું, પ્રગટપણું પ્રસિદ્ધ ।।૬।। એવી વિગતિ થૈ વૈરાગ્યથી, તે ટાળી પણ ટળે નહિ । રાત દિવસની રીતિયે, સત્ય તે અસત્યમાં ભળે નહિ ।।૭।। સત્ય નિત્ય એક આત્મા, અસત્ય દેહાદિક આદ । તેમાં નાનાં મોટાં કેને કહિયે, એતો સર્વે સરખી ઉંટ લાદ ।।૮।। એમ વૈરાગ્યવાનને વરતે, અખંડ એવો વિચાર । કેને વખાણે કેને વગોવે, દેખે માયિક સુખ એક હાર ।।૯।। વખાણે તો વખાણે વળી, વિશેષે વૈરાગ્યવંતને । નિષ્કુળાનંદ તનસુખ તજી, જે ભજેછે ભગવંતને ।।૧૦।। કડવું ।।૧૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 193

સારસિદ્ધિ કડવું:- ૧૧

રાગ :- ધન્યાશ્રી ભગવંતને ભજશે નર નિરમોઈજી, જેને હરિવિના વા’લું નથી કોઈજી । અખંડ રહ્યાછે હરિને જોઈજી, એવા જન જેહ તેહ હરિના હોઈજી ।।૧।। રાગ :- ઢાળ હરિના જન તેણે જાણિયે, જે છતિ મતિયે ઉન્મત્ત રહ્યા । વિવેકી પણ વૈરાગ્યવડ્યે, જાણતાં અજાણ થયા ।।૨।। શ્રવણ છે પણ નથી સુણતા, દૃગ છે પણ ન દેખે રૂપ । ત્વચા છે પણ નથી જાણતા, શીત ઉષ્ણનું તે સ્વરૂપ ।।૩।। જિહ્વા છે પણ નથી જાણતા, ષટ રસ ખાવાની રીત । વળી વચને કરી નથી વદતા, જે જાણી વાણી અનિત્ય ।।૪।। પગ છે પણ નથી ચાલતા, કર છે પણ ન કરે કામ । નાસા છે પણ નથી સુંઘતા, સહુ આળસી પામ્યાં છે આરામ ।।૫।। મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે, તે અંતઃકરણ કહેવાય । અતિ થયાંછે આળસુ, અસત્ય મારગ માંય ।।૬।। વૈરાગ્યે લિધિ ર્વિતયો વાળીને, સમેટીને સર્વે માંયથી । તે રાખી હરિના રૂપમાં, તે મુકી બીજે જાતિ નથી ।।૭।। જે પરવરી ગઇતી પદાર્થમાં, વૃત્તિ થઈ તે વિષયાકાર । તે વાળી પાછી આણી અંતરે, તેતે નિરવેદથી નિરધાર ।।૮।। નિરવેદ વિના ખેદ પામે, અંતર ને નિરંતર બા’ર । દેવ અદેવ ને ઋષિ રાજવી, પશુ પન્નગ ને નર નાર ।।૯।। એક વૈરાગ્ય બીજી વજ્રમણી, તેને તપાવી ન શકે કોઈ તાપ । નિષ્કુલાનંદ શીતળ સદા, વૈરાગ્ય વજ્રમણી આપ ।।૧૦।। કડવું […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 209

સારસિદ્ધિ કડવું:- ૧ર

રાગ :- ધન્યાશ્રી વૈરાગ્યવંતને અત્યંત સુખજી, જેની ભાગી ગઇ સર્વે ભુખજી । કોઇ વાતનું રહ્યું નહી દુઃખજી, સદાયે રહ્યા છે હરિ સનમુખજી ।।૧।। રાગ :- ઢાળ હરિ સનમુખ રહે સદા, જેણે આપદા અળગી કરી । સાજી ન રાખી શરીરશું, ગયા અહંમમતા માયા તરી ।।૨।। જેમ ચકોરની દૃષ્ટિ ચંદ્ર મુકી, અરુપરુ પેખે નહી । તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિર્મૂિત વિના દેખે નહિ ।।૩।। જેમ જળનું ઝષ જળમાં રહે, બા’રે નિસિરતાં બળે ઘણું । તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિ વિના સુખ ન પામે અણું ।।૪।। જેમ અનળ રહે આકાશમાં, તેને ભોમ્યે આવ્યે ભારે દુઃખ છે । શીદ આવે તે અવનિયે, જેને શૂન્યે રે’વામાંહિ સુખ છે ।।૫।। તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિ ર્મૂિતમાંઇ રહે વસી । તેને દેહમાં આવે દુઃખ ઉપજે, જે વાલમમાં રહી વિલસી ।।૬।। જેમ ભૂપભામિની ભવન તજી, રડવડે એકલી અરણ્ય । ભવનભવન હીંડે ભીખતી, તેને વદવી વાઘરણ્ય ।।૭।। તેમ હરિજનની વૃત્તિને, જોઇએ પૂરણ પતિવ્રતાપણું । મહા સુખમય ર્મૂિત મહારાજની, તે માંહિ ગરક રે’વું ઘણું ।।૮।। પણ બાંધિ અલાબુ દિયે ડુબકી, તે નિસરે બા’રો નીરથી । તેમ હરિર્મૂિતમાં બૂડતાં, સ્નેહ તોડવો શરીરથી ।।૯।। એટલા માટે જરુર જોઇએ, નરને તે નિરવેદ । નિષ્કુલાનંદ કહે તે વિના, મટે નહિ મનને ખેદ ।।૧૦।। કડવું ।।૧૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 174
Powered By Indic IME