Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩

અને ગામ ફરેણીમાં મંદિરની જગ્યા છે ત્યાં હાલ બેઠકછે, ત્યાં રામાનંદસ્વામી દેહત્યાગ કરીને ધામમાં ગયાં. ત્યારપછી શ્રીસહજાનંદસ્વામી જે તે પોતાના ગુરુની દેહક્રિયા કરીનેતેની ધર્મધૂરપણાને ઉપાડી લેતા હવા. ને તે સ્વામીના જે આશ્રિતતેમની સત્શાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હવા ને તેમનેપોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિષે તેમનાં ચિત્તનેતાણી લેતા હવા, ને કેટલાક મનુષ્યને સમાધિ કરાવતા હવા.પછી લોજમાં તે પ્રતાપને જોઇને વ્યાપકાનંદસ્વામીને શ્રીજી-મહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય નહોતો થાતો. પછી તેવ્યાપકાનંદસ્વામીને પણ સમાધિ કરાવીને અક્ષરધામને વિષેઅનંતકોટિ મુકતે સહિત પોતાનું દર્શન કરાવ્યું, તોપણ નિશ્ચયન થયો; ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે,”આ સર્વે મુકતનીએકકાલાવચ્છિન્ન પૂજા કરો ને તમારે વિષે લીન કરો.”ત્યારે વ્યાપકાનદં સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! એમ કેમથાય ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”તમે એમ સંકલ્પ કરોજે, આ રામાનંદસ્વામી ભગવાન હોય, તો તેમના સામર્થ્યે કરીનેહું એટલાં રૂપે થાઉં.” ત્યારે તેમણે એમ સંકલ્પ કર્યો, તોપણઅનંતરૂપે ન થવાણું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”ચોવીસઅવતારનાં નોખાં નોખાં નામ લઇને સંકલ્પ કરો જે, એપુરુષોત્તમ ભગવાન હોય, તો તેમનાં સામર્થ્યે કરીને હું અનંતરૂપેથાઉં.” ત્યારે તેમણે એમ કર્યું તોપણ અનંતરૂપે ન થવાણું.ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”અમારું નામ લઇને સંકલ્પકરો જે, સહજાનંદસ્વામી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમભગવાન હોય, તો હું અનંતરૂપે થાઉં.” પછી શ્રીજીમહારાજનુંનામ લીધું ત્યારે અનંતરૂપે થવાણું. ને સર્વ મુકતની એકકાલાવચ્છિન્નપૂજા કરીને, સર્વ મુકતને પોતાને વિષે લીન કર્યા.ત્યારે એવા પ્રતાપને જોઇને વ્યાપકાનંદસ્વામીને શ્રીજીમહારાજનેવિષે સર્વ અવતારના અવતારી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 266

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૪

શ્રીજીમહારાજને લોજમાં સમાધિવાળા મૂળજી ભકતે કહ્યુંજે, ‘પુરુષોત્તમના બીજા અનતં અવતાર થયા ને બીજા થાશે ને બીજાધામમાં જે સર્વે મૂર્તિઓ છે તે સર્વેનું મને દયા કરીને દશર્ન કરાવો.’ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે,‘બીજા સર્વે અવતાર તેમનાનામ લઇને સંકલ્પ કરો, જે એ જો સર્વેના કારણ હોય તો તેમનેપ્રતાપે કરીને મારે એ સર્વેનું દર્શન થાઓ.’ ત્યારે તે ભકતે બીજાસર્વે અવતારનું નામ લઇને સંકલ્પ કર્યો, પણ તે સર્વેના દર્શનથયા નહીં.ત્યારે શ્રીજીમહારાજ બોલ્યાં જે,”તે સર્વેના કારણ પ્રગટપ્રમાણ પુરુષોત્તમ આ શ્રીજીમહારાજ હોય, તો તે સર્વેનું દર્શનમને થાઓ.” પછી એમ સંકલ્પ કર્યો કે તત્કાળ એ સર્વે રૂપનાંદર્શન થયાં, ને તે સર્વે અવતાર તે શ્રીજીમહારાજની સ્તુતિ કરતાથકા શ્રીજીમહારાજની મૂર્તિને વિષે લીન થયા. એવી રીતે પોતાનોસર્વોપરી પ્રતાપ દેખાડીને પોતાના પુરુષોત્તમપણાનો દઢ નિશ્ચયમૂળજી ભકતને કરાવ્યો. ।।૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 264

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- પ

દીવ ગામનો વાણિયો સંઘ કાઢીને દ્વારકાની જાત્રા કરવાજતો હતો. તેને લોજપુરમાં શ્રી રામાનંદસ્વામી મળ્યા, તેનેચમત્કાર દેખાડ્યો, તેણે કરીને તેમને ભગવાનપણાનો રામાનંદસ્વામીને વિષે નિશ્ચય થયો. પછી તે ભકત પાછો દીવ ગયોને પછી ઘણા દિવસે પાછો દર્શને આવ્યો ત્યારે રામાનંદસ્વામીતો દેહ મૂકીને ધામમાં ગયેલા.પછી તે ભકત શ્રીજીમહારાજ પાસે આવીને બેઠો. ત્યારેમહારાજ બોલ્યા જે,‘તમારે કાંઇ સંશય હોય તો આ બાળકલખમણ સમાધિવાળો છે તેને પૂછો.’ત્યારે તેમણે જે પ્રશ્ન પૂછ્યાં તે પ્રશ્નના ઉત્તર સમાધિવાળોબાળક તેણે કર્યા. એમ બાળક દ્વારા રામાનંદસ્વામીના જેવોશ્રીજીમહારાજે ચમત્કાર જણાવ્યો, ત્યારે તે ભકતે શ્રીજીમહારાજપ્રત્યે કહ્યું જે,‘હે મહારાજ ! હું પ્રથમ રામાનંદસ્વામીને ભગવાનજાણતો હતો, પણ તે રામાનંદસ્વામીના જેવો આ બાળકને વિષેતમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાયો; ત્યારે તમારા મોટા મોટાસાધુ તથા સત્સંગી તેમનો પ્રતાપ તો ઘણો હશે ને તમારી મૂર્તિનોજે પ્રતાપ ને મહિમા તે તો બહુ અધિક જ હશે. માટે તમારાસ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ મને જ્ઞાન થાય, તેમ કૃપા કરીનેમને કહો.’ત્યારે શ્રીજીમહારાજે તે ભકતને કહ્યું જે,‘અંતરની વાર્તાજાણવે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે, તો અમારા મોટામોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવની વાર્તા જાણે એવાછે. માટે પૂર્વે થયા જે અવતાર તેમના જેવું ઐશ્વર્ય તે તો અમારાસાધુ-સત્સંગીમાં જણાય છે ને અમે તો સર્વે અવતારના અવતારીને અક્ષરધામના પતિ શ્રીપુરુષોત્તમનારાયણ છઈએ, તે અગણિતજીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છઈએ.’ તે વાર્તાને સાંભળીનેતે ભકતને શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો.પછી તે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 325

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૬

અગત્રાઇમાં હાલ મંદિર છે ત્યાં શ્રીજીમહારાજે ભાઇરામદાસજીને કહ્યું જે,‘તમારું અંગ કહો; પછી અમે અમારું અંગછે તે કહીશું,’ પછી રામદાસભાઇએ પોતાનું અંગ કહ્યું જે,‘ત્રણઅવસ્થામાં જીવાત્માને વિષે તમારી મૂર્તિને તેજે સહિત અખંડદેખું છું, એવું તમારી કૃપા થકી અખંડ વર્તે છે.’પછી શ્રીજીમહારાજે પોતાનું અંગ કહ્યું જે,”અક્ષરાદિકમુકત તથા પુરુષ, કાળ, માયા, પ્રધાનપુરુષ તથા અનંત કોટિબ્રહ્માંડના ઇશ્વર તથા સર્વે વિભૂતિઓ તથા સર્વે જીવ એ સર્વેનોનિયંતા ને એ સર્વેનો કર્મફળપ્રદાતા તે હું એક જ છું; ને તેસર્વના સ્વરૂપ, સ્વભાવ ને ગુણ તેને અખંડ અમે દેખીએ-જાણીએછીએ; પણ એ સર્વે જે અક્ષરાદિક તે મારી મૂર્તિનો મહિમાજેમ છે તેમ દેખવા-જાણવા સમર્થ નથી ને હું પણ મારી મૂર્તિનામહિમાના અંતને નથી પામતો ને એ સર્વે સામર્થ્ય તે મારીમૂર્તિના એક રોમના કોટિમાં ભાગની બરોબર પણ નથી આવતું.એવી અનવધિકાતિશય, મહાઆશ્ચર્યમય ને સર્વોપરી આ મૂર્તિછે; એમાં કિંચિત્માત્ર સંશય નથી, એ અમારું અંગ છે, તેકહ્યું.” ।।૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 304

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૭

નાગડકામાં સ્વરૂપાનંદસ્વામી દેશમાંથી ફરીને આવ્યા, તેનેલીંબડા હેઠે શ્રીજીમહારાજે પૂછ્યું જે,”કેટલા જીવના કલ્યાણકર્યા ?” ત્યારે સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે,‘હે મહારાજ ! મનુષ્યતો લીંબડી કે નીચે દેખા હે.’ ત્યારે સર્વે સંતે મહારાજને પૂછ્યુંજે,”સ્વામીએ મનુષ્ય દેખ્યા નહીં ત્યારે કલ્યાણ કેના કર્યાહશે ?”ત્યારે શ્રીજીમહારાજ સંત પ્રત્યે બોલ્યા જે “બીજા તો નિયમધરાવીને વર્તમાન પળાવે ત્યારે કલ્યાણ થાય ને સ્વરૂપાનંદસ્વામીનાં તો દર્શને કરીને જીવના કલ્યાણ થાય છે.” ત્યારેસ્વરૂપાનંદસ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે ગુરુ સાહબે !આજ સત્સંગી કા કૈસા કલ્યાણ હોતા હૈ ?”ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”જૈસા કલ્યાણ બડે બડેઅવતાર કા હોતા હૈ વૈસા કલ્યાણ આજ સત્સંગી કા હોતા હૈ.”ત્યારે સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે,‘ગુરુસાહેબ ! તબ તો બોતબડા કલ્યાણ હોતા હૈ.’ત્યારે સંતે શ્રીજીમહારાજને પૂછ્યું જે,”હે મહારાજ ! આજઆવું મોટું કલ્યાણ થાય છે તેનું શું કારણ છે ?” ત્યારેશ્રીજીમહારાજ સંત પ્રત્યે બોલ્યા જે, ‘જયારે જૂ વિંયાય ત્યારેલીખ આવે, ને હાથણી વિંયાય ત્યારે ભેંસ જેવડું બચ્ચુ આવે.તેમ પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર થઇ ગયા ને આગળ બીજા થાશેને બીજા ધામને વિષે જે મૂર્તિઓ છે તે સર્વેનું કારણ ને સર્વથકી પર જે શ્રીપુરુષોત્તમનારાયણ તે અમે છઈએ; તે માટે એવુંકલ્યાણ કરીએ છઈએ; તે જો એમાં ખોટું કહેતા હોઇએ તોઅમને આ સર્વે પરમહંસના સમ છે; ને આ પ્રગટ પુરુષોત્તનાસ્વરૂપને સમજયામાં ખામી રહી જાશે, તો કલ્યાણમાં બહુ ફેરપડી જાશે, પછી દેહ મુકયા કેડે તે ખામી ભાંગશે નહીં. માટેજેમ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 326

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૮

અગત્રાઇમાં પર્વતભાઇને શ્રીજીમહારાજની મૂર્તિ તો ત્રણેઅવસ્થામાં અખડં દેખાતી હતી તોપણ એમ સંકલ્પ થયો જે,‘બીજાભગવાનના અવતારનાં સ્વરૂપ કેવા હશે ?’ ત્યારે તે સંકલ્પમાત્રેતે ભગવાનની ચોવીસ મૂર્તિઓ પર્વતભાઇની આગળ આવીનેઊભી રહી ને પવર્ત ભાઇએ દશર્ન કર્યા. પછી તે ચોવીસઅવતારનાં સ્વરૂપ શ્રીજીમહારાજની સ્તુતિ કરતે સતે શ્રીજી-મહારાજની મૂર્તિમાં લીન થતાં હવા. એવી રીતે શ્રીજી મહારાજપવર્ત ભાઇને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડતા હવા. ।।૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 232

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૯

અમદાવાદમાં સંતને દુષ્ટે કષ્ટ દીધું, ત્યારે શ્રીજીમહારાજકાંકરિયે તળાવે બિરાજમાન હતા; ત્યાં સંત આવ્યા. તે સંતનેશ્રીજીમહારાજ જોઇને એમ બોલ્યાં જે,”મારા પરમહંસની મોટાબ્રહ્માદિક દેવ, અક્ષરાદિક મુકત ને સર્વે અવતાર તે પ્રાર્થના કરેછે ને તેમના દર્શનને ઇચ્છે છે; ને એક કીડી જેવા જીવને પણદૂભવે નહિ એવા જે સંત તેને દુઃખ દીધું !” એમ કહીને ઉત્તરમુખેઉદાસ થઇને બેઠાં. તેટલામાં બ્રહ્માદિક દેવે જાણ્યું જે, આજ તોસર્વે બ્રહ્માંડનો નાશ થઇ જાશે. એટલામાં મહાકાળ, સંકર્ષણ,શિવાદિક આવીને પ્રાર્થના કરવા લાગ્યાં જે,”હે મહારાજ ! તમેજે આજ્ઞા કરો તે એમ તત્કાળ કરીએ ને અમે તમારા સેવકછીએ તે તમારા સંતને કષ્ટ દેનારો કોણ છે ? તેનો ક્ષણમાત્રમાંનાશ કરી નાખીએ.” એમ તે મહાકાળાદિક બોલ્યા.તે પછી દિવ્ય ચક્ષુવાળા સંત હતા તેમણે શ્રીજીમહારાજનેપ્રાથના કરીને કહ્યું જે, “હે મહારાજ ! હે સ્વામિન્ ! હે પ્રભો !આજ તમે અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થેદયાએ કરી અક્ષરધામમાંથી આંહીં પૃથ્વી ઉપર પધાર્યા છો,તે જીવોના અપરાધ ક્ષમા કરીને આત્યંતિક કલ્યાણ કરો.”એવી સંતે પ્રાર્થના કરી.પછી શ્રીજીમહારાજ સંત પ્રત્યે એમ બોલ્યાં જે,”અનંત કોટિબ્રહ્માંડમાં સર્વે આપણું કર્યુ થાય છે, ને જુઓને સર્વે અવતારઅમારે વિષે લીન થાય છે; ને આ સંતની સભાને અમેઅક્ષરધામને વિષે દેખીએ છઈએ ને આપણી વાત માને છે તેનુંકલ્યાણ થાય છે; ને જે નથી માનતા તે નરકમાં જાય છે. નેઅમારા શરીરમાં કાંઇ કસર જેવું થયું, ત્યારે જગતમાં અનેકજીવનો નાશ થઇ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 224

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૦

એક સમે શ્રીજીમહારાજે વ્યાપકાનંદસ્વામીને ગઢડામાંઅક્ષરઓરડીમાં કહ્યું જે,”ઇન્દ્રલોકમાં જઇ આવો.” ત્યારે કહેઃ”જઇ આવ્યો.” ત્યારે કહ્યું જે,”ગોલોક તથા બ્રહ્મધામને વિષેજઇ આવો.” ત્યારે કહ્યું “જઇ આવ્યો.” ત્યાર પછી ફરી આજ્ઞાકરી જે,”ભૂમાપુરુષ પાસે જઇ આવો.” ત્યારે તે વ્યાપકાનંદસ્વામી કહે જે,”હજાર માથાનો દૈત્ય માર્ગ રોકીને રહ્યો છે.”ત્યારે મહારાજે કહ્યું જે,”તમે પણ એવું રૂપ ધરીને તેને જીતીનેજાઓ.” પછી તેમ કર્યુ. પછી ફરીને કહ્યું જે,”બીજો દસ હજારમાથાનો દૈત્ય આગળ છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે,”તમેપણ તેથી મોટું રૂપ ધરીને તેને જીતીને જાઓ.”પછી તે તેમ કરીને ભૂમાપુરુષ પાસે ગયા. ત્યારે તેભૂમાપુરુષે વ્યાપકાનંદસ્વામીને કહ્યું જે,”પુરુષોત્તમનું પ્રગટપણુંપૃથ્વીને વિષે થયું ?” ત્યારે તે કહે જે, ‘થયું.’ એ વાર્તા સાંભળીનેભૂમાપુરુષ અતિશે ગદ્ગદ્ કંઠે થઇને રાજી થઇ જતા હવા નેસંતને પોતાના સિંહાસન ઉપર બેસાડીને અતિશે સુગંધીમાનપુષ્પ-ચંદનાદિકે કરીને તેની આરતી-પૂજા કરતા હવા; ને અતિશેઆનંદથી શ્રીજીમહારાજના સમાચાર પૂછીને બોલ્યાં જે,‘મનેપ્રથમ શ્રીજીમહારાજે કહ્યું હતું જે,”અમો જયારે બ્રહ્માંડમાં પધારશુંત્યારે તમ પાસે સતં મોકલીશું. ” તે આજ સત્ય કર્યું. ’ એવી રીતેપરસ્પર બે જણે શ્રીજીમહારાજના મહિમાની વાર્તા સારી પેઠે કરી.તે પછી તે લોકમાં ચાર ભુજાવાળા મનુષ્ય હતા તેમનેવ્યાપકાનંદસ્વામીએ શ્રીજીમહારાજના મહિમાની વાર્તા કરીનેનિશ્ચય કરાવીને તે સર્વે મુકતને બ્રહ્મપુરને વિષે મોકલી દીધા.પછી સમાધિમાંથી પાછા આવીને શ્રીજીમહારાજને જેમ થયું તેમવાત કરી દેખાડી.તે વાતને સાંભળી શ્રીજીમહારાજે વિચાર કર્યો જે,‘જયારેબાદશાહ ગાદીએ બેસે ત્યારે બંદીવાનમાત્રને છોડી મૂકે છે, તેમઅમારે પણ અગણિત જીવના કલ્યાણ કરવાં છે.’ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 243
Powered By Indic IME