Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૭

અને ચાર પ્રકારના સત્‍સંગીમાં પ્રથમ સહુ કરતાં સરસ આત્‍મા ને પરમાત્‍માના જ્ઞાનવાળો, ને તે પછી બીજો ધ્યાન અને પ્રીતિવાળો; તેણે કરીને જોડાયો હોય તે પાર પડે. ને તે કેડે ત્રીજો આજ્ઞાવાળો, તે આજ્ઞામાં રહીને માંડમાંડ પૂરુ કરે, તે પણ પાર પડે તો ઠીક છે. ને તે કેડે ચોથો તે કોઇ સાધુમાં હેત થયું હોય, તેણે કરીને કોઇ રીતે નભે. એ રીતે ચાર પ્રકારના ભકતનાં રુપ કહ્યાં. પછી કોઇ હરિજને પ્રશ્ન પૂછયો : જે એ ચાર પ્રકારના ભકતમાં પ્રથમ કહ્યો જે જ્ઞાની તેને કોઇ પ્રકારનું વિઘ્‍ન આવે કે ન આવે ? તેનો ઉત્તર કર્યો : જે કોઇક ધક્કો માર તે પડી જાય ને પાછો ઉભો થાય છે તેમ, વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે, તેમ વિચારે કરીને દેશ-કાળને ટાળી નાખે, ને દેશકાળ તો આવે ખરા એ ઉત્તર છે. ૧૫૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૮

અને કોટિ કલ્‍પે પણ જ્ઞાન કર્યા વિના છુટકો નથી. તે શું જે ‘નિજાત્‍માનમ્ બ્રહ્મરુપં’ એ શ્લોકમાં કહ્યું એમ માનવું. જે ગુજરાતની પૃથ્‍વીમાં પાણો ન આવે તેમ. હરિભકતને તો વિષય કહેવાય નહિ. એને તો આજ્ઞા છે. ૧૫૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 136

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૯

અને ભગવાન મળ્‍યા હોય પણ આવા સાધુ ન મળ્‍યા હોત, તો આટલો દાખડો કરીને કોણ સમજાવત? ને મહારાજના સત્‍સંગી કરતા પણ સાધુના સત્‍સંગી અધિક છે. ૧૫૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 118

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૦

અને કથા વંચાવતાં વાત આવી : જે ‘વ્‍યાસજીને શાંતિ ન થઇ’ તે ઉપર બોલ્‍યા જે આપણને ભગવાન મળ્‍યા તો પણ શાંતિ નથી તેનું શું કારણ છે ? જે એક તો વિષયમાં રાગે કરીને, ને બીજું ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહિ, ને ત્રીજું અજ્ઞાન, તેણે કરીને શાંતિ નથી. ૧૬૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૧

અને મોટા મોટા સાધુનો  સંગ કરવો, તેનું કારણ શું ? જે કોઇકમાં એક ગુણ હોય. કોઇકમાં બે ગુણ હોય, ને કોઇકમાં ત્રણ ગુણ હોય, તે સર્વેના સંગમાંથી તે તે ગુણ આવે ને સર્વે ગુણે સંપન્ન એક મળે તો કાંઇ વાંધો જ ન રહે. પણ એવા  ઝાઝા હોય નહિ. ૧૬૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬ર

અને સૂર્યની કોઇને ઉપમા દેવાય ? એ તો એક જ. તેમ ભગવાન પણ એક જ. ને અનંત અવતાર તે સર્વે એક ભગવાનનું દીધું ઐશ્વર્ય પામ્‍યા છે. આવો સમો પૃથ્‍વી ઉપર આવ્‍યો નથી ને આવશે પણ નહિ, આ સાધુ પણ આવ્‍યા નથી ને  આવશે પણ નહિ. ને આ ભગવાન પણ આવ્‍યા નથી ને આવશે પણ નહિ. અનંત અવતાર થઇ ગયા ને અનંત અવતાર થાશે, પણ આ સાધુ ને આ ભગવાન તે આવ્‍યા નથી ને આવશે પણ નહિ. ૧૬૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૩

અને અક્ષર ધામમાંથી આંહી પોતે પુરુષોત્તમ જીવનાં કલ્‍યાણ કરવાને સ્‍વતુંત્રપણે આવે ને અનંત જીવનો મોક્ષ કરીને ચાલ્‍યા જાય. ને મુકત તો આજ્ઞાએ કરીને આવે, ને બીજો મુકત તો વાસનાએ કરીને આવે, તે તો પ્રિયવ્રત જેવો, અંબરીષ જેવો કે ભરતજી જેવો થાય. ૧૬૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૪

અને અલભ્‍ય લાભ મળ્‍યો છે ને આત્‍યંતિક મુકિતને પામ્‍યા છીએ. ને આજ સત્‍સંગની ભર જુવાની છે, ને આજ તો શેરડીના સાંઠાનો વચલો ભાગ છે તે આપણને મળ્‍યો છે, તેમાં રસ ઘણો ને સુગમ પણ છે. ૧૬૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 98
Powered By Indic IME