Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૩

એક દિવસે રાજ દેવાય, પણ વિદ્યા ન દેવાય. ને રાજાનો કુંવર હોય તેને ગમે તેટલું ખવરાવે તો પણ એક દિવસે મોટો ન થાય, એ તો ધીરે ધીરે મોટો થાય. તેમ જ્ઞાન પણ સંગે કરીને ધીરે ધીરે થાય છે. ૧૩૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૪

જેણે મોટાને જીવ આપી દીધો હોય, તેને પણ વાસના રહે, તેને ટાળવાનું સાધન તો મહિમા ને આત્‍મનિષ્‍ઠા છે. ૧૩૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩પ

અને વાસના ટળે તોપણ દેહનો ભાવ રહી જાય. ઋષભદેવ ભગવાનનો દેહ પડવાનો થયો, ત્‍યારે મુખમાં પાણાનો કોળિયો મૂકયો. તે શાથી ? જે ખાવાનો અભ્‍યાસ ટાળવા માટે, એમ વાત સમજવી. ૧૩૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 140

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૬

કદાપિ રાજી થઇને માથે હાથ મૂકીએ તો પણ જ્ઞાન કેમ થાય ? એ તો વાતે કરીને થાય. ને રાજી થાય તો બુદ્ધિ આપે, તેથી વાત સમજાય. ૧૩૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૭

અને આ વાતું તો જાદુ છે, તે જે સાંભળે તે ગાંડો થાય. તે ગાંડો તે શું ? તો જે જગત ખોટું થઇ જાય, પછી તેને કોણ ડાહ્યો કહે ? ૧૩૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૮

અને ઇન્‍દ્રિયો અંત:કરણ તો મુંબઇ ને સુરતનાં તળનાં માણસ જેવાં છે. તેને સત્‍સંગ થાય નહિ. ને માંહિલો કજીયો તો બહુ ભારે છે. તે જેને આડો આવે તે જાણે. એ તો મધરાસીના રંગની પેઠે માયાના પાસ લાગે છે, તેથી વાત અડતી નથી. ૧૩૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૯

અને સાધને કરીને કદાપિ નિર્વાસનિક થવાશે, તો પણ શું પાકયું ? ને તેણે કરીને શું ફળ છે ? એ તો ઝાડવાં જેવો  છે ને ભગવાનની નિષ્‍ઠા છે, ને વાસના છે તો પણ તેની શી ફીકર છે ? ને તેનો શો ભાર છે ? ઇત્‍યાદિક બહુ બળની વાત કરી. ૧૩૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૦

અને ભગવાનનો આશરો થયો છે, એવી તો કોઇ વાત નથી. તેને તો સર્વે વાત થઇ રહી છે, કાંઇ કરવું બાકી રહ્યું નથી ને ભગવાન તો અધમઊદ્ધારણ, પતિતપાવન ને શરણાગત વત્‍સલ છે, ને એ દીનબંધુ દયાળુ ભગવાન કેવા દયાળુ છે ? ‘જાકા જગમે કોઇ નહિ તાકે તુમ મહારાજ’ જે જેનું કોઇ નહિ તેના ભગવાન છે. તે ભગવાન તો ગરીબના નવાજ કહાવે છે ને : પ્રગટને ભજી ભજી પાર પામ્‍યાં ઘણાં, ગીધ ગુનકા કપિવૃંદ કોટિ, વજતણી નાર વ્‍યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. માટે પ્રગટના જેવી તો કોઇ વાત નથી. ને પ્રગટ સૂર્ય વતે અજવાળું થાય છે, માટે પ્રગટનો આશરો થયો છે તે બળ રાખવું. ૧૪૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 140
Powered By Indic IME