Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૩

અને દોષ કેમ ટળતા નથી ? એ પ્રશ્નનો ઉત્તર: જે એ તો ધનવંતરી વૈદ્ય છે, તે ખોટા કેમ થાશે ? ને જેમ અક્ષરાનંદ સ્‍વામીને ગોળી દઇ રાફી કાઢી નાખી, તેમજ કામ, ક્રોધ આદિક ઘણી રાફીયું છે તેને કાઢી મૂકશે. આપણે તો એને બાઝી પડવું એટલું જ કરવું. ૯૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૪

અને ગાફલાઇ ટળવાનું કારણ એ છે: જે ખટકો રાખે તો ટળે, ને બીજો ઉપાય તે કોઇક શિક્ષા કરે ત્‍યારે ટળે. ૯૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯પ

આ તો બહુ મોટો લાભ થયો છે, પણ ઉંઘમાં જાય છે. તે શું ? જે વિષયમાં સુષુપ્‍તિ નિરંતર વર્તે છે. આ દર્શન તો પંચમહાપાપને બાળી મૂકે એવું છે, પણ મહિમા જણાતો નથી. ૯પ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૬

કર્મવિપાક નામે ગ્રંથ છે તે મહારાજે વંચાવ્‍યો હતો. તેમાં કહ્યું : જે ‘આ પાપે કરીને આ રોગ થાય’ એ પ્રકારે તેમાં ઘણો વિસ્‍તાર કહ્યો છે. ૯૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 164

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૭

અને આખી પૃથ્‍વીમાં એક માણસ મરે તેનો કાંઇ ખરખરો થાય છે ? તેમ અક્ષરની દૃષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ થડકો ન થાય, એવી પણ એક સમજણ છે. ૯૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૮

અને સાંખ્‍યની દ્ઢતા કેમ થાય ? પ્રશ્નનો ઉત્તર : જે માણસ મરી જાય છે ને દેહ ઘરડું થઇ જાય છે તે જોવું, ને નિત્‍ય પ્રલય, નિમિત્તપ્રલય ને પ્રાકૃતપ્રલયનો વિચાર કરવો, અને સાંખ્‍ય ને યોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે. ૯૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 139

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૯

જેમ નાતનો, નામનો અને ગામનો નિશ્વય થયો છે, તેમજ એવો અભ્‍યાસ કરે: જે ‘હું આત્‍મા છું, બ્રહ્મ છું, સુખરુપ છું, ભગવાનનો ભકત છું પણ દેહ તે હું નહિ, એમ કરે તો તે પણ થાય, ને આ દેહ આપણને નિત્‍ય નરક ચુંથાવે છે એથી ભૂંડું શું ? પણ જ્ઞાન વિના તેની ગમ નથી. ૯૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૦

અને અક્ષરધામના જેવું સુખ અહીં વર્તે છે, તેમાં પણ કેટલાક દુ:ખિયા છે. તેમાં દેહનું દુ:ખ થોડું ને મનનું દુ:ખ ઝાઝું છે. ૧૦૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109
Powered By Indic IME