Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૩
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૯

અને મોટા હોય તેણે બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી જે, એક દિવસ મને પણ જિહ્વા ઇન્દ્રિયે છેતર્યો ને એક દિવસ નેત્રે છેતર્યો તે રૂપને જોવાઇ ગયું, તેમજ સર્વે ઇન્દ્રિયોનું કહેવું. ।।૪૯।। read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૦

અને પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું ને આડુઅવળું તરી જાવું  નહિ. અને મોટા આગળ જો જીવ સરલપણે વર્તે તો સહેજે જ મોટા તેની ખબર રાખે તેમાં કાંઇ કહેવું પડે નહિ. ને જગતમાં પણ એમ રીત છે, જે જેનો થઇ રહે તેની ફિકર  તેને રાખવી પડે છે તેમ મોટા ખબર રાખે. ।।૫૦।। read more
0 Views : 119

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૧

અર્ધોઅર્ધ કથાવાર્તાનો જોગ રાખશે તેનું જ સારું રહેશે અને આ તો મોટા કારખાનાં થયાં તે કાંઇ ખૂટે એમ તો છે નહિ. ।।૫૧।। read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પર

મદં વાડ આવે તેમાં જે કાયર થઇ જાય તેણે કરીને દુ:ખ તો મટે નહિ ને તેમાં જે હિમં ત રાખતા તે મહારાજને ગમતું. ।।૫૨।। read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૩

પાંચ પ્રકારે સ્ત્રી ભોગવાય છે તેની વિકિત જે, ત્વચાએ, નેત્રે, કાને, જીભે ને મનમાં સંકલ્પે. ।।૫૩।। read more
0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૪

સત્સંગમાં બરોબરિયાપણું સમજવું નહિ ને બરોબરિયા થાવું નહિ; ને બરોબરિયા સમજવા એ જ ખોટ છે. ।।૫૪।। read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પપ

કોઇ કૂવે પડવા જાતો હોય તેને આડાં હજારો માણસ ફરે તો પડવા દે નહિ, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષયમાર્ગથી રક્ષા કરે. અને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડ્યું જોઇઅ; તેને નમી દઇએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ એ તો કઠણ નથી; જો આપણે એના થઇ જાઇએ તો તે આપણા થઇ જાય. ।।૫૫।। read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૬

તપાસીને જુઓ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે. પણ દેહ ગુજરાન ઉપર સૂરત રહેતી નથી અને અવશ્ય હોય એટલું તો કરવું પડે; પણ આ તો પ્રકૃતિને વશ થઇને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી રહે છે, સૂઇ રહે છે ઇત્યાદિક સુવાણ  કરે છે પણ તેનો તપાસ કરતો નથી, તેને દરવાજાવાળા  દેખે છે ને બીજાને તો ગમ જ નથી. માટે અવશ્ય ઉપર સૂરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દષ્ટિ થાય; ને પદાર્થના તો દિવસે દિવસે ઢગલા થાય છે વળી થાશે, તે તો બંધ નહિ થાય; ને બંધ કરવું એ તો પૃથ્વી મઢાવવા જેવું કઠણ છે ને ન ભોગવવું એ તો જોડા સીવડાવીને પહેરવા જેવું સુગમ છે, એ વિના બીજો ઉપાય નથી. ।।૫૬।। read more
0 Views : 138
Powered By Indic IME