Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૩
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૭

અને સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મનધાર્યુ કરવું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય, તોપણ તે ન્યૂન છે, ને તેને કોઇક દિવસ વિઘ્ન છે. અને જે ત્રણ ટાણાં ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય એવી રીતના દોષે યુકત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે ને મનગમતું કરવું એ સગુણ છે. ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અર્ધા તો મનગમતું કરતા હશે ને ગૃહસ્થ પણ કેટલાક મનનું ધાર્યુ કરે છે, ને જેનું દસ જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, ને એકનું કહ્યું પ્રમાણ નહિ. ।।૫૭।। read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૮

સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા તો ઘણા, પણ દ્રવ્યને ખોટું કરાવનાર ને કરનાર એવા તો કોઇક જ હોય. બાકી એની તો પુષ્ટિ જ થાશે, કેમ જે એમાં સર્વે વિષય રહ્યાં છે ને સત્સંગનો વ્યવહાર પણ એથી જ ચાલે છે. માટે એને ખોટું કરાવનાર નહિ જ મળે પણ એને ખોટું કરવું. તેમાં નિત્યે એમ વિચાર કરવો જે, એ પણ એક દિવસ મૂકવું પડશે. ।।૫૮।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૯

સ્ત્રી એ વીંછીનો કરડ  છે ને દ્રવ્ય એ સર્પનો કરડ છે. ને શાસ્ત્રમાં વાત તો બીજમાત્ર હોય પણ તેનું જ્ઞાન તો ગુરુ થકી જ સમજાય છે. ।।૫૯।। read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૦

અને શાસ્ત્રમાં શ્રદ્ધા કહી છે પણ તેમાં કેટલાક ભેદ છેરાજસી, તામસી ને સાત્ત્વિકી, તે ગઢ, કોઠા કરાવે છે ઇત્યાદિક અનકે અનકે કામ કરે એ પણ શ્રદ્ધા કહેવાય; પણ તે શા કામની ? માટે શાસ્ત્ર થકી પણ પોતાને જાણે તો સમજાય જ નહિ, માટે સત્પુરુષ અધિક છે. ।।૬૦।। read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૧

જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, તેવો પોતાને સમજવાનો હોય અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઇ કસર રહે જ નહિ. ।।૬૧।। read more
0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬ર

શાસ્ત્રમાં તથા સત્પુરુષના કહ્યામાં એમ છે જે, મોટા રાજી થાય તો સર્વે કામ થાય, તે રાજી થયાના ઉપાય ચાર છે. તેની વિકિત જે, એક તો એને કાંઇ પદાર્થ જોતું હોય તે આપવું, બીજું તેના દેહની સેવા કરવી, ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, ને ચોથું એની અનુવૃત્તિ, તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય; એ જેવું બીજું નથી. ।।૬૨।। read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૩

આપણે શ્રીજીમહારાજની કોઇ આજ્ઞા તરત રાજી થઇને માની નથી. કેમ જે આપણને સૂઝે નહિ ને બુદ્ધિ પણ પહોંચે નહિ, ને મહારાજને તો પૂર્વાપર સૂઝતું હોય, તે શી આજ્ઞા ? જે રાંધેલું અન્ન મોર્ય  માગવાનું કહ્યું તે કોઇએ માન્યું જ નહિ, તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું; ને મંદિર કરવાનું કહ્યું તે કોઇ હા પાડે જ નહિ; પછી ભણવાનું કહ્યું તે કોઇ માનતા નહિ; ને પત્તર રાખવાનું કહ્યું તે પણ માને નહિ, એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યાં. તે મહારાજને ને મોટા સાધુને તો પૂર્વાપર સૂઝે, પણ તે જીવને મનાય નહિ. ને વચન માનવાં ને ન માનવા તેમાં પણ વિવેક રાખવો. તેમાં નારાયણદાસની વાત કરી જે, ત્યાગ રાખતો તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, તેમાં વિચાર નહિ; ને પછી તેમાં સંકોચ કરવાનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું. વળી જોડા પહેરતો નહિ તે પહેરવાનું કહ્યું તે જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નીસયુર્ં પણ કાઢે નહિ, એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો. ।।૬૩।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૪

‘મોટા સતંનો નિરતંર પ્રસંગ રાખવો, તેમાથીં કોઇક સમે કેવી વાત થઇ જાય. મનને મારવું પણ તેનું કહ્યું ન કરવું, જેમ બકરાને મોઢામાં જવ ભરીને મારે છે તેમ કરવું,’ એમ મહારાજ કહેતા. ને ભગવાન ને મોટા સંત આગળ નમી દેવું, ને પોતાની સમજણ મૂકી દેવી ને એ તો બહુ દયાળુ છે તે બહુ રક્ષા કરે. ।।૬૪।। read more
0 Views : 83
Powered By Indic IME