Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૬

દોહા :- મુમુક્ષુ તું મને  માનજયે, પૂરણ આણી પ્રતીત ।। હરિ હરિજન મળ્યા વિના, નો’ય કલ્યાણ કહું કોઈ રીત ।। ૧ ।। અવિચળ અવશ્ય એ વાત ખરી, કરી પુરાણમાં પ્રમાણ ।। તેહ વિના ત્રણ લોકમાં, જુવો ઝાંખી  જો જડે કલ્યાણ ।। ૨ ।। કંઈક તર્યા કંઈક તરશે, કંઈક તરે છે વળી આજ ।। તે સહુનું તું સમજજયે, તર્યા મળ્યા જેને મહારાજ ।। ૩ ।। આત્યંતિક કલ્યાણ કારણે, જાવું પ્રગટ પ્રભુને પાસ ।। મોક્ષદાયક એહ મૂરતિ, કે મોક્ષદાતા એના દાસ ।। ૪ ।। ચોપાઈ :- તેહ વિના ત્રિલોકને માંઈ રે, નથી કલ્યાણ થાવાનું કયાંઈ રે ।। બ્રહ્મલોક લગી જુવો ભાળી રે, શિવલોકને જુવો સંભાળી રે ।। ૫ ।। જોતાં કલ્યાણ કયાંયે ન મળે રે, એવું સુણ્યું પુરાણ સઘળે રે ।। યક્ષ રાક્ષસ ને રુદ્રગણ રે, તેમાં પામ્યા છે કલ્યાણ કુણ રે ।। ૬ ।। અજ ઈશથી શ્રેય ન થાય રે, ત્યારે બીજાથી કેમ કે’વાય રે ।। મર પૂજો યજો  ભજો સાચું રે, પણ કલ્યાણ થાવાનું કાચું રે ।। ૭ ।। એવાથી પણ અર્થ ન સરે રે, તઇયે બીજા શ્રેય કોણ કરે રે ।। શશી સૂરજ ને વળી શેષ રે, સુર સુરપતિ ને ગણેશ રે ।। ૮ ।। એહ મોટા દેવ જગે જાણ રે, પણ કરી ન શકે કલ્યાણ રે ।। ત્યારે […] read more
0 Views : 361

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૭

દોહા :- મુમુક્ષુ કહે મન માહે રે, નથી રહી કસર કાંઈ ।। સંશય સર્વે શમી ગયો, સુણી વચન તમારાં સુખદાઈ ।। ૧ ।। વચને વચને મેં વિચારિયું, તેમાં જોયું તમારું મેં તાન ।। હરિ હરિજન વણ મળ્યે, નો’ય નિર્ભય જન નિદાન ।। ૨ ।। પ્રભુ પ્રગટનું નથી પૂછતો, પૂછું છું પ્રભુના મળેલ ।। એક રહ્યા વા’લાના વચનમાં, એક વચનમાંથી ટળેલ ।। ૩ ।। એ બેઉનાં વચન બરોબરી, કે અધિક ન્યૂન છે એહ ।। મુમુક્ષુને કેમ માનવું, એહ મટાડિયે સંદેહ ।। ૪ ।। ચોપાઈ :- મો’રે બેઉ હતા હરિદાસ રે, રે’તા પ્રગટ પ્રભુને પાસ રે ।। બેઉ સરખા માનતા વચન રે, રહેતા આજ્ઞામાં રાત દન રે ।। ૫ ।। તેમાં એક હતો આત્મજ્ઞાની રે, બીજો ઊંડો અતિ અભિમાની રે ।। આત્મજ્ઞાનીને માન ન આવે રે, દેહમાની માને સુખ પાવે રે ।। ૬ ।। તે તો માન મળે કે ન મળે રે, ત્યારે અંતરમાં રહ્યો બળે રે ।। ઘણું ઘુઘવતો રહે ધોખે રે, પછી પ્રભુજીથી પડ્યો નોખે રે ।। ૭ ।। બીજે જઈ બાંધે બીજો મત રે, કહે સત્સંગને તે અસત્ય રે ।। જે જે શીખ્યો’તો સંતની સાથ રે, તે તે હથિયાર આવ્યાં હાથ રે ।। ૮ ।। કરે વાત વડાઈની ઘણી રે, તેમાં જણાવે મોટ્યપ પોતાતણી રે ।। બહુ વાત કરે […] read more
0 Views : 233

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૮

પદ રાગ :- ધોળ સાચેસાચું કહેશું, હરિ રાખે તેમ રહેશું રે…ટેક ખરાખરું કહેશું ખોળી, શીદ કરિયે વાત મોળી રે .સાચે ।। કહું કલ્યાણને માંઈ, કસર રાખશો મા કાંઈ રે.સાચે ।। ૧ ।। જાણો જેની તેની વાતે, નથી કલ્યાણ કોઈ ભાતે રે .સાચે ।। સાચા મળ્યા વિના સાચું, થાવા કલ્યાણનું કાચું રે .સાચે ।। ૨ ।। ખોટા સંગે દન ખોયે, જેમ રણમાંહિ રોયે રે.સાચે ।। થયા કપટીના વેચાણ, ભાંગ્યું મહાદરિયે વા’ણ રે .સાચે ।। ૩ ।। જાણી જોઈ ઝેર ખાયે, તેમાં સુખી કયાંથી થાયે રે .સાચે ।। એમ પાપીને ઉપદેશે, પાપ પેટમાંઈ પેસે રે.સાચે ।। ૪ ।। જાણો ધંતુરાને બીજે, ખાઈ સુખ શાનું લીજે રે.સાચે ।। તેમ ખોટા ગુરુ કરતાં, પાર ના’વે ભવ ફરતાં રે .સાચે ।। ૫ ।। લાડુ મસાણને મધ્ય, નો’ય એલચીની ગંધ્ય રે.સાચે ।। વોરી  વીંછી વરુ વ્યાળા, કોઈ નો’ય જો સુખાળા રે..સાચે ।। ૬ ।। એવા પાપીને પરહરિયે, સંગ સ્વપ્ને ન કરિયે રે .સાચે ।। ખાંત્યે વિખફળ  ખાવે, તેણે સુખ શાનું આવે રે .સાચે ।। ૭ ।। ચાલે ચોરને સંગાથે, માર ખાવાનો છે માથે રે .સાચે ।। એવા પ્રભુના જે ચોર , તેને મેલો ડાબી કોર રે .સાચે ।। ૮ ।। કોટે બાંધી કાળાપા’ણા, કોઈ ન તર્યા શિયાણા  રે .સાચે ।। દૂધ ખરસાણીની  ખીરે, ખાધે સુખ શું […] read more
0 Views : 347

અરજીવિનય

છપય છંદ જય જય મંગળરૂપ અનુપ જય જગવંદ ।। જય જગકારણ તારણ ભવભંજન દુઃખદ્વંદ્વ ।। જય જય મહારાજ અધિરાજ અકળ અજિતં ।। જય જય કંદન કાળ દયાળ નર તન નીતં ।। જય જનરંજન ભંજન ભય મંજન બુદ્ધિ દેણ મુદા ।। શ્રીસહજાનંદ આનંદકંદ વારમવાર વંદુ સદા ।। ૧ ।। જયજય વદત વેદ અભેદ વદન તે ચારે ।। જયજય વદત શેષ મહેશ અજ સુર સારે ।। જયજય વદત નારદ શારદ નામ તમાથા ।। જયજય વદત મુનિશ હમેશ જોડી જુગ હાથા ।। ઇન્દ્ર ચંદ્ર આદિ વંદત જોડી જુગલ પાણિ જહિ ।। સિદ્ધ સાધક વંદત સદા શ્રીસહજાનંદ સુખ મહિ ।। ૨ ।। ધન્ય ધન્ય તુહારો રાજ અખિલ બ્રહ્માંડમેં એકા ।। ધન્ય ધન્ય તુહારો તેજ તપ રવિ કોટ વિશેકા ।। ધન્ય ધન્ય ધન્ય પ્રતાપ થાપ ન થાયે તુહારો ।। ધન્ય ધન્ય તુહારો રહેશ દેશ ન રે’શે ન્યારો ।। ધન્ય ધન્ય જગ વર્જિત રીત સબનસે નૌતમ ન્યારી ।। ધન્ય ધન્ય ધન્ય ધર્મધર સાહેબ સાહેબી તુહારી ।। ૩ ।। ધન્ય તોરો દરબાર પાર પ્રજાપતિ નહિ પાવે ।। અદલ ચૂકે એક ન્યાય તાયે નિગમ નેતિ ગાવે ।। રંક રાહોકો રીત ન્યાયે ઉતારણ ।। જુગ પ્રત્યે જાણ અદલ એક ધારણ ।। ધર્મ મગ ધારણ કારણ તન સંત સમાવણ સંકટ સદા ।। એહિ રીત અનાદિ રાજયમેં કરત નહિ અનીતિ કદા […] read more
0 Views : 385

હરિવિચરણ વિશ્રામ:- ૦૧

સોરઠા:- મંગળરૂપ મહારાજ, રાજાધિરાજ કરુના કરી ।। નિજજન હિતકાજ, આજ રાજ મન મે’ર ધરી ।। ૧ ।। સબકે ઉપર જેહિ શ્યામ, ધામ અનંતકે જેહિ ધની ।। સો પ્રભુજી પૂરનકામ, જયાકિ મોટપ્ય નવ જાત ગની ।। ૨ ।। સો પૂરન પુરુષોત્તમ, પ્રગટ ભયે જનહિત હરિ ।। જયાકું નિગમ કહે અગમ, સુગમ સો હે નરતન ધરી ।। ૩ ।। અક્ષર પર અવિનાશ, જાસ પ્રકાશ આ જકત રયે ।। સો કરન કળિમળ નાશ, મનુષ્યાકાર મોરાર ભયે ।। ૪ ।। દોહા :- ઐસે શ્રી ઘનશ્યામકુ, વંદુ વારમવાર ।। હરિવિચરન હરિકથા, કહું અબ કરી વિસ્તાર ।। ૫ ।। સુંદર દેશ સરવારમેં, છપિયા છબીકો ધામ ।। દ્વિજ ધર્મ ભકત ભવન, પ્રગટે શ્રીઘનશ્યામ ।। ૬ ।। ચોપાઈ:- પ્રગટ ભયે પ્રભુ પૂરન ચંદા, નિજ જનકે ઉર દેન આનંદા ।। કપટી કુટિલ કુકર્મી કુમતિ, ઇનકું સુખ રહા નહિ રતિ ।। ૭ ।। પાપી પાખંડી પરત્રિય રતા, પરદ્રોહી પરધનકું હરતા ।। ઐસે દુષ્ટ દેખીકે દયાળુ, કરી કરુના ભયે પ્રગટ કૃપાળુ ।। ૮ ।। સુભગ દેશ સરવારકે માંઈ, ગામ નામ હે છપિયા ત્યાંઈ ।। તામે દ્વિજ વસે સરવરિયા, પરમ પવિત્ર ભાવકે જયું ભરિયા ।। ૯ ।। પાન્ડે હરિપ્રસાદ પુનિતા, તિનકી પત્ની બાલા પતિવ્રતા ।। ધર્મવાન દોઉં દંપતી દેખી, ભકિત વૈરાગ્ય જ્ઞાન વિશેખી ।।૧૦।। તિનકે ભવન પ્રગટે બહુનામી, શિવ બ્રહ્માદિક સબકે સ્વામી […] read more
0 Views : 376

હરિવિચરણ વિશ્રામ:- ૦૨

દોહા :- કિતનેક દિવસ ત્યાં રહે, સંતસંગે સુખધામ ।। પીછે ચલે હે મહાપ્રભુ, દેખન ગામો ગામ ।। ૧ ।। ચોપાઈ:- સોરઠ દેશમેં ફિરે સુખકારી, કહું સો ગામ કે નામ વિચારી ।। કાણક ગામ માળિયામેં આયે, જયાંહિ ભકત વસત મનભાયે ।। ૨ ।। કાલવાની ગામ અગત્રાઈ, જયાં રહત ભકત પરવતભાઈ ।। કેશોદ ગામ ગામ હે મઢડા, જયાંહિ ભકત જેઠા મેર બડા ।। ૩ ।। ગામ માંગલુ અરુ આખા ગામે, આયે હરિ નરસિંહ દ્વિજ ધામે ।। પીપલાણા ગામે આયે સુખકંદા, જયાંહિ મિલે સ્વામી રામાનંદા ।। ૪ ।। નાવડા ગામ મેઘપુર આયે, જયાંમેં દ્વિજ બહુત જિમાયે ।। ત્યાંસે માનાવદ્ર આયે મહારાજા, જયાં હરિજનકો બહોત સમાજા ।। ૫ ।। મીતલી પાડોદર જયું પંચાળુ, સીલ માધવપુર ગયે હે દયાળુ ।। સમેધા સુત્રેજ ગામ વનથલી, ભકત કલ્યાને ભકિત કરી ભલી ।। ૬ ।। જીરનગઢ આયે જગદીશા, ભવ બ્રહ્મા સબ અમરકે ઈશા ।। તિયાં મનમેં યું ધારે મહારાજા, કરનો મંદિર શ્રીકૃષ્ણકે કાજા ।। ૭ ।। સત્યસંકલ્પ અસત્ય ન હોઈ, બાંધેહિ ધામ જાને સબ કોઈ ।। એક દિન આપ ગયે કુંતિયાના, દેવડે ગયે હે શ્યામ સુજાના ।। ૮ ।। ભાડેર ગામમેં ભકત હે ભારી, ઝિંઝરી આયે આપે સુખકારી ।। જમુનાવડ પુર હે ધોરાજી, દેખી ભકત ભયે મન રાજી ।। ૯ ।। ફનેની સાંકળી પ્રબડી ગુંદાળુ, જેતલસરમેં આયે દયાળુ […] read more
0 Views : 528

હરિવિચરણ વિશ્રામ:- ૦૩

દોહા:- ધન્ય ધન્ય ભાગ્ય એ ભૂમિકો, ધન્ય ધન્ય જન મનજિત ।। દેખી ઐસે હિ દાસકું, હરિ ફિરત હે તેહિ હિત ।। ૧ ।। ચોપાઈ:- પીઠડિયા ગામ વેરતિયે, ધુતારપુરમેં પ્રભુજી રિયે ।। મેડી માતલી મોડામેં પધારે, જનકે મનમેં આનંદ વધારે ।। ૨ ।। અલૈયા શેખપાટ બાડામેં, આયે વાલમ વનથળી ગામે ।। ઝલુકે વાસ આયે અવિનાશી, તમાચિરોન ગયે સુખરાશી ।। ૩ ।। જાળિયા ગામ ધ્રોળમેં મહારાજા, બાંગાવડી ગયે ભકતકે કાજા ।। હડિયાના ચાવડી જોડિયા, ભાદરેમેં માસ એક રિયા ।। ૪ ।। માધાપુરસે ગયે હે આમણે, દિયે જનકું સુખ જાત ન વરણે ।। કોઠારિયા ભેલા પીપલિયે આયે, નિજજન મન અતિ હરખાયે ।। ૫ ।। મોરબી માથક વેજલકે ગિયે, ખાખરેચીસેં માલિયે રિયે ।। કચ્છ વાગડકે ફિરે હરિ ગામા, કહું પાવર અબડાસેકે નામા ।। ૬ ।। તુંના માથગ અંધિયા મોઝારે, પ્રભુ પધારે હે શેહેર અંજારે ।। ગામ ખોખરા માનું માધાપરે, નાથ પધારે હે ભુજનગરે ।। ૭ ।। ભુજનગરમેં રહે બહુ દન, દેઈ દરસ કિયે જન મગન ।। ત્યાંસે ગયે માનકૂવા કોડકી, દેખી પ્રીત અતિ ત્યાં જનકી ।। ૮ ।। સામતરા દેસલપુર દયાળા, આપ ન જિમે જિમાયે મરાળા ।। ગામ વથોન મજલ મગવાના, તિયાં પધારે તે આપ ભગવાના ।। ૯ ।। ગામ રુવા અરુ ગામ મોથાળા, જનહિત ફિરત જનપ્રતિપાળા ।। ગામ બેટા ભાંગાકી ભલાઈ, જયાંહિ પધારે […] read more
0 Views : 538

હરિવિચરણ વિશ્રામ:- ૦૪

દોહા :- ગામ ધોલેરે આયકે, દિયે સબકું દરશન ।। નીરખી જન નિજનાથકું, મગન ભયે હે મન ।। ૧ ।। ચોપાઈ:- ધન્ય ધન્ય ધોલેરા ગામ, જિયાં ભકત રહત નિષ્કામ ।। પંચવ્રત પર પ્રીત હે ઘની, ગ્રહી ટેક ન તજે આપની ।। ૨ ।। ઐસે ભકત દેખી ભગવંતા, ભયે હે રાજી આપે જયું અત્યંતા ।। સતસંગી સબ દેખે શિરોમની, સંતકી સેવામેં શ્રદ્ધા ઘની ।। ૩ ।। ઐસે ભકત દેખી ભયે રાજી, બોલાયે ભકત ભાવિક પૂંજાજી ।। સુનહો પૂંજાજી પરમ વિવેકા, આંહિ મંદિર કરિયે કહું એકા ।। ૪ ।। તામે બૈઠાયે સુંદર મૂરતિ, જો તમકું હોય વાત એ ગમતી ।। તબ બોલ્યા પૂંજાભાઈ હરિજન, અંતરજામી સ્વામી ધન્યધન્ય ।। ૫ ।। એહ ઘાટ હૈ મેરે હૈયે, સો તમ કહે નાથ વિન કૈયે ।। મનોરથ એ હે મેરા મનકા, કરી રાખેતે બોહોત દનકા ।। ૬ ।। એહ દેશમેં સંત ન ઠેરે, રહિકે રાત ચલત સવેરે ।। જો કરો મંદિર આંહિ મહારાજા, તો રહે સબ સંતનકો સમાજા ।। ૭ ।। યું કહિ જોરે સબે જુગ પાનિ, તબ બોલે પ્રભુજી સુખદાનિ ।। સુનહું સતસંગી ભકત હમારે, કરિહું મંદિર સુંદર સારે ।। ૮ ।। ઐસે કહિ મંદિર કરાવા, તામે મદનમોહન પધરાવા ।। મદનમોહનજી બેઠાયે મંદિરમેં, કિયા એ કાજ મહારાજે અચિરમેં ।। ૯ ।। મદનમોહન શોભત અતિઅતિ, પાસે બેઠાઈ […] read more
0 Views : 383
Powered By Indic IME