Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

યમદંડ કડવું:- ૧૬

પૂર્વછાયો :- હવે સુણો સહુ શુભમતિ, કહુ કથા સુંદર સાર ।। પ્રગટ પ્રભુ ભજયા વિના, પામે પ્રાણી દુઃખ અપાર ।। ૧ ।। સહે દુઃખ સોળે શહેરનાં, ભોગવે નરક અગણિત ।। પછી ચાલે ચોરાશિયે, સુણો સહુ કહું તેની રીત ।। ૨ ।। ચોરાશી રાશિ દુઃખની, છે અતિ અતોલ અમાપ ।। જેમાં જીવ જૂજવા, પામે છે પરિતાપ ।। ૩ ।। જેને માથે એહ દુઃખ છે, તે નથી સુખી લગાર ।। કોણ ડાહ્યાં ભોળાં કહિયે, કોણ ગુણવંત ને ગમાર ।। ૪ ।। કોણ રંક રાજા કહિયે, કોણ શ્રીમંત ને શાહુકાર ।। જેને માથે જન્મ મરણ છે, તે તો સર્વે એક જ હાર ।। ૫ ।। કોણ જોગી જતિ કહિયે, કોણ ત્યાગી તપસી તેહ ।। ચોરાસીનું નવ ચૂકિયું, તો અમથો કલેશ એહ ।। ૬ ।। હાર્યો જીત્યો કોણ જાણિયે, કોણ સતી ને શૂરવીર ।। દાતા દીન કેને કહિયે, જેને એહ દુઃખ છે શિર ।। ૭ ।। જેહ કષ્ટ કહેવાય નહિ, જિહ્વાએથી જરૂર ।। ચવું ચારે ખાણ્યનાં, ભારે દુઃખ ભરપૂર ।। ૮ ।। અંડજ ઉદ્ભિજ સ્વેદજ જરાયુજ, ખરી એ ચારે ખાણ ।। એકવીશ લાખ એક એકમાં, તેહ પિંડ ધરે પરિમાણ ।। ૯ ।। કિયાંક સુખી કિયાંક દુઃખી, તન સહે ત્રિવિધ તાપ ।। શરીરધારી સુખી નહિ, સદા રહે શિર સંતાપ ।।૧૦।। ચોપાઈ :- શુભાશુભ કર્મ અનુસાર, […] read more
0 Views : 275

યમદંડ કડવું:- ૧૭

પૂર્વછાયો :- વિવિધ ભાતે વર્ણવી, કહ્યાં કષ્ટ જીવનાં જેહ ।। તેહ સાંભળતાં શ્રવણે, સહુના તે કંપે દેહ ।। ૧ ।। અલ્પ આયુષ્યમાં એવડી, પીડા પામે છે પ્રાણી અપાર ।। એહ દુઃખની આગળે, સુખ સ્વપ્ના જેવો સંસાર ।। ૨ ।। મનુષ્ય દેહને મૂકતાં, દુઃખ તરત છે એ તૈયાર ।। તેનો ઉપાય અભાગિયા, કાં રે કરો નહિ નરનાર ।। ૩ ।। માથે નગારાં મોતનાં, વાજે છે બહુ વિધ ।। પળે પળે રીત પલટે, પેખી જુવોને પ્રસિદ્ધ ।। ૪ ।। બાળ જુવાપણ બે ગયાં, વૃદ્ધપણ વણસતું જાય ।। આજ કાલ્યમાં ઊઠી ચાલવું, સહુ વિચારો મનમાંય ।। ૫ ।। યાંથી અચાનક ચાલતાં, સઈ વસ્તુ આવશે સાથ ।। વણ સમજયે વિપત્તિની, શીદ ભરી રહ્યા છો બાથ ।। ૬ ।। સાચો સમાગમ શોધીને, ટાળો માથેથી એ ત્રાસ ।। નરસે સંગે નહિ મટે, મરણ ને ગર્ભવાસ ।। ૭ ।। મેં કહ્યું આ જીવને, કુસંગ છે દુઃખરૂપ ।। કુસંગ કહિયે જેહને, કહુ તેહનું હવે સ્વરૂપ ।। ૮ ।। ચોપાઈ :- મોટો કુસંગ તે નિજદેહ, જેમાં જીવે બાંધ્યો છે સનેહ ।। એહ અર્થે કરતાં અનર્થ, જીવ ખુવે છે જનમ વ્યર્થ ।। ૯ ।। કૂડ કપટ દગા ને ઘાત, થાય દેહ સારુ સર્વે વાત ।। છળ ચોરી હિંસા કરી હણે, આપ સ્વારથે પાપ ન ગણે ।।૧૦।। એવું પાપ નથી જગ […] read more
0 Views : 303

યમદંડ કડવું:- ૧૮

પૂર્વછાયો :- સદમતિ સહુ સાંભળો, મેં કહ્યું કુસંગનું રૂપ ।। અસત્ય નથી એમાં અણુ, છે તેમ જ તે તદરૂપ ।। ૧ ।। વિષ વ્યાળ વેરી થકી, કહો સુખ પામે કુણ ।। અનેક જુગ વીત્યા વીતશે, તોય તેમાં તેના તે ગુણ ।। ૨ ।। તેમ કૃતઘની નરથી, પ્રાણી પામે દુઃખ અપાર ।। તેનું આશ્ચર્ય નહિ કશું, નિશ્ચય જાણો નિરધાર ।। ૩ ।। વળી કહ્યું મેં સતસંગથી, મટી જાય છે મહાદુઃખ ।। કહુ રૂપ હવે તેહનું, જેથી જીવને થાય છે સુખ ।। ૪ ।। ચોપાઈ :- સુણો સર્વે હવે નર નાર, કહું સત્સંગનું રૂપ સાર ।। અતિ મહિમા જેનો છે અપાર, કહેતાં કોઈ પામે નહિ પાર ।। ૫ ।। શેષ મહેશ ને સરસ્વતી, ગુણ ગાય જેના ગણપતિ ।। વળી શ્રીહરિ શ્રીમુખે કરી, ગાય સંતના જશ શ્રીહરિ ।। ૬ ।। શોધી જોતાં સંતની સમાન, નથી ત્રિલોકે વસ્તુ નિદાન ।। કલ્પતરુ કામધેનુ જેહ, શુદ્ધ પારસ ચિંતામણિ તેહ ।। ૭ ।। નવ નિધિ સિદ્ધિ સર્વે મળી, એહ આદિ સમૃદ્ધિ સઘળી ।। શોધી જોતાં એ સર્વેનું સાર, સુખ અલ્પ ને દુઃખ અપાર ।। ૮ ।। તે તો સંત સમ તોલ નાવે, જેના જશ નિગમ નિત્ય ગાવે ।। એવા સંત સહુના સુખકારી, જેના હૃદામાં રહ્યા મુરારી ।। ૯ ।। શુભ ગુણના સદન સંત, તેનો મહિમા મોટો છે […] read more
0 Views : 312

યમદંડ કડવું:- ૧૯

પૂર્વછાયો :- કુસંગ ને સતસંગનું, કહ્યું રૂડી રીતે કરી રૂપ ।। સર્વે જન હવે સાંભળો, કહું એક વાત અનુપ ।। ૧ ।। જે સુણી આ જીવને, ઊઘડે અંતરની આંખ્ય ।। સતસંગ સમજી કરે, તજે કુસંગ કરવા ધાંખ ।। ૨ ।। જેમ સર્વે સંત તણી, એકરે’ણી ને એક રીત ।। તેમ હરિની હોય નહિ, કહું તેહ સુણો દઈ ચિત્ત ।। ૩ ।। જીવના કલ્યાણ કારણે, ધરે જૂજવી જાતના તન ।। જિયાં જેવું કામ પડે, તિયાં તેવા થાય ભગવન ।। ૪ ।। ચોપાઈ :- હવે સાંભળો સહુ સુજાણ રે, કહું વાત શાસ્ત્ર પ્રમાણ રે ।। જેથી પ્રભુપણું પ્રિછાય રે, પ્રભુ પ્રગટમાં સંશય ન થાય રે ।। ૫ ।। દશ ચોવીશ આદિ અનંત રે, ધરે તન ઉદ્ધારવા સંત રે ।। મત્સ્ય કચ્છ ને વરાહ નામ રે, નૃસિંહ વામન પરશુરામ રે ।। ૬ ।। રામ કૃષ્ણ બુદ્ધ ને કલકી રે, એહ આદિ જે તન અલોકી રે ।। મત્સ્ય કચ્છ વારિમાં વિચર્યા રે, વરાહ નૃસિંહ વનમાં ફર્યા રે ।। ૭ ।। વામન પરશુરામ કહું વર્ણી રે, રામ કૃષ્ણની અલૌકિક કર્ણી રે ।। બુદ્ધ શુદ્ધબોધના દાતાર રે, કલ્કી ભૂમિહરણ ભાર રે ।। ૮ ।। ક્રિયા એકએકની ન મળે રે, એમ લખ્યું પુરાણ સઘળે રે ।। પણ કરવું જીવોનું કલ્યાણ રે, ધર્મ થાપી પાપી લેવા પ્રાણ રે […] read more
0 Views : 306

યમદંડ કડવું:- ૨૦

પૂર્વછાયો :- જૂજવી રીતે જીવને, કહ્યાં જમપુરીનાં દુઃખ ।। હરિજન મગન રહેજયો, એ તો ભોગવશે વિમુખ ।। ૧ ।। પ્રભુ વિમુખ પ્રાણિયો, જો કરે કોટિ ઉપાય ।। દુઃખ માથેથી મટે નહિ, જરૂર જમપુર જાય ।। ૨ ।। ભૂલી દિશ ભગવાનની, અને લીધી બીજી વાટ્ય ।। તેમાં જેટલું ચોંપે ચાલશે, તેટલી ખોટ્ય નહિ ખાટ્ય ।। ૩ ।। સમર્થના શરણ વિના, કુશળ કયાં થકી હોય ।। આપબળે નવ ઊગરે, જેમ સિંધુ તરવો સોય ।। ૪ ।। જે જન્મ મરણ જીવને, દુઃખનો ભર્યો દરિયાવ ।। લે’રી પેઠે લય ઉત્પત્તિ, ઊપજે સહજ સ્વભાવ ।। ૫ ।। જનમ મરણ જયાં લગી, ત્યાં લગી જમનું જોર ।। જમ આવે તિયાં જાણજયો, કહ્યાં દુઃખ જે કેડામો’ર ।। ૬ ।। જેને માથે છે મરવું, તોય ન ડરવું નિરધાર ।। તેહ જ મૂરખ મંદમતિ, અતિ ગાફલ કહિયે ગમાર ।। ૭ ।। શું થયું શિયાણો થયે, શું થયું થયો ચતુર ।। ડાહ્યા સમજુએ શું થયું, જો હરિ ન રાખ્યા ઉર ।। ૮ ।। પ્રભુ વિમુખ નર પરાક્રમે, જો હોય જગ જાણિત ।। અનેક ગુણને આશરે, પણ જમપુરે જાવા રીત ।। ૯ ।। જમ આવે જેને તેડવા, કહુ તેના તનની રીત ।। અચેત મરે અસાધ્યમાં, જેને પ્રભુ સાથે નહિ પ્રીત ।।૧૦।। ચોપાઈ :- જેને આવે લેવા જમરાણ રે, તેનાં ઓળખાવું હું […] read more
0 Views : 402

લગ્નશકુનાવલિ

દોહા :- શ્રીસહજાનંદ આનંદકંદ, વંદુ વારંવાર ।। દીનદયાળુ દુઃખહરણ, પ્રગટે યહ સંસાર ।। ૧ ।। સુમરન કરકે કહત હું, શકુનાવલિ શુભનામ ।। શુભ લગ્નમેં જો ચિંતવે, કરે ભકતકો કામ ।। ૨ ।। મેષ લગન મન ચિંતવી, અજ પૂછત અવિનાશ ।। સુખ લાભ સબહિ મિલે, ઉત્તમ હય યહ રાશ ।। ૩ ।। વૃષભ લગ્ન વિચારીકે, નારદ પૂછત કહે કૃષ્ણ ।। અર્થલાભ સુખ સબ મિલે, જેહી પૂછે તેહી પ્રશ્ન ।। ૪ ।। મિથુન લગ્ન મનમે ધરી, ઉમા પૂછત કહે ઈશ ।। સભા મધ્યે સુખ નહિ મિલે, હય ચિંતા કષ્ટ કલીશ ।। ૫ ।। કર્ક લગ્ને કર જોરકે, જમદગ્ન પૂછત અજ કહે ।। લાભે દેપુનિ સ્વાદ નહિ, શિવ સુમરી કેવૈ ગ્રહે ।। ૬ ।। સિંહ લગ્ને સહદેવ પૂછે, ભીષ્મ કહે ભરી ભાવ ।। વિચરત સિદ્ધિ પાવહિ, વિષ્ણુકે ગુણ ગાવ ।। ૭ ।। કન્યા પૂછે કાલિકા, સરસ્વતી કહત હે સોય ।। સુખ લાભ હોશે સહી, પુનિ કષ્ટ નહિ હોય ।। ૮ ।। તુલા લગ્ન જાની તેહિ, ઋષિ પૂછત કહે દેવ ।। દ્રવ્ય પ્રાપ્ત સુખ પાવહિ, હે વેર નહિ તતખેવ ।। ૯ ।। વૃશ્ચિક લગ્ને ગૌતમ પૂછે, પિનાકી કહે સોય ।। હૈયે ચિતવે સો હોયગે, પુનિહે વેર કહું તોય ।।૧૦।। ધન લગ્ને ગાલવ પૂછે, શંકર કહે સમજાય ।। એ કારજ હોશે સહી, લાભ હોય યહ […] read more
0 Views : 406

પુષ્પચિંતામણિ

દોહા :- પિયા ચલે પરદેશકું, મહા દુઃખ દૈ ગયે મોય ।। અબ કબ દેખું કમળને, તરહિ ડગરા જોય ।। ૧ ।। મેરે મન ઐસી ભયી, સદા રહુંગી સંગ ।। સુખમેં દુઃખ દેખ્યો નહિ, રચિ હું કુસુંબો રંગ ।। ૨ ।। મેં ફુલી મિલ પીવકું, જેસે ફુલી જાય ।। મધુકર પિયા મકરંદ લેહિ, ગયે સો ફેર ન આય ।। ૩ ।। અબ કબ પિયા આવહિ, મેં વ્રહે વશ કરું પોકાર ।। જબ પિયા દેખું તબ પોહપકો, કઠે આરોપું હાર ।। ૪ ।। કયા કરું કિત જાઉં સખી, પિયા ન આયે મુજ પાસ ।। દેખું ફૂલ ગુલદાવદી, અંતર ભયે ઉદાસ ।। ૫ ।। વૃંદાવનમેં મેં ગયે, દેખી આંબાકો મોર ।। પાઘ પિયાકી સાંભરી, રહ્યા ન હૃદિયા ઠોર ।। ૬ ।। તું મત બેહેકે કેવડા, મોહિ વ્રહ ઉપજત વાસ ।। દિલ દિવાની ડોલહું, પિયા ન આયે મુજ પાસ ।। ૭ ।। કયા કહું તોયે કેતકી, તે તો રહી જો ફૂલ ।। પિયા મેરા પરદેશ હે, સોઈ ગઈ કયું ભૂલ ।। ૮ ।। કેશર નહિં તું કેશરી, નાહિ ફૂલ એહ નોર ।। મોયે એકિલી જાનકે, મારત હે આ ઠોર ।। ૯ ।। તે કહું ગુલસોમના, લેનેકું મોહિ પ્રાન ।। આ અવસરમેં એકિલી, તબ મારત તું બાન ।।૧૦।। પિયા ગયે પરદેશકું, મેં એકિલી નાર ।। […] read more
0 Views : 339

ચિહ્નચિંતામણિ

દોહા :- સંત સરાહત સ્વસ્તકું, જાતે હોત કલ્યાન ।। દક્ષન પગ સો દેખિયે, પ્રગટ ચિહ્ન પ્રમાન ।। ૧ ।। અષ્ટકોણ અવલોકતે, કષ્ટ મિટત હે કોટ ।। અંતર આનંદ ઊપજે, લગે ન કાળકી ચોટ ।। ૨ ।। કેતુ હેતુ સંતકે, રહત પવન આધાર ।। તેસે સંતશિરોમણિ, ચલત આજ્ઞાનુસાર ।। ૩ ।। જન જોવત જેહિ જવકું, તેહિ પિંડ ના પરસે પાપ ।। સદા મુદા મન પાવહિ, અંતર સુખ અમાપ ।। ૪ ।। કરત વશ અંકુશ કરી, મનમેંગળ મગરૂર ।। વારી ફેરી લેત હે, હરિ ચરણે હજુર ।। ૫ ।। જિન જાન્યો રસ જાંબુકો, સરવે રસમહિ સાર ।। અન્ય રસકી ઇચ્છા ટરી, નીરસ ભયો સંસાર ।। ૬ ।। વજ્ર નજર વિલોકતે, નિર્ભય ભયે જન નેક ।। કાળ કર્મકી કલ્પના, છૂટી અંતરસે છેક ।। ૭ ।। નીર ન લોપે કમળકું, તેસે સંત સંસાર ।। પ્રભુપદ ચિહ્ન પ્રતાપશું, વ્યાપત નહિ વિકાર ।। ૮ ।। ત્રિકોણ ચિહ્નકું ચાહિતે, ત્રિવિધ તાપ તે જાય ।। વસત સદા પદ વામમેં, સંત હરન સંતાપ ।। ૯ ।। ચંચળ મીન પ્રવીન હે, નીરમેં ફરત નિદાન ।। જકત વિરકત રહત હે, તેસે સંત સુજાન ।।૧૦।। સોમ સદા શીતલ કરે, યાકી યાહે રીત ।। દાજત નહિ તેહિ દિલમેં, જેહિ ચિંતવત હે ચિત્ત ।।૧૧।। ગોપદમેં યા ગુન હે, જેહિ ચિંતવત હે જન ।। અપાર […] read more
0 Views : 453
Powered By Indic IME