Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૩

ભગવાનના ધામમાં સુખ છે તેમાંથી છાંટો નાખ્‍યો તે પ્રકૃતિ પુરુષમાં આવ્‍યું, ત્‍યાંથી પ્રધાનપુરુષમાં આવ્‍યું, ત્‍યાંથી વૈરાટપુરુષમાં આવ્‍યું, ત્‍યાંથી દેવતામાં આવ્‍યું ને ત્‍યાંથી આંહી મનુષ્યમાં આવ્‍યું છે, તે સુખમાં જાવ માત્ર સુખિયા છે. માટે સુખ માત્રનું મૂળ કારણ તો ભગવાન છે. તેને સુખે સુખિયા થાવું. ૧૮૩ read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૪

ભકિતમાતાએ મહારાજને કહ્યું : જે ‘મારો સ્ત્રીનો દેહ તે મને ઝાઝું સમજાય નહિ, તેથી થોડાકમાં હોય તે કહો.’ પછી મહારાજે ચોસઠ લક્ષણ સાધુના કહ્યાં ને કહ્યું : જે ‘એવા સાધુમાં જેણે આત્‍મબુદ્ધિ કરી તેને સર્વ સંપૂર્ણ થઇ રહ્યું.’ ને મહારાજે કહ્યું : જે ‘એવાનાં દર્શનને અમે પણ ઇચ્‍છીએ છીએ’ ઇત્‍યાદિક બહુ મહિમા કહ્યો. ૧૮૪ read more
0 Views : 127

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮પ

જેને જ્ઞાન ન હોય તેને તો એમ થાય જે આપણે શું પામશું ને કયાં જાશું ?’ ને જેને જ્ઞાન હોય તેને તો અહો ! અહો ! થયા કરે. જે આ પ્રાપ્‍તિ થઇ તે હવે કાંઇ કરવું રહ્યું નથી. ૧૮૫ read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૬

અને સો જન્‍મનો શુદ્ધ બ્રાહ્મણ સોમવલ્‍લીનો પીનારો હોય, તે કરતાં પણ ભગવાનનો ભકત શ્વપચ હોય તે શ્રેષ્‍ઠ છે. એમ ભગવાનના ભકતનો મહિમા સમજવો એમ પ્રહલાદનું વાકય છે. ૧૮૬ read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૭

અને ભગવાન જ્યારે પૃથ્‍વી ઉપર આવે ત્‍યારે રાજસી, તામસી, સાત્‍વિકી ને અધમ, તેનો પણ ઉદ્ધાર કરી નાખે છે. કાંઇ મેળ રહે નહિ. ૧૮૭ read more
0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૮

અને આ જીવ તો જેમ પરદેશમાંથી ભાઉડાં ઝાલી લાવે એવા છે. તેને કશી ગમ નહિ. પછી તેને સાધુ જ્ઞાન દઇ દઇને મનુષ્ય કરે ત્‍યારે મનુષ્ય થાય છે. ૧૮૮ read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૯

અને પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે. ને મોટા ને મળે તે બહુ મોટયપને પામે છે. તે જૂ વિયાય તો લિંખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડું બચ્‍ચું આવે, તે ઉપર વચનામૃત વંચાવ્‍યું : જે ‘જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય છે.’ ૧૮૯ read more
0 Views : 156

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૦

અને કોટિ કલ્‍પના પાશ લાગ્‍યા છે, તે હમણાં ભગવાનમાં જોડાવા જઇએ, પણ માયામાં જોડાઇ જવાય છે, ને જ્યારે જ્ઞાન થાશે ત્‍યારે માયામાં જોડાવા જાશું, તોપણ ભગવાનમાં જોડાઇ જવાશે. ને હમણાં તો ઇન્‍દ્રીયો અંત:કરણના ભાવથી મુકાઇને સાધુમાં જોડાવું, ને સાધુ ભગવાનમાં જોડશે, ને પોતાને બળે છૂટવા જાય તેમ વધુ બંધાશે. ૧૯૦ read more
0 Views : 99
Powered By Indic IME