Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭પ

અને આપણે તો છેલ્‍લો જન્‍મ થઇ રહ્યો છે ને છેલ્‍લો જન્‍મ તે શું ? જે પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવો એ જ છેલ્‍લો જન્‍મ છે. ૧૭૫ read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૬

કોઇક માણસનું કોઇકે જરાક રાખ્‍યું હોય તો તે પણ નથી ભૂલતો, તો ભગવાનને અર્થે આપણે કાંઇક કર્યું હોય કે કરીએ તે કેમ ભૂલે ? એ ભગવાન તો કાંઇ ભુલે એવા નથી ને ભગવાનની દયા તો અપાર છે. સર્વે ઠેકાણે ત્‍યાંથી જ દયા આવી છે. ૧૭૬ read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૭

અને ભગવાન મળ્‍યા, સાધુ મળ્‍યા, હવે હૈયામાં દુ:ખ આવવા દેવું નહિ, ને પ્રારબ્‍ધનું આવે તે ભોગવી લેવું. ૧૭૭ read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૮

જેવા શબ્‍દ સાંભળે તેવો જીવ થઇ જાય છે, માટે બળિયા ભગવાનના ભકત હોય તેના શબ્‍દો સાંબળીએ તો જીવમાં બળ આવે, પણ નપુંસકને સંગે બળ પમાય નહિ. ૧૭૮ read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૯

આ તો મોટાની નજર પડી ગઇ છે, તેથી વિષયની તિક્ષણ વૃત્તિ ઓછી થઇ છે, નીકર તો તે વિના રહેવાય નહિ. ૧૭૯ read more
0 Views : 118

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૦

અને અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, નીકર અવિદ્યાનો શો ભાર છે ?એ તો ભગવાન દૃષ્ટિ કરે તો ફાટી મરે એ વાત પણ સમજવી. ૧૮૦ read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૧

જન અવગુણ પ્રભુ માનત નાહી એહી પૂરવ કી રીત દીનબંધુ અતિ મૃદુલ સ્‍વભાવુ, ગાવું નિશદિન ગીત     એમ કલ્‍યાણ થાશે જાઓ. ૧૮૧ read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮ર

અને સંત છે ત્‍યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે, ને સંત છે ત્‍યાં અનંત ગુણ છે ને ભગવાન પણ ત્‍યાં જ છે. ને તેથી જીવ પવિત્ર થાય છે. તે વચનામૃતમાં કહ્યું છે: જે ‘તપ, ત્‍યાગ, યોગ, વ્રત, દાન એ આધિક સાધને કરીને ભગવાન કહે કે હું વશ થાતો નથી, જેવો શુદ્ધ અંત:કરણવાળા સાધુને સંગે કરીને થાઉ છું.’ અને જેને આ સત્‍સંગ મળ્‍યો છે તેના પુણ્‍યનો પાર નથી. અજામિલ મહાપાપી હતો. પણ તેને સનકાદિક મળ્‍યા તેને પગે લાગ્‍યો ને કહે : જે ‘મારાથી તો કાંઇ થાય નહિ !’ ત્‍યારે સાધુ તો દયાળુ છે, તે છોકરાનું નામ નારણિયો પડાવીને પણ મોક્ષ કર્યો. ૧૮૨ read more
0 Views : 153
Powered By Indic IME