Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૩

અને “બકરાં, ગાયો, ભેંસો ને ઊંટ એ સર્વે વાડામાં રહે પણ વાઘ હોય તે વાડામાં પૂરાય નહિ, તેમ મુમુક્ષુ હોય તે કોઇ મતમાં કે વિષયમાં બંધાઇ રહે નહિ.” એમ મહારાજ કહેતા. ને શ્રીજીમહારાજ વિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા, તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા ? માટે બુદ્ધિ તો એટલી જ જે, મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ નહિ. ને મહારાજ કહેતા જે, ‘નાથભકત  બુદ્ધિવાળા છે ને દીવાનજી  મૂર્ખ છે. ને વ્યવહાર છે તે તો તાજખાના જેવો છે, તે તો સુધર્યો તોપણ બગડેલો જ છે, તેમાં કાંઇ સાર નથી.’ તે ઉપર સુરતના ખાડાનું  દષ્ટાંત દીધું. ।।૨૩।। read more
0 Views : 146

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૪

સર્વ ક્રિયા કરવામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ન થાય; ને સત્પુરુષનો રાજીપો જેવો સત્સંગે કરીને થાય છે એવો પદાર્થે કરીને થાતો નથી. ને જે એક ચેલામાં બંધાય તે પાંચ-દશમાં કેમ ન બંધાય ? ને જે ઘણા માણસમાં પણ ન બંધાય એ તો અતિ સમર્થની વાત છે. ।।૨૪।। read more
0 Views : 145

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- રપ

એક જણ એક મંદિરમાં પાંચસે રૂપિયા મૂકીને ચાલ્યો ગયો પણ એટલા રૂપિયા બેઠાં બેઠાં ખાઇને સાધુનો સમાગમ કર્યો હોત તો બહુ સમાસ થાત. ।।૨૫।। read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૬

અને મોટાની આજ્ઞાએ કરીને કરવું, તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી  એવું છે. ને મનનુ ગમતું કરવું તે તો કાર્તિકસ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે. માટે આજ્ઞાએ જો થોડું કરે તોપણ ઘણું થાય છે. ને મનગમતું ઝાઝું કરે તોપણ થોડું થાય છે ને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું. ।।૨૬।। read more
0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૭

અને શિવજી, પાર્વતી ને પોઠિયાના દષ્ટાંતે  કરીને જગતનું કહ્યું જે, ‘એમાં કાંઇ પાધરું ન મળે, એ તો ગમે એમ કરે તેમાં પણ ખોટ કાઢે, માટે એ વાત સમજી રાખવી.’ ।।૨૭।। read more
0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૮

અને બહુ ખપવાળો હોય તેનું સમું  રહે; નીકર બહુ પ્રકારના શબ્દ આવે તે મૂળગો ઘટી જાય. ।।૨૮।। read more
0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૯

ભગવાનને સંભારીને જે જે ક્રિયા કરે છે તોપણ તે નથી કરતો ને તે અકર્તા છે, ને તે વિના તો બેઠો છે તોપણ તે કર્તા છે. ને ભગવાનને સંભારીને ખાય છે, બોલે છે, જુએ છે, સૂવે છે, ચાલે છે, ઇત્યાદિક જે જે ક્રિયા કરે છે તોપણ તે કાંઇ કરતો નથી ને તે તો અકર્તા છે. ।।૨૯।। read more
0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૦

અને અંતરમાં ભજન કરતા શીખવું, તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે. ।।૩૦।। read more
0 Views : 138
Powered By Indic IME