Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ

સંગનું રૂપ કહ્યું જે, ભેગા રહે પણ સંગ ન કરે, તેમાં ઊનાના શેઠિયાનું દષ્ટાંત દીધું જે, સાઠ માણસ ભેગાં રહેતાં પણ તેમાં સંગ તો પુરુષ, સ્ત્રી ને છોકરો એ ત્રણને હતો. ને ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડ ખવાય છે. ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે, તો કુસંગી ભૂલાવે એમાં શું કહેવું ? ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઇએ આશા જ રાખવી નહિ; કેમ જે, કોઇનું કામ પુરું થયું નથી ને થાશે પણ નહિ. ને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી પણ તેમાં પ્રભુ ભજાય નહિ ને પશુ, પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય ને મનુષ્યદેહમાં ભજાય; તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય, ખાવા ન મળે તોપણ ન ભજાય ને રોગ થાય તોપણ ન ભજાય, ઇત્યાદિક વિઘ્ન છે. આ તો સર્વ વાતે સાનુકૂળ છે; તેમાં પણ પ્રભુ નહિ ભજે તો પછી કીયે દહાડે ભજાશે ? ।।૧૫।। read more
0 Views : 175

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬

શ્રીજીમહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તોપણ એક પડખે  પુસ્તક નિરંતર રાખતા  ને હરે ! હરે ! કરતા, તે આપણને શીખવતા. અને શ્રીજીમહારાજે કહ્યું હતું જે, “કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું; કેમ જે, પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આહ્નિક ભૂલી ગયા હતા. પછી વળી કોઇક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યા.” ।।૧૬।। read more
0 Views : 192

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭

શ્રીજીમહારાજ કહેતા જે, “ભેંસો, ગાયો, બકરાં આદિકના ટોળામાં એક ચારનારો હોય, તે પોતે એમ સમજે જે આ સર્વે પશુ છે ને હું મનુષ્ય છું; એમ ભગવાનના ભકતને સમજવું જે, વિમુખ સર્વે પશુ છે ને હું ભગવાનનો ભકત મનુષ્ય છું.” ।।૧૭।। read more
0 Views : 179

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮

અને ભગવાનના ભકતનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા, તો તે અવગુણ ટળી જાય; જેમ પાંચ લડવા આવ્યા હોય તે સામા પચાસ આવે તો તેને હઠાવી દે; તેમ ગુણ તો ઘણાયે હોય તે વિચારવા, તો દોષ થોડા હોય તે ટળી જાય; ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહિ. ને જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ જ છે. તે જેમ રખાય તેમ બળિયો થાય. તેમાં એક તો આ બધાયે મંદિર કરે ને સત્સંગમાં ન રહે, ને એકે તો એક ઇંટ પણ ન લીધી હોય ને સત્સંગમાં રહે એમ સમજણમાં રહ્યું છે. ને ઊતરતાને સંગે ઊતરતો ઊતરતો ઊતરી જાય, જેમ બ્રાહ્મણ હતો તે ઢેઢડી  સારુ  ઢેઢ થઇ ગયો તેમ થાય. ।।૧૮।। read more
0 Views : 191

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૯

આ મેડીઓ મળી છે ને સારું સારું ખાવા મળે છે, કે માન મળે છે ઇત્યાદિક મનુષ્યદેહનું ફળ નથી. તે તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્યદેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે. ।।૧૯।। read more
0 Views : 164

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૦

અને એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું ફરતું કરવું. તે શું ? જે, કથાવાર્તા  સાંભળવી, વાચંવું, ધ્યાન કરવું, નામરટણ કરવું, એ આદિકમાં થાક લાગે ત્યારે બીજું કરવું, નીકર મૂઝવણ થાય ને મન જીવને મૂંઝવે એવું છે. ।।૨૦।। read more
0 Views : 161

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૧

સંતનો મહિમા કહ્યો જે, ‘આવા સાધુનાં દર્શન કર્યે ભગવાનના દર્શનનું ફળ થાય છે, ને તેની સેવા કર્યે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે. ને આપણે તેવા સાથે હેત થયું છે, માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય. ।।૨૧।। read more
0 Views : 157

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- રર

અને કેટલાક રસોઇ કરે છે, પાણી ભરે છે ને કેટલાક લખે છે, ને ભણે છે, કેટલાક ખડ વાઢવા જાય છે ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિક ક્રિયાઓ કરે છે. તે તો એમ જાણવું જે, એ સર્વે દેહનો વ્યવહાર છે તે કયુર્ં જોઇએ, પણ કરવાનું તો બીજું છે. તે શું ? જે મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ઉપાસના ને જ્ઞાન શીખવું ને સત્સંગ-કુસંગ ઓળખવો ને સત્સંગમાં રહેવાય એવો દઢ પાયો કરવો; ઇત્યાદિક કરવાનું છે તે કરવું. મનુષ્યને જે જે ક્રિયા કરવાનું કહીએ તે તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે, પણ જ્ઞાન વિના સર્વે કાચું છે. ને અંતરમાં ખોટા ઘાટ થાય તે પણ જ્ઞાનની કસર છે અને શ્રીજીમહારાજ પૂછતા જે, “એને કિયા સાધુ સાથે હતે છે ને કિયા સાધુ પાસે બેઠક-ઊઠક છે ?” એમ તપાસ કરવાનું કહેતા. ।।૨૨।। read more
0 Views : 179
Powered By Indic IME