Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૩ વચનવિધિ
Per Page :

વચનવિધિ કડવું:- ૩૩

મનમુખી દુઃખી ભેળા થાય જયારેજી, પરસ્પર નર કરે વાત ત્યારેજી; હું તો નીસર્યો વચનથી બા’રેજી, સર્વ અંગે સુખ પામ્યો તે વારેજી. સુખ પામ્યો સાંકડ્ય ટળી, નીસર્યો બંધનથી બારણે ।। કૈક ઉપાય કર્યા’તા કહું છું, મુજને રાખવા કારણે ।। ર ।। ડાહ્યા સાધુએ આપ ડા’પણે, વળી રાખ્યો’તો મને રોકીને ।। પણ કેણ ન માન્યું મેં કોઈનું, આવ્યો હું મંડળી મૂકીને ।। ૩ ।। માહાત્મ્ય મહિમા મોટપ્ય દેખાડી, જકડી બાંધ્યો’તો મારા જીવને ।। નીસર્યાનું નો’તું બારણું, કોણ જાણે કર્યું કેમ દૈવને ।। ૪ ।। ઠામોઠામ મારા ઠાઉકા, ઓડા બાંધ્યા’તા અતિ ઘણા ।। પાસલામાં મને પાડવા, રાખી નો’તી કાંઈ મણાં ।। પ ।। પણ સમો જોઈને હું સબકયો, પાછો ખોળતાં ખોજ નવ જડ્યો ।। ઝાઝી જતન રાખતાં પણ, એના પેચમાં હું નવ્ય પડ્યો ।। ૬ ।। અર્ધી રાતે હું ઊઠિયો, લખ્યાં હતાં તે પુસ્તક લઈને ।। સુતાં મૂકી હું સહુને વળી, આવ્યો છું દાંતુંમાં  દઈને ।। ૭ ।। એમ વિમુખ જન કરે વડાઈ, વિમુખ જનને આગળ્યે ।। નિષ્કુળાનંદ કહે નિશ્ચે જેને, જાવું છે જમની ભાગળ્યે ।। ૮ ।। read more
0 Views : 164

વચનવિધિ કડવું:- ૩૪

વળી વદે વિમુખ મનફરજી, ઘણે દુઃખે ભયુર્ં મૂકયું’તું ઘરજી અંગને ન મળતું અન્ન ને અંબરજી, જાણ્યું સત્સંગમાં એ છે સભરજી સભર છે સત્સંગમાં, ખાવા પીવા ખૂબ ખાસું મળે ।। જૂનું અન્ન વસન જડે નહિ, એવું સાંભળ્યું’તું સઘળે ।। ર ।। ગળી રસોયું ગામો ગામમાં, ઘણી આપશે ઘેરેઘેર ।। જનમ ધરી જે જડી નથી, તે પામશું બહુ પેર ।। ૩ ।। એવું સુણી હું આવ્યો હતો, સુણી સુખ સત્સંગ માંઈ ।। ઇયાં તો આણ્યો આંકસમાં, મન ગમતું ન થાયે કાંઈ ।। ૪ ।। પોષ ભરી પાણી નાંખવું, અમૃત સરિખા અન્નમાં ।। ભેળું કરેલ ભાવે નહિ, અતિ મૂંઝવણ્ય થાય મનમાં ।। પ ।। વળી માહાત્મ્ય દેખાડી મંદિરનું, ઉપડાવે ઈંટ પથરા ઘણું ।। ત્યારે સંસાર મૂકીને શું કમાણા, જયારે રહ્યું એનું એ કૂટણું ।। ૬ ।। જાણ્યું ખાશું પીશું ખૂબી કરશું, ફરશું નિત્ય નવા ગામમાં ।। ત્યાં તો અટાટ નાખી આજ્ઞાતણો, કંઠ દબાવી જોડ્યો કામમાં ।। ૭ ।। એમ બોલે અભાગિયા, હરિ સેવામાં શ્રદ્ધા ખોઈ ।। નિષ્કુળાનંદ એવા નરનું, મુખ રખે જોતા કોઈ ।। ૮ ।। read more
0 Views : 130

વચનવિધિ કડવું:- ૩પ

વળી વિમુખ કહે હું દેખી દુઃખ ભાગોજી, સહુ મને કે’આજ્ઞામાં અનુરાગોજી તન મન મમતા સર્વે ત્યાગોજી, એવો ઉપદેશ મને લેશ ન લાગોજી લાગ્યો નહિ લવલેશ એનો, ઉપદેશ તે મારે અંગે ।। ભોળો નહિ જે હું ભરમું, સમજી ન રહ્યો એને સંગે ।। ર ।। પછી ગોતી કાઢ્યો મેં ગાફલ ગુરુ, જેને અતિ ખપ ચેલા કેરડો ।। જાણે અણચેલે રહે એકલો, જેવો ઊજડ ગામનો એરડો ।। ૩ ।। એવો ઓશિયાળો મેત મળ્યો, તે તો કઠણ કેમ કહી શકે ।। દા’ડી રહિયે ડરાવતાં, વળી ટોકિયે તકે તકે ।। ૪ ।। સ્વપ્ન શ્રાવણ માસમાં વળી, એકાદશીના જે ઉપવાસ ।। થાયે ન થાયે થડકો નહિ, તેનો તલભાર ન રહ્યો ત્રાસ ।। પ ।। સર્વે નિયમ સતસંગના, પળે ન પળે પુરા વળી ।। કે’નાર તેનો કહો કોણ છે, કળી લીધી છે વાતો સઘળી ।। ૬ ।। બા’રે બણી ઠણી બેસિયે, સાધુ સુંદર સારા સરખા ।। અંતરની અસાધુતાની, કહો કોણ કરે છે પરખા ।। ૭ ।। એવા કપટી કુટિલનો, સંગ તે સારો નહિ ।। નિષ્કુળાનંદ નકી વારતા, કે’વાની હતી તે કહી ।। ૮ ।। read more
0 Views : 138

વચનવિધિ કડવું:- ૩૬

વચન વા’લાનું લોપીને લબાડજી, પાપે પ્રવરતે છે જે પાપના પા’ડજી ભાંગી ભૂંસાડી વચનની વાડ્યજી, પછી જીયાંતીયાં થાય હાડ્ય હાડ્યજી હાડ્ય હાડ્ય થાય છે હરિ વિમુખ, વર્તતાં વચનથી બારણે ।। જીયાં તીયાં જડે છે જૂતિયાં,૯ એવું કરે છે શિયા કારણે ।। ર ।। આ લોકે પરલોકે આબરુ, જેની જડે નહિ જરા જેટલી ।। ભવમાં  જે ભૂંડાઈ રહી છે, પાપી પામે છે તેટલી ।। ૩ ।। ખાય છે ફટકાર ખલકની, મલકનો લિયે છે મેલ જો ।। એમાં ખોળી કાઢી શી ખાટ્યને, વળી શું સમજાણું સે’લ જો ।। ૪ ।। પ્યાજ પેજારું ખાઈને પૈસા, અંતે જેહ આપવા પડે ।। તે મો’રેથી ન જાણે જે માનવી, તે પાછળ ઘણું ઘોડા ઘડે ।। પ ।। દંડ ભોગવી ડા’પણ કરે, તેને ડા’યો કેદિયે ન દેખવો ।। પૂંઠ્ય પખાળી પુરીષ૯ તજે, તેને મોટો મૂરખ લેખવો ।। ૬ ।। લૂંટાવી સર્વે લૂગડાં, પછી નાગો થઈ ભાગ્યો ઘણો ।। એવું કર્યું એ અભાગિયે, હવે ડા’યો કે ભોળો ગણો ।। ૭ ।। સમો ન શકયો સાચવી, આવી તકમાં અવળું પડ્યું ।। નિષ્કુળાનંદ એ નરને, કોઈ પાપ પૂર્વનું આવી નડ્યું ।। ૮ ।। read more
0 Views : 130

વચનવિધિ પદ:- ૯

રાગ-આશાવરી:- ‘શ્રીનાથ સાથે મન માનિયું’ એ ઢાળ. પાપ પૂર્વનાં પ્રગટે પ્રાણીને, ત્યારે સૂઝે તે અવળો ઉપાય રે; કરવાનું જે હોય તે ન કરે, ન કર્યાનું કામ કરાય રે. પાપ પૂર્વનાં૦ ।। ૧ ।। સુખમાંહી તે સુખ ન સૂઝે, દુઃખમાંહી દુઃખ ન દેખાય રે; ખોટાને પણ ખરું કરી માને, સાચામાં સાચું ન લેખાય રે. પાપ પૂર્વનાં૦ ।। ર ।। એ જે વચનથી વિપત્તિ વિરમે, તે વચન વિષસમ લાગે રે; જેહ વચનથી જાય જમપુરમાં, તેહ વચનને અનુરાગે રે. પાપ પૂર્વનાં૦ ।। ૩ ।। એમ કુબુદ્ધિને ઊંધું સૂઝે અતિ, વળી મોટા રાખે ત્યાં ન રે’વાય રે; નિષ્કુળાનંદ એ નરનું ઠેકાણું, આલોકે પરલોકે ન કે’વાય રે.પાપ પૂર્વનાં૦ ।। ૪ ।। read more
0 Views : 131

વચનવિધિ કડવું:- ૩૭

હરિ આજ્ઞાએ વિબુધ વસ્યા વ્યોમજી, હરિ આજ્ઞાએ રહ્યા શૂન્યે રવિ સોમજી હરિ આજ્ઞાએ રહ્યા ભૂચર ભોમજી, તે લોપે નહિ આજ્ઞા થઈ બફોમજી બફોમ થઈ બદલે નહિ, રહે સહુસહુના સ્થાનમાં ।। અતિ પ્રસન્ન થઈ મનમાં, રહ્યા રાખ્યા ત્યાં ગુલતાનમાં ।। ર ।। બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ ।। વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જૂજવો નિવાસ ।। ૩ ।। ઇન્દ્ર રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ ।। જયાં જયાં કરી હરિએ આગન્યા, તિયાં રહ્યાં સુખે સદાકાળ ।। ૪ ।। બદરિતળે રાખ્યા ઋષીશ્વર, નિરન્નમુકત રાખ્યા શ્વેતદ્વીપમાં ।। ગોપી ગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુકત અક્ષર સમીપમાં ।। પ ।। એમ જેમ જેને રાખ્યા ઘટે, તેમ રાખ્યા છે કરી તપાસ ।। જેવો જોયે અધિકાર જેને, તેવો આપ્યો છે અવિનાશ ।। ૬ ।। એ તો રહ્યાં છે સહુ રાજી થઈ, પોત પોતાને સ્થાન ।। લેશ વચન નથી લોપતા, જાણી સમર્થ શ્રીભગવાન ।। ૭ ।। એમ સમજી આપણે રહીએ, આપ આપને સ્થાનકે ।। નિષ્કુળાનંદ કહે નહિ તો, આવે દુઃખ અચાનકે ।। ૮ ।। read more
0 Views : 144

વચનવિધિ કડવું:- ૩૮

બહુ દુઃખ પામે થઈ સ્થાન ભ્રષ્ટજી, જિયાં જિયાં જાય તિયાં પામે કષ્ટજી સ્થાન ખોઈ થાય છે ખરા નર ખષ્ટજી, એહ વાત પુરાણે સૂચવી સુસ્પષ્ટજી સુસ્પષ્ટ શાસ્ત્રે સૂચવી, ખરી સ્થાનભ્રષ્ટની જે ખોટ ।। ઇન્દ્ર ઇન્દ્રાસને નવ રહ્યો, ત્યારે ગયો કમળ વનની ઓટ ।। ર ।। ભવ બ્રહ્માનું ભાખતાં, લાગે લોકમાંય લજામણું ।। સ્થાનભ્રષ્ટ ભોમ વ્યોમમાં, થાય હેરાણ ઘણું ઘણું ।। ૩ ।। નહુષ નરેશ નિજ રાજય તજી, ઇછ્યો બેસવા ઇન્દ્રને આસને ।। ઇન્દ્રાસનનું સુખ આવ્યું નહિ, આવ્યું દુઃખ ભોગવી કાશને ।। ૪ ।। ત્રિશંકુ તજી રાજય ભૂમિનું, ઇછ્યો અમરપુરનાં જો સુખ ।। સુખ ન જડ્યું દુઃખ પડ્યું, વળી લટક્યો ઊંધે મુખ ।। પ ।। સ્થાનભ્રષ્ટનો સર્વે ઠેકાણે, અતિ અનાદર થાય છે ।। દંત ને નખ કેશ નરા, ખરા નકારા કે’વાય છે ।। ૬ ।। એમ સમજુ સમજીને, રે’વું સહુ સહુના સ્થાનમાં ।। સ્થાન તજીને જે જીવવું, તે જીવિત ગયું છે જયાનમાં ।। ૭ ।। જેમ પોતાનો પિયુ પરહરી, કોઈ નારી થાય વ્યભિચારણી ।। નિષ્કુળાનંદ એ નાર નરસી, પુરુષનું પેટ બાળણી ।। ૮ ।। read more
0 Views : 131

વચનવિધિ કડવું:- ૩૯

કોઈ કે’શે એમ કેમ રૈ’યે જીયાં દુઃખજી, બીજે જો જાયૈ તો પામિયે સુખજી એમ કહે છે નર હરિના વિમુખજી, તેની કહું કિયાં ભાંગશે ભૂખજી ભૂખ ભાંગવા ભમે ઘણું, જાણે કિયાં જઈ થાઉં સુખિયો ।। પણ દુઃખ ચાલે દશ ડગ આગળે, તે જિયાં જાય તિયાં દુઃખિયો ।। ર ।। ભાગ્ય એનાં ભેળાં રહે, સુખ દુઃખનાં દેનાર ।। તેને નથી તપાસતો, વિમુખ વણ વિચાર ।। ૩ ।। જેમ ચાલે કોઈક કમાણિયે, હોયે ફેલી વ્યસની વિશેષ ।। તે કે દી નહિ ભરે કોથળી, મર ફરે દેશ વિદેશ ।। ૪ ।। જેમ ચોર ચાલ્યો વળી ચોરીએ, જાણે આવીશ ખરી કરી ખાટ ।। પણ જાણતો નથી જે જાશે જીવડો, જે શૂળી લખી છે લલાટ ।। પ ।। એમ નર અભાગિયો, ભાંગે છે વચનની જો વાડ્ય ।। પર સુખ પોતાનાં કરવા, ધાય  જેમ ગાય હરાડ્ય ।। ૬ ।। એમ વિમુખ નર વિકળ થઈ, ભટકે છે ભવમાંહી અતિ ।। મન કરે છે સુખ મળવા, પણ મળતું નથી સુખ રતિ ।। ૭ ।। એમ સ્થાનક ભ્રષ્ટ જે થયા, તે તો ગયા મૂળગા મૂળથી ।। નિષ્કુળાનંદ નિશ્ચે જાણજો, જેમ ફળ સુકાણું ફૂલથી ।। ૮ ।। read more
0 Views : 126
Powered By Indic IME