Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૩ વચનવિધિ
Per Page :

વચનવિધિ પદ:- પ

રાગ-સિંધુ રામગ્રી:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ. સમજીને સમજુ રે, વા’લાં કરો હરિનાં વચન; દેખી પેખીને દુઃખમાં, શીદ પરાણે પડિયે જન..સમજી૦ ।। ૧ ।। જેને વચને વિઘન વિરમે, પામિયે પરમ આનંદ; એવાં વચન જે ઉલ્લંઘે, તે તો કા’વે મૂરખ મતિમંદ. સમજી૦ ।। ર ।। અસમર્થની જે આગન્યા, મનાયે ન મનાયે મન; પણ સમર્થના વચનમાં, રહિયે રાજી થઈ નિશદિન..સમજી૦ ।। ૩ ।। શ્રીહરિ રીઝવી સુખ લૈયે, ખીજવીને ન ખાય ખોટ; નિષ્કુળાનંદ કહે ન કીજિયે, એવું લઈ અવરની ઓટ. સમજી૦ ।। ૪ ।। read more
0 Views : 137

વચનવિધિ કડવું:- ર૧

ખીજવે હરિને ખાટ્ય ન થાયજી, એ પણ જાણવું જન મન માંયજી જેથી થાય દુઃખ સુખ સર્વ જાયજી, એવો નવ કરવો કોઈ ઉપાયજી ઉપાય એવો કરવો નહિ, જેણે કરી ખીજે જગદીશ ।। રાજી કર્યાનું રહ્યું પરું, પણ હરિને ન કરાવો રીશ ।। ર ।। હઠ કરી હરિ ઉપરે, કોઈ સેવક કરે સેવકાઈ ।। તે સેવક નહિ શ્રી હરિતણો, એ છે દાસ જાણો દુઃખદાઈ ।। ૩ ।। મન ગમતું મૂકે નહિ, કરે હરિ હઠાડવા હોડ ।। એવા ભકત જે ભગવાનના, તેને કહિયે કપાળના કોડ ।। ૪ ।। ન કરે ગમતું ગોવિંદનું, નિજ ગમતું કરાવે નાથને ।। જો મોડે ગમતું એના મનનું, તો શોધે વિમુખના સાથને ।। પ ।। હરકોઈ વાતે હટકી, ચટકીને ચાલી નીસરે ।। હેત તોડી હરિ હરિજનશું, વિમુખશું વાલ્યપ કરે ।। ૬ ।। એવા જાલમ જનને, જાળવ્યા જોયે જગદીશને ।। રીઝે તો ન રહે રીતમાં, ખીજે તો કાપે શીશને ।। ૭ ।। વચન દ્રોહીથી લાગે વસમી, એવા સેવકની સેવકાઈ ।। નિષ્કુળાનંદ એવી ભગતી, ભકતને ન કરવી ભાઈ ।। ૮ ।। read more
0 Views : 142

વચનવિધિ કડવું:- રર

હઠ કરી હરિશું રાધિકા રાણીજી, શ્રીકૃષ્ણ સાથે બોલ્યા રીશ આણીજી હતા ગોલોકે પોતે પટરાણીજી, આવ્યા અવનિ પર થયા આહીર રાણીજી આહીરને ઘેર અવતર્યા, રહ્યાં દીનબંધુથી દૂર ।। એવી મોટપ મટો પરી, નથી જોઈતી જનને જરૂર ।। ર ।। એ તો ભકત હતાં ભગવાનનાં, રાધિકા તે રમા સમાન ।। એને અરથે આવિયા, શ્રી કૃષ્ણ કૃપાનિધાન ।। ૩ ।। પણ અતિ અવળાઈ આરંભી, શ્રી હરિથી લેવું સુખ ।। એવું ભકત ન કરે ભગવાનના, કરે હોય હરિથી વિમુખ ।। ૪ ।। વળી એક સમામાં ઉમાએ, રોતા દીઠા રામજીને રાન ।। પિનાકી જઈ પાયે પડ્યા, થયાં સતી અતિ સંશયવાન ।। પ ।। તેને શિવે ઘણું સમજાવિયાં, પણ સમજયાં નહિ લવલેશ ।। પારખું લેવા પરબ્રહ્મનું, લીધો વૈદેહીનો વેષ ।। ૬ ।। ત્યારે રામ કહે દાક્ષાયણી, એકલાં કેમ છો ઈશ કિયાં ।। ત્યારે પામી લજજા ગયાં પિનાકી પાસળે, જેમ થયું તેમ કે’વા રહ્યાં ।। ૭ ।। ત્યારે જાનકી થયાં જાણી જટીએ, તર્ત ત્યાગી દીધાં તેહને ।। નિષ્કુળાનંદ એવું નીપજયું, અવળાઈનું ફળ એહને ।। ૮ ।। read more
0 Views : 154

વચનવિધિ કડવું:- ર૩

મનનું ગમતું મૂકવું મોટાને પાસજી, વર્તવું વશ્ય થઈ દાસના દાસજી તો તન મને નાવે કે દી ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી અભ્યાસ એવો રાખવો, મોટા આગળ મેલવું માન ।। જોઈ લિયો સહુ જીવમાં, એમાં જાણો નથી કાંઈ જયાન ।। ર ।। માન મૂકે માન વધે, માન રાખ્યે ઘટી જાય માન ।। એમ સમજી સંત શાણા, માન મૂકવા છે અતિ તાન ।। ૩ ।। દેહધારી દુઃખી માનથી, નિરમાની રે’ સુખી સદાઈ ।। વિઘન રહે એથી વેગળાં, વળી કષ્ટ ન આવે કાંઈ ।। ૪ ।। માને કરી મોટા તણો, અપરાધ તે આવે બની ।। તે કથા સુણી છે શ્રવણે, ચિત્રકેતુ સુરેશ ને શિવની ।। પ ।। વચનદ્રોહી વિમુખથી, ખોટ્ય માનીની મોટી અતિ ।। અવગુણ લિયે હરિજન હરિનો, એવી માન ફેરવે છે મતિ ।। ૬ ।। માની કેનું માને નહિ, મર હોયે વાલપ્યનાં વેણ ।। આપ ડા’પણમાં દેખે નહિ, રહે અંધધંધ દિન રેણ ।। ૭ ।। કામી ક્રોધી લોભીને લજજા, કેદી આવી જાયે ઉરમાંઈ ।। નિષ્કુળાનંદ માનીને મને, લાજ શરમ નહિ કાંઈ ।। ૮ ।। read more
0 Views : 161

વચનવિધિ કડવું:- ર૪

હરિના જનને જાણજો એહ ખોટ્યજી, ગુણ વિના ગણે છે મનમાં મોટ્યજી તેમાં તો રહ્યા છે કલેશ કોટ્યજી, દગહીણા દીયે છે તેમાંહી દોટ્યજી દોટ્ય દિયે છે ખોટ્ય ટાળવા, પણ ખોટ્ય રજ ખસતી નથી ।। ઈર્ષ્યા રહી તેને આવરી, તે અળગી ન થાયે ઉરથી ।। ર ।। ઈર્ષ્યા દેખે દોષ પરના, ભાળે નહિ પોતાની ભૂલ ।। અમાપને જાય માપવા, વળી કરે અમૂલનું મૂલ ।। ૩ ।। ત્રાજુ લઈ બેસે તોળવા, સહુનો કાઢવા સમાર ।। બીજા થકી વળી બમણો, ભાળે પોતામાં ભાર ।। ૪ ।। એવી અભાગણી ઈરષ્યા, જેને ગુરુ સંતની ગણતી નહિ ।। વિનાશ એવો નહિ વિમુખ સંગથી, જેવો ઈર્ષ્યા કરે છે રહી ।। પ ।। જે જળમાંહિ મળ  ટળે, તે જળમાં મળ ભૂંસે જઈ ।। તેને શુદ્ધ થવા શરીરે કરી, ઉપાય એકે મળે નઈ ।। ૬ ।। જેવી વચનદ્રોહીની ખોટ્ય વર્ણવી, તેવી જ માન માંહી રહી ।। તેમ ઈર્ષ્યામાંહી ઓછી નથી, છે પરિપૂર્ણ માનો સહિ ।। ૭ ।। હરિજનને હાણ હમેશે, ઈર્ષ્યા કરે છે ઉર તણી ।। નિષ્કુળાનંદ કહે નિત્ય પ્રત્યે, ખાટ્ય નથી છે ખોટ્ય ઘણી ।। ૮ ।। read more
0 Views : 158

વચનવિધિ પદ:- ૬

રાગ-સિંધુ રામગ્રી:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ. સંત સાચા તે કહિયે રે, કાઢે ખોટ્ય ખોળી ખોળી બા’ર; અંતરમાં રહે ઊજળા, ડાઘ લાગવા ના’પે લગાર..સંત૦ ।। ૧ ।। દેખે નહિ દોષ પારકા, ભાળે પોતાની ભૂલ; ગણે અવગુણ આપણા, માને સંત હરિના અમૂલ..સંત૦ ।। ર ।। સમજે સુખદાયી સંતને, દુઃખદાયી પોતાનું મન; અરિ મિત્રને ઓળખી, તજે ભજે તે હરિજન..સંત૦ ।। ૩ ।। અંતરે ન પડે અવળી, આંટી હરિ હરિજન સાથ; નિષ્કુળાનંદ નિશ્ચે કરી, રીઝે એવા જનપર નાથ..સંત૦ ।। ૪ ।। read more
0 Views : 134

વચનવિધિ કડવું:- રપ

હરિ રાજી કરવા હોય હૈયે હામજી, તો સંત સંગે હેત રાખો આઠું જામજી સંત છે સર્વ સુખના ધામજી, તેહ વિના કેદિયે ન સરે કામજી કામ ન સરે સતંસંગ વિના, ત્યારે તેને જ સોંપવા પ્રાણ ।। મન કર્મ વચને કરી, થઈ રે’વા સંતના વેચાણ ।। ર ।। આ લોક પરલોકમાં પડે, જાણો જરૂર જેનું કામ ।। તેને સંગાથે કેમ ત્રોડિયે, જાણી સદાય સુખનું ધામ ।। ૩ ।। વિવાદ કરી કેમ વદીએ, અતિ વચન અકડથી ।। જેને ફળે ફૂલે દળે દુઃખ ટળે, તે તરુ ન છેદિયે થડથી ।। ૪ ।। જે બારણેથી બંધ છૂટિયે, તે બંધ ન કરિયે બારણું ।। જેને આધારે જીવિયે, તેને ન કરિયે મારણું ।। પ ।। જેમ કોઈ રાખે અન્ન પર રૂસણું, વળી વારિશું રાખે વેર ।। તે જન એમ નથી જાણતો, જે હું જીવીશ તે કઈ પેર ।। ૬ ।। એમ સંત સાથે રાખી શત્રુતા, વળી કરે સુખની આશ ।। તે દિન થોડે દુઃખ પામશે, કાં કરતો નથી તપાસ ।। ૭ ।। મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ ।। નિષ્કુળાનંદ કહે એ નહિ બને, રખે દેતા કોઈને દોષ ।। ૮ ।। read more
0 Views : 175

વચનવિધિ કડવું:- ર૬

સંતને સોંપિયે સર્વે આપણુંજી, એથી અંતરાય ન રાખીએ અણુંજી કરિયે ગમતું સાચા સંતતણુંજી, તો સંત અત્યંત રાજી થાય ઘણુંજી ઘણું રાજી કરી સંતને, કૈક પામિયા પરમ ધામ ।। સંત વિના શોધી જુવો સઘળે, કહો કેનું સરિયું કામ ।। ર ।। જેમ નાવ વિના નીરનિધિમાં, નથી તરવા અન્ય ઉપાય ।। તેમ સંત વિના સંસાર તરવા, શીદ ઇચ્છે કોઈ ઉરમાંય ।। ૩ ।। જેમ રવિ વિનાની રજની, જાણો નથી જાવાની જરૂર ।। તેમ સંત વિના અજ્ઞાન અંધારું, કે દી ન થાયે દૂર ।। ૪ ।। જેમ વરસાત વિના વસુંધરા, સદાયે સૂકી રહે ।। તેમ સંત વિના જીવ જગતના, કહો સુખ કયાંથી લહે ।। પ ।। તેવા સંતશું ત્રોડિયે, જોડિયે પાપીશું પ્રીત ।। તેને સુખ થવાનું નથી સૂઝતું, ચિંતવી જોયે છૈયે ચિત્ત ।। ૬ ।। ફોડી આંખ્ય થાય આંધળો, પછી ઇચ્છે જોવા રૂપને ।। રૂપ જોયાનું રહ્યું પરું, જો ભરે  નહિ ઊંડા કૂપને ।। ૭ ।। માટે સાચા સંત સેવીને, કરિયે રાજી રળિયાત ।। નિષ્કુળાનંદ તો નરને,સુધરી જાયે સર્વે વાત ।। ૮ ।। read more
0 Views : 203
Powered By Indic IME