પૂર્વછાયો- વંદુ હું ભક્ત વાળાકના, જન વિશવાસી વિશેક । અચલ પ્રભુનો આશરો, વળી ગ્રહી ન મૂકે ટેક ।।૧।। ઉદાર મન અતિ ઘણાં, જેને પ્રકટ પ્રભુશું પ્યાર । ભોળે ભાવે ભજે હરિ, છળ કપટ નહિ લગાર ।।૨।। એવા હરિજનનાં, નામ લેતાં આવે આનંદ । કહું સંક્ષેપે સાંભળો, જેને સ્વામી મળ્યા સુખકંદ ।।૩।। ચોપાઇ- બહુ ભક્ત બગસરે ગામ, કોળી હરિપાલ સુતરામ । રૈયો કાનો ભગો ઉકો રાણો, ભક્ત સંઘો ભગો કૃષ્ણ જાણો ।।૪।। ભક્ત વેલો મેપો જોધો જન, કુરજી હરજી એ પાવન । દેવશી આદિ દૈ સતવારા, ભક્ત નાઇ રાજો માવો સારા ।।૫।। નકી વૈશ્ય એક નાનબાઇ, વસે જન એ બગસરામાંઇ । વૈશ્ય કલો ને પુંજો પાવન, વસે માલવાણે હરિજન ।।૬।। ઘુઘરાલે છે લાધો સુતાર, ઉકો ચિતળે માંડણ લુવાર । ઠકર વસતો ઢોલરવામાંઇ, માંડવડે છે નારાયણ નાઇ ।।૭।। સનાળે ગોદડ મકવાણો, સુડાવડ ગોવર્ધન લુવાણો । ચરખે જન રામ કુંભાર, દેરડિમાંહિ, શામો સોનાર ।।૮।। પિઠવાજાળે ખીમો પટેલ, ચુડામાં ભક્ત વેલો વસેલ । ભક્ત કૃષ્ણ આહીર હામાપર, બરવાળે છે ડાયો સગર ।।૯।। દ્વિજ ભક્ત સુંદરજી ઉદાર, લાઠિયે વજેરામ સુતાર । ભક્ત રૂડો આસોંદર ગામ, કણબી હિરો ને રતનો નામ ।।૧૦।। માંશિયાળે રૈયો હરિજન, કણબી કુળમાં ભક્ત પાવન । લુણીયે ભક્ત ત્રિકમ ઠાર, વૈશ્ય લાધો આકડિયા મોઝાર ।।૧૧।। ભક્ત જીવુબાઇ ધકુબાઇ, કાઠી તોરી ખંભાળિયામાંઇ । […]
read more