Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભક્તચિંતામણિ
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦પ

ચોપાઇ- ત્યારે બોલિયા સરવે સંત, તમે સાંભળો શ્રી ભગવંત । વેદ વાળ્યા મત્સ્ય તન ધારી, શંખાસુરને માર્યો મુરારી ।।૧।। શંખાસુર હતો મહાબળી, પેચ પ્રાક્રમે પૂરણ વળી । તેને કામ ક્રોધે મળી માર્યો, લોભ મોહ આગળ્યે એ હાર્યો ।।૨।। એવા કામ લોભ ને જે ક્રોધ, મહા જબર છે જગજોધ । તેને જીતી કર્યો જેજેકાર, એથી કોણ મોટો અવતાર ।।૩।। ધરી કમઠરૂપ સુજાણ, મથ્યો મંદ્રાચળ તે મેરાણ । દેવ દાનવે નેતરૂં તાણી, બળે વલોયું સમુદ્રપાણી ।।૪।। એવા સુર અસુર બળિયા, તેને પણ કામ ક્રોધે ગળિયા । એવા કામ ક્રોધ લોભ ભારી, સુરાસુર મુક્યા જેણે મારી ।।૫।। તેનો નાશ કર્યોનિરધાર, તેથી કોણ મોટો અવતાર । ધરી વરાહરૂપ મહારાજ, હણ્યો હિરણ્યાક્ષ પૃથવી કાજ ।।૬।। હિરણ્યાક્ષ મહા બળવંત, બહુ પ્રાક્રમી યુધ્ધે અત્યંત । લઇ ગદા ગયો સ્વર્ગલોક, દેખી દેવ પામ્યા બહુ શોક ।।૭।। લાગ્યો ભય ભાગ્યા સહુ સુર, દઇ ડારો ને વળ્યો અસુર । પછી કઇ કાળ સિંધુમાં ફર્યો, લેરી સાથે ગદા યુધ્ધ કર્યો ।।૮।। ત્યાંથી ગયો વરૂણને પાસ, માંહિ દુષ્ટ ને ઉપર દાસ । જોડી હાથ જાચ્યો યુદ્ધ જાણો, તે વરૂણથી નવ અપાણો ।।૯।। એવો મહાબળિયો જોરાણ, તે પણ કામ ક્રોધનો વેચાણ । એવા કામ ક્રોધ લોભ લોંઠા, જેણે સહુને કર્યા પારોંઠા ।।૧૦।। એવા કામાદિ કર્યો સંહાર, એથી કોણ મોટો અવતાર । ધરી નૃહરિરૂપ […] read more
0 Views : 129

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૬

ચોપાઇ- હવે સાંભળો સંતની રીત, કહું અતિ પરમ પુનિત । જેને મળ્યા પ્રકટ પ્રમાણ, પુરૂષોત્તમ પરમ સુજાણ ।।૧।। સુખસાગર સુંદરશ્યામ, જેને સુખે સુખી સહુ ધામ । તે પુરૂષોત્તમ જેહના પતિ, તેને ન રહે રંકપણું રતિ ।।૨।। ચૌદ લોકમાં ન લોભે ચિત્ત, કીટબ્રહ્માદિ દેખે અનિત । અંતરમાંહિ અત્યંત વૈરાગ્ય, તન મન સુખ કીધાં ત્યાગ ।।૩।। પંચ વિષયથી ઉતારી પ્રીત, અસત્ય સુખમાં ન આપે ચિત્ત । કામ ક્રોધ નહિ લોભ મોહ, એવા સંત તણો જે સમોહ ।।૪।। તેહ કહે પરસ્પર મળી, જોજયો જીવ ભ્રમાણા છે વળી । મહાદુઃખતણી જેહ ખાણી, તેમાં જઇને પડ્યા સુખ જાણી ।।૫।। એક આશ્ચર્ય વાત છે એહ, દુઃખમાં સુખ મનાણું જેહ । મહા નારી છે નરકનો કૂપ, કેમ સમજાય છે સુખરૂપ ।।૬।। જે જે નર નરકમાં પડે, તેતો સર્વે નારી સંગ વડે । જમપુરીયે જાય છે જીવ, તેતો નારી થકી તતખેવ ।।૭।। જન્મ મરણ સહે દુઃખ અંગે, તેતો નારીતણે પરસંગે । લખચોરાશી તન લહેછે, જેને નારીમાં પ્રીત્ય રહે છે ।।૮।। સુણો વાત કહું એક વળી, બહુ દુઃખ પામ્યા એને મળી । મોટા મોટા થયા મન ભંગ, તેતો નારીનો કરતાં સંગ ।।૯।। દેવ દાનવ મનુષ્ય માત્ર, નારી સ્નેહે કરે જમજાત્ર । પારકી ને પોતાની જે નાર, કાપે તન જેમ તરવાર ।।૧૦।। વિષ વહ્નિ વ્યાળમાં જે ગુણ, તેને પોતાનું પારકું […] read more
0 Views : 158

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૭

ચોપાઇ- હવે કહું વ્રત નિરલોભી, જેણે કરી રહ્યા સંત શોભી । જેમ નારીનો નહિ પ્રસંગ, તેમ તજયો છે દ્રવ્યનો સંગ ।।૧।। એવા સંતનો મળે સમાજ, માંહોમાંહિ બોલે મુનિરાજ । જેને મળ્યા પુરૂષોત્તમ રાય, તે તો પૂરણકામ કહેવાય ।।૨।। તેને ન્યૂન ન મનાય મન, લાધ્યું અખૂટ જેને મહાધન । ધુતા ન ધુતે ચોર ન લુંટે, ખાતાં ખરચતાં નવ ખૂટે ।।૩।। એવું મળ્યું મહાધન જેને, તે કેમ ધાશે આ ધાતુ ધનને । જેમાં અનેક રહ્યા અનર્થ, સંચે ત્યાગી તો વણસે અર્થ ।।૪।। ચોરી હિંસા અનૃત અપાર, કામ ક્રોધ ને દંભ ભંડાર । મદ ભેદ ને વૈર વ્યસન, સ્મય સ્પર્ધાદિ છે જીયાં ધન ।।૫।। મદ્ય પાન સ્ત્રિયા સંગ થાય, દ્યૂતવિદ્યા ને વિશ્વાસ જાય । રહ્યાં એટલાં દ્રવ્યમાં મળી, જેમ જળમાં જળજંતુ વળી ।।૬।। દ્રવ્ય કરાવે પાપ અધર્મ, દ્રવ્ય કરાવે વૈર વિકર્મ । દ્રવ્ય કરાવે કપટ છળ, દ્રવ્ય કરાવે કોટિ કકળ ।।૭।। દ્રવ્ય કરાવે દગા દુષ્ટતાઇ, દ્રવ્ય કરાવે કામ કસાઇ । દ્રવ્ય કરાવે ઉચ્ચ ને નીચ, દ્રવ્ય કરાવે પાષંડ પેચ ।।૮।। દ્રવ્ય કરાવે જાતિ વિટાળ, દ્રવ્ય ચડાવે સાચા ને આળ । દ્રવ્ય કરાવે હાલ બેહાલ, દ્રવ્ય કરાવે કૃપણ કંગાલ ।।૯।। દ્રવ્ય કરાવે ચોરી ચાકરી, દ્રવ્ય કરાવે ટેલ્ય આકરી । દ્રવ્ય કરાવે જીવની ઘાત, દ્રવ્ય કરાવે પિંડનો પાત ।।૧૦।। દ્રવ્ય ન્યાય અન્યાય કરાવે, દ્રવ્ય જુઠી […] read more
0 Views : 138

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૮

ચોપાઇ- હવે કહું નિરસ્વાદીની રીત, જેણે તજી છે સ્વાદની પ્રીત । સર્વે સ્વાદ જાણી હરિમાંય, મનવૃત્તિ લોભે નહિ ક્યાંય ।।૧।। મહારસનું કીધું છે પાન, તેણે થયા મગન મસ્તાન । સુખ સ્વપ્ને ન ગમે સંસાર, વિષયરસ સમજયા અસાર ।।૨।। મહારસ પીધો જેહ જને, તે ન ચાખે બીજો રસ મને । એ રસ પીધો છે શુકજી આદે, તે તો ન રાચે અન્યને સ્વાદે ।।૩।। એ રસ પીધો છે સનકાદિકે, પીધો નવ યોગેશ્વર નીકે । એ રસ પીધો છે જનક જેવે, જેનું મન ન રહ્યું બીજે પિવે ।।૪।। એ રસ પીધો છે જન પ્રહ્લાદે, મન માન્યું નહિ બીજે સ્વાદે । એ રસ પીધો છે ધ્રુવ અંબરીષે, એ રસ પીધો ગોપી ગુડાકેશે ।।૫।। એ રસ પીધો જન જયદેવે, એ રસ પીધો છે ઉધ્ધવ જેવે । એહ આદિ જે ઋષિરાજન, પીધો મહારસ થયા મગન ।।૬।। જેજે જને હરિરસ પિધો, તેણે સંસારરસ કુચો કીધો । ચૌદ લોકમાં જે રસ રહ્યો, તેતો ઉલટા અન્ન જેવો થયો ।।૭।। તેનું બીજે તે મન ન માને, જે કોઇ પૂરણ મહારસ પાને । એ રસ આજે આપણને મળ્યો, જે કોઇ સર્વે રસથી છે ગળ્યો ।।૮।। નથી અન્ય રસ એહ સમાન, જેવો આપણે કીધો છે પાન । એ રસ વિના રસ જે બીજો, તે તો દુઃખરૂપ માની લેજયો ।।૯।। બીજા રસમાં જેહ […] read more
0 Views : 132

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૯

ચોપાઇ- હવે કહું નિઃસ્નેહી જન, સુણો રીત્ય તેની દઇ મન । એક પ્રભુ સાથે પ્રીત જોડી, બીજા જક્ત સહુ સાથે તોડી ।।૧।। પિંડ બ્રહ્માંડમાં નહિ પ્રીત, ચૌદ લોકમાંહિ નહિ ચિત્ત । છે એ નિઃસ્નેહી જનની રીત્ય, પેખે પિંડને પહેલું અનિત્ય ।।૨।। આદિ અંતે મધ્યે જોઇ એહ, પછી કરે તનમાં સનેહ । પેખી પ્રસિદ્ધ પિંડના હાલ, પછી માને જો મનાય માલ ।।૩।। જયારે જુવે વિચારી આ પિંડ, દેખે નખશિખા નરક કુંડ । પરૂ પાચ ને પિયા પ્રસિધ્ધ, વહે લીંટ શેડા બહુવિધ્ધ ।।૪।। કફ થુંક ને લાળ કહેવાય, નિત્ય નિસરે તે મુખમાંય । બહુ બળખા આવે ઓકાર, દિસે દાંત હાડકાંની હાર ।।૫।। મજજા મેદને માંસ રૂધિર, મળ મૂતરે ભર્યું શરીર । હાડપિંજર મઢ્યું છે ચર્મે, માંહિ ભર્યો છે આંતર કર્મે ।।૬।। ભર્યું રૂધિર તે રગરગે, વહે નરક તે નવ મારગે । નખ કેશમાં કૈક વસ્તુ ભલી, ભરી ભેચે માથાની તુંબલી ।।૭।। સ્વેદ શુક્ર શલેષમ આમ, ગુંગા ગિડર આદિ અકામ । એવું પેખીયું પોતાનું પિંડ, ચોખું જાણ્યું ચમારનો કુંડ ।।૮।। પેખી પ્રકટ પિંડમાં એહ, સંતે સમજી મૂક્યો સનેહ । એના સંબંધી જે જગમાંય, તે સાથે કેમ સનેહ થાય ।।૯।। જયાં જયાં ધર્યો જીવે અવતાર, તિયાં કર્યો કુટુંબ પરિવાર । માત તાત ને ભગિની ભાઇ, સુતા સુત દારા ને વેવાઇ ।।૧૦।। તેમાં કોણ અધિક […] read more
0 Views : 129

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૧૦

ચોપાઇ- હવે કહું નર નિરમાન, જેને ભેટ્યા છે શ્રીભગવાન । તે પ્રભુ છે સહુના સ્વામી, કર્તા નિયંતા અંતરજામી ।।૧।। જેની ભ્રકુટિ વિલાસમાંય, કોટિ બ્રહ્માંડ ભાંગે ને થાય । એવા સમર્થ શ્રીમહારાજ, સર્વે ઉપર છે અધિરાજ ।।૨।। જે જે ધારે તે કારજય કરે, તે ફેરવ્યું કેનું નવ ફરે । સર્વે કારણના કારણ જેહ, તેણે ધર્યું પૃથ્વીપર દેહ ।।૩।। એવા પુરૂષોત્તમ પરબ્રહ્મ, જેને નેતિનેતિ કહે નિગમ । તેહ થઇ મનુષ્ય આકાર, કરે બહુ જીવનો ઉધ્ધાર ।।૪।। મેલી પોતાની મોટ્યપ નાથ, મળી રહ્યા મનુષ્યને સાથ । થઇ નાથ આપે નિરમાન, કરે સંસારીનું સનમાન ।।૫।। વળી સહે જગ ઉપહાસ, તોય ન કરે માન અવિનાશ । જોને ઋષભદેવે કેવું સહ્યું, અતિશે નિરમાનને ગ્રહ્યું ।।૬।। જોને કપિલદેવ દયાળ, જેને મારવા ધાયા ભૂપાળ । જોને વામનજી નિરમાની, બળિદ્વારે વશ્યા વરદાની ।।૭।। જોને રામ કેવા નિરમાન, નાગપાશે બંધાણા નિદાન । જોને કૃષ્ણ કેવા સમરથ, મેલી માન તાણ્યો ઋષિરથ ।।૮।। એહ આદિ બહુ અવતાર, કહેતાં આવે નહિ તેનો પાર । જુવો વર્તમાન કાળે આજ, કેવા નિર્માની છે મહારાજ ।।૯।। આપે સમર્થ ને સર્વે સહે, એવું નિરમાનીપણું ગ્રહે । કરે તુચ્છ જીવ તિરસ્કાર, તે પર રોષ ન કરે લગાર ।।૧૦।। હવે એવા પ્રભુના જે દાસ, કહો કેમ ન સહે ઉપહાસ । જેના નિરમાની ભગવાન, તેના જનને જોયે કેમ માન ।।૧૧।। […] read more
0 Views : 129

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૧૧

ચોપાઇ- હવે કહું હરિજનની રીત, સહુ સાંભળજયો દઇ ચિત્ત । સાંખ્યયોગી બાઇયો હરિજન, જેનાં તપ પરાયણ તન ।।૧।। સવેર્તજી સંસારની આશ, ભજે અંતરમાં અવિનાશ । પુરૂષોત્તમ પ્રગટ પેખી, બીજી સવેર્ઇચ્છાઓ ઉવેખી ।।૨।। દેહ ગેહતણાં સુખ ત્યાગી, જેની લગની નાથશું લાગી । ખાનપાનથી ઉતારી મન, ભાવે કરે હરિનું ભજન ।।૩।। વસન ભૂષણ ન ચાય ચિત્ત, જેને પૂરણબ્રહ્મશું પ્રીત । એવી મળે બાઇયોની મંડળી, કરે વાત માંહોમાંહિ મળી ।।૪।। બાઇયો સાંભળજયો એક વાત, આજ મહારાજ છે રળિયાત । હસી બોલે છે હેતને વયણે, વળી જુવે છે અમૃતનયણે ।।૫।। માટે મોટું ભાગ્ય છે આપણું, છીએ વાલ્યમને વહાલાં ઘણું । ભલે આવિયો આ અવતાર, જેમાં મળિયા પ્રાણઆધાર ।।૬।। લીધો અલભ્ય લાભ તે આજ, સવેર્સર્યાં છે આપણાં કાજ । કોઇ વાતની ન રહી ખામી, આજ મળ્યા સહજાનંદ સ્વામી ।।૭।। એવા તજી સુખદાયી શ્યામ, કોણ કરે મનખો હરામ । એવી કોણ અભાગણી હશે, જે કોઇ દેહનાં સુખ ઇચ્છશે ।।૮।। દેહસુખમાં રહ્યો સંસાર, દેહસુખમાં વિષયવિકાર । દેહમાંહિ માન્યું જેને આપ, તેને મળ્યાં છે પૂરણ પાપ ।।૯।। એવી ગર્દભી નારી છે ઘણી, શું કહીએ બાઇ વાત તે તણી । નિત્ય કરીને નવલો રંગ, દેખાડે છે પુરૂષને અંગ ।।૧૦।। વસ્ત્ર આભૂષણ પહેરી અંગ, નિત્ય ફરેછે નવલે રંગ । ગુંથે કેશ હમેશ હરાડી, ફરે શેરી બજારમાં દાડી ।।૧૧।। તને ચોપડી […] read more
0 Views : 139

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૧ર

ચોપાઇ- હવે સાંખ્યયોગી કહું ભાઇ, જેને પ્રીત પુરૂષોત્તમમાંઇ । સદા રહેછે પ્રભુજી પાસ, થઇ ચરણકમળના દાસ ।।૧।। હરિપાસે રહે છે હમેશ, અતિત્યાગી ને ઉજવળ વેષ । રાખી મુનિ જેવાં વ્રતમાન, ભાવે ભજે છે શ્રીભગવાન ।।૨।। સર્વ જક્તના જીવશું તોડી, જેણે પ્રીત પ્રભુજીશું જોડી । દેહગેહતણાં સુખ ત્યાગી, થયા પ્રભુપદ અનુરાગી ।।૩।। ઉઠે બેસે ચાલે જુવે જમે, કરે તેહ જે નાથને ગમે । નિત્ય જોઇ મહારાજની મરજી, વર્તે મનની મમતા વરજી ।।૪।। આજ્ઞાકારી છે જેહનાં અંગ, કેદિ ન કરે વચનનો ભંગ । જાણે દેશ કાળ વળી સમે, કરે તેજ જે નાથને ગમે ।।૫।। મરજી વિના પગલું ન ભરે, અંતરમાં નિરંતર ડરે । અતિ સમજુ ને સંત સ્વભાવ, પ્રેમી નિયમી ને ભક્તિભાવ ।।૬।। દામ વામ જાણી દુઃખદાઇ, અતિ અભાવ છે મનમાંઇ । એવા સાંખ્યયોગીનો સમોહ, જેને કામ ક્રોધ નહિ મોહ ।।૭।। લોભ લાલચ સ્વાદ સનેહ, આશા તૃષ્ણા તે તજીછે તેહ । હર્ષ શોક નહિ વૃધ્ધિ હાણ્ય, જેણે મેલી તનમન તાણ્ય ।।૮।। પંચ વ્રતમાનમાંહિ પૂરા, અંતર સાધુ ને ઉપર શૂરા । અતિસમર્થ ને સાવધાન, વળી નિરસ્નેહી નિરમાન ।।૯।। એવા સાંખ્યયોગી જે સુજાણ, કરૂં તેનાં હું શિયાં વખાણ । બીજાં ગૃહી ઘણાં બાઇ ભાઇ, જેને પ્રીત્ય છે પ્રભુજીમાંઇ ।।૧૦।। ચોરી અવેરી મદિરા માંસ, તેની કરે નહિ કેદિ આશ । પડ્યું દ્રવ્ય પારકું ન હરે, […] read more
0 Views : 165
Powered By Indic IME