Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચયિતા
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૪

નવરાશ હોય ત્‍યારે ભગવાનની મૂર્તિને લઇને બેસવું. તે મૂર્તિ તે શું ? જે ભગવાનની કથા, વાર્તા, કીર્તન, ઘ્‍યાન એ ભગવાનની મૂર્તિ છે ને દેહ હોય ત્‍યાં લોભ, કામ, કોધ, સ્‍વાદ, સ્‍નેહ, માન, નિદ્રા એ સર્વે હોય, તેને તો દેહ ભેળાં કરી રાખવાં, તે તો જેમ કોઇક અફીણનું વ્‍યસન રાખે છે તેમ. તે સુખ જેવા જણાય છે, એ તો દેહને દુ:ખ દે એવાં છે એમ સમજવું. ૧૭૪ read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭પ

અને આપણે તો છેલ્‍લો જન્‍મ થઇ રહ્યો છે ને છેલ્‍લો જન્‍મ તે શું ? જે પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવો એ જ છેલ્‍લો જન્‍મ છે. ૧૭૫ read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૬

કોઇક માણસનું કોઇકે જરાક રાખ્‍યું હોય તો તે પણ નથી ભૂલતો, તો ભગવાનને અર્થે આપણે કાંઇક કર્યું હોય કે કરીએ તે કેમ ભૂલે ? એ ભગવાન તો કાંઇ ભુલે એવા નથી ને ભગવાનની દયા તો અપાર છે. સર્વે ઠેકાણે ત્‍યાંથી જ દયા આવી છે. ૧૭૬ read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૭

અને ભગવાન મળ્‍યા, સાધુ મળ્‍યા, હવે હૈયામાં દુ:ખ આવવા દેવું નહિ, ને પ્રારબ્‍ધનું આવે તે ભોગવી લેવું. ૧૭૭ read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૮

જેવા શબ્‍દ સાંભળે તેવો જીવ થઇ જાય છે, માટે બળિયા ભગવાનના ભકત હોય તેના શબ્‍દો સાંબળીએ તો જીવમાં બળ આવે, પણ નપુંસકને સંગે બળ પમાય નહિ. ૧૭૮ read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૯

આ તો મોટાની નજર પડી ગઇ છે, તેથી વિષયની તિક્ષણ વૃત્તિ ઓછી થઇ છે, નીકર તો તે વિના રહેવાય નહિ. ૧૭૯ read more
0 Views : 118

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૦

અને અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, નીકર અવિદ્યાનો શો ભાર છે ?એ તો ભગવાન દૃષ્ટિ કરે તો ફાટી મરે એ વાત પણ સમજવી. ૧૮૦ read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૧

જન અવગુણ પ્રભુ માનત નાહી એહી પૂરવ કી રીત દીનબંધુ અતિ મૃદુલ સ્‍વભાવુ, ગાવું નિશદિન ગીત     એમ કલ્‍યાણ થાશે જાઓ. ૧૮૧ read more
0 Views : 108
Powered By Indic IME