Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચયિતા
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૬

એક તો ભગવાનની આજ્ઞા, અને બીજું સંતનું સ્‍વરુપ, ને ત્રીજું ભગવાનનું સ્‍વરુપ, એ ત્રણ વાતમાં ભગવાન રાજી રાજીને રાજી છે, ને તેને ધન્‍ય છે. એ ત્રણ વાત રાખવી. ૧૬૬ read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૭

અને આ સત્‍સંગ મળ્‍યો છે તે તો પારસમણિ તથા ચિંતામણિ મળી છે. તેમાં જીવ બહુ વૃદ્ધિ ને પામે છે. ૧૬૭ read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૮

અને આશરાનું રુપ કેવું કહ્યું ! કે કોઇક  આપણા મંદિરમાં કાલનો આવેલો હોય ને તે માંદો પડે, ને વીશ વર્ષ માંદો રહે તોપણ તેની ચાકરી કરવી પડે. વળી જેમ ગૃહસ્‍થનાં બાયડી છોકરાંને તેનો આશરો છે, તે દેશ પરદેશમાં જઇને તેની ખબર રાખે છે, તેમ ભગવાન પોતાના આશ્રિતની ખબર રાખે છે. ૧૬૮ read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૯

અને સર્વે વાત સાધુ વતે છે, માટે તેને મુખ્‍ય રાખવા, પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રધાન થઇ જાય એમ ન કરવું. ૧૬૯ read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૦

અને મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે, માટે સો વાર વાંચે સાંભળે તો પછી ભૂલાય નહિ. મહારાજ છતાં હેત બહુ હતું ને આજ જ્ઞાન અધિક છે, ને ઘણાક સંસ્‍કારી જીવ આવ્‍યા છે, માટે સાધુમાં હેત તુરત થઇ જાય છે. ૧૭૦ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૧

મોટા મોટા સર્વે સાધુ હોય, શ્વેતદ્વિપ જેવું સ્‍થાનક હોય, બ્રહ્માના કલ્‍પ પર્યંત આવરદા હોય, ને સર્વે નો સંગ કરીને તેના ગુણને શીખે તો સત્‍સંગ થાય ને વાસના ટળે એવી છે. અને એ કહ્યાં એ સર્વના ગુણ એકને વિષે હોય એવાનો સંગ મળે, તો સર્વે ગુણ આવે ને વાસના ટળી જાય, તે સંગ આજ આપણને મળ્‍યો છે. ૧૭૧ read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭ર

એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્‍વીમાં ધોડો ફેરવે, તેમાં બહુ દાખડો, કેમ જે કોઇક બાંધે તો યજ્ઞ અધૂરો રહે, ને એક તો ફળીયામાં ધોડો ફરેવે ને યજ્ઞ કરી લે, તેમાં શું કહ્યું ? જે ઇન્‍દ્રીયો અંત:કરણ વશ કરવાં એ તો પૃથ્‍વીમાં ધોડો ફેરવવા જેવું છે ને પોતાને બ્રહ્મરુપ માનવું એ તો ફળિયામાં ધોડો ફેરવવા જેવું છે. ને વળી ચોસઠ લક્ષણ સાધુનાં કહ્યાં તે શીખવા એ તો પૃથ્‍વીમાં ધોડો ફેરવવા જેવું કઠણ છે, ને ચોસઠ લક્ષણવાળા સાધુમાં જોડાવું, એ ફળિયામાં ધોડો ફેરવવા જેવું સુગમ છે. ૧૭૨ read more
0 Views : 130

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૩

અને તપ કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે, અને હિડોળા ખાટમાં સૂઇ રહે ને દુધ સાકર ને ચોખા જમે ને સેવાના કરનાર ને રળનાર બીજા હોય, તો પણ તેને અંત સમે વિમાનમાં બેસારીને ભગવાન તેડી જાય, જો ભગવાનનો દેઢ આશરો હોય તો. માટે મોક્ષનું કારણ આશરો છે. ૧૭૩ read more
0 Views : 126
Powered By Indic IME