Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ધીરજાખ્યાન કડવું:– ર૬

જયારે જાય વો’રવા વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઈએ કરવો મનમાંય તોલજી દેશે ત્યારે જયારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એહ વાત કહી કથી નથી એમાં ભૂલ્યજી ભૂલ્યે કરે મનસૂબો મનમાં, તે વિના પૈસે પૂરો ન થાય ।। તેમ શ્રદ્ધાહીનની ભગતી, તે પણ તેવી કે’વાય ।। ૨ ।। નથી વિત્ત વો’રે અજિયા, કરે હાથી લેવાની હોંશ ।। તે તો પામ્યાનાં પાંપળાં, અમથો કરે અપસોસ ।। ૩ ।। જેમ વર જાનૈયા જાનમાં, વળી જાય જોડા જોડ ।। જાનૈયા તો જમે રમે, ધરે વર શિરપર મોડ ।। ૪ ।। માટે જોઈ અધિકાર આપણો, પછી દિલમાં કરવો ડોડ ।। પ્રહલાદ ધ્રુવ હરિશ્ચંદ્ર જેવો, કયાંથી પૂરો થાય મન કોડ ।। ૫ ।। જેમ પંચ અસવાર પંથે જાતાં, છઠ્ઠો ભેળો થયો નર ખરે ચડી ।। તેની પોં’ચવાની પ્રતીત કરવી, એ પણ ભૂલ્ય મોટી પડી ।। ૬ ।। જેમ બક હંસ બરોબરી, વળી ઊજળા એક જ વાન ।। તેમ સાચા કાચા સંત સરિખા, એમ જાણવું એ જ અજ્ઞાન ।। ૭ ।। શરીર સુખને સંભારતાં, નિશદિન નવરાં નવ રહિયે ।। મહા સુખ મહારાજનું, કહો તે કઈ રીતે લઇયે ।। ૮ ।। કાયરને કેમ ધીરજ થાવું, એ પણ અટપટી વાત છે ।। વેષ લેતાં શૂરવીરનો, જન જાણો ઘટની ઘાત છે ।।૯।। પેખી ભકત પૂરવના, હૈયે રે’તી નથી વળી હામ ।। નિષ્કુળાનંદ […] read more
0 Views : 138

ધીરજાખ્યાન કડવું:– ર૭

સુણો વળી કહું રંતિદેવની રીતજી, ભકત પ્રભુનો પૂરો પુનિતજી સહ્યાં તેણે દુઃખ શરીરે અગણિતજી, કહું તેની વાત સુણો દઈ ચિત્તજી કહું વાત રંતિદેવની, કરે નિજ નગરનું રાજ ।। પોતે પોતાની પ્રજા પાસે, રખાવે બહુ અનાજ ।। ૨ ।। એમ કરતાં આવી પડ્યો, બાર વરસનો વળી કાળ ।। એકાદશ વરસ અન્ન પોં’ચિયું, દ્વાદશનો થયો જંજાળ ।। ૩ ।। ત્યારે રાયે અન્ન આપિયું, તે પણ પોં’ત્યું દશ માસ ।। પછી લાગ્યા છે પડવા, ઉપરા ઉપર ઉપવાસ ।। ૪ ।। કળકળે જન અન્ન વિના, બહુબહુ પાડે છે બકોર ।। તે સુણી રાય ચાલિયા, સંગે રાણી સુત વધૂ ભોર ।। ૫ ।। ઉપવાસ ચોખા ચારેને પડ્યા, એકે ઓછા પૂરા પચાસ ।। ત્યાં અણઇચ્છાયે અન્ન મળ્યું, બેઠાં જમવા પાસોપાસ ।। ૬ ।। પાશેર પાશેર પાણિમાં, વળી આવ્યું હતું જે અન્ન ।। ઉપવાસ ઓગણ પચાસમે, કરવા બેઠાં ભોજન ।। ૭ ।। અભ્યાગત અન્નાર્થી, તેહની વાટ જુવે છે વળી ।। આપીએ એને આ માંયથી, એમ વિચારે છે ચારે મળી ।। ૮ ।। તિયાં અઘોરી એક આવિયો, સંગે લઈને વળી શ્વાન ।। ભૂખ્યો ભૂખ્યો એમ બરકે, કોઈ આપો ભોજન પાન ।।૯।। ત્યારે આપ્યું અન્ન જળ એહને, રાય રાણી સુત સુતભામ ।। નિષ્કુળાનંદ પાણી પી અઘોરિયે, ઠેલ દઈ ફોડ્યું જળ ઠામ ।।૧૦।। read more
0 Views : 118

ધીરજાખ્યાન કડવું:– ર૮

ફૂટ્યું જળ ઠામ કૂપ ઊંડો અપારજી, પ્યાસા રહ્યાં એહ રાજા સહિત ચારજી પડ્યું દુઃખ એવું તોય પામ્યાં નહિ હારજી, વળતો રાયે એમ કર્યો વિચારજી વિચાર કરી એમ બોલિયા, મળ્યું અન્ન કેટલેક દન ।। ભલે આવ્યું અર્થ અભ્યાગતને, એમ કહી થયા પ્રસન્ન ।। ૨ ।। ત્યારે ટળી અઘોરી તર્ત થયા, ધર્મદેવ મૂરતિમાન ।। માગ્ય માગ્ય રાજા મુજ થકી, આપું તને તે વરદાન ।। ૩ ।। ત્યારે રાય કહે ધન્ય ધન્ય ધર્મ, માગું રાજી થયા જાણી તમને ।। સુખી રહે સહુ પ્રાણધારી, એની આવે પીડા અમને ।। ૪ ।। ત્યારે ધર્મ કહે પરની પીડા લિયે, તેને અંગે પીડા આવે નહિ ।। એહ વિના વણમાગ્યે આપું છું, અવિનાશ ધામે વસશો જઈ ।। ૫ ।। ધન્ય એ રાયની ધીરજને, ધન્ય સત્યવાદી દયા ઘણી ।। એવી અનાદિની રીત જોઈ જન, પછી વિચારવી રીત આપણી ।। ૬ ।। એના જેવી હોય આપણી, તો ઠરી બેસવું એહ ઠીક છે ।। નહિ તો કસર કાઢવી, એહ જ રૂડો વિવેક છે ।। ૭ ।। પણ ખજિને ખોટ્ય ન આણવી, જાણવી એ પણ વાત ।। બીજે બગડ્યે શું બગડે, એહ સમજવું સાક્ષાત ।। ૮ ।। બીજાં કામ તો કૈંક કર્યા, કેડે રાખ્યું એક કરવું કલ્યાણ ।। એને સમઝું સમઝવું, એ પણ જાણ તે અજાણ ।।૯।। આપે જમ્યા વિના આપણી, ભૂખ […] read more
0 Views : 128

ધીરજાખ્યાન પદ:– ૭

રાગ:-સિંધુ કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા; જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય પૂરા.  કઠણ ।। ૧ ।। જેણે પાડી છે આંટી મોટી જીવમાં, મન માન્યું છે મરી કરી મટવું; ભર અવસર પર ધરધરી, ફરી ખરી હાક વાગ્યે નથી જ હટવું.  કઠણ ।। ૨ ।। અનેક દેહ ખોયા અણઅરથે, તેહ દેહ કાંયે નાવ્યા કામે; હવે આ દેહ હરિઅરથે કરી, રાખવું છે અચળ તે આઠું જામે.  કઠણ ।। ૩ ।। એમ દઢ ધીરજ ધરી કરીને, ભજે છે જેહ ભગવાન ભાવે; નિષ્કુળાનંદ કહે એમ જાણવું, અંતે અરથ પણ એ જ આવે.  કઠણ ।। ૪ ।। read more
0 Views : 138

ધીરજાખ્યાન કડવું:– ર૯

વળી કહું વાત એક અનુપજી, ભકત એક રત્નપુરીનો ભૂપજી નામ મયૂરધ્વજ સદાય સુખરૂપજી, કરે યજ્ઞ હોમે હવિષ્યાન્ન તૂપજી હોમે હવિષ્યાન્ન જગન કરે, ભલો ભકત સત્યવાદી સઈ ।। ત્યાં શ્રીકૃષ્ણ અર્જુન આવિયા, વેષ વિપ્રનો લઈ ।। ૨ ।। કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા, અર્જુન થયા તેના શિષ્ય ।। યજ્ઞશાળામાં આવિયા, જયાં બેઠા હતા નરેશ ।। ૩ ।। ત્યારે રાય ઊઠી ઊભા થયા, કર્યો દંડવત પ્રણામ ।। ભલે પધાર્યા પ્રભુ મારા, માગો કાંઈક મન અતિ અભિરામ ।। ૪ ।। ત્યારે બ્રાહ્મણ કહે ધન્યધન્ય રાજા, સત્યવાદી તું સાચો સહિ ।। પણ મારે છે જે માગવું, તે તરત તને કે’વાય નહિ ।। ૫ ।। ત્યારે નરેશ કહે નિઃશંક થઈ, માગો મનવાંછિત શંકા તજી ।। રાજ સાજ સુખ સંપત્તિ, માગો વસ્તુ જે મન રજી ।। ૬ ।। ત્યારે દ્વિજ કહે ધર્મપુરથી, હું પુત્ર પરણાવા ચાલિયો ।। આવ્યા આ શહેરની સીમમાં, ત્યાં સુતને સિંહે ઝાલિયો ।। ૭ ।। એક જ પુત્રને એમ થયું, ગયું મારું કુળ સમૂળું સહિ ।। બૂઢાપણમાં બાળક બીજો, આવવાની આશા નહિ ।। ૮ ।। હરખ હૈયે નવ રહ્યો, ગયો આનંદ સર્વે ઊચળી ।। મારી ને મારા સુતની, વાઘ ન જાણે પીડા વળી ।।૯।। ત્યારે મેં કહ્યું મેલ્ય પુત્ર મારો, એને સાટે ખાઈ જા મુજને ।। ત્યારે વાઘ કહે નિષ્કુળાનંદનો, નાથ ભજય કહું તુજને […] read more
0 Views : 154

ધીરજાખ્યાન કડવું:– ૩૦

તેને મેં કરી બહુ બહુ વિનતિજી, પણ વાઘે ન માની મારી એક રતિજી મારે તો પડી ત્યાં વિકટ વિપત્તિજી, તે જોઈ સિંહ કહે સુણ્ય શુભમતિજી શુભમતિ સાંભળ્ય સહિ, મૃગપતિ ન મૂકે મુખથી ।। બહુ દિને મળ્યો બાળક તારો, ઘણું પિડાણો હતો ભૂખથી ।। ૨ ।। એમ કરતાં હોય ઉગારવો, તો તું જાચ્ય જઈ ભૂપાળને ।। આપે અંગ જો અરધું, તો મેલું તારા બાળને ।। ૩ ।। ત્યારે વિપ્ર કે’ મેં કહ્યું વાઘને, એ વાત મુથી કેમ થાય ।। કદાપિ માગું હું અંગ એનું, પણ રાયે કેમ દેવાય ।। ૪ ।। અન્ન ધન આપે અવનિ, તે તો સત્યવાદીને છે સોયલું ।। પણ અંગ કાપીને જે આપવું, એથી બીજું શું દોયલું ।। ૫ ।। વણ માગ્યાનું જે માગવું, તેનો કરવો તપાસ ।। વે’રી આપે અંગ અધિપતિ, એવો આવે કેમ વિશ્વાસ ।। ૬ ।। ત્યારે વાઘ કહે એ વસમું નથી, અંગ આપશે જા તું અચિર ।। આગે અસ્થ દધીચિયે આપ્યાં, આપ્યું શિબિયે કાપી શરીર ।। ૭ ।। કર્ણે કવચ આપિયું, આપ્યું બળિયે ત્રિલોકીનું રાજ ।। સત્યવાદીને છે સોયલું, જઈ જાચો નહિ પાડે તે ના જ ।। ૮ ।। એમ કહી ઇયાં મોકલ્યો, તરત તમારે રાય પાસ ।। નથી મગાતું મેં મુખથી, તેમ નથી મેલાતી સુત આશ ।।૯।। ઉભય સંકટ આવિયાં, એક એક થકી […] read more
0 Views : 132

ધીરજાખ્યાન કડવું:– ૩૧

ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે ભવનજી આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજયો તમે જરૂર મનજી જરૂર તમે જાણજયો, આપું ઉતાવળું આ દેહ ।। વિલંબ તેની નથી વળી, સાચું માનજયો નથી સંદેહ ।। ૨ ।। ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને ।। પુત્ર પ્રજાને પાળજો, મ ટાળજો હરિશું સનેહને ।। ૩ ।। પછી નરેશ નાહી તિલક કરી, ધરી કંઠમાં તુલસીદામ ।। મંગાવ્યું કરવત વે’રવા, ત્યારે ઊઠ્યું અકળાઈ ગામ ।। ૪ ।। હાલકલોલ શહેર સહુ થયું, રહ્યું નહીં ધારતાં ધીર ।। હાહાકાર હવો ઘણો, ભર્યા સહુએ નયનમાં નીર ।। ૫ ।। ત્યારે મોરુધ્વજ એમ કહે, હું સુત તમારો તમારું તન ।। આપો મને એ વિપ્રને, વળી કરો એને પ્રસન્ન ।। ૬ ।। ત્યારે રાણી કે’અર્ધ અંગ હું કા’વું, આપો રાય મને એ જાયે લઈ ।। પામે પુત્ર એ પોતા તણો, મને વાઘના મુખમાં દઈ ।। ૭ ।। કુંવર રાણીની વાણી સુણી, બોલ્યા દ્વિજ સેવકને સંગ ।। આ તો વાત વઘરે પડી, નહિ આપે રાય અધુર્ં અંગ ।। ૮ ।। મેલી લાલચ્ય ચાલો મારગે, જઈએ વેગે વાઘની પાસ ।। અસ્થ એનાં પરજાળિયે, જયારે ખાઈ જાય એનું માંસ ।।૯।। પડી વાત પંચાયતે, તે ન નીપજે નિરધાર ।। નિષ્કુળાનંદના નાથને, એવું ગમિયું આ વાર ।।૧૦।। read more
0 Views : 133

ધીરજાખ્યાન કડવું:– ૩૨

ત્યારે કુમુદ્વતીને કહે દ્વિજ આમજી, નારી અંગ નરનું પણ વેદે કહ્યું વામજી માટે અંગ તારું નાવે એને કામજી, એણે તો લીધું છે દક્ષિણનું નામજી નામ લીધું છે દક્ષિણનું, રાણી કુંવરનું વે’રેલ ।। એવું લઈને આવજયે, આપ્યું હોય હરખે ભરેલ ।। ૨ ।। ત્યારે મહીપતિ કહે મ બોલો કોઈ, સહુ રહો રાજી રળિયાત ।। આ અવસર અમૂલ્યમાં, રખે કોઈ બગાડો વાત ।। ૩ ।। માગે મોટા જે મગન થઈ, તેવી તક આવી મારે આજ ।। ધન્ય ધન્ય મારા દેહને, જે આવ્યું બ્રાહ્મણને કાજ ।। ૪ ।। લાવો કરવત કાકરી, આકરી કરી તેની ધાર ।। માથું ચીરીને માહરું, તરત પોં’ચે જઈ પાર ।। ૫ ।। પાછળ રે’જે તું પુત્ર મારા, સામી રે’જે વળી તું સુંદરી ।। વચ્ચેથી માંડો તમે વે’રવા, અતિશય હરખ હૈયે ભરી ।। ૬ ।। રાજી કરો ઋષિરાયને, કોઈ દિલ મ કરો દિલગીર ।। મારા દુઃખને દેખી કરી, રખે નયણે ભરો કોઈ નીર ।। ૭ ।। મારે નથી એવું મનમાં, જે અવળું થયું આ વાર ।। તમે શોક શીદને કરો, થાઓ વેગે વે’રવા તૈયાર ।। ૮ ।। એમ કહી ઊભા સ્થંભ બે મધ્યે, અતિ અતિ ઉતાવળા થાય ।। તેહ જોઈને જન બીજા, કરે છે ઊભાં ત્રાય ત્રાય ।।૯।। અસ્રકની છોળ્યું ઊડશે, રહેજયો છેટે સહુ નરનાર ।। નિષ્કુળાનંદનો નાથ જોતાં, કર્યું […] read more
0 Views : 123
Powered By Indic IME