Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચના પ્રકાર
Per Page :

હરિબળગીતા કડવું:- ૪ર

વિશ્રામ છો વા’લા વસમે સમેજી, જયારે નિજજનને દુષ્ટ આવી દમેજી । તે તમારા સંત ઘણું ઘણું ખમેજી, પણ તેનું દુઃખ તમને નવ ગમેજી ।।૧।। ઢાળ – ગમે નહિ ગરીબ પીડતાં, તમે કરો છો ક્રોધ તેહ કારજે । દાસનાં દુઃખ ટાળવા, રાખતા નથી આળસ રજે ।।૨।। શીઘ્ર રહોછો સ્વામી મારા, તે સંતનાં સંકટ ટાળવા । અખંડ રે’છે બહુ અંતરે, તાન પોતાના જન પાળવા ।।૩।। ક્ષણ એક ખમી ન શકો, પીડા જન પોતાના તણી । એને અર્થે અલબેલડા, કરો છો જતન ઘણી ।।૪।। માટે નિઃશંક નિજજન રે’છે, વિઘ્ન કોઇ વ્યાપતું નથી । સા’ય કરો છો જે સંતની, તે કે’વાતું નથી કથી ।।૫।। ગુણ તમારા ગણતાં, આવતો નથી વળી અંત । એવું વા’લું નથી અંગ આપનું, જેવા વા’લા છે સંત ।।૬।। જણાયછે મારા જીવમાં, સંત હેતે રો’છો સાવધાન । કહી દેખાડું શું કૃપાનિધિ, ભક્તભયહારી ભગવાન ।।૭।। સાચા સનેહી શ્યામળા, તમે સંતના છો શ્રીહરિ । નિષ્કુલાનંદ એ વારતા, ખચિત છે ખરા ખરી ।।૮।। કડવું ।।૪૨।। read more
0 Views : 140

હરિબળગીતા કડવું:- ૪૩

તમને વા’લા છે તમારા જે જનજી, તેહ હરિજનનું કહું વર્તનજી । નથી વિસારતા તમને નિશદનજી, તમ વિના બીજે નથી માનતું મનજી ।।૧।। ઢાળ- મન બીજે નથી માનતું, રે’છે તમારા ચરણમાં ચિત્ત । દૈહિક દુઃખે નથી દાઝતા, નથી પંચ વિષયમાં પ્રીત ।।૨।। સૂતાં બેઠાં જાગતાં, ગાયછે જો તમારા ગુણ । મિટ થકી નથી મુકતા, સુંદર મૂર્તિ સગુણ ।।૩।। અન્ય ભરોંસો ઉરમાં, વળી નથી કેનો નિરધાર । તમ વિના ત્રિલોકમાં, નથી પડતો બીજાનો ભાર ।।૪।। સર્વેના કારણ સમઝી, સમરેછે શ્વાસ ઉશ્વાસ । નિષ્કામી નિષ્પાપ નિર્મળ, નિર્વૈર મે’ર  મને ઘણી । એવા જન જોઇ આપણા, તમે કરો રક્ષા તેહતણી ।।૬।। તમારે તેહ તેહને તમે, એમ અરસ પરસ છે પ્રીત । તેનાં પાળોછો લાડ તમે, શ્રીહરિ જો રુડી રીત ।।૭।। આશ્ચર્ય એનું અમને, વળી નથી મનાતું મન । નિષ્કુલાનંદના નાથજી, છો ભક્તવત્સલ ભગવાન ।।૮।। કડવું ।।૪૩।। read more
0 Views : 142

હરિબળગીતા કડવું:- ૪૪

હરિબળગીતા હેતે સાંભળશેજી, તેહના સર્વે શોક સંશય ટળશેજી। સમજી સાંભળતાં પાપ પળશેજી, નિરબળ નરને બળ મળશેજી ।।૧।। ઢાળ- મળશે બળ નિરબળને, તે પ્રભુને પ્રતાપે કરી । સમુદ્ર જે સંકટનો, તે તરત નર જાશે તરી ।।ર।। પુષ્ટી છે પ્રભુના દાસને, આ ગ્રંથમાં ઘણી ઘણી । હાર્યાને હિંમત આવશે, અપો’ચ ટળશે આપણી ।।૩।। લડથડતાંને લાકડી, કાજુ આપી છે કરમાંઈ । ભોંયે પડયાનો ભય ટળ્યો, કહું બીક ન રહી કાંઈ ।।૪।। હિંમત સહિત હાલશે, કરી કાયરતા વળી દૂર । આગળ પગ આરોપશે, થઈને સાચો શૂર ।।પ।। ઘણું બળ ઘનશ્યામનું, અતિ આવશે ઉરને વિષે । મોળપ મટશે મનની, આ ગ્રંથ જો સાંભળશે ।।૬।। એકાદશ પદ ચુંવાળીશ કડવાં, વળી ચારસે એનાં ચરણ છે । નિર્બળ સબળ સંતને, સદા એહ સુખ કરણ છે ।।૭।। સંવત્ અઢાર અઠાણુંનો, માસ પુરૂષોત્તમ પુન્યમ દને । નિષ્કુલાનંદ જન હિત અર્થે, કર્યો ગ્રંથ સમઝી મને ।।૮।। કડવું ।।૪૪।। read more
0 Views : 155

હરિબળગીતા પદ:-૧૧

રાગ:-  ધોળ મને માનીયો મોદ અપાર, સમઝી વાત સારી । સારી પેઠયે મેં શોધિયું સાર, મતિ જેવી હતી મારી ।।૧।। મારી જાણમાં આવિયું જેમ, તેમનું મેં તેમ કહ્યું । કહ્યું અંતર ઉપજયું એમ, સમઝવા સારૂં થયું ।।ર।। થયું નિર્ધનને ધનરૂપ, વસમી વેળા સમે । સમે અંતરતાપ અનૂપ, દુષ્ટ કોઈ નવ દમે ।।૩।। દમે સમઝયા વિના શરીર, પ્રગટ પ્રભુને મેલી । મેલી મહી વલોવતાં નીર, પ્રાપતિ સઈ છેલ્લી ।।૪।। છેલ્લી સમઝણ સંતની એહ, પ્રતાપ પ્રભુનો જાણે । જાણે સમર્થ શ્રીહરિ તેહ, ભરોંસો એ ઉર આણે ।।પ।। આંણે ટાંણે કરવો વિચાર, વિવેકે વળી વળી । વળી નરને કરવો નિરધાર, મોટા જો સંતને મળી ।।૬।। મળ્યો મનુષ્ય દેહ અમૂલ્ય, ફરીફરી મળતો નથી । નથી ઘટતી રાખવી ભૂલ્ય, કહું શું હું કથી કથી ।।૭।। કથી કહ્યું મેં સર્વનું સાર, શાણા સમઝી લેજો । લેજો નિષ્કુલાનંદનો વિચાર, સુંદર સારો છે જો ।।૮।। પદ ।।૧૧।। ઈતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદમુનિ વિરચિતા હરિબળગીતા સંપૂર્ણ. read more
0 Views : 184

સારસિદ્ધિ કડવું:- ૧

રાગ :- ધન્યાશ્રી શ્રી પુરુષોતમ પ્રસન્ન કરવા કાજજી , શું શું જોઈએ આ જીવને સમાજજી । જેણે કરી રીઝે શ્રીમહારાજજી, એવું શોધી સાર લઈ લેવું આજજી ।।૧।। રાગ :- ઢાળ શોધી સાર સર્વે તણો, લઈ લેવો લાભ લાલચ્યે કરી । આવ્યો અવસર ઓળખી, રાજી કરવા શ્રી હરિ ।।રા। શ્રીહરિ રાજીએ સહુ રાજી, રાજી કર્યા ક્રોડ તેતરીસ । શેષદિ નેશ ને શશિ સુરેશ, વળી કર્યા રાજી અજ ઈશ ।।૩।। જેમ રાજેન્દ્રને રાજી કરતાં, તેની પ્રજા પણ રાજી થઈ । તેમ પ્રભુને પ્રસન્ન કરતાં, કહો કમી તેને શાની રઈ ।।૪।। જેમ મહારત્નની મો’રમાં, અન્ય નાણું છે અતિ ઘણું । તેમ હરિ રીઝવતાં સહુ રીઝયા, ન રહ્યું કેનું કુરાજીપણું ।।પ।। જેમ અનંત ઉડુ ઉગે અંબરે, પણ અર્ક વિના રહે અંધેર । તેમ હરિ સેવા વિના સમઝો, છે નિરર્થક નહિ ફેર ।।૬।। જેમ સો સો શૂન્ય સારાં કરે, પણ એક અંક ન કરે જો આગળે । તે સરવાળો શાનો મેલશે, જે કરે છે કાળપ કાગળે ।।૭।। તેમ એક હરિ ને પરહરે, બીજી કરે ચતુરાઈ કોટ । તે તો માથાફર ચાલે મારગે, જેમ જેમ ચાલે તેમ ખોટ ।।૮।। માટે અન્ય ઉપાય અળગા કરી, રાજી કરિયે રુડે રમાપતિ । નકી નિશાન ન ચૂકિયે, સમઝી વિચારી શુભ મતિ ।।૯।। નિશ્ચે એમ નિર્ણય કરી, ખરી લઈએ વળી ખોજ […] read more
1 Views : 373

સારસિદ્ધિ કડવું:- ર

રાગ :- ધન્યાશ્રી પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાયજી, જુજવા જુજવા આ જગમાંયજી । જેવી રુચિ જનની જેવો અભિપ્રાયજી, તે વિના બીજું કરે નહિ કાંયજી ।।૧।। રાગ :- ઢાળ કરે નહિ બીજું કોઈ દિન, કરે તેમ માન્યું જેમ મન । મતિ ન પોતી વૈરાગ્ય વિના, વણ સમઝે આદરે સાધન ।।ર।। કોઈ કહે જપે હરિ રીઝશે, કોઈ કહે તપે તતકાળ । કોઈ કહે તર્ત તીર્થથી, રાજી થાશે દીનદયાળ ।।૩।। કોઈ કહે જોગ જગ્ન કરતાં, પ્રસન્ન થાશે પરબ્રહ્મ । કોઈ કહે વ્રત નિયમ રાખતાં, શ્રીહરિ થાશે સુગમ ।।૪।। કોઈ કહે કરવત લીધે, સિધે કમળ પૂજાથી કામ । કોઈ કહે પા’ડ ચઢી પડતાં, રાજી થાય શ્રીહરિ શ્યામ ।।પ।। કોઈ કહે હિમાળે હાડ ગાળે, બાળે દાવાનળે દેહ । તો જરુર રાજી થાશે જીવન, એહ વાતમાં નથી સંદેહ ।।૬।। કોઈ કહે ધન ત્રિયા ત્યાગે, ત્યાગે ઘર કરે વનવાસ । કોઈ કહે વેષ કેશ વધારે, કોઈ કહે ફરે ઉદાસ ।। કોઈ કહે દિગંબર અન્ન અલુણે, કોઈ કહે ફળ દળ જળપાન । કોઈ કહે પય પવન પીતાં, કેમ રાજી ન થાય ભગવાન ।।૮।। કોઈ કહે મુખે મુન્ય ગ્રહીએ, રહીયે અણવાણ અહોનિશ । કોઈ કહે પંચઅગ્નિ તાપી, રાજી કરીયે જગદીશ ।।૯।। એહ વિના અનેક ઉપાયે, રાજી કરવા ઈચ્છે છે રામ । નિષ્કુલાનંદ એ ભકત ભલા, પણ નકી નથી […] read more
0 Views : 366

સારસિદ્ધિ કડવું:- ૩

રાગ :- ધન્યાશ્રી કોઈક ઈચ્છે રાજ સાજ રિધ્ધિજી, કોઈક ઈચ્છે સુરપુર પ્રસિધ્ધિજી । કોઈક ઈચ્છે મુકિત ચઉ વિધિજી, એમ સુખ સારું સૌએ દોટ દિધીજી ।।૧।। રાગ :- ઢાળ એમ દોટ સુખસારું દીધી, કીધી મોટા સુખની આશ । અલ્પ સુખથી મન ઉતારી, નિત્ય દેહ દમે છે દાસ ।।ર।। સહે છે સંકટ શરીરમાં, ફળ મળવા સાંધિ છે ફાળ । જાણ્યું રિઝવી જગદીશને, પામું અભય વર તતકાળ ।।૩।। તેહ સારું તાવે છે તનને, રે’છે મનમાં મોટી આશ । કૈયે રાજી કરું કૃષ્ણને, કૈયે પામું સુખ વિલાસ ।।૪।। અહોનિશ એવો અંતરે, વરતે છે અખંડ વિચાર । તેણે સહે સમૂહ સંકટના, તોય પામતા નથી હૈયે હાર ।।પ।। સવાસનિક નર એમ સુખ સારું, અતિ અતિ કરે છે ઉપાય । મોટપ્ય ઈચ્છે છે મનમાં, તેહ વિના તન ન તવાય ।।૬।। અતિ આગ્રહે આદરી, કરે પ્રભુ ને પ્રસન્ન । પછી માગે સુખ શરીરનું, એવા પણ અજ્ઞાની જન ।।૭।। નિર્વાસનિક વિના નરને, સમુ માગતાં સુઝે નહિ । જેમ વાંણાકરે વપુ વાંણાકરનું, માગ્યું કાશિયે કરવત લઈ ।।૮।। એમ નાના વિષય નાવ્યા નજરે, મોટા વિષય મળવા મન કર્યું । હતો અસાધ્ય રોગ અંગમાં, વળી વિશેષે કમળ ફર્યું ।।૯।। તેને પૂર્વ તે પશ્ચિમ થયું, હૈયું રહ્યું નહિ વળી હાથ । નિષ્કુલાનંદ એવા નર અમર, પામે નહિ મોટી મીરાંથ ।।૧૦।। કડવું ।।૩।। read more
0 Views : 315

સારસિદ્ધિ કડવું:- ૪

રાગ :- ધન્યાશ્રી જેમ વનજનને વા’લું વનજી, તેને વસતાં વસ્તીએ માને નહિ મનજી । ફળ દળ ફૂલ ખાય નિશદિનજી, અતિ રસે સરસ પણ ન ભાવે ભોજનજી ।।૧।। રાગ :- ઢાળ ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધાં કોઠાં કરી ખાંત્ય । ઉપર ખાધી આંબલી, તેણે અંબાઈ ગયા છે દાંત ।।ર।। જેની વિષય કોઠાંમાં વૃત્તિ વળગી, અહં મમતરુપ ખાધી આંબલી । તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કે’શે સાકરને ભલી ।।૩।। તેમ ભોગવ્યાં સુખ જેણે ભૂમિનાં, તેથી અધિક સુણ્યાં અમરેશનાં । તેને પામવા પામર નર, સહે છે દુઃખ હમેશનાં ।।૪।। જેમ અમલ પીતાં અકકલ નાસે, તોયે અંતરે જાણે અધિકું પિઉં । આવ્યું ડૂલપણું તે નથી દેખતો, એવું અતિશે ફૂટી ગયું હઈયું ।।પ।। થોડી ઉપાધિયે પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ ન ઘુંચવશે । સૂકું રણ ઉતરે સમર્થ નથી, તો કેમ ઉતરશે રણ જયારે વસે ।।૬।। જાણે પેશી ઉંડા અર્ણવમાં, તળે જળ પીને તરષા તજું । પણ બહુ દુઃખ છે બા’ર આવતાં, તે પણ તપાસિયે ગજું ।।૭।। આઘા પગ પરઠતાં, હૈયે કરવો નહિ હુલાસ । આગળ સુખ કે દુઃખ છે, તેનો કાઢવો તપાસ ।।૮।। તેમ વિષય સુખની વાટે ચાલતાં, વિચારી જોવી જન વાત । કૈકવાર સુખ પામ્યા વામ્યા, લાખો લેખે લાગી લાત ।।૯।। માટે વાટ એ મૂકવી, ન ચુકવી આવી આ પળ । […] read more
0 Views : 315
Powered By Indic IME