Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચના પ્રકાર
Per Page :

હરિબળગીતા કડવું:- ર૯

જેને દર્શને દુષ્કૃત ટળેજી, જેને સ્પર્શે મહાપાપ બળેજી । જેની કીર્તિસુણતાં કર્મ બળેજી, જેનું નામ લેતાં મહાસુખ મળેજી ।।૧।। ઢાળ- મળે સુખ મોટું ઘણું, જેહને સંબંધે જરુર । મંગળકારી મૂરતી, અમંગળકરે દૂર ।।ર।। જેના દર્શનસારુ દેવતા, વળી ઈચ્છે છે રહી આકાશ । રાત દિવસ હૃદિયે રહી, નાથ નિરખવા આશ ।।૩।। સદાય સુખી સુર રહે, ખાન પાનની નહીં ખોટ । પણ દીનબંધુના દર્શન વિના, માને અભાગી મોટ ।।૪।। વળી કંઈક વસે છે વનમાં, તજી સર્વે સુખસમાજ । શીત ઉષ્ણ સહન કરે, તે હરી દર્શન કાજ ।।પ।। એવું માહાત્મ્ય દર્શનનું, તેહ એક શ્રીહરીનું હોય । બીજાના દર્શનનું, માહાત્મ્ય ન જાણે કોય ।।૬।। એવું દર્શન જેહને થયું, ગયું તેનું પ્રજળી પાપ । જીવનમુકત તેહ સહી, છતિ દેહે એહ છાપ ।।૭।। બ્રહ્મમોહોલનું બારણું, મેલ્યું ઉઘાડી એહને કાજ । નિષ્કુલાનંદ નિર્ભય પદ, પામશે એ ભકતરાજ ।।૮।।કડવું ।।ર૯।। read more
0 Views : 139

હરિબળગીતા કડવું:- ૩૦

વળી સ્પર્શ પ્રભુનો પરમ પાવનજી, જેહ જેહ પામ્યા સંત અસંતજી । તેહ તેહ થયા સહુ ધન્ય ધન્યજી, એહની સમતા કરે શું સાધનજી ।।૧।। ઢાળ- સાધન બિચારાં શું કરે, આપે કર્યા પ્રમાણે ફળ । સ્પર્શ કરતાં મહાપ્રભુનો, આપે સુખ અટળ ।।ર।। સ્પર્શ પામી પૂતના, હરિ ધવાર્યા લઈ હાથ । પુરૂષોત્તમના સ્પર્શથી, શંખણી થઈ સનાથ ।।૩।। ગોવિંદ સ્પર્શથી ગાપિકા, થઈ સર્વે શ્રુતિ સમાન । કુબજા સ્પર્શી કૃષ્ણને, નિર્ભય થઈ નિદાન ।।૪।। એવો સ્પર્શ પાવન અતિ, પરમ પ્રાપ્તિનો દેનાર । પાપી પ્રાણીનો સ્પર્શ જેહ, તેહ આવે કેમ એની હાર ।।પ।। એવો સ્પર્શ જેને થયો, તે કૃતાર્થ કે’વાય છે । બીજાં કોટી સાધન કરે, પણ તેહ તુલ્ય કયાંય થાય છે ?।।૬।। પરબ્રહ્મનો સ્પર્શ પામી, જેહ થયા પૂરણ કામ । તન મૂકતાં તરત તેહ, પામશે પ્રભુનું ધામ ।।૭।। જેમ પારસના પ્રતાપથી, લોહપણું ન રહે લગાર । નિષ્કુલાનંદ એમ નાથ સ્પર્શે, પ્રાણી પામે ભવપાર ।।૮।। કડવું ।।૩૦।। read more
0 Views : 138

હરિબળગીતા કડવું:- ૩૧

કીર્તિ પ્રભુની સુણતાં કાનજી, જાય અણસમઝણ અજ્ઞાનજી । પ્રગટ પ્રભુશું લાગે તાનજી, એવું કાંય નથી એહની સમાનજી ।।૧।। ઢાળ- સમાન ન દીઠું શોધતાં, હરિકીર્તિ જેવું કોય । જશ સુણતાં જગદીશના, થયા સંસાર પાર જન સોય ।।ર।। પૃથુ ને પરીક્ષિત આદિ, વળી જનક જેવા નરેશ । નારદ હનુ સનક આદિક, હરિ કથા સૂણે છે હમેશ ।।૩।। જુવો વળી આ જગતમાં, હરિજશ સૂણે છે હેતે કરી । કષ્ટમાં એહ કામ આવે, સંકટ સર્વે જાય તરી ।।૪।। એવી કીર્તિ કોણની, જેને સાંભળીને તાપ ટળે । અન્ય કથાને કાને સૂણતાં, પુણ્ય સર્વે પરજળે ।।પ।। પતિતને પાવન કરવા, જશ હરિના છે જાહ્નવી । એહ પખી પવિત્ર થાવા, નથી ઉપાય માનો માનવી ।।૬।। એવા જશ જેણે સાંભળ્યા, તે સનાથ થયા સહુ । ઓછું ન માનવું અંતરે, માનવી મોટપ બહુ ।।૭।। જેની કહીયે પવિત્ર કીરતિ, એવા તો હરિ એક છે । નિષ્કુલાનંદ એ નક્કી કરવું, એહજ સારો વિવેક છે ।।૮।। કડવું ।।૩૧।। read more
0 Views : 142

હરિબળગીતા કડવું:- ૩ર

જેનું નામ જપ્યે આવે અઘ અંતજી, સમરતાં સુખ મળે અનંતજી । પામે મોટપ જપતાં જંતજી, એમ સમઝીને સમરેછે સંતજી ।।૧।। ઢાળ- સંત માહાત્મ્યને સમઝી, નવ મૂકે નારાયણ નામ । શ્વાસો શ્વાસે તે સમરે, ઘણે હેતે ઘનશ્યામ ।।ર।। ગજ ગુણિકા અજામિલ આદિ, ભજી નામ થયા ભવપાર । પતિતપાવન નામ હરિનું, એથી પામ્યા અનેક ઉદ્ધાર ।।૩।। ધ્રુવ પ્રહ્લાદને દ્રૌપદી, થયાં નામ ભજીને નિઃશંક । પાણી ઉપર પાષાણ તર્યા, તેપણ નામને અંક ।।૪।। મોટા મુનિ માળા લઈ, જપે છે નારાયણ નામ । રાત દિવસ રટણ કરતાં, પળ ન પામે વિરામ ।।પ।। જોગી વસે જઈ વનમાં, ખાય ફળ ફુલ વન પાન । એમદમી નિજ દેહને, વળી ભજે છે ભગવાન ।।૬।। મહામાલ માન્યો મને, નારાયણના નામમાંઈ । તેણે કરી એકતાર અંતરે, સમરેછે જો સડ્ડાઈ ।।૭।। એવો મહિમા મૂર્તિ તણો, પ્રિછવ્યો બહુ પ્રકાર । નિષ્કુલાનંદ એ વારતા, નક્કી છે નિરધાર ।।૮।। કડવું ।।૩ર।। read more
0 Views : 126

હરિબળગીતા પદ:- ૮

રાગ:-  ધોળ જેની મૂર્તિ મંગળરૂપ છે, સ્પર્શતાં પાપ પલાયરે । અનેક જન્મનાં અઘ અતિ, જેનું નામ જપતાં તે જાયરે; જેની૦ ।।૧।। જેને દર્શને સર્વે દુષ્કૃત ટળે, બળે બહુ કર્મના કોટરે । જેનું સ્મરણ કરતાં સંકટ શમે, વળી લાગે નહિ કાળની ચોટરે; જેની૦ ।।ર।। જેની કીર્તિને સુણતાં કાનમાં, થાય નર નિર્ભય નિદાનરે । જેનો મહિમા ન કે’વાય મુખથી, એવા છે એ શ્રીભગવાનરે; જેની૦ ।।૩।। એમ સર્વે અંગે સુખદાઈ છે, મૂર્તિ જેની મનોહરરે । નિષ્કુલાનંદ એહ નાથને, ના’વે કોઈ બીજું સરાભરરે; જેની૦ ।।૪।।પદ ।।૮।। read more
0 Views : 148

હરિબળગીતા કડવું:- ૩૩

એમ સમઝયા વિના જે અધુરાજી, પ્રાકૃત ગુણે કરી માને પૂરાજી । પરને પીડવા સુધા અતિ શૂરાજી, પળે પળે દલમાં તર્ક અતિ તુરાજી ।।૧।। ઢાળ- તુરા અતિ અંતરમાં, તેણે ગરીબની ગણતી નહિ । શિયાળ વેષ લઈ સિંહનો, બિવરાવે બીજાં કહિ ।।ર।। પણ જંબુક મન નથી જાણતો, આતો બળ છે અજીનનું । તેણે કરીને થાય છે, અપમાન દુર્બળ દીનનું ।।૩।। એમ ગુણ ગોવિંદના, જરાયેક પામે છે જન । માને હું મોટો થયો, સર્વે ગુણે સંપન્ન ।।૪।। તેણે કરી તન મનમાં , ફોગટ રહે છે ફૂલ્ય । પણ તપાસતો નથી તેહને, જે ભારે આવી ગઈ ભૂલ્ય ।।પ।। જોને પે’રી ઘરેણાં પરનાં, મને માનવી મોટાઈ કેમ । જયારે ઉતારી લેશે અંગથી, ત્યારે રહીશ તેમનો તેમ ।।૬।। માટે મોટપ માનવી, મોટી મહાપ્રભુ માંઈ । જોઈ પોતાના જોરને, જન જોમ ન કરવું કાંઈ ।।૭।। નિશ્ચય નથી નિપજતું, આપણાથી અણુંભાર । નિષ્કુલાનંદ એમ નરને, કરવો વારમવાર વિચાર ।।૮।।કડવું ।।૩૩।। read more
0 Views : 140

હરિબળગીતા કડવું:- ૩૪

એમ વિચાર કરવો નરને ઘણોજી, શુભ ગુણ સર્વે શ્રીહરિતણોજી । ગુણસાગર ગોવિંદને ગણોજી, એ સમ નહિ ગુણ આપણોજી ।।૧।। ઢાળ- આપણા ગુણને ગણતાં, અતિશય અનાદર થાય । અર્થ એકે સરે નહિ, જાણો જરૂર લજજા જાય ।।ર।। પો’ચ્ય ન હોય પોતા પાસળે, વળી કરે વડાઈની વારતા । કામ પડે કેમ કરશું, એમ નથી વિચારતા ।।૩।। જેમ દામ વિનાની હામ હૈયે, કરે કોઈ સુખકારણે । તેતો પાંગુલું ચાલવા પણ લીધું, વિના વાહન બારણે ।।૪।। માટે મોટપ ન માનવી, ગુણ પરના પામીને । દીન આધીન વરતવું, સૌ સંતને શિશ નામીને ।।પ।। અલ્પ ગુણના અભિમાનમાં, અપરાધ થાય શુદ્ધ સંતનું । પામવાનું સુખ રહે પાછળે, આવે દુઃખ અત્યંતનું ।।૬।। માટે વિચારી વરતવું, ઘણું ઘણું ગરજુ થઈ । અલમસ્તી ન દેવી આવવા, બેગરજુ થાવું નઈ ।।૭।। આવી વાતને અંતરે, રાખશે જન રૂડી રીતશું । નિષ્કુલાનંદ તે ઉપરે, પ્રસન્ન થાશે પ્રભુ પ્રીતશું ।।૮।। કડવું ।।૩૪।। read more
0 Views : 116

હરિબળગીતા કડવું:- ૩પ

આપણા ગુણમાં અવિદ્યા રહીજી,અતિશય ઝીણી ઓળખાય નહિજી। સ્વભાવ સરિખી રહી છે થઈજી, તેણે મુઝવ્યા મોટા મોટા કંઈજી ।।૧।। ઢાળ- મોટા મોટા કંઈ મુઝવ્યા, મનાવી ગુણનું માન । અંતરમાંઈ બેઠી અજા, તે જોરે કરે છે જયાન ।।ર।। કવિમાં થઈ કવિરૂપે, ગાયકમાં ગાયક થઈ । પંડિતમાં પંડિતરૂપે, તેને કેણે કળી નઈ ।।૩।। દીનમાં થઈ દીનરૂપે, થઈ દાતારમાંહિ દાતાર । જોગી જતિ તપસી સંન્યાસી, વર્ણાશ્રમરૂપે અપાર ।।૪।। ભૂપમાં થઈ ભૂપરૂપે, ધનવાનમાં ધનવાન । ઉચ્ચ નીચ નરનારમાં, જયાં જેવું અભિમાન ।।પ।। આપાપર ને ચર અચર, સૌને અંતરે વસી અજા । પર પોતાનાં પરઠી, કરે છે બેઠી કજા ।।૬।। આવ્યો ગુણ જે આપમાં, તેનું બળ લઈ બોલે ઘણું । એમ અવિદ્યાયે ફેરવ્યું, શિશ તે સૌ જનતણું ।।૭।। ભૂલ્યા દિશ ભગવાનની, લીધી આપણા ગુણની ઓટ । નિષ્કુલાનંદ એ નરને, ખરા ખરી ગઈ છે ખોટ ।।૮।। કડવું ।।૩પ।। read more
0 Views : 151
Powered By Indic IME