ચોપાઇ- જયજય ગાય મુનિ ગાથ, જયજય નરવીર નાથ । જયજય બદ્રિપતિ રાય, તવ ગુણ કહ્યા કેમ જાય ।।૧।। જય દીનબંધુ ઋષિદેવ, જય અકળ નાથ અભેવ । જય કૃપાના સિંધુ કૃપાળુ, જય દયાના નિધિ દયાળુ ।।૨।। જય પ્રભુ તમે જગદીશ, જય અખિલ બ્રહ્માંડાધીશ । જય આનંદકંદ અવતારી, જય સંતજન સુખકારી ।।૩।। જય ધર્મસુત મહાધીર, જય જ્ઞાન વિજ્ઞાન ગંભીર । જય અતિ અજીત અભેદ, જય કહે નેતિ નેતિ વેદ ।।૪।। જય સુખનિધિ સિદ્ધ શ્યામ, જય સદા અક્રોધ અકામ । જય પુણ્ય પવિત્ર પ્રતાપ, જય નિર્દોષ ને નિષ્પાપ ।।૫।। જય ધર્મતણા પ્રતિપાળ, જય ભારતપતિ ભૂપાળ । જય પાપ ઉત્થાપન આપ, જય સંત હરણ સંતાપ ।।૬।। જય ખળબળ ખંડનહાર, જય ભૂમિ ઉતારણ ભાર । જય દુષ્ટતન દંડધાર, જય નિજજન કાજ સુધાર ।।૭।। જય અકળ બળ અવિનાશી, જય પીંડ બ્રહ્માંડ પ્રકાશી । જય કાળતણા મહાકાળ, જય ભૂપતિ પતિ ભૂપાળ ।।૮।। જય મહાદુષ્ટ મોડણ માન, જય ભક્તવત્સલ ભગવાન । જય અક્ષરધામી અકામી, જય સર્વતણા તમે સ્વામી ।।૯।। જય અવતારના અવતારી, મત્સ્ય કચ્છ વારાહ મુરારી । જય નૃહરિ વામન નાથ, જય પરશુરામ રઘુનાથ ।।૧૦।। જય હલધર કૃષ્ણ કૃપાળુ, જય બુદ્ધ કલકી દયાળુ । જય અલેખધર અવતાર, જય અકળ સર્વ આધાર ।।૧૧।। એવા અનેક ધરી શરીર, બેસો બદ્રીતળે બેઉ વીર । રહો તાપસ વેષે હમેશ, જટા મુકુટ સુંદર […]
read more