Last Updated:
May 5, 2025

Click here to submit your article
પદ્ય
Per Page :

ભક્તિનિધિ કડવું:- ૩૧

રાગ:- ધન્યાસરી ગાફલપણામાં ગુણ રખે ગણોજી, એહમાંહિ અર્થ બગડે આપણોજી । પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણોજી, ભાગે કેમ ખરખરો એહ ખોટ તણોજી ।।૧।। રાગ :- ઢાળ ખરખરો એહ ખોટતણો, ઘણો થાશે નર નિશ્ચે કરી । જે ગઇ વહી વાત હાથથી, તે પમાય કેમ પાછી ફરી ।।૨।। પગ ન ચાલ્યા પ્રભુ પંથમાં, કરે ન થયું હરિનું કામ । જીભે ન જપ્યા જગદીશને, મુખે ગાયા નહિ ઘનશ્યામ ।।૩।। નયણે ન નિરખ્યા નાથને, શ્રવણે ન સુણી હરિવાત । એ ખોટ્ય ભાગે કેમ જાુવો ખોળી, ચિત્તે ચિંતવી ચોરાશી જાત ।।૪।। પશુ પંખી  ન્નગનાં વળી, આવે તન અનંત । તેણે ભજાય નહિ ભગવાનને, એહ સમઝી લેવો સિદ્ધાંત ।।૫।। માટે મનુષ્ય દેહ જેવા, એવા એકે કોઇ ન કહેવાય । તેહ સારું સમઝી શાણા, નરતનના ગુણ ગાય ।।૬।। એવા દેહને પામીને, પ્રસન્ન ન કર્યા પરબ્રહ્મને । તેને થાશે ઉરે ઓરતો, સમઝી લેજો સહુ મર્મને ।।૭।। આવો સમાજ આવતો નથી, જાુવો ચોરાશી દેહને ચિંતવી । તે તન ખોયું પશુ પાડમાં, કહો વાત શું સમઝયા નવી ।।૮।। મનષ્ય હોય તેને મનમાં, કરવો વિવેક વિચાર । માનવ દેહ મોઘોં ઘણું, નહિ અન્ય દેહને એ હાર ।।૯।। ાટે ભક્તિ ભજાવવી, મન વચન કર્મે કરી । નિષ્કુલાનંદ નર તનનું, નથી થાતું મળવું ફરી ।।૧૦।। કડવું ।।૩૧।। read more
0 Views : 120

ભક્તિનિધિ કડવું:- ૩ર

રાગ:- ધન્યાસરી ફરી ફરી દેહ નવ આવે આવોજી, તે શીદ ખોયે કરી કાવો દાવોજી । સમઝી વિચારી હરિ ભક્તિમાં લાવોજી, અવર સુખનો કરી અભાવોજી ।।૧।। રાગ :- ઢાળ અભાવ કરી અસત્ય સુખનો, સત્ય સુખને સમજી ગ્રહો । અમૂલ્ય આવા અવસરને, ખોઇને ખાટ્યો કોણ કહો ।।૨।। જેમ ચિંતામણી મોંઘી ઘણી, તેણે કાગ કેમ ઉડાડિયે । શેતખાનની સાંકડે, હરિ મંદિરને કેમ પાડિયે ।।૩।। તેમ મનુષ્ય દેહ મોંઘો ઘણો, સર્વે સુખ સંપત્તિનો દેનાર । તે વિષય સુખમાં વાવરી, ખરી કરવી નહિ ખુવાર ।।૪।। જેમ પ્રભુ પ્રસાદિની પાંબડી, ફાડી બગાડી કરે બળોતિયું । એ સમઝણમાં સેલિ પડી, કામધેનુ દોહી પાઇ કૂતિયું ।।૫।। તેમ મનુષ્ય દેહે કરી દાખડો, પોખિયું કુળ કુટુંબને । દાટો પરુ એ ડા’પણને, ખરસાણી સારૂં ખોયો અંબને ।।૬।। જેમ કુંભ ભરી ઘણા ઘી તણો, કોઇ રાખમાં રેડે લઇ । એ અકલમાં ઉઠ્યો અગની, જે ન કરવાનું કર્યું જઇ ।।૭।। તેમ દુર્લભ આ દેહ તેહ, અર્પણ કર્યું અનર્થમાં । કહો કમાણી શું કરી, ખોયો આવો વિગ્રહ વ્યર્થમાં ।।૮।। માટે માહાત્મ્ય જાણી મનુષ્ય તનનું, કરવું સમઝી સવળું કામ । વણ અર્થે ન વણસાડવો, આવો દેહ અતિ ઇનામ ।।૯।। જે રહી ગઇ ખોટ મનુષ્ય દેહે, તે ભાંગ્યાનો ભરુંસો તજો । નિષ્કુલાનંદ નકી ભગતિ, કરીને હરિને ભજો ।।૧૦।। કડવું ।।૩૨।। read more
0 Views : 123

ભક્તિનિધિ પદ:-૦૮

રાગ:- બિહાગડો ભજો ભક્તિ કરી ભગવાનરે સંતો ભજો૦, માનો એટલું હિત વચનરે, સંતો૦ । ટેક- ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે, જાણી લેજો સહુ જન । ભક્તિ વિના ભવદુઃખ ન ભાગે, એ પણ માનવું મનરે; સંતો૦ ।।૧।। ભક્તિ વિના ભટકણ ન ટળે, મર કરે કોટિક જતન । ભક્તિ વિના નિર્ભય નર નહિ, કરે સોસો જો સાધનરે; સંતો૦ ।।૨।। ભક્તિ ભંડાર અપાર સુખનો, નિર્ધનિયાનું એ ધન । જે પામી ન રહે પામવું, એવું એ સુખસદનરે; સંતો૦ ।।૩।। તે ભક્તિ તન માનવે થાયે, નહિ અન્ય તન કરવા સંપન । નિષ્કુલાનંદ કે’ નિરાશ થઇને, કરો હરિસેવનરે; સંતો૦ ।।૪।। પદ।। ૮।। read more
0 Views : 130

ભક્તિનિધિ કડવું:- ૩૩

રાગ:- ધન્યાસરી સેવા ન કરે તે સેવક શાનોજી, થયો હરિદાસ પણ હરામી છાનોજી। એહને ભક્ત રખે કોઇ માનોજી, અંતર પિતળ છે બા’રે ધુસ સોનાનોજી ।।૧।। રાગ :- ઢાળ સોના સરિખો શોભતો, થયો ભક્ત ભવમાંહિ ભલો । લાખો લોક લાગ્યાં પૂજવા, દેખી આટાટોપ ઉપલો ।।૨।। ખાવા પીવાની ખોટ ન રહી, મળે વસ્ત્ર પણ વિધવિધ શું । સારોસારો સહુ કોઇ કહે, પામ્યો આ લોક સુખ પ્રસિદ્ધશું ।।૩।। ભોજન વ્યંજન બહુ ભાતનાં, ઘણાં મળે ગામોગામ । મળ્યું સુખ વણ મહેનતે, જયારે કરી તિલક ધરી  દામ ।।૪।। આડંબર આણી ઉપલ્યો, થયો ભક્ત તે ભરપુર, જાણ્યું કસર કોઇ વાતની, જોતાં રહી નથી જરૂર ।।૫।। એવો બા’રે વેષ બનાવિયો, સારો સાચા સંત સમાન । પણ પાછું વળી નવ પેખિયું, એવું આવી ગયું અજ્ઞાન ।।૬।। જે ભક્તપણું શું ભાળી મુજમાં, ભક્તભક્ત કહેછે ભવમાંઇ । ભક્તપણું નથી ભાસતું, ભાસેછે ઠાઉકી ઠગાઇ ।।૭।। જે સર્વે સુખ શરીરનાં, લઇ લેવાં લોકની પાસથી । ભક્ત જાણી ભોળવાઇ ભોળા, આપે હૈયે હુલાસથી ।।૮।। વળી વા’લી વસ્તુ વિલોકીને, આણી આપે જાણી હરિદાસ । જાણે અરથ એથી સરશે, એવો આણી ઉરે વિશ્વાસ ।।૯।। તે વાત નથી તપાસતો, એવો દિલે દગાદાર છે । નિષ્કુલાનંદ નર કળ કરેછે, પણ સરવાળે શું સારછે ? ।।૧૦।। કડવું ।।૩૩।। read more
0 Views : 127

ભક્તિનિધિ કડવું:- ૩૪

રાગ:- ધન્યાસરી ભક્તિ કરે તેહ ભક્ત કે’વાયજી, ભકિત વિના જેણે પળ ન રે’વાયજી । શ્વાસોશ્વાસે તે હરિગુણ ગાયજી, તેહ વિના બીજું તે ન સુહાયજી ।।૧।। રાગ :- ઢાળ સુહાય નહિ સુખ શરીરનાં, હરિભક્તિ વિના ભૂલ્યે કરી । અખંડ રહે અંતરમાં, કરવા ભક્તિ ભાવે ભરી ।।૨।। હમેશ રહે હરખ હૈયે, ભલી ભાતે ભક્તિ કરવા । ભૂલ્યે પણ હરિભક્તિ વિના, ઠામ ન દેખે ઠરવા ।।૩।। ભક્તિ વિના બ્રહ્મલોક લગી, સુખ સ્વપ્ને પણ સમઝે નઇ । ચૌદ લોક સુખ સુણી શ્રવણે, લોભાય નહિ લાલચુ થઇ ।।૪।। ભક્તિ વિનાનો નહિ ભરોંસો, સદા સ્થિર રે’વા કોઇ ઠામ । માટે મૂકી ન શકે ભક્તિને, અતિ સમઝી સુખનું ધામ ।।૫।। નવે પ્રકારે નક્કી કરીને, ભાખ્યા ભક્તિતણા જેહ ભેદ । તે અતિ આદરશું આદરે, કરી અહંમમત ઉચ્છેદ ।।૬।। અહંમમત જાય જયારે ઉચલી, ત્યારે પ્રગટે પ્રેમલક્ષણા । ત્યારે તેહ ભક્તને વળી, રહે નહિ કોઇ મણા ।।૭।। રસ પરસ રહે એકતા, સદા શ્રીહરિની જો સાથ । અંતરાય નહિ એકાંતિક પણું, ઘણું રહે શ્યામની સંઘાથ ।।૮।। એવે ભક્તે ભગવાનની, ભલિભાત્યે ભજવી ભગતિ । ભક્તિ કરી હરિ રીઝવ્યા, ફરી રહ્યું નહિ કરવું રતિ ।।૯।। કરીયે તો કરીયે એવી ભગતિ, જેમાં રહ્યો સુખનો સમાજ । નિષ્કુલાનંદ ન કરીયે, ભક્તિ લોક દેખાડવા કાજ ।।૧૦।। કડવું ।।૩૪।। read more
0 Views : 128

ભક્તિનિધિ કડવું:- ૩પ

રાગ:- ધન્યાસરી સાચા ભક્તની ભેટ થાય ભાગ્યેજી, જેને જગસુખ વિખસમ લાગેજી । ચિત્ત નિત્ય હરિચરણે અનુરાગેજી, તેહ વિના બીજું સરવસ ત્યાગેજી ।।૧।। રાગ :- ઢાળ ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર । ભાવે હરિની એક ભગતિ, અતિ અવર લાગે અંગાર ।।૨।। અન્ન જમી જન અવરનું, સૂવે નહિ તાંણી વળી સોડ । નિર્દોષ થાવા નાથનું, કરે ભજન સ્તવન કરજોડ ।।૩।। મહામે’નતે કરી મેળવ્યું, વળી અર્થે ભર્યું એવું અન્ન । તે ખાઇને ખાટ્ય માને નહિ, જો ન થાય હરિનું ભજન ।।૪।। વળી વસ્ત્ર વિવિધ ભાતનાં, આપ્યાં અંગે ઓઢવા માટ । તે ઓઢી અન્ય ઉદ્યમ કર્યો, ખોળી જુવો શિ થઇ ખાટ્ય ।।૫।। એણે આપ્યું નથી અન્ન ઉષર જાણી, હૈયે હજાર ઘણી છે લેવા હામ । એહ આપવું પડશે આપણે, કે આપશે શ્રીઘનશ્યામ ।।૬।। ઘનશ્યામને શિર શીદ દિયે, જૈયે ન કર્યું ભક્તિ ભજન । રહે વિચાર એહ વાતનો, હૃદિયામાંહિ રાત દન ।।૭।। ખરૂં ન કર્યું ખાધા જેટલું, ઇચ્છયો ભક્ત થાવા એકાંત । તેતો ઘાસ કટુ ઘેબરનાં ભાતાં, ખાવા કરેછે ખાંત ।।૮।। એહ વાત બંધ કેમ બેસશે, હરિભક્ત તે હૈયે ધારિયે । માટે સૂતાં બેઠાં જાગતાં, અતિ હેતે હરિને સંભારિયે ।।૯।। એમ જાણેછે જન હરિના, તે ભક્તિ કરતાં ભૂલે નહિ । નિષ્કુલાનંદ કહે વેષ વરાંસે, ફોગટ મને ફૂલે નહિ ।।૧૦।। કડવું ।।૩૫।। read more
0 Views : 123

ભક્તિનિધિ કડવું:- ૩૬

રાગ:- ધન્યાસરી ફૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી । ભૂલ્યો ન ભમે ભક્તિની ભ્રાંતેજી, નક્કી વાત ન બેસે નિરાંતેજી ।।૧।। રાગ :- ઢાળ નિરાંત નહિ નક્કી વાત વિના, રહે અંતરે અતિ ઉતાપ । ઉર વિકાર વિરમ્યા વિના, નવ મનાય આપ નિષ્પાપ ।।૨।। દાસપણામાં જે દોષછે, તે દૃગ આગળ દેખે વળી । માટે મોટપ્ય માને નહિ, સમઝેછે રીત એ સઘળી ।।૩।। ખોટ્ય મોટી એ ખોવા સારૂં, કરે ભક્તિ હરિની ભાવે ભરી । જાણે ભક્તિ વિના ભાગશે નહિ, ખોટ એહ ખરાખરી ।।૪।। માટે અતિ આગ્રહ કરી, હરિભક્તિ કરે ભરપૂર । ભક્તિમાં જેથી દ ભંગ પડે, તેથી રહે સદા દૂર ।।૫।। જાણે જે ઉદ્યમે જન્મોજન્મનું,  ારિદ્રય દૂર થાય । તે ઉદ્યમની આડી કરે, તેથી વેરી કોણ કે’વાય ।।૬।। તેમ ભક્તિથકી ભવદુઃખ ભાગે, જાગે ભાગ્ય મોટું જાણવું । તે વિમુખની વાત સાંભળી, અંગે આળસ નવ આણવું ।।૭।। જેમ સહુસહુને સ્વારથે, સાચું રળેછે સરવે । તેમ હરિભક્તને, કસર ન રાખવી ભક્તિ કરવે ।।૮।। મોટી કમાણી જાણી જન, તન મને રે’વું તતપર । બની વાત જાય બગડી, જો ચૂકિયે આ અવસર ।।૯।। જે તકે જે કામ નિપજે, તે વણ તકે નવ થાય । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, એ પણ સમઝવું મનમાંય ।।૧૦।। કડવું ।।૩૬।। read more
0 Views : 135

ભક્તિનિધિ પદ:-૦૯

રાગ:– પરજ સંતો મનમાં સમઝવા માટરે, કેદિ મેલવી નહિ એ વાટરે; સંતો૦ ।। જોઇ જોઇને જોયુંછે સર્વે, વિવિધ ભાતે વિરાટ । ભક્તિ વિના ભવ ઉદભવનો, અળગો ન થાય ઉચ્ચાટરે; સંતો૦ ।।૧।। તપ કરીને ત્રિલોકીનું કોય, પામે રૂડું રાજપાટ । અવધિયે અવશ્ય અખંડ ન રહે, તો શી થઇ એમાં ખાટ્યરે; સંતો૦ ।।૨।। માટે ભક્તિ ભવભય હરણી, કરવી તે શીશને સાટ । તેહ વિના તને મને તપાસું, વાત ન બેઠી ઘાટરે; સંતો૦ ।।૩।। ભક્તિથી કાયા જાણે છૈયે ડાહ્યા, એવું ડાહ્યાપણું પરૂં ડાટ । નિષ્કુલાનંદ કે’ ભક્તિ કરતાં, ઉઘડે અભય પદ હાટરે; સંતો૦ ।।૪।। પદ ।।૯।। read more
0 Views : 111
Powered By Indic IME