Last Updated:
May 5, 2025

Click here to submit your article
પદ્ય
Per Page :

વચનવિધિ કડવું:- ૩૮

બહુ દુઃખ પામે થઈ સ્થાન ભ્રષ્ટજી, જિયાં જિયાં જાય તિયાં પામે કષ્ટજી સ્થાન ખોઈ થાય છે ખરા નર ખષ્ટજી, એહ વાત પુરાણે સૂચવી સુસ્પષ્ટજી સુસ્પષ્ટ શાસ્ત્રે સૂચવી, ખરી સ્થાનભ્રષ્ટની જે ખોટ ।। ઇન્દ્ર ઇન્દ્રાસને નવ રહ્યો, ત્યારે ગયો કમળ વનની ઓટ ।। ર ।। ભવ બ્રહ્માનું ભાખતાં, લાગે લોકમાંય લજામણું ।। સ્થાનભ્રષ્ટ ભોમ વ્યોમમાં, થાય હેરાણ ઘણું ઘણું ।। ૩ ।। નહુષ નરેશ નિજ રાજય તજી, ઇછ્યો બેસવા ઇન્દ્રને આસને ।। ઇન્દ્રાસનનું સુખ આવ્યું નહિ, આવ્યું દુઃખ ભોગવી કાશને ।। ૪ ।। ત્રિશંકુ તજી રાજય ભૂમિનું, ઇછ્યો અમરપુરનાં જો સુખ ।। સુખ ન જડ્યું દુઃખ પડ્યું, વળી લટક્યો ઊંધે મુખ ।। પ ।। સ્થાનભ્રષ્ટનો સર્વે ઠેકાણે, અતિ અનાદર થાય છે ।। દંત ને નખ કેશ નરા, ખરા નકારા કે’વાય છે ।। ૬ ।। એમ સમજુ સમજીને, રે’વું સહુ સહુના સ્થાનમાં ।। સ્થાન તજીને જે જીવવું, તે જીવિત ગયું છે જયાનમાં ।। ૭ ।। જેમ પોતાનો પિયુ પરહરી, કોઈ નારી થાય વ્યભિચારણી ।। નિષ્કુળાનંદ એ નાર નરસી, પુરુષનું પેટ બાળણી ।। ૮ ।। read more
0 Views : 131

વચનવિધિ કડવું:- ૩૯

કોઈ કે’શે એમ કેમ રૈ’યે જીયાં દુઃખજી, બીજે જો જાયૈ તો પામિયે સુખજી એમ કહે છે નર હરિના વિમુખજી, તેની કહું કિયાં ભાંગશે ભૂખજી ભૂખ ભાંગવા ભમે ઘણું, જાણે કિયાં જઈ થાઉં સુખિયો ।। પણ દુઃખ ચાલે દશ ડગ આગળે, તે જિયાં જાય તિયાં દુઃખિયો ।। ર ।। ભાગ્ય એનાં ભેળાં રહે, સુખ દુઃખનાં દેનાર ।। તેને નથી તપાસતો, વિમુખ વણ વિચાર ।। ૩ ।। જેમ ચાલે કોઈક કમાણિયે, હોયે ફેલી વ્યસની વિશેષ ।। તે કે દી નહિ ભરે કોથળી, મર ફરે દેશ વિદેશ ।। ૪ ।। જેમ ચોર ચાલ્યો વળી ચોરીએ, જાણે આવીશ ખરી કરી ખાટ ।। પણ જાણતો નથી જે જાશે જીવડો, જે શૂળી લખી છે લલાટ ।। પ ।। એમ નર અભાગિયો, ભાંગે છે વચનની જો વાડ્ય ।। પર સુખ પોતાનાં કરવા, ધાય  જેમ ગાય હરાડ્ય ।। ૬ ।। એમ વિમુખ નર વિકળ થઈ, ભટકે છે ભવમાંહી અતિ ।। મન કરે છે સુખ મળવા, પણ મળતું નથી સુખ રતિ ।। ૭ ।। એમ સ્થાનક ભ્રષ્ટ જે થયા, તે તો ગયા મૂળગા મૂળથી ।। નિષ્કુળાનંદ નિશ્ચે જાણજો, જેમ ફળ સુકાણું ફૂલથી ।। ૮ ।। read more
0 Views : 127

વચનવિધિ કડવું:- ૪૦

હરિ આજ્ઞામાં રહ્યાં જે આપજી, જાણી પ્રભુનો મોટો પ્રતાપજી તેને તો મનાણું પાપિયે પાપજી, ત્યારે સુખ થાવા શો રહ્યો જબાપજી જબાપ એનો જડતો નથી, જે વર્તે છે વચનથી બા’ર ।। દેવ અદેવ દોયમાં વળી, એને ગણિયે કેની હાર ।। ર ।। દૈવી આસુરી જીવ જગમાં, તે તો જાણે છે સહુ જન ।। દૈવી વરતે વચનમાં, આસુરી ન માને વચન ।। ૩ ।। બીજા તો બીતા બહુ રહે, લોપે નહિ વચન લગાર ।। જિયાં જેને રાખિયા, તિયાં રહ્યા કરી નિરધાર ।। ૪ ।। હેડ્ય બેડી કોટડિયે, નથી અવરાણા ઓરડિયે ।। બાંધ્યા નથી બીજે બાંધણે, બંધાણા છે વચન દોરડિયે ।। પ ।। તેને દેખવા દુઃખિયા, લેખવા સુખિયા વિમુખને ।। એવા સમજું સહુ મરજો, પામી પૂરણ દુઃખને ।। ૬ ।। સાકરટેટીથી સારાં લાગે, અતિ રૂડાં ઇન્દ્રામણાં ।। ખાવા બેસશે ખાંત્યે કરી, ત્યારે લાગશે વિષથી ભૂંડાં ઘણાં ।। ૭ ।। આખુ જેમ અગ્ન બળતી, લઈ જાય નિજ ઘેર વાટ્ય ।। નિષ્કુળાનંદ એવું નર કરે છે, માને છે તેમાં ખાટ્ય ।। ૮ ।। read more
0 Views : 141

વચનવિધિ પદ:- ૧૦

રાગ-આશાવરી:– ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ એ ઢાળ. ખોટમાં દોટ દેવી નહિ દેખી, કરી લૈયે ખરાખરી ખાટ્ય રે; શીદ ખાયે ખોળી ખડ ધાન્યને, જયારે પામ્યા રાજય ને પાટ્ય રે, ખોટમાં૦ ।। ૧ ।। શણગાર સોનાના સજી શરીરે, ભૂંસિયે નહિ મુખે ભૂંડી મશ રે; મુખ દેખે લેખે તે લજામણું, એમ શીદ ખોયે જાણી જશ રે. ખોટમાં૦ ।। ર ।। કરીથી ઊતરી ખરી પર ચડી, મોટી વાત મુખે ન કે’વાય રે; કાઢી કટિપટ કોઈ કરે પતાકા, એના શરીરની શોભા જાય રે. ખોટમાં૦ ।। ૩ ।। એમ પોતાનો પતિ પરહરી પરો, કોઈ નારી કરે વ્યભિચાર રે; નિષ્કુળાનંદ કે’ જાય જશ તેનો, વળી કોયે ન કરે પતિયાર રે. ખોટમાં૦ ।। ૪ ।। read more
0 Views : 139

વચનવિધિ કડવું:- ૪૧

જેમ એક પુરુષને પુત્ર બે ચારજી, તેને પરણાવી જૂજવી નારજી તે સૌ બાંધી બેઠા ઘરબારજી, તેમાં એક વનિતાયે કર્યો વ્યભિચારજી વ્યભિચાર કરી વણશી ગઈ, માંડ્યું જેઠનું જઈ ઘર ।। તેને શાણી ગઈ સમજાવવા, ત્યાં તો બોલી સામું બળભર ।। ર ।। કહે શું સમજી શિખામણ દેવા, તું આવી અતિ ડાહી થઈ ।। ખબર વિના ખોટ ખોળે છે, એવી અક્કલ કેમ ઊઠી ગઈ ।। ૩ ।। સાસુ સસરો ગોર ગોત્રજ, કુળદેવ બીજા નથી કરિયાં ।। નણંદ નાતિ જાતિ જાણો, એ તો એમ જ છે નથી ફરિયાં ।। ૪ ।। ફેરવણીમાં ફેરવણી એટલી, પાલટો કર્યો એક પતિતણો ।। એને ઉપર આગ્રહ આવો, કહો કેમ કરો છો ઘણો ।। પ ।। ઈર્ષ્યાયે કરી આળ ચડાવી, વણ વાંકે નાખો છો વાંકને ।। ફજેતી કરવા સૌ ફર્યા છો, નાખી કલંક કાપવા નાકને ।। ૬ ।। મને કહ્યું એમ કહો બીજાને, તો તરત મળે તેનું ફળ ।। અમ જેવાં તો અનેક છે, તેની નથી તમને કાંઈ કળ  ।। ૭ ।। એમ અભાગણી ઉચ્ચરે, શુદ્ધ અતિ સાચી થઈ ।। નિષ્કુળાનંદ કહે એવા નિર્લજજને, લાજ ને શરમ શી રઈ ।। ૮ ।। read more
0 Views : 147

વચનવિધિ કડવું:- ૪ર

એમ બેમર્યાદી થઈ બગડેલીજી, ભકત ન કરવી મર્યાદા મેલીજી એ તો પરઠણ કરી છે જો પે’લીજી, ન કરવું કામ કોઈ નિયમને ઠેલીજી ઠેલી નિયમને કામ ન કરવું, મર હોય લાભ જો લાખનો ।। તોય લલચાવિયે નહિ લેશ મનને, જાણિયે મવાળો કાખનો ।। ર ।। વારે વારે આવી વારતા, માનજો સહુને મળતી નથી ।। તે સ્વપ્ન સરખા સુખ સારુ, હારવી નહિ કહું હાથથી ।। ૩ ।। શરીર કપાય મર સઘળું, થાય ટુકટુક મર તન ।। પણ ન દેવું કપાવા નાકને, તેની રાખવી ઝાઝી જતન ।। ૪ ।। જેમ શૂરવીરને સંગ્રામ માંહી, લાગે ઘટમાં ઘાવ કંઈ ।। પણ ભાગતાં વાગે પૂઠે ભલકું, જાણો એ જેવું બીજું ભૂંડું નઈ ।। પ ।। એમ ભકત થયો ભગવાનનો, પણ રહ્યો તે દેહનો જ દાસ ।। કુળ લજાવ્યું છે કેસરીએ, જે ખાવા લાગ્યો મુખે ઘાસ ।। ૬ ।। ઘરની ગોલીનો ગોલો થયો, રહ્યો હાથ જોડીને હજુર ।। રાત દિવસ રાજી રાખવા, અતિ આખેપ રાખે છે ઉર ।। ૭ ।। એવો ભકત ભગવાનને, કહો રાજી કરી કેમ શકે ।। નિષ્કુળાનંદ કે’ નાદાર નર, ચડ્યો શરીરના સુખને ધકે ।। ૮ ।। read more
0 Views : 134

વચનવિધિ કડવું:- ૪૩

ધકા બહુ ખાય છે ધર્મના હીણજી, વિષયસુખ સારુ રે’છે મન મીણજી તેણે કરી મતિ અતિ થઈ છે ક્ષીણજી, તોય પણ માને છે મનમાં પ્રવીણજી પ્રવીણપણું એનું પ્રીછિયું, તે તો નથી જાતું કેને કહિયું ।। ખાય છે ખલેલાં ખારેક તજી, એવું ટળી ગયું છે વળી હઇયું ।। ર ।। કરી દીવો દિવસમાં, વળી મેલ્યું અવળું મોળિયું ।। તે જાણે મેં કાંયે કર્યું નથી, પણ કુળ સમૂળું બોળિયું૯ ।। ૩ ।। ઘોડું મૂકી દઈ ઘરનું, ચાલ્યો નર ખર પર ચડી ।। તોય પોતા સરીખામાં પોરસી, મરડે છે મૂરખ મૂછડી ।। ૪ ।। લૂંટાવી કસુંબી લૂગડાં, પંડે પે’ર્યા છે ગળિયલ ઘણાં ।। તે દેખાડે છે દેશોદેશમાં, કે’છે જો જો મુમાં કાંઈ છે મણા ।। પ ।। એમ મેલી રીત સતસંગની, વળી રે’છે કુસંગની રીતમાં ।। દ્વિજ ધામ તજી વશ્યો ઢેઢમાં, તોય ફૂલ્યો ફરે છે ચિત્તમાં ।। ૬ ।। નકટે નકટા ભેળા થયા, વન્ઠેલમાં વન્ઠેલ વળી ।। એમ વિમુખ વિમુખ ભેળા વસ્યા, કરી હેત પરસ્પર મળી ।। ૭ ।। તેમ મનમુખીને મોજ મનમુખીમાં, લાગે આજ્ઞાકારી અળખામણા ।। નિષ્કુળાનંદ એવા નર જેવા, નથી ત્રિલોકે કોઈ લજામણા ।। ૮ ।। read more
0 Views : 137

વચનવિધિ કડવું:- ૪૪

લજામણાને લાજ ન હોયજી, નર મુનિવર મર વળી વગોયજી તિરસ્કાર તલભાર ન માને તોયજી, મર આવી કહે કોવિદ નર કોયજી કોઈનું કેમ માને કહ્યું, થયું જેને ગોઠણ  જેટલું ।। રોગરાજના રોગીને જેમ, ખુવે ખવરાવે તેટલું ।। ર ।। જેમ ભાદરવે ભેંસ પૂછલી,૯ જેમ પડ્યો ગજ અજાડિયે ।। જેમ લાગી ગોળી લલાટ માંયે, તેને જીવવાની ના પાડિયે ।। ૩ ।। તેમ આવતે જોબને આવી મળ્યો, જબરા કુસંગનો જોગ ।। તેને સાધ્ય શી રહે શરીરમાંહી, જેને થયો અસાધ્ય રોગ ।। ૪ ।। જેમ ચંદનઘોના ચાખેલની, વળી નહિ ઊગરવા આશ ।। તેમ કુસંગના કરડેલનો, જાણો ના’વે વળી વિશવાસ ।। પ ।। જેમ મમોઈગર કર માનવી, ખેરી પડી વળી કર ખાટકી ।। પારાધી કર પશું પડ્યું, તે નહિ નહિ જીવે નકી ।। ૬ ।। તેમ ખરા કુસંગને પડ્યો ખબેડે, તેણે બુદ્ધિ ઊંધી આવી ઘણી ।। તેને સવળું કેમ સૂઝશે, રાખશે કેમ સત્સંગ શિરોમણિ ।। ૭ ।। જેમ કોઈ ખાયે ઝાઝા ઝેરને, વળી કરડી જીભ કટકા કરે ।। નિષ્કુળાનંદ એ નરને, નથી જીવવાનું જાણો સરે ।। ૮ ।। read more
0 Views : 142
Powered By Indic IME