Last Updated:
May 5, 2025

Click here to submit your article
પદ્ય
Per Page :

વચનવિધિ કડવું:- રપ

હરિ રાજી કરવા હોય હૈયે હામજી, તો સંત સંગે હેત રાખો આઠું જામજી સંત છે સર્વ સુખના ધામજી, તેહ વિના કેદિયે ન સરે કામજી કામ ન સરે સતંસંગ વિના, ત્યારે તેને જ સોંપવા પ્રાણ ।। મન કર્મ વચને કરી, થઈ રે’વા સંતના વેચાણ ।। ર ।। આ લોક પરલોકમાં પડે, જાણો જરૂર જેનું કામ ।। તેને સંગાથે કેમ ત્રોડિયે, જાણી સદાય સુખનું ધામ ।। ૩ ।। વિવાદ કરી કેમ વદીએ, અતિ વચન અકડથી ।। જેને ફળે ફૂલે દળે દુઃખ ટળે, તે તરુ ન છેદિયે થડથી ।। ૪ ।। જે બારણેથી બંધ છૂટિયે, તે બંધ ન કરિયે બારણું ।। જેને આધારે જીવિયે, તેને ન કરિયે મારણું ।। પ ।। જેમ કોઈ રાખે અન્ન પર રૂસણું, વળી વારિશું રાખે વેર ।। તે જન એમ નથી જાણતો, જે હું જીવીશ તે કઈ પેર ।। ૬ ।। એમ સંત સાથે રાખી શત્રુતા, વળી કરે સુખની આશ ।। તે દિન થોડે દુઃખ પામશે, કાં કરતો નથી તપાસ ।। ૭ ।। મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ ।। નિષ્કુળાનંદ કહે એ નહિ બને, રખે દેતા કોઈને દોષ ।। ૮ ।। read more
0 Views : 186

વચનવિધિ કડવું:- ર૬

સંતને સોંપિયે સર્વે આપણુંજી, એથી અંતરાય ન રાખીએ અણુંજી કરિયે ગમતું સાચા સંતતણુંજી, તો સંત અત્યંત રાજી થાય ઘણુંજી ઘણું રાજી કરી સંતને, કૈક પામિયા પરમ ધામ ।। સંત વિના શોધી જુવો સઘળે, કહો કેનું સરિયું કામ ।। ર ।। જેમ નાવ વિના નીરનિધિમાં, નથી તરવા અન્ય ઉપાય ।। તેમ સંત વિના સંસાર તરવા, શીદ ઇચ્છે કોઈ ઉરમાંય ।। ૩ ।। જેમ રવિ વિનાની રજની, જાણો નથી જાવાની જરૂર ।। તેમ સંત વિના અજ્ઞાન અંધારું, કે દી ન થાયે દૂર ।। ૪ ।। જેમ વરસાત વિના વસુંધરા, સદાયે સૂકી રહે ।। તેમ સંત વિના જીવ જગતના, કહો સુખ કયાંથી લહે ।। પ ।। તેવા સંતશું ત્રોડિયે, જોડિયે પાપીશું પ્રીત ।। તેને સુખ થવાનું નથી સૂઝતું, ચિંતવી જોયે છૈયે ચિત્ત ।। ૬ ।। ફોડી આંખ્ય થાય આંધળો, પછી ઇચ્છે જોવા રૂપને ।। રૂપ જોયાનું રહ્યું પરું, જો ભરે  નહિ ઊંડા કૂપને ।। ૭ ।। માટે સાચા સંત સેવીને, કરિયે રાજી રળિયાત ।। નિષ્કુળાનંદ તો નરને,સુધરી જાયે સર્વે વાત ।। ૮ ।। read more
0 Views : 214

વચનવિધિ કડવું:- ર૭

સાચા સંત જાણો જગતમાં થોડાજી, બીજા બહુ ઘરોઘર ફરે માથાફોડાજી જયાં ત્યાં ખાય છે જગતના જોડાજી, તોય નથી લાજતા પ્રજાપતિ ઘરઘોડાજી ઘોડા પ્રજાપત ઘરના, ખાયે ખતા ખણુંખણું એ ઘણા ।। એવા સાધુ કે’વાય છે સંસારમાં, અતિ લબાડ લજામણા ।। ર ।। ખાનપાનને રહે ખોળતા, ત્રિયા ધનને તાકે ઘણું ।। માળા તિલક ને મુદ્રા એની, ધારે છે ધીરવવાપણું ।। ૩ ।। વેષ ઉપદેશ વારતા, કરે સાચા સંતના સરખી ।। પણ ભરી ભૂંડાઈ ભીંતરે, તે તો કોણે પણ નવ્ય પરખી ।। ૪ ।। ફેલમાં બહુ ફશી રહ્યા, વ્યસની ને વળી વટાળ ઘણો ।। તીર્થ વ્રત નિયમ ન માને, કરે દ્રોહ તે ધર્મતણો ।। પ ।। એવા સાધુ થઈ સંસારમાં, પૂજાય છે પાપી મળી ।। પ્રભુની બાંધી મરજાદને, ત્રોડવા છે ત્યાર વળી ।। ૬ ।। એવા સાધુને સેવતાં, પુણ્ય પૂર્વનાં પરજળે ।। આપે ખોટ્ય મોટી અતિ, જે જનને એવા મળે ।। ૭ ।। ગદ્ધા ધોળા ઘોળ્યા પરા, સારી લાગે શ્યામળી ગાય ।। નિષ્કુળાનંદ ગાય પૂજીએ, પણ ખર ખરા ન પૂજાય ।। ૮ ।। read more
0 Views : 187

વચનવિધિ કડવું:- ર૮

સાચા શુદ્ધ સંતનો સમાગમ કયાંથીજી, થોડે પુણ્યે કરી એ થાતો નથીજી જેણે કરી છુટિયે મહાદુઃખમાંથીજી, જરૂર જીવના એ સાચા સંગાથીજી સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાંય ।। ભવસાગરમાં ડૂબતાં, સાચા સંત કરે છે સા’ય ।। ર ।। વા’રુ છે વસમી વેળાતણા, જયારે આવે પળ વળી આકરી ।। તે સમે સાચા સંત સગા, કાં તો સગા છે શ્રીહરિ ।। ૩ ।। તેહ વિના ત્રિલોકમાં, નથી જીવને ઠરવા ઠામ ।। આદ્યે અંત્યે મધ્યે માનજો, સર્યા સહુનાં એથી કામ ।। ૪ ।। તે સંત શાણા શુભગુણે, જેમાં અશુભ ગુણ નહિ એક ।। પરઉપકારી સગાં સહુનાં, ધર્મ નિયમવાળા વિશેક ।। પ ।। કામ ક્રોધ લોભે કરી, જેને અંતરે નથી ઉત્તાપ ।। નિર્માની નિઃસ્પૃહી નિઃસ્વાદી, નિર્મોહી વળી નિષ્પાપ ।। ૬ ।। જકતદોષ જેના જીવમાં, વળી અડ્યો નથી અણુ ભાર ।। એવા સંત શુદ્ધ શિરોમણિ, ત્રિલોકના તારનાર ।। ૭ ।। વચન ન લોપે વાલાતણું, હોય પંડ્યમાં જયાં લગી પ્રાણ ।। નિષ્કુળાનંદ એવા સંતના, શ્રીહરિ કરે છે વખાણ ।। ૮ ।। read more
0 Views : 186

વચનવિધિ પદ:- ૭

રાગ-ધોળ:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ. સંત સાચા તે સંસારમાં, રહે હરિવચને હમેશ રે; આપત્કાળ જો આવે આકરો, તોયે વચન લોપે નહિ લેશ રે.    સંત૦ ।। ૧ ।। અખંડ પાળે જો હરિઆગન્યા, ઇચ્છે નહિ આ લોકના સુખ રે; દેહ અભિમાનને દૂર કરી, સદા રહે હરિસન્મુખ રે.    સંત૦ ।। ર ।। મરજી ન લોપે મહારાજની, આવે અંગે દુઃખ જો અતોલ રે; સાબિત કીધી છે સાટે શીશને, ખરી કરી મનમાંય ખોળ રે.સંત૦ ।। ૩ ।। એવું એક અંગ રંગ ઊતરે નહિ, એક રે’ણી કે’ણી ટેક એક ઉર રે; નિષ્કુળાનંદ કહે એવા સંતને, દરશને થાયે દુઃખ દૂર રે. સંત૦ ।। ૪ ।। read more
0 Views : 168

વચનવિધિ કડવું:- ર૯

એવા સાચા સંતનો સમાગમ સારોજી, જેથી આવે જાણજો દુઃખનો આરોજી પ્રભુ પામવાનો ન રહે ઉધારોજી, બીજાનો સંગ છે બહુ નઠારોજી નઠારો સંગ નરસાતણો, કહું છું કોઈ કરશો નહિ ।। નાગ વાઘ વિષ વહનિ, એ વિમુખથી સારાં સહિ ।। ર ।। ગાળે હિમાળે બાળે વિજળી, વળી કૂવે પડે નર કોય ।। શીશ કાપે આપે શૂળિયે, તોયે વિમુખ દુઃખસમ નોય ।। ૩ ।। એથી મરવું એકવાર પડે, પછી પામીએ એહનો પાર ।। પણ જનમ મરણ જીવને, વિમુખથી વારમવાર ।। ૪ ।। ઢેઢ ઢેમર ઢોલવી મ્લેછ, પારાધી ગઉમાર ।। એના સ્પર્શના પાપથી, વિમુખનું પાપ અપાર ।। પ ।। પાપી વિમુખના સ્પર્શનું, કયાં જઈ ધુએ કિલબીષ૯ ।। ટાળી ન ટળે કોઈની, જેમ ગળી મળીની મેષ ।। ૬ ।। પૂરણ પાપે સ્પર્શ એનો, પામે કોઈ પ્રાણી મળી ।। અનંત જનમનું સુકૃત સર્વે, વિમુખ સ્પર્શે જાયે બળી ।। ૭ ।। એમ સરવે પ્રકારે સમજીને, તજવો તે સંગ વિમુખનો ।। નિષ્કુળાનંદ કહે તો પામશો, સારો દિવસ સુખનો ।। ૮ ।। read more
0 Views : 179

વચનવિધિ કડવું:- ૩૦

વચનદ્રોહીનો વિશ્વાસ કરતાંજી, પાર ન આવે ચોરાસી ફરતાંજી મહાદુઃખ પામિયે જનમતાં મરતાંજી, માટે દિલમાં રહિયે એથી સદાયે ડરતાંજી ડરતા રહિયે અતિ દુષ્ટથી, દગે દેખી લૈયે દગાદાર ।। સમો આવે તો શત્રુપણું, વાવરતાં ન કરે વાર ।। ર ।। જેમ ચિત્ર ચાપ આપે નમે, પણ લિયે બીજાના પ્રાણ ।। તેમ વિમુખ મુખે મીઠું વદે, પણ ફેરવે ચારે ખાણ ।। ૩ ।। જેમ ભરી બંદૂક બરિયાનમાં, કપિ કળી વળી મૂકે કાનમાં૯ ।। અડાડીને રહે અળગો, પણ સામાને રોળે રાનમાં ।। ૪ ।। સમજી સુંવાળા સર્પને, કોઈ સુવે વળી લઈ સોડ્યમાં ।। માનજો મને તેને મારશે, અવશ્ય કરડી ઓડ્યમાં ।। પ ।। વિકટ અટવિ વાટમાં, વેરી લિયે વળાવડે ।। તેને કહો કુશળ રે’વાની, પ્રતીતિ તે કેમ પડે ।। ૬ ।। તેમ વચનદ્રોહીનો વિશ્વાસ કરે, રાખે હરિવિમુખશું હેત ।। તેને સુખ થાવા શીદ પૂછવું, જે વશ્યો દુઃખનિકેત ।। ૭ ।। માટે સર્વે પ્રકારે સમજો, વર્જો  સંગ વચનદ્રોહીનો ।। નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, રાખો સંગ સંત નિર્મોહીનો ।। ૮ ।। read more
0 Views : 178

વચનવિધિ કડવું:- ૩૧

હરિવિમુખ થાશે હેરાણજી, મરશે ફરશે ભરશે ચારે ખાણજી થાશે પરવશ પરનો વેચાણજી, ત્યારે પડશે એ પાપની પે’ચાણજી પે’ચાણ પડશે પાપની, જયારે જડશે  જોડા મૂંડમાં ।। ત્યારે આંખ્ય ઊઘડશે, પડશે માર જયારે પંડમાં ।। ર ।। જાણી જોઈ જગદીશનાં, વિમુખ લોપે છે વચનને ।। મર માણે આજ મોજને, પણ પડશે ખબર તજે તનને ।। ૩ ।। ટીપ થાશે ત્રણે કાળમાં, અન્ન વસન વિના રે’શે વનમાં ।। રાત દિવસ રડવડશે, ત્યારે વિચારશે મનમાં ।। ૪ ।। શીશ ડોલાવી શોક કરશે, કે’શે કયાંથી વચનદ્રોહી થયો ।। સંત ઘણું સમજાવતા, પણ હું તો દેહમાની રહ્યો ।। પ ।। કિયાં જાઉં હવે કેમ કરું, સરું દુઃખનું નથી આવતું ।। મોટાની મરજાદ મૂકી, કર્યું મેં મન ભાવતું ।। ૬ ।। એમ પસ્તાશે પાપિયો, લેશે ફળ વચન લોપ્યાતણું ।। દુઃખના દરિયા ઊલટશે, સુખ નહિ રહે એક અણું ।। ૭ ।। એમ  કે’છે  આગમમાં,  સંત  વળી  મોટા  મુનિ ।। નિષ્કુળાનંદ કે’ હરિદ્રોહી સમ, ખોળતાં વળી ન મળે ખૂની ।। ૮ ।। read more
0 Views : 170
Powered By Indic IME