Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૩૪

અને વડોદરામાં દીવાનજી હાર્યે એટલું વેર ને તેના મનમાં એમ જે, જો કાંઇક સ્વામિનારાયણ વાંકમાં આવે તો એને લાજહીણ કરીએ. તે સારુ તો ત્યાં આવ્યા હતા; પછી સભા થઇ ત્યારે બોલ્યા જે, ‘તમે તો કાઠીનું ખાઓ છો, માટે વટલ્યા તે ઠીક નહિ.’ પછી મહારાજ કહેઃ ‘એમ એ નથી કર્યું. નીકર પણ એમ તો યજ્ઞાદિકે કરીને પણ શુદ્ધ થાશું, પણ તું તો બ્રહ્મ બીજ જ નથી તો શું યજ્ઞાદિકે કરીને પણ બ્રાહ્મણ થવાશે ?’ એમ ‘શિયાજી મહારાજ’ પગ દાબે ને ના કહે, તો પણ કહ્યું. ।।૨૩૪।। read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૩પ

ભૂજમાં સુંદરજી સુતારને કહેઃ ‘અમને સંતાડી મૂકો, નીકર તમને દુઃખ થાશે’ એમ કહીને સંતાઇ રહ્યા, ને જયારે ફોજ એના ઘર ઉપર આવી અને તોપું માંડીને પૂછ્યું જે, ‘આંહીં સ્વામિનારાયણ છે ?’ તો કહે ‘ના’ ત્યાં તો મહારાજ બહાર નીકળ્યા. જુઓ, હવે ત્યારે એ તે શું ભગવાન ન હોતા જાણતા જે એમ કહ્યું ? પછી તો ઓલ્યાને લાખો માણસ દેખાઇ ગયાં એટલે ફોજ પાછી ભાગી ગઇ. ત્યારે જુઓ, ઓલ્યું મનુષ્ય ચરિત્ર જે સંતાઇ ગયા; અને પાછા દેખાણા ને ભય દેખાડ્યો એ દિવ્ય ચરિત્ર, એમ છે; જો ધીરજ રાખીએ તો, જો જ્ઞાન હોય તોડગી ન જાય; નીકર ડગી જાય. ।।૨૩૫।। read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૩૬

એક સાધુ રાઘવાનંદ તે પણ ભાગવત તાડ પત્રમાં લખેલ વાંચતા આંખમાંથી આંસુ પડતાં, ને માહાત્મ્ય પણ બહુ જાણતો,પણ મહારાજે એક ચોંટિયો લીધો એટલે વિમુખ થઇને ભાગી ગયો. જુઓ, એ ત્યારે એને કોઇ વાર ચીપટી નહિ આવી હોય ? ને માવતરે ચોંટિયો નહિ ભર્યો હોય ? પણ જ્ઞાન નહિ તેણે એમ થયું. માટે દિવ્યને વિષે તો સંશય ન જ થાય પણ મનુષ્ય ચરિત્ર જે સગુણ ચરિત્ર તેને વિષે પણ દિવ્યભાવ જણાય ત્યારે ખરો ભકત કહેવાય. કાં જે, એ તો કર્તા, અકર્તા ને અન્યથાકર્તા છે. એના ઉપર વળી શંકા શી ? આમ સમજે ત્યારે ચોખ્ખી સ્વરૂપનિષ્ઠા કહેવાય, ને બીજી કસર હોય તો ટળે પણઆ ખામી ભાંગે નહિ. ને મધ્યના તેરમાં વચનામૃતમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે. ને બીજું તો હાથ-પગ કહેવાય ને આ તો માથું કહેવાય. માટે આ કહ્યું છે તેમ સમજવું. તે સારુ એવી રુચિવાળા ગુરુ કરવા, ને એવાં જ શાસ્ત્ર વાંચવા,એમ કરીને સિદ્ધ કરવું. ।।૨૩૬।। read more
0 Views : 117

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૩૭

આ જીવને આ લોક ને નાત-જાતનું જેટલું દઢ થઇ ગયુંછે. એટલું ભગવાનની કોરનું દઢ નથી થાતું. તે તો જો પાકો વિચાર કરે તો થાય. તે ઉપર એક સાધુએ પૂછ્યું જે,‘એવો વિચાર કયારે થાશે ?’ તો કહેઃ ‘જો એવો ખપ હોય ને કરવા માંડે તો થાય.’ તે ઉપર વાત કરી જે, એક દી મહારાજ કહેઃ ‘ભાઇ, કોઇ દી આખો ને એક રાત આખી જો અખંડ ભજન કરે તો તેને ભગવાન દેખાય.’ પછી એક ભકતે દી આખો ભજન કર્યું ને રાતે કરવા માંડ્યું તે નિદ્રા આવવાની થઇ એટલે ઘંટીએ દળીને પણ આખી રાત ભજન કર્યું, પછી તેને ભગવાન દેખાણા. ।।૨૩૭।। read more
0 Views : 118

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૩૮

એકવાર સમૈયેથી આવ્યા ને મારે વણથળી કાગળ મોકલવો હતો પણ થોડાં માણસ તે જનાર કોઇ નહિ; પછી રામદાસજીને કહ્યું જે, ‘તમે જાઓ ને કાગળ કલ્યાણભાઇને દઇને આવજો,ને જાતે ને આવતે અખંડ ભજન કરજો.’ પછી એણે એમ કર્યુ, એટલે એને પછી મૂર્તિએ સહિત અખંડ ભજન થાવા માંડ્યું. એમ થાય છે. તે ઐકાગ્રેણૈવ મનસા પત્રિલેખઃ સહેતુકઃ એ કહ્યું. આ જો એમ એકલા નથી કહેતા, માંહી ભગવાન અખંડ રહ્યાં છે તે પણ કહે છે. કોઇ જાણે એકલા કહેતા હશે, એમ મર્મ કર્યો. ।।૨૩૮।। read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૩૯

એકાગ્ર થયા વિના કાંઇ સિદ્ધ થાય નહિ. રોટલા ખાવા મળે ને પેટમાં પચે ને ભજન ન કરે, તે ભગવાનનો ગુનેગાર કહેવાય. ને ન મળે ત્યારે તો શું ભજન કરે ? પણ જયારે મળે ને ન કરે તે તો પરમેશ્વરનો ગુનેગાર છે. ।।૨૩૯।। read more
0 Views : 118

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૦

અને આજ્ઞા લોપાય કે દુઃખ આવે છે. તે તાવ આવે ત્યારે દેહ બળે, ને આજ્ઞા લોપાય ત્યારે તો દેહ ને જીવ બેય બળે.એ તો માવાભાઇએ ખોળી કાઢ્યું, ભગવાન ને સાધુ તો આડાતે આડા જ – વંકા આગે વંકડા, તરવંકા આગે ચોવંક; શીળા આગે પાધરા , ને રંક આગે રંક. પછી એમ બોલ્યા જે, ‘આજ્ઞામાં જેટલો ફેર પડે છે તેટલીએ વાંકાઇ; માટે દુઃખ દેખે.’ ।।૨૪૦।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૧

મહા વદિમાં વાત કરી જે, ‘અમારી પોર આ દહાડાનીઅરજી ભગવાન પાસે છે જે, એક ગય રાજા જેવો રાજા નેરઘુવીરજી જેવા બે આચાર્ય મોકલો, નીકર આ લોકમાં બે કરોડમાણસ ભજે છે તેને સુખ નહિ આવે, તે પાપી નહિ આવવાદે.’ ।।૨૪૧।। read more
0 Views : 133
Powered By Indic IME