Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૮

વળી મંદિરમાં બીજા માણસ ભલે હોય પણ માણસને ઉદ્વેગકરે ને ધન, સ્ત્રીનો પ્રસંગ રાખે તેને તો ન જાય, તોપણ કાઢીમૂકવો, અને મહારાજને એક રહેણીએ રહીને જે મરે તે બહુગમે; કેમ જે, ભાવ ફરી જાય. માટે સાધુને વિષેથી ને ભગવાનનેવિષેથી તે ભાવ ફરવા ન દેવો, મરને થોડું કરવું. ।।૯૮।। read more
0 Views : 140

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૯

અને આત્મારૂપ થાવું, તેમાં ઉત્તમ ભોગને વિષે રાગ છે એ પણ વિઘ્ન છે. વૈરાગ્ય, ધર્મ, માહાત્મ્યે સહિત ભકિત નેઆત્મનિષ્ઠા એ સમજે જ છૂટકો છે. અને મહારાજ કહે,‘નાહીધોઇનેપૂજા કરવી પણ મળમૂત્ર ભર્યા ન કરવી,’ પણ આપણનેએમ સમજાતું નથી. તે ઉપર અમદાવાદનું બીજું વચનામૃતવંચાવ્યું ને કહ્યું જે, તે પ્રમાણે કરવું ને બધાં વચનામૃતમાં કહેતાતો ગયા છે જે, સાધુ, પુરુષોત્તમ ને આત્મનિષ્ઠા જેમ સોયવાંસે દોરો સોંસરો ચાલ્યો આવે તેમ રહસ્ય કહેતા આવ્યા છે,તે પ્રમાણે સમજવું.ઉપરથી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરવું, તેકંઠમાં કરવું, હૃદયમાં કરવું ને જીવમાં કરવું; જયાં થાય ત્યાંકરવું ને જોતે જોતે ભગવાન સામું જોઇ રહેવું, તે દેખાશે. જેમચકમક પાડે ત્યારે માંહે અગ્નિ છે તે ઓલ્યા સૂતરમાં આવેછે, એમ દષ્ટાંત દીધું. ।।૯૯।। read more
0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૦

અહો ! આ સાધુ સાથે સૌને હેત છે ને આપણને એનોજોગ છે ત્યાં ખોટ નથી ટળતી. ત્યારે પછી તો ખાવું, ખાટલોને ખાડો એ ત્રણ વાત થાશે. ને બીજી વાતો થાશે પણ આવીવાતો નહિ થાય; માટે પછી પસ્તાવો થાશે. ને સ્ત્રી, દ્રવ્યનોજોગ કરવો નહિ; કેમ જે, જોગ થયે ઠા રહેતો નથી. તે ઉપરગોર ને જજમાનની દીકરીની વાત કરી દેખાડી . ને ભટ્ટજીએઘોડી બેસવા આપી, તે બીજી વૃદ્ધ બાઇએ કહ્યું જે, ‘જુવાનનેદીધી પણ ઘરડીને કોણ દે ?’ પછી ભેળું ચાલવાના હરામનાસમ ખાધા. ।।૧૦૦।। read more
0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૧

મયારામ ભટ્ટને હાટ માંડવું હતું. તેનું લેખું કરવા બેઠા,ત્યાં તો સવાર થઇ ગયું પછી તો જળ મૂકયું જે, હજી હાટમાંડ્યું નથી ત્યાં જ નિદ્રા ગઇ, તો માંડશું ત્યારે શું થાશે ?માટે એ તો દીર્ઘદર્શી એટલે વિચારીને એ માર્ગે ન જ ચાલ્યા.ને આપણે તો એકાંતમાં સ્ત્રી ભેળું રહેવું નહિ, ને એકલી સ્ત્રીહોય ત્યાં ઉઘરાણીએ ન જાવું ને ભારો ન ચડાવવો કેમ જે,એ સર્વેમાં કલંક લાગે છે ને કાળાખરિઓ આવે છે. તે ઉપરવચનામૃત જે, મુકતાનંદસ્વામી જેવો હોય ને તેને જોગ થાય,તો ઉતરતા જેવો રહે કે ન રહે, એમાં પણ સંશય છે. એ(અં.૩૩મું) વંચાવીને બોલ્યા જે, ત્યારે આપણો શો ભાર ?જેહિ મારુત ગિરિ મેરુ ઉડાઇ, કહો તુલ કહા લેખામાંઇ,હો મનહરનાં ત્રિય,બનમેં નહિ ચરનાં. એમ બોલ્યા. આ દેશકાળની વાત કરી તે વિચારીને પગભરજો. મોટા સાધુ હોય ત્યાં તો તે કહે પછી આ વિચારજો;નીકર ઠા નહિ રહે. ને અમારે તો છેલ્લી વારે હવે દિવાળીસુધી સાધુને રાખીને વાતો જ કહેવી છે; પછી દેહ રહો કે નરહો પણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આપીને સુખિયા કરવાછે. ત્યાગ કરે એ ત્યાગી કહેવાય ને જે જે પદાર્થ રાખે તે મોટાનાંછિદ્ર પણ ઉઘાડાં થયાં ને રૂપિયા નીકળ્યા. તે માટે ધર્મામૃત,શિક્ષાપત્રી ને નિષ્કામશુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવું ને પાળવું.આ તો કોણ જાણે કેમ રહેવાણું છે ! તે તો સારો જોગ છેને […] read more
0 Views : 214

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦ર

મોલનું બળ ત્યાં લગી, જયાં લગી નથી ખવાણો ખડજમાં , તેમ હરિજનનુંબળ ત્યાં લગી, નથી આવ્યો વિમખુ ની વડજમાં . એમ બોલ્યા જે દેશકાળ વિચારજો. આ લોકમાં પોતાનુંસુધારતાં કોઇને આવડતું નથી, ને જો કાળ પડે તો માણસમાણસને ને છોકરાને કરડી ખાય, તે ઓગણોતેરામાં નજરેદીઠા, તે હવેલી કે રૂપિયા કાંઇએ કામ નથી આવતાં. દાણાસંઘરવા, તે આંતરવસુ રાખવા. તે શિક્ષાપત્રીમાં પણ કહ્યુંછે તે પ્રમાણે રહેવું તો મોક્ષમાં વિઘ્ન ન આવે, એમ ઉપાયકરવો. કેમ જે રોટલા વગર દેહ રહે નહિ એટલે ભગવાનભજાય નહિ. ।।૧૦૨।। read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૩

સંકલ્પ થાય છે તે માંહી રાગ છે તે થાય છે; ને જોયાછે તે આગળ આવીને નડે છે; ને કલકત્તા નથી જોયું તો સ્વપ્નમાંપણ નથી આવતું, ઝેર ખાધાના કે અફીણ પીધાના સંકલ્પ થાયછે ? ભટ્ટજીને કહે, હવેલી બળ્યાના ને છોકરો મર્યાના સંકલ્પકયાં થાય છે ? માટે નિયમમાં રહીને ખાવું, જોવું ને મોટાસાધુને વિનય ને દડંવત કરીને કહેવું તો ધીરે ધીરે ટળશે. ।।૧૦૩।। read more
0 Views : 152

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૪

આ સત્સંગમાંથી પડવાનો ઉપાય મંદિરનો, આચાર્યનો,સાધુનો, સત્સંગીનો – એ ચારનો જેને દ્રોહ થાય તેનાં મૂળ કપાણાંજાણવાં. તે ઉપર ઘણી વાતો કરી. ।।૧૦૪।। read more
1 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦પ

જેમ ‘સુતારનું મન બાવળીએ ’ ને જેમ ‘દૂબળા વાણિયાનેઅજમે હાથ ’ એમ ભગવાનને રાજી કરવા કરવું. ને હવે તોક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા. ને કથાનેને ક્રિયાને વેર છે. માટે બેય ભેળું તો થાય જ નહિ; ને કરેતો વૃત્તિ સ્થિર રહે જ નહિ. ।।૧૦૫।। read more
0 Views : 156
Powered By Indic IME