Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૦

અને નિશ્ચય છે, પણ ઋષભેદવ નરકમાં પડ્યા રહ્યાં એવાચરિત્ર કરે, તો સંશય થાય. માટે યોગ્ય-અયોગ્ય ચરિત્રમાંઉદ્ધવજીની પેઠે સશંય ન થાય, ત્યારે ઠીક. તે તો ‘કામાદિભિર્વિહિનાયે સાત્વતાઃ ક્ષીણવાસનાઃ’ તે માટે સાત્વિક સેવવા.જે જે વાત જ્ઞાને કરીને થાય તે ઠીક, કેમ જે, ગીતામાં જ્ઞાનીને જ આત્મા કહ્યો છે. મોટાનું જોઇને કોઇ કાંઇ વાદ કરશોમા, તે કહે તેમ કરજો. જેમ અગ્નિ તે જળે ઓલાય, ને વીજળીનો અગ્નિ ને વડવાનળનો અગ્નિ તે જળમાં રહ્યો થકો પણ ન ઓલાય. તે કૃપાનંદસ્વામીએ વાત કરી જે, ‘જળકૂકડી પાણીમાં રહે તોપણ પાંખ ન ભીંજાય, ને બીજા જનાવરને પાણી પાંખમાં ભરાઇ જાય ને ઉડી શકે નહિ, ને જળકાતરણી માછલું જાળમાં આવે નહિ, ને સામું બીજાને જાળ કાપીને કાઢતું જાય’ એમ કૃપાનંદસ્વામી જેવાને થાય. ।।૯૦।। read more
0 Views : 140

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૧

ઓહો ! એમ ‘સમર્થ થકા જરણા કરવી’ એ બહુ મોટીવાત છે, કેમ જે, કાંઇ ન હોય તેને કહે તો તો ઠીક, પણસર્વે વાત હોય ને કહેશે જે, ‘તમને કાંઇ આવડતું નથી,’ એતો ભગવાન ને એના સાધુથી જ જરણા થાય પણ બીજાથીન થાય. માટે આપણને કાંઇ નથી આવડતું એમ કહે તોપણશું ? ને સર્વ વાત તમમાં જ છે, એમ કહે તોપણ શું ? આમકહ્યે જાતું નહિ રહે ને આમ કહ્યે આવી નહિ જાય; મરનેથોડું કરવું પણ હુંહાટો ન કરવો. અને ઝાઝું કરે તો મહિનોધારણાં-પારણાં કરે, પછી જયારે જ્ઞાન-વોણું ખાવા માંડે,ત્યારે ત્રણ ત્રણ ટાણાં ખાય, એ વાતમાં માલ નહિ. બારેમાસએમને એમ જમવું, નીકર એક કોળિયો ઓછું જમવું, તેસત્વગુણી તપ છે. ને એક મહિનો ઓલ્યું કરે તેમાં પારણાનેદિવસ ધરાઇ રહ્યાં પછી આઠ કોળિયા વધુ ભરવા એ તમોગુણીતપ છે. માટે ‘અતિ સર્વત્ર વર્જયેત્’ તે અતિ ઊંઘવું નહિ, અતિખાવું નહિ, અતિ ભકિત કરવી નહિ, સર્વે સાધારણ જ્ઞાનેકરીને કરવું તો ઝાઝું માને છે. ત્રણ જણ જળમાં બેસી રહેતા,તે લોહી નીકળતું તેને પણ મહારાજ કહેતા જે,‘ધોડા શા સારુકાઢો છો ? એમ મહારાજ વઢતા. માટે હુંહાટો મહારાજનેનથી ગમતો એમ કહ્યું. ।।૯૧।। read more
0 Views : 127

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯ર

બીજું એ જે, સારા સાથે જીવ બાંધવો. કેમ જે, કહેનારાકોઇ ન મળે ત્યારે એ કરવું ને સુખિયા રહેવું. ને પોતાની ખોટકહેવી, ને જે ન સૂઝતી હોય તે તેઓને કહેવું જે, ‘હુંમાં જેજે વાતની ખોટ  હોય તે દયા કરીને તમે કહેશો ?’ એમ રોજકહેવું, કાં આઠ દિવસે, કાં મહિને તો જરૂર કહેવું. કાં જે, મહિનેતો જરૂર કોઇક ભેગો થઇ જાય. તે ઉપર નામાના વચનામૃતનું(પ્રથમ પ્ર.નું ૩૮મું) કહ્યું જે, “મહિને ન ચૂકવે તો ભેળું થઇજાય.” આમ ભગવાનને ગમે છે, તે ગમતું તમને કહ્યું. ।।૯૨।। read more
0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૩

બીજું સાધારણ ભકતનું તો ઠીક છે ને જેને ઉત્તમ થાવુંહોય તેને કોઇ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહિ ને હેત ન રાખવું,તો નિર્વિઘ્ન ભગવાનના ધામમાં પહોંચાય. અને આ સભા તોઅક્ષરધામની છે. અને ગોલોક, વૈકુંઠના મુકત કસર ટાળવાઆંહીં આવે છે ને અક્ષરધામના મુકત પણ આંહીં ભગવાનભેળા આવે છે ત્યારે કસર ટળે છે. માટે આ તો પુરુષોત્તમભગવાન છે ને તેના સાધુ છે ત્યાં ખબરદાર થઇને મંડવું. કેમજે, તે વાત પછી નહિ મળે. ।।૯૩।। read more
0 Views : 146

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૪

વળી મહારાજ કહેતા જે, ‘ઇન્દ્રે બ્રાહ્મણ માર્યો, તે વાંસે ચાર બ્રહ્મહત્યા વળગી.’ પછી નારદજીને પૂછ્યું, ત્યારે કહે‘તારા ભાઇ વામનજીને તું ભગવાન જાણીને ભજ તો છૂટશે.’પછી ભજયા એટલે છૂટી. એમ આ સ્થૂળ દેહનો તો નાશ થાયછે. પણ સૂક્ષ્મ ને કારણ એ બે તો બ્રહ્મહત્યા વળગી છે. તેસાધુને પૂછીને તથા આત્મવિચાર શીખીને મનન કરે તો નાશથઇ જાય છે; નીકર જયાં જાય ત્યાં ભેળી રહે છે. અને આમહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાનનો નાશ કરીને બ્રહ્મરૂપકરવા થયો છે ને બીજે તો બધું ડોળી નાખ્યું છે. ।।૯૪।। read more
0 Views : 174

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯પ

એકોતેર ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે. એવા ચૌદઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ બ્રહ્માનો થયો. તેમાં ક્ષુદ્રવૈરાટ બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણ નાશ થાય. તે બ્રહ્માંડ બ્રહ્માંડપ્રત્યે એક શ્રીકૃષ્ણનારાયણ, એક લક્ષ્મીનારાયણ, એક નરનારાયણને એક વાસુદેવનારાયણ એ છે. એવા અનંત કોટીબ્રહ્માંડ છે, એમ સમજવું.હવે એવા ત્રીસ દિવસનો મહિનો ને બાર મહિનાનું વર્ષ,એવાં સો વર્ષ વૈરાટ જીવે, ને પ્રધાનપુરુષને રુંવાડે રુંવાડેક્ષીરસાગર છે. એટલે સાડા ત્રણ કરોડ શેષશાયી થયા ! માટેએ સર્વેથી તો પ્રધાનપુરુષ મોટા થયા. ને તે પ્રધાનપુરુષના એકદિવસમાં વૈરાટ પડે, તેવા સો વર્ષ પ્રધાનપુરુષ જીવે, ને તે પાછોપ્રકૃતિપુરુષના એક દિવસમાં નાશ થાય. એવા સો વર્ષપ્રકૃતિપુરુષ જીવે છે. એમ ત્યાં સુધી કાળ પૂગે છે. ત્યારે બીજાશું કાળ થકી મુકાવે ? માટે તેને વિષે અરુચિ કરીને એકઅક્ષરધામના ધામી જે પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, તેનુંમાહાત્મ્ય સમજીને, તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો નેત્યાં પૂગવાની રુચિ રાખવી ને એના સાધુને વિષે જીવ બાંધવો.જોને, બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો, ત્યારે એથીઅધિક તો સાધુમાં સામર્થ્ય છે. ત્યારે પુરુષોત્તમની તો વાત જશી ! આ સિદ્ધાતં વાર્તા કહી છે.તેજો  નહિ સમજાય તો ખોટરહી જાશે, ને વાંસેથી પસ્તાવો થાશેને દહે રહેકે ન રહે તોપણકસર કાઢી નાખવી. ।।૯૫।। read more
0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૬

અને સ્ત્રીનો સંગ કરવો ને કામ ઓછો થાશે ? વધશે.ખાશું ને સ્વાદ ઓછો થાશે ? વધશે. ને હથિયાર બાંધશું નેક્રોધ ઓછો થાશે ? વધશે. તે માટે એનો યોગ ન રાખે તોરહેવાશે. ને શેરડી ઊભી હોય તે જાણીએ થોર ઊભો છે, ત્યારેરહેવાય; નીકર મન તો ચાહે તેમ કરાવે. કડે મન મંકોડી થિયેને કડે કેશરી સિંહ’ એ એમ એકલે ઉપરથી રાખ્યે શું થયું ?એ તો બૂડઠૂંઠાં અંતરમાંથી પણ કાઢવાં. તે ઉપર બોલ્યા જે,‘જેમઉપરથી મોડતાં વૃક્ષ, લાગે પત્ર તેને બીજા લક્ષ ’ એ કહ્યું. ।।૯૬।। read more
0 Views : 154

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯૭

મોરે (આગળ) તો જેમ તીરમાંથી બાણ નીસરે એમ સાધુએ દાખડા કર્યા છે. હવે કાંઇ કરવું નથી; ને હવે તો એનુંફળ દેવું છે. ને વૈરાગ્ય, ધર્મ, આત્મનિષ્ઠા અને ઉપાસના એસર્વે જેમ છે તેમ કહેવું છે, ને જ્ઞાન આપવું છે. કેમ જે, દેહન રહે તો પછી શું થાય ? ને આ કઠોદર થયું હતું, તથા સંવત૧૯૧૯માં મંદવાડ પણ આવ્યો હતો; એ ત્રણે વાર દેહ રહેએવું નહોતું, ને સંવત્ ૧૮૯૬ની સાલમાં કઠોદર થયું હતું તેદિવસની આવરદા તો છે નહિ, ચિરંજીવી જેવું થયું છે, માટેજેમ મહારાજે છેલ્લી વાર આઠ મહિના રાખીને જ્ઞાન આપ્યું,એમ અમારે બાર મહિના રાખીને કથા કરાવવી છે, તેઅચિત્યાનંદ બ્રહ્મચારીવાળા ગ્રંથની કરાવીને ઓણ જ્ઞાનઆપવું છે. ।।૯૭।। read more
0 Views : 154
Powered By Indic IME