રાગ સામેરી- નાથ કહે સહુ સાંભળો, જેણે કરી કહ્યા ભગવાન । આ તને તે નવ કર્યું, અમથું કરો છો અનુમાન ।।૧।। વેદ અમે વાળ્યા નથી, નથી શંખાસુર આદિ મારિયા । જેણે કરી ભગવાન જાણો, તે મત્સ્ય પ્રભુ મોયેર્થિયા ।।૨।। પિઠ્ય ઉપર ગિરી ધરી, નથી મથીયો અમે મેરાણ । ચૌદ રત્ન લીધાં તેતો, કૂર્મ પ્રભુ પ્રમાણ ।।૩।। હિરણ્યાક્ષ હણી પૃથવી, વાળી નથી આ વાર । જે પ્રાક્રમે પ્રભુ કહ્યા, એતો વરાહ અવતાર ।।૪।। હિરણ્યકશિપુ મારીને, કરી જન પ્રહ્લાદની સાર । એહ પ્રતાપે પ્રભુ ખરા, તે તો નૃસિંહ અવતાર ।।૫।। પંડ વધારી ભરી પૃથિવી, બળી છળીને લીધું રાજ । તેહ અમે કિધું નથી, એતો વામનજી મહારાજ ।।૬।। તાતને હેતે હણ્યા ક્ષત્રિ, ફેરી ફરશિ એકવિશ વાર । તે પ્રતાપે પ્રભુ કહોતો, એતો પરશુરામ અવતાર ।।૭।। ખર ડુખર ને કુંભકર્ણ, નથી માર્યો મેં રાવણ રાજ । એતો પ્રભુ રઘુનાથજી, બાંધી પાજ પત્ની કાજ ।।૮।। કાળી નાથી કર ગિરિ ધરી, ઇંદ્રનું માન ઉખાડિયું । બ્રહ્માને મન ભંગ કરી, વિશ્વ માને મુખમાં દેખાડિયું ।।૯।। અઘાસુર બકાસુર કેશી, વત્સ ધેનુકાસુર વૃષભ । વ્યોમાસુર ભૌમાસુર વળી, મુરદાનવ મધુકૈટભ ।।૧૦।। કંસ ને વળી કાલયવન, શંખચૂડ ને શાલવ સહિ । બાણાસુર શિશુપાળ સરખા, જરાસંધ જેવા કહિ ।।૧૧।। દંતવક્રાદિ દુષ્ટ દમ્યા, રમ્યા વ્રજયુવતિ સંગ । એહ પ્રાક્રમે કૃષ્ણ પ્રભુ, તેતો અમે […]
read more