Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૬

પૂર્વછાયો- ઉત્સવ નિત્ય અતિ ઘણા, થાય અહોનિશ આનંદ । તાપત્રય તિયાં નહિ, જીયાં સ્વામી રાજે સુખકંદ ।।૧।। સુંદર ઋતુ સોયામણી, વળી વરતિયો વસંત । અતિરાજી અલબેલડો, દિયે દાસને સુખ અત્યંત ।।૨।। વાસી વાલાક દેશનાં, જન નિરમળ જેહ । દયા કરી તેને દર્શનની, જોઇ સત્સંગીનો સ્નેહ ।।૩।। મિષ લઇ જન જાનનું, ચાલિયા શ્યામ સુજાણ । પૂરણ બ્રહ્મ પધારિયા, કરવા કોટીનાં કલ્યાણ ।।૪।। ચોપાઇ- સોંઢિયા જાનમાં સુંદરશ્યામ, કરવા અનેક જનનાં કામ । પહોર એકમાં પરિયાણ કીધું, ગામ સઘળું જમાડી લીધું ।।૫।। પછી ચોંપેશું ચલાવી જાન, ચાલ્યા ભેળા પોતે ભગવાન । કીધો માલપરામાં મુકામ, ત્યાંથી પહોંચ્યા પિઠવડી ગામ ।।૬।। આવ્યા સતસંગી સર્વે સમૈયે, અતિ હેત માય નહિ હૈયે । બાળ જોબન ને વૃધ્ધ વળી, આવ્યા સામા વાલાને સાંભળી ।।૭।। ગાતેવાતે પધરાવ્યા ઘેર, કરી સેવા સારી રૂડી પેર । સુંદર સારી કરાવી રસોઇ, જમ્યા નાથ ભાવ તેનો જોઇ ।।૮।। પછી જમાડ્યો જનનો સાથ, ઉભા હરિ આગે જોડી હાથ । કહે ધન્ય ધન્ય દીનદયાળ, ભલી લીધી અમારી સંભાળ ।।૯।। કરી મોટી અમપર મહેર, પ્રભુ પ્રેમે પધારિયા ઘેર । તમે બિરુદ પાળ્યું બહુનામી, છો પતિતના પાવન સ્વામી ।।૧૦।। એવાં સુણ્યાં દાસનાં વચન, બોલ્યા પ્રભુજી થઇ પ્રસન્ન । નોતું આંઇ આવ્યાનું પરિયાણ, આવ્યા જોઇને તમારી તાણ ।।૧૧।। એમ કહી હેતનાં વચન, બહુ રાજી કર્યા નિજજન । પછી […] read more
0 Views : 139

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૭

પૂર્વછાયો- લખું લીળા વળી લાલની, જે વાલ કરી વરતાલ । કહેતાં ચરિત્ર નાથનાં, મારે અંતરે આવે વહાલ ।।૧।। વાલો કહે પંચપંચની, મળી મંડળી ચાલો મરાલ । વાટે જનને જાળવજયો, દયા રાખી દલે દયાળ ।।૨।। કઇક વાર અમે કહ્યું, તમે સાંભળિયું સો વાર । કામ પડે તે વાતનો, નથી રહેતો ઉર વિચાર ।।૩।। એમ કહીને ચાલિયા, રહ્યા રાત્ય તે ગાંફ ગામ । ત્યાંથી ચાલ્યા ચોંપશું, કર્યો વરતાલે વિશરામ ।।૪।। ચોપાઇ- આવ્યા વરતાલે વિશ્વ આધાર, કરવા લાડીલો લીળા અપાર । સર્વે સંતને કહ્યું વચન, તમે આવજયો ઉત્સવ દન ।।૫।। એમ કરતાં ઉત્સવ આવ્યો, સર્વે સંતતણે મન ભાવ્યો । કહે મહારાજ તેડાવો મુનિ, હવે છુટી છે સંત સહુની ।।૬।। આવ્યા સંત સરવે સાંભળી, હતી ગામોગામ જે મંડળી । આવી લાગ્યા પ્રભુજીને પાય, નાથ નિર્ખિ હરખ ન માય ।।૭।। કહે નાથ આવ્યા ભલે સંત, કરો ઉતારા જોઇ એકાંત । પછી બહુ સંત ઉતર્યા બહાર, કૈક ઉતર્યા મંદિર મોઝાર ।।૮।। કરે દર્શન પ્રસન્ન નાથ, લિયે સુખ સહુ જન સાથ । થાય માસુક મોદક સારા, જમે જન પ્રભુ પીરસનારા ।।૯।। કરે મનવાર મોદક લઇ, સંત શાન કરે મૌન રઇ । પછી બોલ્યા રાજ અધિરાજ, એમ મૌન ન રહેવું મહારાજ ।।૧૦।। જેજે જોઇએ તે માગીને લેવું, પણ શાન કરીને ન કહેવું । એવી સાંભળી વાલાની વાત, સવેર્સંત […] read more
0 Views : 119

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૮

પૂર્વછાયો- ત્યાર પછી જે જે કર્યું, કહું સાંભળજયો સહુ સંત । થોડે ઘણે દને કરી, રૂડો વરત્યો ઋતુ વસંત ।।૧।। સુંદરિયાણે શિરોમણિ, સતસંગી શેઠ સુજાણ । જક્ત વિરક્ત ભક્ત ભલા, કરૂં તેનાં શું હું વખાણ ।।૨।। ચોપાઇ- ધન્ય ભક્ત જક્તથી ઉદાસી, ત્રોડી સહુશું ભજયા અવિનાશી । એવી સાચી ભગતી સાંભળી, સવેર્સગાં કુટુંબી ઉઠ્યાં બળી ।।૩।। કહે આપણે વૈષ્ણવી જન, કરીયે વલ્લભ કુળનું ભજન । તેહમાંહિ તે ન્યૂન શું દિઠું, જે નવા ધર્મમાં મન બેઠું ।।૪।। પછી સતસંગી બોલ્યા છે તૈયે, નવો ધર્મ એને કેમ કહીયે । એતો ધર્મ છે જુનો અનાદ્ય, સહુ વર્તે છે શાસ્ત્રમર્યાદ ।।૫।। આપણાનું તો નથી ઠેકાણું, તમે જાણો ને હું પણ જાણું । કામ ક્રોધ લોભ મોહ વળી, તેણે સહુને મૂક્યા છે ગળી ।।૬।। ગીતામાં જે કહ્યાં નરકદ્વાર, તેમાં વરતે એ તદાકાર । માટે એમાં તે કાંઇ ન દીઠું, ત્યારે સત્સંગમાં મન બેઠું ।।૭।। એવું સાંભળી સગાં કુટુંબ, સવેર્મળીને ખાધા છે સમ । એને આપણે નહિ વેવાર, આજથી એ કરો નાત્ય બહાર ।।૮।। તેને વીતિ ગયાં ષટ વર્ષ, તોય મેલ્યો નહિ અમરષ । ગયા સુધામે તેહનો તાત, ત્યારે ન તેડિ નોતરે નાત ।।૯।। પછી આવ્યા છે પ્રભુજી પાસ, શેઠ વનો પુંજો હરિદાસ । આવી કરી હરિને વિનતિ, પ્રભુ પધારિયે પ્રાણપતિ ।।૧૦।। સર્વે સંગ લઇ મુનિ સાથ, […] read more
0 Views : 205

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૯

પૂર્વછાયો- ત્યાર પછી જેજે થયું, કહું સાંભળો સહુ દઇ મન । અસુરાણ જોરાણ જક્તમાં, મળી પીડીયા હરિજન ।।૧।। પાપી મળી પરિયાણિયા, હરિજન હણવા હેત । તેની સહાય કરી હરિ, ખરી રીતશું રણખેત ।।૨।। દુષ્ટ રણમાં દળીયા, અસુરપતિ અતિ જેહ । બાર આગળ બસે પૂરા, તર્ત ભાગ્યા તેહ ।।૩।। ભૂમિનો ભાર ઉતારીયો, શ્રાવણશુદી દશમી દને । તેદિ અસુર મારીયા, હરિ ઇચ્છાએથી હરિજને ।।૪।। ચોપાઇ- પછી આવ્યો અષ્ટમીનો ે દન, તેડ્યા ઉત્સવ પર મુનિજન । આવ્યા સત્સંગી સર્વે મળી, અષ્ટમીનો સમૈયો સાંભળી ।।૫।। આવી લાગ્યા પ્રભુજીને પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય । વાલે બોલાવ્યા મીઠે વયણે, વળી જોયું અમૃત નયણે ।।૬।। તેણે કરી હર્યા જનતાપ, કર્યા સુખી અલબેલે આપ । પછી અષ્ટમી ઉત્સવ કીધો, સહુ જનને આનંદ દીધો ।।૭।। પછી પધારિયા વરતાલ, કરવા લીલા અલૌકિક લાલ । સુણી આવ્યા સતસંગી સહુ, તેહ વિના બીજાં લોક બહુ ।।૮।। આવી લાગે પ્રભુજીને પાય, કરી દર્શન પ્રસન્ન થાય । નિત્ય નવી કરે વાલો વાત, સુણિ સહુ થાય રળિયાત ।।૯।। વળી લક્ષ્મીનારાયણ જેહ, વાસુદેવ ને શ્રીકૃષ્ણ તેહ । તેની મૂરતિને નિત્ય નિત્ય, દિયે પ્રદક્ષિણા કરી પ્રીત્ય ।।૧૦।। દિયે પ્રક્રમા તે દોય શત, પછી કરે પાંચ દંડવત । એમ કરતાં વીત્યા માસ દોય, આવ્યો દીપ ઉત્સવ દિન સોય ।।૧૧।। પૂરી દીપમાળા શોભે ઘણું, જાણ્યું મંદિર બણ્યું […] read more
0 Views : 145

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૦

પૂર્વછાયો- સવેર્જન મળી સાંભળો, કહું ત્યાર પછીની વાત । પ્રભુ પધાર્યા ગઢડે, એમ લીળા કરી ગુજરાત ।।૧।। ઘનશ્યામ ગઢડે આવિયા, સર્વે સંતને લેઇ સાથ । જન મળી લળી પાય લાગી, સહુ થયા સનાથ ।।૨।। નિર્ખિ હરખિ હાથ જોડી, જયારે બેઠા જન મળી । ત્યારે સનેહે શ્યામળે, વાલે વાલપ્યે બોલાવ્યા વળી ।।૩।। છો સહુ જન સુખિયા,એમ હેતેશું કહ્યું હરિ । ત્યારે જન કહે સુખિયા છીએ, પ્રભુ તમારે દર્શને કરી ।।૪।। ચોપાઇ- એમ કહેતાં સાંભળતાં વાતરે, વીતે આનંદમાં દિન રાત્ય રે । નિત્ય નવિ નવિ વાતો કરે રે, સુણી જન અંતરમાં ધરે રે ।।૫।। એમ વીતિ ગયા ત્રણ માસ રે, ત્યારે એમ બોલ્યા અવિનાશ રે । હવે સહુ જાયે વરતાલ રે, વાટ જોતા હશે તે મરાલ રે ।।૬।। એમ કહી કરી સાબધાઇ રે, ચાલ્યા સંગે સહુ બાઇ ભાઇ રે । આવ્યા કારીયાણીએ જીવન રે, નિર્ખિ જન થયા છે મગન રે ।।૭।। પછી હાથ જોડી બેઠા પાસ રે, ત્યારે બોલ્યા છે અવિનાશ રે । કહ્યું સાબદા થાઓ સરવ રે, જાયે વરતાલ કરવા ઉત્સવ રે ।।૮।। બોલ્યા વસતો રાઘવ ત્યાંઇ રે, પ્રભુ કરોને ઉત્સવ આંઇ રે । એમ કહીને રાખ્યા મહારાજ રે, હુતાશનીના ઉત્સવ કાજ રે ।।૯।। લાવ્યા ગુલાલ ને રંગ ઘણા રે, રમ્યા નાથ રાખી નહિ મણા રે । જોઇ રંગના ભરિયા નાથ […] read more
0 Views : 157

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૧

પૂર્વછાયો- એવા સ્વામી શ્રીહરિ, ચરિત્ર અતિ અનુપ । પાછા પ્રથમથી સંક્ષેપે, કહું સાંભળજયો સુખરૂપ ।।૧।। પોતે પુરૂષોત્તમ પ્રગટી, બહુ વાવરી સામર્થ્ય । જોરે લેવા જીવ શરણે, એજ સારવો અર્થ ।।૨।। પાપી પરદારા પથી, મદ્યપાની માંસારી સોઇ । તસ્કર પરપ્રાણહર, તરે કરે આશ્રય કોઇ ।।૩।। પોતા બળે મહા પંચ પાપી, કર્યા ભવજળ પાર । લોભી લંપટી કપટી કામી, કોણ પુરૂષ ને કોણ નાર ।।૪।। ચોપાઇ- એવા અઘવંતા નરનાર, આવે શરણે પામે ભવપાર । પામે સમાધિ સુખ પ્રાપતિ, થાય લોક પરલોકમાં ગતિ ।।૫।। સુરપુર ને દેખે કૈલાસ, વૈકુંઠ હરિ હરિના દાસ । ગોલોક ને શ્વેતદ્વીપ સોઇ, ધામ અક્ષર જન તે જોઇ ।।૬।। જેજે લોકના આચરણ જેહ, દેખે કહે યથારથ તેહ । જેજે લોકના જે અધિપતિ, કરે પ્રગટ પ્રભુની વિનતિ ।।૭।। એમ જન જોઇ બહુ ધામ, માને પોતાને પૂરણકામ । વળી દેખે બ્રહ્માંડે બ્રહ્માંડ, દેખે પોતાનું પારકું પંડ ।।૮।। મન બુધ્ધિ ચિત્ત અહંકાર, દેખે પ્રાણ ઇંદ્રિય પરિવાર । ઘાટ શુભ અશુભ જે થાય, તેતો પર પોતાના જણાય ।।૯।। એમ દેખે સમાધિયે જન, કરે પ્રગટ પ્રમાણ ભજન । પરાપાર જે પૂરણબ્રહ્મ, જેને નેતિ નેતિ કહે નિગમ ।।૧૦।। તેજ સુખદાય સહજાનંદ, જગજીવન જે જગવંદ । જે કોઇ સર્વે કારણના કારણ, તેણે કર્યું છે તન ધારણ ।।૧૧।। સર્વે અવતારના અવતારી, તેજ સહજાનંદ સુખકારી । જે કોઇ […] read more
0 Views : 138

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦ર

પૂર્વછાયો- અનંત લીળા અનંત ચરિત્ર, અનંત સામર્થ્ય સોઇ । અનંત પ્રતાપ અનંત પરચા, કવિજન ન લખે કોઇ ।।૧।। અપાર માહાત્મ્ય અપાર મહિમા, મોટપ્ય અપરમપાર । અપાર ગંભીર અપાર ગરવા, કવિ કોણ કરે નિરધાર ।।૨।। પંખી જેમ પાંખ બળે, ઉડે પાર લેવા આકાશ । સરું તે નાવે શૂન્યનું, નિશ્ચે પામે તન નાશ ।।૩।। એમ ચરિત્ર મહારાજનાં, છે જો અનંત અપાર । કેતાં કેતાં કહેવાય નહિ, એમ નિશ્ચય છે નિરધાર ।।૪।। નર જે ઉત્તર પંથનો, ઇચ્છે આ તને લેવા અંત । પહોંચ્યાની પ્રતિત કરવી, એજ ભોળાઇ અત્યંત ।।૫।। ઉડુગણ કણ ભૂમિતણા, જળકણ જાણે જન । વનપાત ગાતરોમાવળી, ગણે અન્નકણ ખડધન ।।૬।। એહ સર્વે અપારનો પાર, લિયે કવિજન કોઇ । હરિચરિત્રનો પાર હજારૂં, સરું ન લિયે સોઇ ।।૭।। જેનું વર્ણન કરતાં વાણી થાકે, મનન કરતાં મન । ચિંતવન કરતાં ચિત્ત થાકે, એમ નિશ્ચે જાણજયો જન ।।૮।। ચોપાઇ- ધરી હરિકૃષ્ણ અવતાર, કરે લીળા અનંત અપાર । ઉઠે બેસે બોલે જુવે જમે, હાલે ચાલે હરિ હસે રમે ।।૯।। સુવે જાગે માગે કાંઇ જેહ, આવે જાય ઉભા રહે તેહ । ચાલે ચટકે લટકે ચાલ, કરે કરનાં લટકાં લાલ ।।૧૦।। કહે સાંભળે ને લિયે દિયે, કેમ લખાય જે પાય પીયે । પૂજે પૂજાવે પીરસે હાથે, અતિ હેત કરે જન માથે ।।૧૧।। પહેરે પહેરાવે વસ્ત્ર ઘરેણાં, સર્વે ચરિત્ર […] read more
1 Views : 135

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૩

પૂર્વછાયો- અનેક લીળા અનેક ચરિત્ર, કરી કર્યો જનનો ઉધ્ધાર । સુંદર નિર્ગુણ મૂરતિ, તેને વંદુ હું વારમવાર ।।૧।। અનેક નામના નામી સ્વામી, સર્વના સુખધામ । અનેક એકની મૂરતિ, અનેક એકનાં નામ ।।૨।। તે પ્રભુ પ્રકટપણે ફરે, કરે જીવનાં કલ્યાણ । મનોહર મૂર્તિ મહારાજની, તેને પ્રણમું જોડી હું પાણ ।।૩।। પુરૂષોત્તમ પૂરણ પોતે, અઢળક ઢળ્યા આવાર । તેનાં ચરિત્ર પવિત્ર અતિ, વળી કહું કરી વિસ્તાર ।।૪।। એક સમે મુનિ સહુ મળી, આવિયા પ્રભુજી પાસ । અતિ હેતે સ્તુતિ કરવા, હઇયે થયા છે હુલાસ ।।૫।। ચોપાઇ- નમો કૃષ્ણ નમો નારાયણ, નમો જીવશ્રેય પરાયણ । નમો બળવંત બહુનામી, નમો અકળ અંતરજામી ।।૬।। નમો સહુ જીવના સુખકારી, નમો દીનબંધુ દુઃખહારી । નમો દાસના ત્રાસ વિનાશ, નમો સહુના આદિ અવિનાશ ।।૭।। નમો પુરૂષોત્તમ સહુપર, નમો અક્ષરધામઆધાર । નમો નિર્ગુણ સગુણ સ્વામી, સર્વે ધામતણા તમે ધામી ।।૮।। નમો અપરમપાર અકળ, નમો સર્વના શ્યામ સબળ । નમો ક્ષર અક્ષર નિયંતા, નમો ગુણપાર ગુણવંતા ।।૯।। નમો અવતારના અવતારી, નમો સંતતણા સુખકારી । નમો દીનના બંધુ દયાળ, નમો ભક્તવત્સલ પ્રતિપાળ ।।૧૦।। નમો કૃપાના સિંધુ કૃપાળુ, નમો દયાના નિધિ દયાળુ । નમો પ્રભુજી પૂરણકામ, નમો સંતતણા સુખધામ ।।૧૧।। નમો ઇશતણા મહાઇશ, નમો ભક્તપતિ જગદીશ । નમો પરમેશ્વર પરબ્રહ્મ, નમો ભવતારણ ત્રિકમ ।।૧૨।। નમો વાસુદેવ વરદેણ, નમો કેશવ કમળનેણ । નમો […] read more
0 Views : 141
Powered By Indic IME