Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

ભક્તિનિધિ કડવું:- ૭

રાગ:- ધન્યાસરી ભક્તિ સમાન નથી ભવમાં કાંયજી, સમઝુ સમઝો સહુ મનમાંયજી । પ્રભુ પ્રસન્ન કરવા છે અનુપ ઉપાયજી,  તેને તુલ્ય બીજું કેમ કે’વાયજી ।।૧।। રાગ :- ઢાળ કે’વાતો નથી કલ્પતરૂં, નવ નિધિને સિદ્ધિ સમેત । કામદુઘા અમૃતની ઉપમા, ન ઘટે કહું કોઇ રીત ।।૨।। જેમ મંદારમાં સાર બહુ બાવના ચંદન, પાષાણમાં સાર પારસ ।  સપ્ત ધાતુમાં સરસ સુવર્ણ, તેમ ભક્તિ સાધનમાં સરસ  ।૩।। જેમ પન્નગારી પંખીયોમાં સરસ, શૈલમાં સરસ ૩સુમેર । તેમ ભક્તિ સરસ સર્વ સાધને, એમાં નથી કહું કાંઇ ફેર ।।૪।। જેમ તેજોમય તનમાં સરસ સૂર્ય, શીતળ તનમાં સરસ શશિ । તેમ ભક્તિ સરસ સર્વે રીતે, આપું ઉપમા એને કશી ।।૫।। જેમ પાત્રમાં  ક્ષયપાત્ર સરસ, નાણામાં સરસ સુવર્ણમો’ર ।  તેમ ભક્તિ સરસ છે ભવમાં, એમ લખ્યું છે ઠોરમઠોર ।।૬।। જેમ પંચભૂતમાં શૂન્ય સરસ, સર્વે અમરમાં અમરેશ । તેમ ભક્તિ સરસ ભગવાનની, એમાં નથી ફેર લવલેશ ।।૭।। જેમ કુંપે સરસ રસ કુંપકા, ભૂપે સરસ પ્રિયવ્રત । રૂપે સરસ કામદેવ કહીયે, તેમ ભક્તિથી નૂન્ય બીજાં કૃત્ય ।।૮।। કર્તવ્ય કરીને કાંઇક પામે, તે વામે કોઇ કાળે કરી । ભક્તિ એ ગતિ નિર્ભય અતિ, એમ શ્રીમુખે કહેછે શ્રીહરિ ।।૯।। એમ ભક્તિ ભગવાનની, વર્ણવી સહુથી સરસ । નિષ્કુલાનંદ કે’ તે વિના બીજાં, નિશ્ચે દેખાડ્યાં નરસ ।।૧૦।। કડવું ।।૭।। read more
0 Views : 1405

ભક્તિનિધિ કડવું:- ૮

રાગ:- ધન્યાસરી ભક્તિ સમાન નથી સાધનજી, વારમવાર વિચારૂં છું મનજી । જેસારૂં જન કરેછે જતનજી, તેમાં સુખ થોડું દુઃખ રહ્યું છે સઘનજી ।।૧।। રાગ :- ઢાળ સઘન દુઃખ સાધનમાં, જેના ફળમાં બહુ ફેલ । માને સુખ તેમાં મૂરખા, જે હોય હૈયાના ટળેલ ।।૨।। જેમ સોનરસથી સોનું કરતાં, જોયે સવાલાખ ચડી-ચોટ । એક લાખ તૈયે ઉપજે, જાયે પા લાખની ખોટ ।।૩।। તેમ સાધન કરી શરીર દમે, વળી પામે તે માંહિથી સુખ । તે સુખ જાય જોતાંજોતાં, પાછું રહે દુઃખનું દુઃખ ।।૪।। જેમ વટે અમટ અરુણ ફળ, ખાવા કરે કોઇ ખાંત । રાતાં છે પણ રસ નથી, એમ સમઝી લેવો સિદ્ધાંત ।।૫।। તેમ સુખ સર્વે લોકનાં, સુણી કરે હૈયે કોઇ હામ । જેમ અવલ ફુલ આવળનાં, પણ નાવે પૂજામાંહિ કામ ।।૬।। જેમ ત્રોડતાં ફળ તાડતણાં, થાય મહેનતના બહુ માલ । ખાતાં થાય બહુ ખરખરો, વળી વાધે શોક વિશાળ ।।૭।। અમૃત વેલી અલ્પ ભલી, વધુ તોય ભુંડી વિષવેલ । તેમ ભક્તિ થોડી તોય ભલી, છે સર્વે સુખની ભરેલ ।।૮।। પંચ્યાણ આપે પાંચ રોકડા, લપોડ શંખ કહે લેને લાખ । પણ ગણીને ગાંઠે બાંધ્યાતણી, વળી કોયે ન પુરે સાંખ ।।૯।। તેમ હરિભક્તિથી સુખ મળે, તેવું સુખ બીજાથી ન થાય । નિષ્કુલાનંદ કહે નરને, જાણી લેવું એવું મનમાંય ।।૧૦।। કડવું ।।૮।। read more
0 Views : 296

ભક્તિનિધિ પદ:-૦ર

રાગ:- આશાવરી સંતો જુવો મનમાં વિચારી, સાચી ભક્તિ સદા સુખકારીરે; સંતો૦ ટેક જૂઠી ભક્તિ જક્તમાં કરેછે, સમઝયા વિના સંસારી । ખોવા રોગ ખાયછે રસાયણ, દિધા વિના દરદારીરે; સંતો૦ ।।૧।। વણ પૂછે વળી ચાલેછે વાટે, જે વાટે નહિ અન્ન વારી । નહિ પો’ચાયે નહિ વળાયે પાછું, થાશે ખરી જો ખુવારીરે; સંતો૦ ।।૨।। આ ભવમાં ભૂલવણી છે ભારે, તેમાં ભૂલ્યાં નરનારી । જિયાં તિયાં આ જનમ જાણજો, હરિભક્તિ વિના બેઠાં હારીરે; સંતો૦ ।।૩।। ભક્તિ વિના ભવપાર ન આવે, સમઝો એ વાત છે સારી । નિષ્કુલાનંદ કહે  નિર્ભય થાવા, ભક્તિનિધિ અતિ ભારીરે; સંતો૦ ।।૪।। પદ ।।૨।। read more
0 Views : 293

ભક્તિનિધિ કડવું:- ૯

રાગ:- ધન્યાસરી ભક્તિમાં પણ ભર્યા છે ભેદજી, કરેછે જન મન પામેછે ખેદજી । એક બીજાનો કરેછે ઉચ્છેદજી, તેનો નથી કેને ઉર નિર્વેદજી ।।૧।। રાગ :- ઢાળ નિર્વેદ વિના ખેદ પામી, કરેછે ખેંચાતાણ । નંદે વંદેછે એક એકને, એ સહુ થાયછે હેરાણ ।।૨।। નવે પ્રકારે કરી નાથની, ભક્તિના કહ્યા છે ભેદ । નિષ્કામ થઇ કોઇ નર કરે, તો શીદ પામે કોઇ ખેદ ।।૩।। પણ અંતર ઉંડો અભાવછે, બહુ બળ દેખાડેછે બા’ર । જયાન થયું તે જાણતા નથી, કથી શું કહીયે વારમવાર ।।૪।। જેમ લેખક કરમાં લેખ આવે, તે  લઇ લેખણ લીટો કરે ।  હતો પરવાનો પરમ પદનો, પણ કહો એમાંથી  હવે શું સરે? ।।૫।। તેમ ભક્તિ અતિ ભલી હતી, તેમાં ભેળવ્યો ભાગ ભુંડાઇનો ।  ખીર બગડી ખારૂં લુણ પડયું, ટળ્યો ઉમેદ એના ઉપાઇનો ।।૬।। તેમ ભક્તિ કરતાં ભગવાનની, આવી અહં મમતની આડ । પ્રભુ પાસળ પો’ચતાં, આડું દીધું એ લોહ કમાડ ।।૭।। માટે નિરમમત થઇ નાથની, ભક્તિ કરો ભરી ભાવ । નિરાશી વા’લા નારાયણને, શીદ બાંધોછો જયાં ત્યાં દાવ ।।૮।। સકામ ભક્તિ સહુ કરેછે, નથી કરતા નિષ્કામ કોય । તેમાં નવનીત નથી નિસરતું, નિત્ય વલોવતાં તોય ।।૯।। ઘોઘે જઇ કોઇ ઘેર આવ્યો, કરી આવ્યો નહિ કોઇ કામ । નિષ્કુલાનંદ એવી ભક્તિ, નવ કરવી નર ને વામ ।।૧૦।। કડવું ।।૯।। read more
0 Views : 190

ભક્તિનિધિ કડવું:- ૧૦

રાગ:- ધન્યાસરી ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાઓ કે રહો લોક લાજજી । તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન થાઓ સુખ ત્યાગજી ।।૧।। રાગ :- ઢાળ તનમન સુખ ત્યાગીને, કરે શુદ્ધભાવે કરી ભગતિ । સમ વિષમમાં સરખી, રહે માન અપમાને એક મતિ ।।૨।। પ્રસંશા સુણી નવ પોરસે, નિંદા સુણીને નવ મુઝાય । ઉભય ભાતનો અંતરે, હર્ષ શોક ન થાય કાંય ।।૩।। જેમ નટ ચડે વળી વાંસડે, જોવા મળે સઘળું ગામ । પણ નટ ન જુવે કોઇને, જો જુવે તો બગડે કામ ।।૪।। તેમ ભક્તિ કરતાં ભક્તને, નવ જોવા દોષ અદોષ । ગુણ અવગુણ કેના ગોતતાં, અતિ થાય અપશોષ ।।૫।। વળી આલોકની જે આબરૂં, રહો કે જાઓ જરૂર । ભક્તિ ન મૂકવી ભગવાનની, તે ભક્ત જાણો ભરપુર ।।૬।। જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક । જોઇ જય પરાજય જક્તમાં, શીદ કરે ઉર કોઇ શોક ।।૭।। ભક્તિ કરતાં કેને ભાવે ન ભાવે, આવે કોઇને ગુણ અવગુણ । જેની નજર પો’તી છે પરાથી પર, તેને અધિક ન્યૂન કહો કુણ ।।૮।। જેને આવડ્યું જળ તરવું, તેને ઉંડું છિછરું છે નહિ । મીન પંખીને મારગમાં, કહો આડ્ય આવે કહિ ।।૯।। ખેચર ને ભૂચરની, જાણવી જુજવી ગતી । નિષ્કુલાનંદ કે’ નોખું રહી, ભજાવી લેવી ભગતી ।।૧૦।। કડવું ।।૧૦।। read more
0 Views : 169

ભક્તિનિધિ કડવું:- ૧૧

રાગ:- ધન્યાસરી સાચી ભક્તિ કરતાં કો’કેને ભાવ્યુંજી, ખરી ભક્તિમાંહિ સહુએ ખોટું ઠેરાવ્યુંજી । અણસમઝુંને એમ સમઝયામાં આવ્યુંજી, વણ અર્થીભક્તિશું વેર વસાવ્યુંજી ।।૧।। રાગ :- ઢાળ વેર વસાવ્યું વણ સમઝે, સાચી ભક્તિ કરતલ સાથ । શોધી જુવો સરવાળે સહુને, મળી વળી સઇ મીરાંથ ।।૨।। પ્રહ્લાદ ભક્ત જાણી પ્રભુના, હિરણ્યકશિપુએ કર્યા હેરાણ । તેહ પાપે કરી તેહના, ગયા પંડમાંથી પ્રાણ ।।૩।। વસુદેવ વળી દેવકીને, જાણ્યાં જગદીશનાં જરૂર । તેને કષ્ટ કંસે આપિયું , મૂવો પાપિયો આપે અસુર ।।૪।। પંચાલી ભક્ત પરબ્રહ્મનાં, જાણી દુઃખ દીધું દુઃશાસન । તાણ્યાં અંબર એ પાપમાં, થયું કુળ નિર્મૂળ નિકંદન ।।૫।। પાંડવ ભક્ત પરમેશ્વરના, તેને દીધું દુર્યોધને દુઃખ । તે પાપે રાજય ગયું વળી, થયું મોત રહ્યું નહિ સુખ ।।૬।। સીતાજી ભક્ત શ્રીરામજીનાં, તેને રાવણે પાડિયા રોળ । સત્યવાદીને સંતાપતાં, આવિયું દુઃખ અતોલ ।।૭।। તે હરિજનને હૈયે હોય નહિ, જે દુઃખ દેતલને દુઃખ થાય । પણ જેમ કેગરના કાષ્ટને, બાળતાં અગ્નિ ઓલાય ।।૮।। એમ ભક્તને ભય ઉપજાવતાં, નિર્ભય ન રહ્યા કોય । આદિ અંતે મધ્યે માનજો, હરિભક્ત નિર્ભય હોય ।।૯।। પરમ પદને પામવા, હરિભક્તની ભીડ્ય તાણવી ।  નિષ્કુલાનંદ નિશ્ચે કહે, વાત આટલી જરૂર જાણવી ।।૧૦।। કડવું ।।૧૧।। read more
0 Views : 188

ભક્તિનિધિ કડવું:- ૧ર

રાગ:- ધન્યાસરી હરિની ભક્તિનો કરતાં દ્વેષજી, આવે અંગે અંતરે કોટિ કલેશજી । તેણે કરી રહે હેરાન હમેશજી, એહમાંહી સંશય નથી લવલેશજી ।।૧।। રાગ :- ઢાળ લેશ સંશય નવ લેખવો, એનો દેખવો અસદ્ય ઉપાય । નાખતાં રજ સૂરજ સામી, પાછી પડે આંખ્ય મુખમાંય ।।૨।। જે જળથી શીતળ થાય, તેને લગાડે કોઇ તાપ । તેનું તે બાળે તનને, સામુનો થાય સંતાપ ।।૩।। વળી જે વહ્નિથી ટાઢ ટળે, તેમાંજ નાખીયે નીર । પછી બેસીયે પાસળે, શું શીત વીતે શરીર ।।૪।। વળી જે ભોજને કરીને ભૂખ ભાગે, તે ભોજનમાં ભેળિયે ઝેર । તે કહો સુખ કેમ આપશે, જેણે કર્યું સુખદશું વેર ।।૫।। જે પટે ઘટ ઢાંકિયે, તે પટનો કરીયે ત્યાગ । પછી ઇ્યચ્છયે પ્રવીણતા, તે મૂરખ નર કહ્યા લાગ ।।૬।। જે ભૂમિમાં અન્ન ઉપજે, તે ભૂમિમાં વિષ વવાય । પછી અમરપણું ઇચ્છવું, તેતો અતિ અવળું કે’વાય ।।૭।। એમ અભાગી નરને, હરિભક્તિમાંહિ અભાવ । તે કેમ તરશે સિંધુતોયને, જે બેઠા પથરને નાવ ।।૮।। ડોબું ન ગમ્યું દુઝણું, ભલી લાગી આવિયા ભેડ્ય । તજી દઇ તાંદુલને, કરી કુકશ સારૂં વઢવેડ્ય ।।૯।। અલ્પમતિને અવળું સુજે, સવળું સૂજે નહિ લવ લેશ । નિષ્કુલાનંદ એવા નરને, આપિયે શિયો ઉપદેશ ।।૧૦।। કડવું ।।૧૨।। read more
0 Views : 171

ભક્તિનિધિ પદ:-૦૩

રાગ:- આશાવરી સંતો અણસમઝે એમ બને, તેતો સમઝુને સમઝવું મનેરે; સંતો૦ । ટેક ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ નિશદિને । અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુન્હેગાર વણગુન્હેરે; સંતો૦ ।।૧।। શ્રીખંડ સદા શિતળ સુખકારી, તેને દઝાડે કોઇ દહને । અગર પણ થાય અંગારા, પ્રજાળે પ્રવરી વનેરે; સંતો૦ ।।૨।। કલ્પતરુ મળે માગ્યો કુઠારો, દુર્મતિ થાવા દુઃખને । જેવું ઇચ્છે તેવું મળે એમાંથી, નો તપાસે એ સુરતરનેરે; સંતો૦ ।।૩।। એમ શઠ સુખદથી સારૂં ન ઇચ્છે, કોઇ પ્રગટ્યે થર પાપને । નિષ્કુલાનંદ કે’ ન જોવું એનું, પ્રકટ ભજવા આપનેરે; સંતો૦ ।।૪।। પદ ।।૩।। read more
0 Views : 160
Powered By Indic IME