Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

વચનવિધિ પદ:- ૧૩

રાગ:– ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ એ ઢાળ. જરૂર જાણજો જન જીવમાં, પામવું છે પરમ આનંદ રે; જે રે આનંદ જાય નહિ કહ્યે, સદા સર્વે સુખનું છે કંદ રે…જરૂર૦ ૧ અચળ અખંડ એનું નામ છે, અક્ષર અનંત અનુપ રે; જે એ પામે તે પાછો નવ પડે, એવું છે એ સત્ય સ્વરૂપ રે…જરૂર૦ આવે નહિ એકે જેને ઉપમા, જડે નહિ બીજી જેની જોડ રે; શોધતાં ન મળે સંસારમાં, ત્રિલોકે નહિ તેની તડોવડ રે…જરૂર૦ મહા મોટું સુખ માની મનમાં, મોટા મોટા મૂકી ચાલ્યા રાજ રે; તે તો સુખ મળે છે સે’જમાં, સત્સંગમાંહી રે’તા આજ રે…જરૂર૦ પૂરણ સુખને જયારે પામિયે, ત્યારે ઝાઝી કરવી જતન રે; સદાયે રહિયે એ સાચવતાં, જેમ રાંક સાચવે રતન રે…જરૂર૦ ગાફલપણે જો ઘણું ઘરમાં, જોતાં જોતાં થઈ જાયે જયાન રે; માટે પ્રમાદપણું પરહરી, સદાય રે’વું જો સાવધાન રે…જરૂર૦ લાભ અલભ્યને લઈ કરી, બેઠા છીએ બેપરવાઈ રે; સ્વામી સહજાનંદ સેવતાં, કસર રહી નથી કાંઈ રે…જરૂર૦ સદા રે’વું મનમાં મગન થઈ, કેદિયે ન માનવું કંગાલ રે; નિષ્કુળાનંદ કહે નીલકંઠ મળ્યે, થયાં છીએ નિર્ભય નિયાલ રે…જરૂર૦ દોહા:- આ ગ્રંથ અતિ અનુપમ છે, મુખ દેખાડવા દરપણ ।। પણ હબશી મુખ જોઈ હૈયે, લિયે નહિ લગારે ગુણ ।। ૧ ।। દેખી મુખ દુઃખિયો થઈ, કરે ગ્રંથ મુકુર  પર રોષ ।। જેમ છે તેમ […] read more
0 Views : 1362

ભક્તિનિધિ કડવું:- ૧

સોરઠા પ્રણમું પુરુષોત્તમ, અગમ નિગમ જેને નેતિ કહે । તે શ્રીહરિ થાઓ સુગમ, રમ્યરૂપ સાકાર સહિ ।।૧।। એવા વસો મારે ઉર, દૂર કરવા દોષ દીનબંધુ । તે થાય ભક્તિ ભરપૂર, હજૂર રાખજો હરિ હેત કરી ।।૨।। દોહા ભક્તિ સરસ સહુ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ । ભક્તિ પ્રભુ પ્રગટની, એમ વદેછે ચારે વેદ ।।૩।। પરોક્ષ ભક્ત પામે નહિ, મનમાની મોટી મોજ । શાસ્ત્ર સર્વે શોધીને, ખરી કરી લ્યો ખોજ ।।૪।। રાગ:- ધન્યાસરી શ્રી પુરૂષોત્તમ પૂરણ બ્રહ્મજી, નેતિનેતિ કહી જેને ગાય નિગમજી । અતિ અગાધ જે સહુને અગમજી, તે પ્રભુ થયા આજ સુગમજી ।।૧।। રાગ :- ઢાળ – સુગમ થયા શ્રીહરિ, ધરી નર તનને નાથજી । જીવ બહુ કહું જક્તના જેહ, તેહને કરવા સનાથજી ।।૨।। આપ ઇચ્છાએ આવિયા, કરવા કોટિકોટિનાં કલ્યાણ । દયા દિલમાં આણી દયાળે, તેનાં શું હું કરું વખાણ ।।૩।। લે’રી આવ્યા આજ લે’રમાં, અતિ મે’ર કરી મે’રબાન । અનેક જીવ આશ્રિતને, આપવા અભયદાન ।।૪।। અઢળ ઢળ્યા અલબેલડો, કહું કસર ન રાખી કાંય । કૈક જીવ કૃતાર્થ કીધા, મહાઘોર કળિનીમાંય ।।૫।। ભાગ્યશાળી બ્રહ્મમોહોલનાં, કર્યાં આપે આવી અગણિત । નિર્દોષ કિધાં નરનારને, રખાવી રૂડી રીત ।।૬।। નૌતમ   શક્કો સંસારમાં, આવી નાથે ચલાવિયો નેક । જે સાંભળ્યો નો’તો શ્રવણે, તે વર્તાવ્યો સહુથી વિષેક ।।૭।। પૂરણ પુરૂષોત્તમ પોતે, સરવેશ્વર સર્વના શ્યામ । […] read more
0 Views : 1659

ભક્તિનિધિ કડવું:- ર

રાગ:- ધન્યાસરી ભાગ્ય જાગ્યાં આજ જાણવાં જેને ભેટ્યા ભગવાનજી, ત્રિલોકમાં ના’વે કોઇ તેહને સમાનજી । જેહને મળિયા  પ્રભુ મૂર્તિમાનજી, જેહ મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી ।।૧।। રાગ :- ઢાળ – ધ્યાન ધરે જેનું જાણજો, અજ ઇશ સરીખા સોઇ । તોયે અતિ અકળ છે એહને, જથારથ જાણે નહિ કોઇ ।।૨।। એવી અલૌકિક મૂરતિ, અમાયિક અનુપ અમાપ । આગમ નિગમ ને અગોચર અતિ, તેનો કરી શકે કોણ ૧થાપ ।।૩।। થાપ ન થાયે એવા આગમે, વર્ણવિયા વારમવાર । તેહ પ્રભુને કેમ પામિએ, જેનો કોઇ ન પામિયા પાર ।।૪।। તેહ હરિ નરતન ધરી, આપે આવે અવનિ મોઝાર । ત્યારે મળાય એ મૂર્તિને, જયારે નાથ થાય નરઆકાર ।।૫।। મહારાજ થાય જયારે મનુષ્ય જેવા, દેવા જીવોને અભયદાન । ત્યારે પલ પાકે સહુ પ્રાણધારીની, જયારે ભૂમિ આવે ભગવાન ।।૬।। ત્યારે ભક્તને ભક્તિ કરવા, ઉઘડે દ્વાર અપાર । થાય  સેવકને સેવ્યા સરખા, જયારે પ્રગટે પ્રાણ આધાર ।।૭।। ત્યારે સુગમ  થાય છે સહુને, પ્રાણધારીને પરમાનંદ । ન હોય દરશ સ્પર્શનું દોયલું, સદા સોયલા હોય સુખકંદ ।।૮।। સાકાર સુંદર મૂરતિ, જોઇ જન મગન મન થાય । પછી સેવા કરી એવા શ્યામની, મોટું ભાગ્ય માનવું મનમાંય ।।૯।। પણ મૂરતિ મૂકી મહારાજની, બીજું માગવું નહિ બાળક થઇ ।  નિષ્કુલાનંદ નિર્ભય થાવા, હરિભક્તિ વિના ઇચ્છવું નહિ ।।૧૦।। કડવું ।।૨।। read more
0 Views : 1489

ભક્તિનિધિ કડવું:- ૩

રાગ:- ધન્યાસરી જોને કોઇક કરેછે જપ તપ તીર્થજી, વ્રત દાન પુણ્ય કરે હરિ અર્થજી। સત્ય જોગ જગને વાવરે ગર્થજી, જેવી હોય તને મને ધને સામર્થજી ।।૧।। રાગ :- ઢાળ – સામર્થ પ્રમાણે સહુ કરે, વળી કસર ન રાખે કોઇ । શુદ્ધ મન શુદ્ધ ભાવ શ્રદ્ધાએ, શુદ્ધ આદરે કરે સોઇ ।।૨।। એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને, કરે અલ્પ સુખની આશ । તે શિશુ સમઝણ સેવકની, ત્યાગી તુપને માગી છાશ ।।૩।। જેમ રિઝવે કોઇ રાજનને, પ્રસન્ન કરીને માગે પિયાજ । તે આપતાં અતિ અવનીશને, લાગે લોકમાં ઘણી લાજ ।।૪।। માટે સેવા ખરી હરિની કરી, માગિયે નહિ માયિક સુખ । જે પામી પડે પાછું પડવું , રહે જેમ હોય તેમ દુઃખ ।।૫।। તે શોધી સર્વે સમઝવું, જોઇ લેવું જીવમાં જરૂર । અંતવત સુખ ઇચ્છતાં, કેદિ દુઃખ ન થાય દૂર ।।૬।। જેમ કણ મૂકી કુકસને, જાચે તુષને તજી તાંદૂળ । તેમ મૂરતિ મૂકી મહારાજની, ન માગવું સુખ નિર્મૂળ ।।૭।। ચાર પ્રકારની મુગતિ, અતિ સુખદ કહે સુજાણ । પણ મૂર્તિ મનોહર માવની, મૂકી ઇચ્છે એહને એજ અજાણ ।।૮।। જેમ ફોગટ ફળ ફુલ નહિ, મળે ફળ તો ફજેતીએ ભર્યાં । એવાં અલ્પ સુખ આવતાં, કહો કારજ સરે શું સર્યાં ? ।।૯।। માટે રાજી કરી રંગરેલને, માગવું વિચારીને મન । નિષ્કુળાનંદ ન માગવું, જેને માથે હોય વિઘન ।।૧૦।। […] read more
0 Views : 1514

ભક્તિનિધિ કડવું:- ૪

રાગ:- ધન્યાસરી વિઘને ભર્યાં સુખ સારૂં સાધનજી, કરતાં મુઝાય છે શુદ્ધ સંતનાં મનજી । તે કેમ કરી શકે જાણો એ જનજી, જેને ઉપર છે અનંત વિઘનજી ।।૧।। રાગ :- ઢાળ – વિઘન વિવિધ ભાતનાં, રહ્યાં સાધન પર સમોહ । સુર અસુર ઇચ્છે પાડવા, પ્રેરી કામ ક્રોધ લોભ મોહ ।।૨।। જપતાં જાપ બાપ આપણે, પ્રહ્લાદજીને પીડા કરી । સત્ય રાખતાં હરિશ્ચંદ્ર શિબિ, નળ મુદગળ ન બેઠા ઠરી ।।૩।। તપ કરી ત્રિલોકમાં, પામી પડિયા પાછા કઇ । એમ કરી તન તાવતાં, સુખ અટળ આવ્યું નહિ ।।૪।। વ્રત રાખતાં અંબરીષ પીડયો, દાન દેતાં પીડાયો નર ઘોષ । પુણ્ય કરતાં પાંડવ પંચાલી, આવ્યા દુર્વાસા દેવા દોષ ।।૫।। જોગે પીડાણા શુક જડભરત, જગને પીડાણો નહૂષ ભૂપાળ । બળી વળી દધિચિ ઋષિ, રંતિદેવ સરીખા દયાળ ।।૬।। એવી અનેક પ્રકારની આપદા, આવી સત્યવાદી પર સોઇ । વનવાસી ત્યાગી વૈરાગી, વણ વિપતે નહિ કહું કોઇ ।।૭।। જેજે જને એહ આદર્યું, પરલોક પામવા કાજ । તેતે જનને જાણજો, સુખનો ન રહ્યો સમાજ ।।૮।। વિઘન બહુ વિધવિધનાં, ભર્યાં ભવમાંહિ ભરપૂર । પરલોક ન દિયે પામવા, જન જાણી લેજો જરૂર ।।૯।। માટે વાટ એ તે મૂકવી, સમઝી વિચારીને શુભમતિ । નિષ્કુળાનંદ કે’ નિર્ભય થાવા, કરવી હરિની ભગતિ ।।૧૦।। કડવું ।।૪।। read more
0 Views : 1490

ભક્તિનિધિ પદ:-૦૧

રાગ:- આશાવરી સંતો ભક્તિ ઉપર ભય શાનો, તેતો મન કર્મ વચને માનોરે; સંતો૦ । ટેક- જપ તપ તીરથ જોગ જગન, દાન પુણ્ય સમાજ શોભાનો । પામી પુન્ય ખુટે પડે પાછા, તેમાં કોણ મોટો કોણ નાનોરે; સંતો૦ ।।૧।। ધ્યાન ધારણા સમાધિ સરવે, કુંપ અનુપ કાચનો । ટકે નહિ કેદિ ટોકર વાગે, તો શિયો ભરૂંસો બીજાનોરે; સંતો૦ ।।૨।। જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધક્કા ધરપર, જાણો નથી ફજેતો એ છાનો । નિર્ભય પ્રાપતિ ન રહિ કેની, જોઇ લીધો દાખડો ઝાઝાનોરે; સંતો૦ ।।૩।। સર્વે પર વિઘન સભરભર, નિર્ભય ભક્તિ ખજાનો । નિષ્કુલાનંદ કે’ ન ટળે ટાળતાં,  ટળે તોય કળશ સોનાનોરે; સંતો૦ ।।૪।। પદ ।।૧।। read more
0 Views : 1498

ભક્તિનિધિ કડવું:- પ

રાગ:- ધન્યાસરી નિરવિઘન છે નાથની ભક્તિજી, જેમાં વિઘન નથી એક રતિજી । સમઝીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી ।।૧।। રાગ :- ઢાળ – અલૌકિક સુખ આવે, જો ભાવે ભક્તિ ભગવાનની । તે  વિના ત્રિલોક સુખને, માને શોભા મીયાંનની ।।૨।। મૂરતિ મૂકી મન બીજે, લલચાવે નહિ લગાર । અન્ય સુખ જાણ્યાં ફળ અર્કનાં, નિશ્ચે નિરસ નિરધાર ।।૩।। એમ માની માને સુખ ભાવમાં, કરે ભક્તિ ભાવે સહિત । ભક્તિ વિના બ્રહ્મલોક લગી, ચાહે નહિ કાંઈ ચિત્ત ।।૪।। અનન્ય ભાવે કરે ભગતિ, મન વચન કર્મે કરી । ભાવે નહિ હરિ ભક્તિ વિના, એવી વાત અંતરમાં આવી ઠરી ।।૫।। નિષ્કામ ભક્તિ નાથની, જેને કરવા છે મને કોડ । બીજા સકામ ભક્ત સમૂહ હોય, તોય હોય નહિ એની હોડ ।।૬।। એવી ભક્તિને આદરે, જેમાં લોકસુખ નહિ લેશ । તેમ સુખ શરીરનું, ઇચ્છે નહિ અહોનેશ ।।૭।। મેલી ગમતું નિજ મનનું, હાથ જોડી રહે હરિ હજાુર । સેવા કરવા ઘનશ્યામની, ભાવ ભિંતરમાં ભરપૂર ।।૮।। ભાવે જેવું ભગવાનને, સમો જોઇ કરે તેવી સેવ । પણ વણ સમે વિચાર વિના, ત્યાર ન થાય તતખેવ ।।૯।। એવા ભક્તની ભગતિ, વા’લી લાગે વા’લાને મન । નિષ્કુલાનંદ કહે નાથજી, તે ઉપર થાય પ્રસન્ન ।।૧૦।। કડવું ।।૫।। read more
0 Views : 1429

ભક્તિનિધિ કડવું:- ૬

રાગ:- ધન્યાસરી પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી  હામજી । જે ભક્તિ અતિ કા’વે નિષ્કામજી, ધર્મસહિત છે સુખનું ધામજી ।।૧।। રાગ :- ઢાળ ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે । તેને તોલે ત્રિલોક માંહિ, સમઝી જાુવો નહિ નિસરે ।।૨।। જેણે આલોકસુખની આશા મેલી, પરલોક સુખ પણ પરહર્યાં । એક ભક્તિ ભાવી ભગવાનની, વિષયસુખ વિષ સમ ર્યાં ।।૩।। જેણે પંચ વિષયશું પ્રિત ત્રોડી, જોડી પ્રીત ભક્તિ કરવા । તજી મમત તન મનની, તેને રહી કહો કેની પરવા ।।૪।। રાજી કુરાજીયે કોઇને, નવ વણસે સુધરે વાત । નથી એથી સુખ મળવા ટળવા, જોઇએ હરિ રાજી રળીયાત ।।૫।। પરબ્રહ્મને પ્રસન્ન કરવા, કરે ભક્તિ માહાત્મ્યે સહિત । ધરી દૃઢ ટેક એક અંતરે, તે ફરે નહિ કોઈ રીત ।।૬।। નિષ્કપટ નાથની ભગતિ, સમઝો સુખ ભંડાર છે । એની બરાબરી નોય કોઇ બીજું, એતો સર્વે સારનું સાર છે ।।૭।। સાચી ભક્તિ ભગવાનની, સર્વે શિર પર મોડ છે । બીજાં સાધન બહુ કરે, પણ જાુઓ એની કોઇ જોડ છે? ।।૮।। જેમ ગળપણમાં શર્કરા ગળી, વળી રસમાં સરસ તુપ । જેમ અંબરે સરસ જરકસી, તેમ ભક્તિ અતિ અનુપ ।।૯।। એવી અનુપમ ભગતિ, ભાવી ગઇ જેને ભીંતરે ।  નિષ્કુલાનંદ કે’ સર્વે સાધન, એની સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૬।। read more
0 Views : 1432
Powered By Indic IME