Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

સારસિદ્ધિ કડવું:- ૩૦

મર્મ મોટો એ સમજવો મનજી, તેમાં ફેર ન પાડવો કોઈ દનજી જતને જાળવવાં જેમ જાળવે રતનજી, કયાંથી મળે પ્રભુ પ્રગટનાં વચનજી વચન ન મળે વાલા તણાં, તેમ દર્શન પણ છે દોયલાં ।। તેહ મૂર્તિ મુખોન્મુખ મળી, સર્વે કામ થઈ ગયાં સોયલાં ।। ર ।। અંગોઅંગ અવલોકીને, નખશિખ જોયા નાથ નીરખી ।। એથી પર નથી પામવું, એમ હૈયામાં ધારવું હરખી ।। ૩ ।। જે ધારતાં રૂપ જન જાણજો, નથી આવતું ધ્યાનીના ધ્યાનમાં ।। તે પ્રભુ પ્રગટ મળ્યા, શી કસર રહી કહો જ્ઞાનમાં ।। ૪ ।। જ્ઞાની તેને ગણીએ, જેને હરિમૂર્તિનું જ્ઞાન છે ।। તે વિના બકવાદ બીજે, એ જાણજો મોટું જયાન છે ।। પ ।। જેણે નથી જોયા નાથને, નજરો નજર નયણાં ભરી ।। તે કેવા કહેશે શ્રીકૃષ્ણને, અટકળ ને અનુમાને કરી ।। ૬ ।। જ્ઞાન વિના જ્ઞાની નહિ, જ્ઞાન હોય તેને જ્ઞાની કહિયે ।। સોણે સાધ્ય નથી હરિની, તો કેમ જાણશે જાગશે તૈયે ।। ૭ ।। તે જ જ્ઞાની તે તત્ત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા ।। તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિ નયણે નથી દેખિયા ।। ૮ ।। ભણેલે ભાળ્યા ન હોય નાથને, અણ ભણેલે હોય અવલોકિયા ।। જુવો વિચારી જીવમાં, એમાં જ્ઞાની અજ્ઞાની કેને કહ્યા ।। ૯ ।। જ્ઞાની તે જેને ગમ્ય હરિની, એમ સમજવું એહ સાર છે […] read more
0 Views : 137

સારસિદ્ધિ કડવું:- ૩૧

સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મનચિત્તવૃત્તિજી હરિ વિના બીજે રાખે નહિ રતિજી, તે ખરા સંત કહિયે મહામતિજી મહામતિ તે સંત ખરા, મૂકે નહિ મહારાજની મૂરતિ ।। અખંડ રાખે ઉર વિષે, જાણી કમાણી મોટી અતિ ।। ર ।। ચર્ણ જુવે તો ચર્ણ જોઈ રહે, ચિહ્ન જુવે તો જોઈ રહે ચિહ્ન ।। નખ જુવે તો નખ જોઈ રહે, રહે ગર્ક મહાજળે જેમ મીન ।। ૩ ।। ફણા ઘૂંટી પેનીને પેખી, લેખે જંઘા જોઈ તે સંત સુખ ।। જાનું ઉરુને જોઈ રહે, જોતાં કટિ મટી જાયે દુઃખ ।। ૪ ।। ઉદર નાભીને નીરખે, પેટ છાતી જુવે પ્રેમે કરી ।। કંઠ તિલક કપોળ જોઈ, રાખે હરિમૂર્તિ ભાવે ભરી ।। પ ।। શ્રવણ નયણ નાસિકા જોઈ, ભ્રકુટી ભાલને ભાળી રહે ।। શીશે કેશ સુંદર વેષ, નખશિખ રૂપ નીહાળી રહે ।। ૬ ।। એમ અખંડ એક વરતિ, મૂર્તિને મૂકતી નથી ।। જેમ સરિતા સાગર સન્મુખ, ચાલતાં ચૂકતી નથી ।। ૭ ।। અંગો અંગ અવલોકયા વિના, અણંુ અજાણ્યું પણ છે નહી ।। સાંગોપાંગ સર્વે સુંદર, હરિ હૈયામાં ગયા રહી ।। ૮ ।। તે જ જ્ઞાની તે જ ધ્યાની, જેને અખંડ રહે છે એમ ઉર ।। જે જનને પ્રભુની મૂરતિ, રે’તી નથી અંતરથી દૂર ।। ૯ ।। એથી ઉપરાંત અન્ય બીજા, જ્ઞાની તે કેને ગણિયે ।। […] read more
0 Views : 143

સારસિદ્ધિ કડવું:- ૩ર

જ્ઞાની તેહ જેને હરિની ગમજી, નથી જેને નાથની મૂર્તિ અગમજી નખશિખા નીરખી કરી છે સુગમજી, ના’વે કોઈ એવા સંતની સમજી સંત સમાન તે શું કહિયે, જેને અખંડ મૂર્તિ છે ઉર ।। જોઈ જોઈ જોયું જીવમાં, એની જોડ્યે ન જડ્યું જરૂર ।। ર ।। કામદુઘા કહું શી કલ્પતરુ, કહું નવ નિધિ સિદ્ધિ સમિત ।। પારસ કહું કે ચિંતામણિ, વજ્રમણિ ઘણી કહું સિત ।। ૩ ।। અર્કમણિ કે કહું ઇંદુમણિ, ઘણી ઉપમા દઉ અમૃતની ।। જે જે કહું તે જોખે ભર્યું, આપું ઉપમા કૈ પ્રતની ।। ૪ ।। જેણે અંતરમાં અખંડ રાખ્યા, અલબેલોજી અવિનાશ ।। રાજી થઈને હરિ રહ્યા, દોષે રહિત દેખી નિજદાસ ।। પ ।। જેમ પંચાનનીપય રે’વા પાત્ર, જોઈએ સોળવલું સુવર્ણ ।। એમ હરિને રે’વાતણું, શુદ્ધ જનનું અંતઃકર્ણ ।। ૬ ।। જેમ જગજીવનના જળ જાણો, નથી રે’તું ખાંમા વિના ખમી ।। તેમ હરિજનનું અંતર, ગયું છે હરિને ગમી ।। ૭ ।। જેમ સુગંધી રહી છે શ્રીખંડ માંય, રહ્યો ઇક્ષુ માંહિ જેમ રસ ।। તેમ હરિજનમાંહિ હરિ, હળી મળી રહ્યા એક રસ ।। ૮ ।। જેમ ચમક ઉત્તર મુખનો, રહે ઉત્તર દિશ પર મુખ ।। તેમ હરિ હરિજન સામા રહે, સદાયે આપવા સુખ ।। ૯ ।। એમ સાચા સંતની સનમુખ, સદાય રહે છે શ્રીહરિ ।। નિષ્કુળાનંદ કહે કાચા કોયે, ન હોય […] read more
0 Views : 152

સારસિદ્ધિ પદ:- ૮

(રાગ:-ગરબી) ‘સહજાનંદ સિંધુ રે આજ મારે’ એ ઢાળ. સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે, કાચાને નાવે કેદિયે કામ રે; જેમ સાજો જમે રે સુંદર સુખડી રે, માંદાને મગઉદકે આરામ રે. . .સુખ ચંદનની વાસે રે અલિ અલમસ્ત છે રે, મક્ષિકા દેખી રહે છે દૂર રે; ગોળનું ગાડું રે ગીંગાને ગમે નહિ રે, જેને પ્રીત પુરીષશું ભરપૂર રે. ..સુખ ।। ર ।। કુમુદિની કેદી રે ન પામે સુખ સૂરથી રે, ચકવા કે દી ચંદ્ર ન ચા’ય રે; ઘણું અજવાળું રે ઘુડને ગમે નહિ રે, કોચવાઈ ગરે તે કોતરમાંય રે.. .સુખ ।। ૩ ।। એમ સંત અસંતની રે જાણો રુચિ જૂજવી રે, સંત ભજે તજે તેને અસંત રે; નિષ્કુળાનંદ રે નકી એ વારતા રે, સમજી લેવું એવું સિદ્ધાંત રે…સુખ ।। ૪ ।। read more
0 Views : 157

સારસિદ્ધિ કડવું:- ૩૩

સિદ્ધાંત વાત સંત સાચે જાણીજી, મન કર્મ વચને પૂરી પ્રમાણીજી સુખરૂપ સમજીને ઉરમાંયે આણીજી, એવા સંતની કહું એધાંણીજી એંધાણી કહું એવા સંતની, જેને માયિક સુખ થયાં ઝેર ।। કામ ક્રોધ લોભ કડવા થયા, થયું વિષય સુખશું વેર ।। ર ।। જકતનાં સુખ જોઈને, જેને અંતરે થયાં છે અળખામણાં ।। રૂડાં જાણી નથી રીઝતા, છે અવલ પણ ઇંદ્રામણાં ।। ૩ ।। તે થોડે ખાધે થોડું દુઃખ છે, ઘણું ખાધે દુઃખ થાય ઘણું ।। જેમ ચિરોડી ચુનાની ચપટિયે, ગયું ભૂખ દુઃખ તે કિયાતણું ।। ૪ ।। જેમ શોખે રાખે કોઈ સિંહને, પાળતાં પૂરણ પાપ છે ।। એમ ભવ સુખને ભોગવતાં, મહા મોટો સંતાપ છે ।। પ ।। એવું થયું છે અળખામણું, હરિ વિના બીજું હરામ ।। મુકત આદિ નથી માગતા, એવા સંત છે નિષ્કામ ।। ૬ ।। વૈરાગ્યે ચિત્ત વાસિત છે, ભકત ભાવે ભર્યું છે ભીતર ।। ધર્મમાં પણ દઢ મતિ છે, છે જ્ઞાનનું પણ ઘર ।। ૭ ।। શુભ ગુણ કૈ’યે જે સંતના, તેહ આવી વસ્યા છે ઉરમાં ।। તેણે કરી જન તને મને, સૂધા વરતે છે સુરમાં ।। ૮ ।। તેની દષ્ટે તન અભિમાની, ગીડર નર ગમતા નથી ।। જોઈ સ્વભાવ એ જીવનો, અભાવ રહે છે ઉરથી ।। ૯ ।। તેશું મન મેળવતાં મળે નહિ, ભેળું ભળતાં પણ ન ભળાય […] read more
0 Views : 144

સારસિદ્ધિ કડવું:- ૩૪

સંત અસંતની રીત જૂજવીજી, ભેળાં ન ભળે જેમ રાત ને રવિજી એમ કહે છે સહુ અનુભવીજી, વિધે વિધે વાત તેની કહું વર્ણવીજી વર્ણવી તેની વાત કહું, હરિદાસ અદાસ દોઈની ।। રાગી ત્યાગીની રીત ભેળી, ભળે નહિ કોઈ કોઈની ।। ર ।। એક સુખ ઇચ્છે શરીરનાં, એક ન ઇચ્છે સુખ શરીરનું ।। એક ઇચ્છે નિરસ અન્નને, એક ખાવા ઇચ્છે ખીરનું ।। ૩ ।। એક ઇચ્છે પુરાણું પટ પે’રવા, એક ઇચ્છે અંબર નવીન ।। એક ઇચ્છે અંતરે રે’વા ઊજળા, એક રહે મને મલીન ।। ૪ ।। એક ઇચ્છે લેવા સુખ લોકનાં, એક લોકસુખ તે લેખે નહિ ।। એક ઇચ્છે માયિક મોટપને, એક માયિક મોટપને દેખે નહિ ।। પ ।। એક ઇચ્છે જગ જાણિત થાવા, એક ઇચ્છે થાવા અછતું ઘણું ।। એક ઇચ્છે માન વધારવા, એક ઇચ્છે નિરમાનીપણું ।। ૬ ।। એક ઇચ્છે છે પદાર્થ પામવા, એક કરવા ઇચ્છે છે ત્યાગ ।। એક ઇચ્છે છે અલપ સુખને, એકને અલપ સુખ છે આગ ।। ૭ ।। એક ઇચ્છે રે’વા અરણ્યમાં, એક ઇચ્છે વસ્તીમાંહિ વાસ ।। એક ઇચ્છે વિષયસુખ માણવા, એક એ સુખથી છે ઉદાસ ।। ૮ ।। એમ ભકત અભકતના ભાવને, જુદા જાણજો જરૂર ।। એકને ન ભળવું ભીડમાં, એકને રે’વું હરિશંુ હજુર ।। ૯ ।। એમ દાસ અદાસ દોયને, ભેળું રે’વામાં ભારે રોળ […] read more
0 Views : 131

સારસિદ્ધિ કડવું:- ૩પ

અતોળ રોળ રહ્યા દેહદર્શીને સાથજી, જે રાતદિન ગાય દેહસુખની ગાથજી તેહ વિના વાત નથી આવી બીજી હાથજી, તે કેમ કરશે પ્રસન્ન નરનાથજી નાથ પ્રસન્ન કેમ કરશે, જેને સેવા કરવી છે શરીરની ।। તેને ભાવે નહિ બીજું ભીતરે, મર વાત હોય સુખશિરની ।। ર ।। દેહને અર્થે દાખડો, રાત દિવસ કરે છે રહ્યો ।। જરાય ન કરે જીવ અરથે, તેને ઉપદેશ આપવો શિયો ।। ૩ ।। શરીર સારુ સાચવી રાખે, સર્વે સુખતણો તે સમાજ ।। પણ જે જે કહે જીવ અરથે, તેનો તરત કરી દિયે તાજ ।। ૪ ।। અન્ન અંબર સુંદર જોઈ, સારાં જાણી રાખે સાચવી ।। કાલે આવશે કામ મારે, એમ ઇચ્છા ઉરમાં નિત્ય નવી ।। પ ।। તુચ્છ વસ્તુ પણ ત્યાગી ન શકે, ત્યારે કેમ ત્યાગશે મનવાંછિત ।। એ ત્યાગી નથી છે વેષ ત્યાગીનો, તેની પડે શી પ્રતીત ।। ૬ ।। ગોળ તજી ખાય છે ખોળને, તૂપ તજી ખાય છે તેલ ।। તે પણ કો’યલ કણઝીતણું, ભૂંડી ગંધે દુઃખનું ભરેલ ।। ૭ ।। એવાં સુખ શરીરનાં, લેવા સારુ વિસાર્યા નાથ ।। તેને સંગે વૈરાગ્યવંત સંત, કેમ કરી રહી શકે સાથ ।। ૮ ।। ભ્રમર ગીંગો ભેળા થયા, આશય અન્યોઅન્યનો અળગો ।। ભ્રમર કમળ ભાળી રહ્યો, ગીંગો ગોબરવાડે વળગો ।। ૯ ।। એમ સંત અસંત ભેળા રહે, પણ નોખા […] read more
0 Views : 152

સારસિદ્ધિ કડવું:- ૩૬

કથી નથી કે’વાતું કડવું લગાડીજી, ચોખા ચોખું ચોકસ પાંતિયા પાડીજી આવે અવસરે જે વરતે છે અનાડીજી, તેને કે’તાં ડરતાં રે’વાએ દાડીજી દાડી રે’વાયે ડરતાં, સાચું કે’તાં ઊપજે કલેશ ।। જેને આઠે અંગે તો કુસંગ છે, છે સતસંગનો તો વળી લેશ ।। ર ।। જેમ નર્તક નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે ।। તેને જાણે છે જે યોષિતા, એ વાત બંધ કેમ બેસશે ।। ૩ ।। વૈરાગ્યહીન ભકતહીન, અને ધર્મ તો ધરથી નથી ।। તેને વાતો ત્યાગની, શીદ કહીને મરિયે મથી ।। ૪ ।। ઝાઝું કે’તાં જોખો ઊપજે, તેને કે’વું તે કળે કળે ।। સે’જે સે’જે કામ સારવું, પણ બહુ તો ન બોલવું બળે ।। પ ।। જેમ સિંહ સમીપે બકરી, તે બીતી બીતી બોલી શકે ।। તેમ અનાડી નરને આગળે, કેમ બોલાએ વણ તકે ।। ૬ ।। જેમ કાળા સર્પના કંડિયા, તે ઢાંકી રાખવા ઢાંકણે ।। તેને ઉઘાડતાં દુઃખ ઊપજે, રખે ઉઘાડતા ભોળાપણે ।। ૭ ।। જેમ સાવજનું સાધુપણું, મર્કટ મુખે લીધા લગે ।। તેમ અસાધુ સાધુ થઈ, સાધુને સેવાએ ઠગે ।। ૮ ।। એ પણ વાત ઓળખવી, અતિ રે’વું નહિ અજાણ ।। જેમ વ્યાઘ્ર લોટે ઊંટ આગળે, પણ લઈ લેવા છે પ્રાણ ।। ૯ ।। ખરી વાત એ ખોટી નથી, સાચી માનજો સર્વે સહી ।। નિષ્કુળાનંદ કહે નથી […] read more
0 Views : 139
Powered By Indic IME