Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

સારસિદ્ધિ કડવું:- ૧૭

રાગ :- ધન્યાશ્રી જેને ઉર ઉપજયો બૃહત વૈરાગ્યજી, તેનાં ઉઘડીયાં મહા મોટાં ભાગ્યજી । નથી એવો લાભ બીજો કહ્યા લાગ્યજી, જે થકી જડેછે મહાસુખમાં જાગ્યજી ।।૧।। રાગ :- ઢાળ મોટિ જાગ્ય જડેછે જનને, તેતો જાણજો બૃહત વૈરાગ્યવડ્યે । તે વિના તપાસિયું પણ, વાત નથી બેસતી ઘડ્યે ।।૨।। તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો કૃપા કરે જગદીશ । કાંતો તેના જન મળે, વૈરાગ્ય-વાન મુનિશ ।।૩।। હરિકૃપા વિના હોય નહિ, પામવા બૃહત વૈરાગ્ય । કાંતો બૃહિ જન હરિના મળે, તો વાત ન રહે કહ્યા લાગ્ય ।।૪।। તેહ વિના બૃહત વૈરાગ્યની, આશા ન રાખવી ઉર । જેમ વણ વુંઠે વરસાતને, વળી ના’વે નદીયે પૂર ।।૫।। જેમ નર નારી વિના ન નીપજે, બાળક તે બીજી પેર । તેમ બૃહત વૈરાગ્ય તો ઉપજે, જો હરિ હરિજન કરે મે’ર ।।૬।। જેમ પાથ પૃથ્વી બે વિના, કહું કદી ન ઉપજે અન્ન । તેમ તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો મળે હરિ કે હરિના જન ।।૭।। તે વિના તીવ્ર વૈરાગ્યનો, નથી ઉપજવા ઉપાય । માટે હરિ હરિજનને, સેવીને કરવા સા’ય ।।૮।। જેહ પામવા ઇચ્છે કોઇ પ્રાપતિ, તેને અણગર્જુ ન રે’વું અંગ । દાસના દાસ થઇ રહી, રહિયે વૈરાગ્યવાનને સંગ ।।૯।। શુદ્ધ સંતથી એ સંપત્તિ, બૃહત વૈરાગ્યની મળે વળી । નિષ્કુળાનંદ તો તન મનના, વિકાર સર્વે જાયે ટળી ।।૧૦।। કડવું ।।૧૭।। read more
0 Views : 142

સારસિદ્ધિ કડવું:- ૧૮

રાગ :- ધન્યાશ્રી બૃહત વૈરાગ્ય છે અનુપમ અતિજી, એહ સમાન નથી કોઇ સંપત્તિજી । તેતો સંત સા’યે થાયે પ્રાપતિજી, તો તેને કષ્ટ રહે નહિ રતિજી ।।૧।। રાગ :- ઢાળ રતિ કષ્ટ તેને કેમ રહે, જેને થાય મોટાની મે’ર । સંત શ્રીહરિ સિંધુની જેને, ઢળી વળી આવી લે’ર ।।૨।। જેમ રતનાકારમાં રતન મોતી, અમૂલ્ય છે અતિ ઘણાં । પણ તન મન અરપ્યા વિના, કેદિયે ન થાય આપણાં ।।૩।। સિંધુતીરે શે’ર વસેછે, બીજાં પણ બહુ ગામ । તે લુણ શંખલા સહુ લિયે, રત્ન મોતીનું ન પુછે નામ ।। ૪।। રત્ન મોતી મળે મોટી મે’નતે, વણ મે’નતે મળતાં નથી । માટે સહુ કોઇએ સમઝી, મેલ્યાં ઉતારી મનથી ।।૫।। પણ હરિ સાગર છે સુખના, નથી કોઈ વાતની એમાં ખોટ । તેમાં નિષ્કામી માગે નિરવેદને, સકામ માગે માયાસુખ મોટ ।।૬।। નિષ્કામ વિના નિરવેદ નિધિ, રુચતી નથી રતિભાર । સાકરથી પણ સારો લાગ્યો, ખાવા સોમલખાર ।।૭।। તેતો હરિજનને જોવી નહિ, પ્રાકૃત પ્રાણીની રીત । સેવવા શ્રીભગવાનને, માગવો વૈરાગ્ય ચિત્ત ।।૮।। વૈરાગ્ય અંતરેથી જો ઉતરે, તો, ડોકાં કાઢી રહ્યાંછે દુઃખ । આવે ધાઇ તે ઉરમાંઈ, રે’વા ન દિયે સુખ ।।૯।। માટે વા’લો કરી વૈરાગ્યને, રાખવો તે રુડી રીત । નિષ્કુલાનંદ એ નરની, તો જરુર જાણો થાયે જિત ।।૧૦।। કડવું ।।૧૮।। read more
0 Views : 170

સારસિદ્ધિ કડવું:- ૧૯

રાગ :- ધન્યાશ્રી બૃહત વૈરાગ્ય વિના જન વારમવારજી, જુજવા જુજવા જીવ ધરે અવતારજી । દેવ દાનવ માનવમાં બહુવારજી, નિગમે ન થાય તેનો નિરધારજી ।।૧।। રાગ :- ઢાળ નિરધાર ન થાય નિગમે, એટલા લિધા અવતાર । વૈરાગ્ય વિના વપુ ધર્યાનો, આવ્યો નહિ વળી પાર ।।૨।। કૈકવાર સત્ય લોક પામ્યો, કૈકવાર પામ્યો કૈલાસ । કૈકવાર ઇન્દ્રપદવી પામ્યો, તોયે ન ટળી વિષય સુખ આશ ।।૩।। કૈકવાર સુરપુર પામ્યો, વિબુધકન્યા વિમાન । કૈકવાર ભૂમાં ભૂપતિ થયો, કૈકવાર થયો ધનવાન ।।૪।। કૈકવાર સુર દાતાર થયો, કૈકવાર પુરાણી પંડિત । કૈકવાર પ્રશ્ન ઉત્તરથી, કરી પોતાની જિત ।।૫।। કૈકવાર ગુણ ગવૈયો થયો, જ્ઞાની ધ્યાની કોવિદ ને કવિ । કૈકવાર જાણ પ્રવીણ થયો, થયો અર્થ જાણતલ અનુભવી ।।૬।। એમ અનેકવાર પામિયો, ભોમે વ્યોમે અવતારને । પણ એક ન પામ્યો વૈરાગ્યને, ત્યારે શું પામ્યો જન સારને ।।૭।। જેમ મોટા શહેરના મોટલિયા, ઉપાડે કાચ કે વળી કોયલા । ખાતાં ન ખવાયે કાળપ થાયે, એ કાળા ધોળા જાણો નથી ભલા ।।૮।। પણ એવું ઇચ્છેછે સહુ અંતરે, નથી ઇચ્છતા આવવા વૈરાગ્યને । તેણે કરીને જનનાં, નથી ઉઘડતાં ભારે ભાગ્યને ।।૯।। એમ સર્વે વાતો તો ખરી કરી, પણ બૃહત વૈરાગ્ય માર્ગ નવ જડ્યો । નિષ્કુલાનંદ કહે શું થયું તાડતળે રહ્યો કે ટોચે ચડ્યો ।।૧૦।। કડવું ।।૧૯।। read more
0 Views : 161

સારસિદ્ધિ કડવું:- ર૦

રાગ :- ધન્યાશ્રી સર્વે વાતનું શોધી લીધું સારજી, નથી કોઇ બૃહત વૈરાગ્યની હારજી । અંતર વિચારિયું વારમવારજી, શુદ્ધ વેરાગ્ય તો સૌને પારજી ।।૧।। રાગ :- ઢાળ શુદ્ધ વૈરાગ્ય પાર સહુને, નથી એથી અધિક કોઇ એક । વાંધો ન રહે કોઇ વાતનો, જો આવી ઉપજે ઠીકોઠીક ।।૨।। શાસ્ત્ર સર્વે સાંભળ્યાં, તેમાં છે ચ્યાર પ્રકારની વાત । ધર્મ અર્થ કામનું કહ્યું, માંહી મોક્ષનું પણ સાક્ષાત ।।૩।। પણ બૃહત વૈરાગ્ય વિસ્તાર વિના, થોડે ઠેકાણે લખ્યો લહી । પણ તીખા તીવ્ર વૈરાગ્યની, વાત પુરી પુરાણે નવ કહી ।।૪।। ખાન પાન વળી વિષય સુખનું, ઠામોઠામ સ્થાપન કર્યું । હરખ શોકને હાર્યા જિત્યા, એ સાંભળતાંમાં શું સર્યું ।।૫।। આખી અવનિમાં એકનું, કહ્યું ઉદય અસ્તલગી રાજ । સુખ દુઃખ તેનાં સુણતાં, કહો શું સરિયું કાજ ।।૬।। આખા જગતમાં એવી વાતો, ઘરોઘર ઘણી ગવાયછે । પણ નર અમર નિશાચર, બૃહત વૈરાગ્યને કોઇ ચા’યછે ? ।।૭।। વૈરાગ્ય માગવો વિકટ છે, જેમ નાખવો કળેજે હાથ । જીવવા ન દિયે જીવથી, રે’વા ન દિયે કોઇનો સાથ ।।૮।। જેને મરવાનું હોય મનમાં, તે માગજો બૃહત વૈરાગ્ય । તે અક્ષરથી આણી કોરે, રે’વા ન દિયે જાગ્ય ।।૯।। એતો મરજીવાનો માર્ગછે, હોય મરજીવા તે માંડે પગ । નિષ્કુલાનંદ એ જેને પ્રગટે, તેને સર્વે ચડી જાયે સગ ।।૧૦।। કડવું ।।૨૦।। read more
0 Views : 166

સારસિદ્ધિ પદ:- પ

રાગ :- ગરબી સગ્ય ચડિ જાયેરે શુદ્ધ વૈરાગ્યથીરે, શું કહું બૃહત વૈરાગ્યની વડાઈરે । તીવ્ર વૈરાગ્યરે તેવડ્યે તનમાંરે, કસર રે’વા ન દિયે કાંઈરે; સગ્ય૦ ।।૧।। તીવ્ર વૈરાગ્યરે તિખી તરવાર છે, અતિશે સજેલ આકરી ધારરે । અડતામાં કરેરે સરવે વેગળુંરે, લેશ ન રે’વા દિયે સંસારરે; સગ્ય૦ ।।૨।। એક હરિ વિનારે કરે બીજું અળગુંરે, તેની ઘણી લાગે નહિ વળી વારરે । એવો ઉપાયરે અવર એકે નથીરે, શું કહિયે વર્ણવી એહની હારરે; સગ્ય૦ ।।૩।। અતિમોટે ભાગ્યેરે જાગે એહ અંતરેરે, જેને હોયે પૂરણ પુણ્યનો જોગરે । નિષ્કુલાનંદરે કહે તેના મનમાંરે, રે’વા ન દિયે રતિયે રોગરે; સગ્ય૦ ।।૪।। પદ ।।૫।। read more
0 Views : 151

સારસિદ્ધિ કડવું:- ર૧

રાગ :- ધન્યાશ્રી બૃહત વૈરાગ્ય વર્ણવ્યો બહુવિધિજી, અતિશય મોટપ્ય એહની કિધિજી । પ્રભુ પ્રસન્ન કરવા એ છે નૌત્તમ નિધિજી, સદા સુખકારી એ જાણો પ્રસિદ્ધિજી ।।૧।। રાગ :- ઢાળ પ્રસિદ્ધ પ્રભુને પામવા, એવી નથી બીજી મીરાંથ । સરવે અંતરાઈ અળગી કરી, આપે હરિના હાથમાં હાથ ।।૨।। જે હરિ સિંધુ સર્વે સુખના, સદા સર્વદા સુંદર શ્યામ । જેને પામી ન રહે પામવું, પામી થવાયે પૂરણકામ ।।૩।। તેહ પ્રભુને પમાડવા, શુદ્ધ વૈરાગ્ય છે વળાવો વળી । તેહ પો’ચાડે હરિ હજુરમાં, મુખોમુખ દિયે મેળવી ।।૪।। પછી તે હરિજનને જાણજો, વિઘન સર્વે વિરમ્યાં । મળતાં શ્રીમહારાજને, દૈહિક દુઃખ સર્વે શમ્યાં ।।૫।। કમી ન રહી કોઈ વાતની, પામ્યા પૂરણ પુરુષોત્તમ । સુંદર સાકાર મૂરતિ, અતિ રુપાળી રુડી રમ્ય ।।૬।। તે પ્રભુની પાસે દાસ, વાસ કરીને રહે સદાય । બીજું ન ઇચ્છે અંતરે, ઇચ્છે ભક્તિ કરવા મનમાંય ।।૭।। ભક્તિ વિના ભાવે નહિ, ભૂલ્યે પણ ભિંતર મોઝાર । સર્વે પ્રકારે સમઝે, ભક્તિ સારમાં સાર ।।૮।। ભક્તિએ કરી હરિ રીઝવે, રિઝે સુખદ શ્રીમહારાજ । ત્યારે ખામી  રતિ પણ નવ રહે, પામે સર્વે સુખનો સમાજ ।।૯।। ભાવે ભરી કરે ભગતિ, અતિ આનંદ આણી ઉર । નિષ્કુલાનંદ તેની ઉપરે, હરિ રાજી થાયે જરૂર ।।૧૦।। કડવું ।।૨૧।। read more
0 Views : 187

સારસિદ્ધિ કડવું:- રર

રાગ :- ધન્યાશ્રી જરૂર હરિ રિઝવવા માટજી, ભક્તિ કરવી તે શિશને સાટજી । તેહ વિના વાત તે ન બેસે ઘાટજી, સમઝી વિચારી લેવી એ વાટજી ।।૧।। રાગ :- ઢાળ સમઝી વિચારી ઘનશ્યામની, ભક્તિ કરો ભાવે ભરી । ભાવ વિનાની ભક્તિયે, રાજી નહિ થાયે શ્રીહરિ ।।૨।। ભક્તિ કરવી ભગવાનની, સમાપર રહી સાવધાન । સમા વિનાની જે ભગતિ, અતિ જાણો કરેછે જયાન ।।૩।। સમે સેવિને સુખ લૈયે, વણ સમે સરે નહિ કામ । તે સમો મનમાં સમઝી, રે’વું હરિ હજુર કરભામ ।।૪।। સમે  સામું જોઇ રે’વું શ્યામને, જોવી કર નયણ નિશાન । સમાપર તતપર થઇ, કરવી ભક્તિ તે નિદાન ।।૫।। એક પગભર ઉભાં આગળે, હાથ જોડિને રે’વું હજાૂર । જેમ કહે તેમ કરવું, કરી ડા’પણ આપણું દૂર ।।૬।। વળી જેમ વાળે તેમ વળવું, તજી દેવી તનમન તાણ । અન્ય ભરોંસો અળગો કરી, થઇ રે’વું હરિના વેચાણ ।।૭।। ભક્ત તેજ જે ભક્તિ કરે, જોઇ મરજી જગદીશની । મરજી ન લોપે મહારાજની, એહ રીતિ સમઝો શિષ્યની ।।૮।। મોટે ભાગ્યે ભેટે ભગતિ, પ્રગટ પ્રભુ પરમાણની । તેહ વિનાની જે ભગતિ, તેતો મત મમતના તાણની ।।૯।। કરિયે તો કરિયે સમઝી, પ્રગટ પ્રભુજીની ભગતિ । નિષ્કુલાનંદ કહે તે વિના, નથી નરને કોઇ પ્રાપતિ ।।૧૦।। કડવું ।।૨૨।। read more
0 Views : 164

સારસિદ્ધિ કડવું:- ર૩

રાગ :- ધન્યાશ્રી ભક્તિ હરિની સહુથી અતિ સારીજી, જનને કરવી તે મનમાં વિચારીજી । હિતની વાત હૈયામાંયે ધારીજી, તક જોઇ રે’વું તરત તૈયારીજી ।।૧।। રાગ :- ઢાળ તૈયાર રે’વું તક ઉપરે, પ્રસન્ન કરવા પ્રગટને । શીત ઉષ્ણ વરસાતનું, સહી શરીરે સંકટને ।।૨।। સેવા કરતાં સેવકને, પંડ સુખ સામું પેખવું નહિ । સમે સમાજ સારે સેવવા, તે વિના સુખ લેખવું નહિ ।।૩।। તકે દાતણ તકે નાવણ, તકે પે’રાવવાં અંબર । તકે ભોજન વ્યંજન કરી, જમાડવા શ્યામસુંદર ।।૪।। સમે ચંદન ચરચવું, સમો જોઇ પે’રાવવા હાર । સમે આભુષણ અંગમાં, પે’રાવવાં કરીને પ્યાર ।।૫।। સમે ઉતારવી આરતી, સમે કરવી સ્તુતિ કરજોડ । સદા દિન આધિન રે’વું, કે’વું બક્ષજો ગુન્હા પ્રભુ ક્રોડ ।।૬।। સમે પ્રભુને પોઢાડવા, સમે નાખવો પંખે પવન । સમે ચરણ ચાંપવાં, એમ કરવા પ્રભુ પ્રસન્ન ।।૭।। સમો જોઇ સેવકને, તતપર રે’વું તૈયાર । મન કર્મ  વચને કરી, કરવી સેવા કરી બહુ પ્યાર ।।૮।। જે ટાણે ગમે જેમ નાથને, તેહ ટાણે કરવું તેમ । જે ન ગમે જગદીશને, અણગમ્યું ન કરવું એમ ।।૯।। એવા અતિ સુતર જન જે, તે કરે પ્રભુને પ્રસન્ન । નિષ્કુલાનંદ કહે નાથના, એ કહિએ સાચા સેવક જન ।।૧૦।। કડવું ।।૨૩।। read more
0 Views : 196
Powered By Indic IME