Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભાષા
Per Page :

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પ૩

દોહા – ધન્ય ધન્ય આ અવતારને, ઊદ્ધાર્યા જીવ અપાર । દયા આણી દીનબંધુએ, સર્વેની લીધી સાર ।।૧।। અક્ષરધામથી આવિયા, કાવિયા ધર્મના લાલ । પ્રીતે કરીને પધારિયા, કૈકને કર્યા નિયાલ ।।૨।। અક્ષરાતીત અગમ જે, સુગમ થયા ઘનશ્યામ । અનંત અચ્યુત અવિનાશી, જે ધર્યું સહજાનંદ નામ ।।૩।। અખંડ અકળ અપાર જે, તે થયા મનુષ્યાકાર । અજર અમર અમાપ જે, તેણે લીધી સૌની સાર ।।૪।। રાગ સામેરી – અછેદ્ય અભેદ્ય અક્ષરાત્મા, અગોચર થયા ગોચર । અરૂપ અનુપમ અતિ ઘણા, તે થયા શ્યામ સુંદર ।।૫।। અતોલ અમોલ આગમે કહ્યા, તે થયા ધર્મના બાળ । નેતિ નેતિ નિગમ કહે, તેણે લીધી છે સંભાળ ।।૬।। બાલા ભકિત જે પ્રેમવતી, તેના થયા છે તન । ધર્મવૃષના ધામમાં, રમ્યા જમ્યા જીવન ।।૭।। અલૌકિક આપે આવી કરી, આપ્યાં અલૌકિક સુખ । માત તાતના મનનાં, દૂર કર્યા ં છે દુઃખ ।।૮।। સુખી કરી જન સહુને, પછી પધારિયા ભગવન । સઘન વન વસમાં વળી, તે જોયાં સર્વે જીવન ।।૯।। કૈકૈ કારજ કરિયાં, વાલે વળી વનમાંય । ત્યાગી ગૃહી તેમાં મળ્યા, તેની કરી પોતે સા’ય ।।૧૦।। અનેક જીવ ઊદ્ધારવા, ફરિયા દેશ વિદેશ । નિર્ભય કર્યા નારી નરને, આપી ઊત્તમ ઊપદેશ ।।૧૧।। ધામ તીરથ ધરા ઊપરે, જોયા જે જીવન પ્રાણ । દૈવી આસુરી જીવનાં, કર્યાં છે કોટ કલ્યાણ ।।૧૨।। કલિયુગનું રાજય કાઢિયું, સતયુગ […] read more
0 Views : 1275

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પ૪

દોહા – આજ લે’રી આવ્યા છે લે’રમાં, મે’ર કરીછે મહારાજ ।અઢળ ઢળયા અલબેલડો, કર્યાં કઈકનાં કાજ ।।૧।। દુઃખ કાપ્યાં દુઃખી દાસનાં, સુખી કર્યા સહુ જન ।બ્રહ્મમો’લે તેને મોકલ્યા, પોતે થઈ પરસન ।।૨।। પૂરણ બ્રહ્મ પધારીને, ભાંગી છે સર્વેની ભૂખ ।આ સમામાં જે આવિયા, ટાળિયાં તેહનાં દુઃખ ।।૩।। ધન્ય ધન્ય પાવન પૃથવી, જેપર વિચર્યા નાથ ।ચરણ અંકિત જે અવની, સદા માને છે સનાથ ।।૪।। રાગ સામેરી – ધન્ય દેશ સોઇ શે’રને, જિયાં રહ્યા અવિનાશ ।ધન્ય ધન્ય ગામ નગરને, જિયાં કર્યો વાલે વાસ ।।૫।। ધન્ય ધન્ય વારિ વહનિ, ના’યા તાપ્યા પ્રભુ પંડ । ધન્ય ધન્ય શૂન્ય સમીરને, ભાગ્યશાળી આ બ્રહ્માંડ ।।૬।। ધન્ય ધન્ય બ્રહ્મા ભવને, જેણે જોયા જીવન । ધન્ય ધન્ય મઘવા મેઘને, ભજયા ભાળ્યા ભગવન ।।૭।। ધન્ય ધન્ય શશિ સૂરને, ઊડુ પામિયા આનંદ । દેવ દાનવ મુનિ માનવી, સુખી કર્યા સહુ વૃંદ ।।૮।। સ્થાવર જંગમ ચરાચર, સહુની લીધી છે સાર । સ્થૂળ સૂક્ષ્મ જીવ જગમાં, ઊતારિયા ભવપાર ।।૯।। ભોગી કર્યા બ્રહ્મમો’લના, આપિયું અક્ષરધામ । આપ પ્રતાપે ઊદ્ધારિયા, કરિયા પૂરણકામ ।।૧૦।। વેરો ન કર્યો વર્ષતાં, ઘન પઠ્યે ઘનશ્યામ । શુદ્ધ કરી સહુ જીવને, આપિયું ધામ ઈનામ ।।૧૧।। કોટ ઊઘાડ્યા કલ્યાણના, ભાગ્યના ખોલ્યા ભંડાર । ભૂખ ભાંગી ભૂખ્યા જનની, જગે કર્યો જેજેકાર ।।૧૨।। ડંકા દિધા જગે જીતના, શ્યામે સહુને ઊપર । પ્રબળ પ્રતાપ […] read more
0 Views : 1329

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પપ

દોહા – અમલ ભર્યાં સૌ અંતરે, આવે અંત્યે અવિનાશ । દેહ તજાવી દાસને, આપેછે અક્ષર વાસ ।।૧।। નર નારી નિઃશંક થયાં, ભાગી બેઠા સહુ ભય । શરણ લીધું જેને સ્વામીનું, તેને કર્યાં નિરભય ।।૨।। સહુને ઊપર શ્રીહરિ, શકો બેસાર્યો સુંદર । ભકિત કરાવી આ ભવમાં, તાર્યા  કંઈક નારી નર ।।૩।। નૌતમ રીતને નાથજી, પ્રગટાવી પૃથવી માંય । સાંભળ્યું નો’તું જે શ્રવણે, એવું કર્યું આવી આંય ।।૪।। રાગ ધોળ: વધામણાનું આનંદ આપ્યો અતિઘણોરે, આ સમામાં અલબેલ; પુરૂષોત્તમ પ્રગટીરે અમૃતના સધુ ઊલટ્યારે, રંગડાની વાળી છે રેલ; પુરૂષોત્તમ. ।।૫।। નિર્ભયની નોબત્યો વાગિયોરે, મળીયા મોહનરાય; પુરૂષોત્તમ. । વિધવિધ થયાં વધામણાંરે, કસર ન રહી કાંય; પુરૂષોત્તમ. ।।૬।। ખોટ્ય ગઈછે ખોવાઈનેરે, જિત્યનાં જાંગિર ઢોલ; પુરૂષોત્તમ. । દુઃખ ગયું બહુ દનનુંરે, આવિયું સુખ અતોલ; પુરૂષોત્તમ. ।।૭।। કળશ ચઢાવ્યો કલ્યાણનોરે, સહુના મસ્તક પર મોડ; પુરૂષોત્તમ. । ધન્ય ધન્ય આ અવતારનેરે, જોવા રાખી નહી જોડ; પુરૂષોત્તમ. ।।૮।। સહુને પાર સહુ ઊપરેરે, એવી ચલાવી છે રીત; પુરૂષોત્તમ. । નો’તી દિઠી નો’તી સાંભળીરે, પ્રગટાવી એવી પુનિત; પુરૂષોત્તમ. ।।૯।। સર્વના સ્વામી જે શ્રીહરિરે, સર્વના કાવિયા શ્યામ; પુરૂષોત્તમ. । સર્વેના નિયંતા નાથજીરે, સર્વેનાં કરિયાં કામ; પુરૂષોત્તમ. ।।૧૦।। સ્વામિનારાયણ નામનોરે, શક્કો બેસારિયો આપ; પુરૂષોત્તમ. । એ નામને જે આશર્યારે, તેના તે ટાળિયા તાપ; પુરૂષોત્તમ. ।।૧૧।। ધામી જે અક્ષરધામનારે, તેણે આપ્યો છે આનંદ; પુરૂષોત્તમ. ।  […] read more
0 Views : 1362

શિક્ષાપત્રી શ્લોક – ૧

વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસિ । વૃન્દાવનવિહારં તં શ્રીકૃષ્ણં હૃદિ ચિન્તયે ।। (શ્રીસહજાનંદસ્વામી જે તે પોતાનાં સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાનાં ઇષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન રૂપ મંગલાચરણ કરે છે.) હું જે તે મારા હૃદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરૂ છું. તે શ્રીકૃષ્ણ કેવા છે, તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનને વિષે  વિહારના કરનારા છે. ।।૧।। read more
0 Views : 1724

શિક્ષાપત્રી શ્લોક – ૨

અને વૃત્તાલય ગામને વિષે રહ્યાં એવા સહજાનંદસ્વામી જે અમે તે અમે જે તે નાના પ્રકારનાં જે સર્વે દેશ તેમને વિષે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. ।।૨।। read more
0 Views : 1565

શિક્ષાપત્રી શ્લોક – ૩

શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઇ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે.) ।।૩।। read more
0 Views : 1491

શિક્ષાપત્રી શ્લોક – ૪

તથા અમારા આશ્રિત એવા જે મુકુન્દાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી ।।૪।। read more
1 Views : 1496

શિક્ષાપત્રી શ્લોક – ૫

તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઇઓ તથા મુકતાનંદ આદિક જે સર્વે સાધુ ।।૫।। read more
0 Views : 1530
Powered By Indic IME